પાદર પારકાં – જયંતીલાલ દવે

પાદર પારકાં ને લાંબા પંથડા
વિચાર નોખા, નોખી વાણ
આથડિયે અમે રે હરિ એકલાં
જગની નો’તી આવી જાણ…. પાદર પારકાં…

જાતરા કરવાને જીવણ, નીકળ્યાં,
લીધાં સાથ ને સંગાથ
ભરમાણાં અમે, ને ભૂલાં પડ્યાં
અધવચ, ઓધવ છે અનાથ…. પાદર પારકાં….

મનની, વાતું, જો માવો સાંભળે,
ઉરમાં અબળખા રે જાય;
દેશડો અમારો રૈ ગ્યો દૂર ને
જીવને જંપ નહિ જરાય…. પાદર પારકાં…

વિદેશને વતન ક્યાંથી માનવાં ?
આભાં-જમીં અંતર જ્યાંય
મૂળ રે ભોમકામાં ‘માણીગર’ મ્હાલવું
તેડાં ત્રિકમનાં જો થાય…. પાદર પારકાં….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નારાયણનું નામ જ લેતાં – નરસિંહ મહેતા
રણકો પ્રીતિનો – ‘સ્નેહદીપ’ Next »   

10 પ્રતિભાવો : પાદર પારકાં – જયંતીલાલ દવે

 1. nayan panchal says:

  “પાદર પારકાં ને લાંબા પંથડા
  વિચાર નોખા, નોખી વાણ
  આથડિયે અમે રે હરિ એકલાં
  જગની નો’તી આવી જાણ”

  સાલુ, લોકો આટલી સરસ લાઈનુ કેવી રીતે લખતા હશે!!

 2. Manish MISTRY says:

  નયનભાઈ ની કોમેન્ટ પછી કંઈ લખવાની જરૂર જણાતી નથી!

 3. Jolly says:

  Beautiful, You have discribe the feelings of many many hearts away from the homeland.

 4. સુંદર ભજન. જેઓ પરદેશમાં છે તેમને આવી અનુભુતિ થતી જ હશે. પણ વધારે ઉંડાણમાં જઈએ તો આ સંસાર પણ્ આપણે માટે પારકું પાદર જ છે. જેમને પાછું પોતાના મુળ સ્વરુપમાં જવું છે તેમને પણ અહીં કાઈક ભુલા પડી ગયા હોય તેવું જ લાગે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.