નયણાં – વેણીભાઈ પુરોહિત
ઊનાં રે પાણીનાં અદ્દભુત માછલાં-
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ:
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં:
ઊનાં રે પાણીનાં અદ્દભુત માછલાં.
સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ:
સપનાં ઓળોટે એમાં છોરૂ થઈને ચાગલાં:
ઊનાં રે પાણીનાં અદ્દભુત માછલાં.
જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં:
ઊનાં રે પાણીનાં અદ્દભુત માછલાં.
Print This Article
·
Save this article As PDF
સાચાઁ તોયે કાચાઁ જાણે કાચનાઁ બે કાચલાઁ ! વાહ કવિ !
વાહ મૃગેશભાઇ ! આભાર !
આ કાવ્યના સરસ આસ્વાદ માટે જુઓ : http://layastaro.com/?p=933
“ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં:
ઊનાં રે પાણીનાં અદ્દભુત માછલાં.”
સુંદર રચના.
ગુજરાતી ભાષાનું મોંઘેરું ઘરેણું…