નારાયણનું નામ જ લેતાં – નરસિંહ મહેતા

નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજિયે રે.

કુળને તજિયે કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે;
ભગિનીસુતદારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે.

પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રીરામ રે.

ઋષિપત્ની એ શ્રીહરિ કાજે, તજિયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે.

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજીને ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃન્દાવનમાં, મોહન સાથે માલી રે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નયણાં – વેણીભાઈ પુરોહિત
પાદર પારકાં – જયંતીલાલ દવે Next »   

9 પ્રતિભાવો : નારાયણનું નામ જ લેતાં – નરસિંહ મહેતા

 1. Mohit Parikh says:

  Thank you very much Mrugesh bhai. Every now and then, you provide real gems from the Gujarati literature.

 2. pragnaju says:

  આવું સર્વાંગ સુંદર ભજન પ્રભુકૃપાએ પ્રગટ થાય..
  મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજિયે રે.
  બધા ગ્રંથોનો સાર
  વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજીને ચાલી રે;
  ભણે ‘નરસૈંયો’ વૃન્દાવનમાં, મોહન સાથે માલી રે.
  આવી સ્થિતીને માટે લાયક બનાવે તેવી પ્રાર્થના

 3. nayan panchal says:

  “કુળને તજિયે કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે;
  ભગિનીસુતદારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે.”

  જ્યારે નરસિંહ મહેતાજીની પત્નીનુ અવસાન થયુ ત્યારે તેમણે કહ્યુઃ
  “ભલુ થયુ ભાગી જંજાળ, સુખે ભજીશુ હરિ ગોપાલ.”

  આનો મતલબ એવો નથી કે મહેતાજી તેમની પત્નીને પ્રેમ નહોતા કરતા..

  નયન

 4. Maharshi says:

  “ભલુ થયુ ભાગી જંજાળ, સુખે ભજીશુ હરિ ગોપાલ.”

  નયનભાઇઃ અહિં જંજાળનુ રુપક પત્નીના અર્થમાં નહી પણ સંસારના અર્થમા લેવું ઘટે.

 5. સુંદર ભજન. દરેક ભક્તોના જીવનમાં જ્યારે પસંદગી આવી છે ત્યારે તેમણે ભગવાન ને જ પસંદ કર્યા છે અને એટલે જ તેઓ ભક્ત કહેવાયાં.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.