રણકો પ્રીતિનો – ‘સ્નેહદીપ’

વ્હાલી સખી, તવ સુકોમળ હસ્તના આ
પત્રે ચઢ્યું જ રમણે કશું હૈયું મારું !

વાંચું કરું કવરમાં મૂકું ને ઉઘાડું,
ને પ્રેમથી હૃદય-શું વળી ચોડી રાખું !

ખોવાઈ જાઉં સખી, હું ઘડીમાં કહીંક,
થૈ જાય છે ચૂક વળી ઘરકામમાં જ;

વાર્તા વ કાવ્ય કંઈ વાંચું, ન ચિત્ત ચોંટે
ઘૂમી રહે મગજમાં જહીં પત્ર તારો !

તેં શું લખ્યું છ ? વધુ ના; સખી, બે’ક શબ્દો,
કિન્તુ અહો ! રણઝણે મુજ હૈયું નાનું;

થોડીક પંક્તિ – પણ મૌક્તિકહાર જેવી,
એમાં જ શું ગૂંથી દીધો રણકો પ્રીતિનો !

વાંછું અધિક નહીં – ફોરમ પત્રની એ
ઘેરી રહો હૃદય આ મુજનું પ્રપૂર્ણ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાદર પારકાં – જયંતીલાલ દવે
સ્પેશિયાલિસ્ટના પંજામાં – રમેશ. મ. ભટ્ટ Next »   

12 પ્રતિભાવો : રણકો પ્રીતિનો – ‘સ્નેહદીપ’

  1. nayan panchal says:

    સરસ loveletter છે.

    બિચારી આ sms/e-mail generation ફુલોની પાંખડીવાળા, અત્તરની ખૂશ્બુવાળા પ્રેમપત્રોનો લ્હાવો લેવાથી વંચિત રહી ગઈ.

    નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.