સ્નેહનો અભાવ – મૃગેશ શાહ

ઑફિસેથી આવીને, આરામ કરીને એક ભાઈએ અખબાર હાથમાં લીધું એટલામાં ફોનની રીંગ વાગી. એમનો બધો મુડ ખરાબ થઈ ગયો. છોકરાને બૂમ પાડીને ફોન લેવાનું કહ્યું અને સાથે સૂચના આપી : ‘જે હોય એને કહી દે કે પપ્પા હજી ઑફિસેથી આવ્યા નથી.’ એમ કહી તેઓ મનમાં બબડ્યા ‘બસ. ચોવીસે કલાક ફોન..ફોન…ફોન. લોકો શાંતીથી ઝંપવા જ નથી દેતા. કામ વગરની વાતો કરી સમય બગાડે છે.’

બીજા, એક વ્યવસાયમાં રોકાયેલા ભાઈને રોજ બપોરે જમીને બે કલાક ઘસઘસાટ ઊંધવાની ટેવ. આ બે કલાક દરમ્યાન ઘરના તમામ ફોનના રિસિવરો બાજુ પર મુકી દેવા એ તો એમનો નિત્ય નિયમ !

વળી, એક સજ્જ્ન તો ટીવી સિરિયલોના જબરા શોખીન ! રાત્રે 8 થી 10 વચ્ચેના (ક)સમયે જો કોઈ વ્યકિત ખાસ કામથી એમને મળવા આવે તો ‘ઑફિસે આવજો, પછી વાત કરીશું’ એમ સ્પષ્ટ કહી દે. મહેમાન આવે તો બહુ ભાવ ના બતાવે. એમની નજર ટીવી સામેથી જરાય ખસે નહીં. અને જો ભૂલેચૂકે ફોન આવે તો પત્નીદ્વારા ‘નથી. બહાર ગયા છે, ક્યારે આવશે ખબર નહીં’ એમ કહેવડાવી દે.

સમાજમાં પ્રતિષ્ઠિત અને સારા કહી શકાય એવા ઘરોમાં આ એક નવો ચીલો શરૂ થયો છે. જેનાથી બહુ લાભ થવાનો ન હોય એવી વ્યક્તિઓને ‘લપ’ ગણીને તેમને ટાળવાની ટેવ લોકોમાં ફેલાઈ રહી છે. ઘરમાં વ્યકિત હાજર હોય છતાં ‘નથી’, ‘બહાર ગયા છે’, ‘ક્યાં ગયા છે ખબર નહીં’, ‘મોડા આવશે’, ‘હજી આવ્યા નથી’ એમ કહીને સામેની વ્યક્તિ કંઈક વાત કરે એ પહેલા એક જ સેકન્ડમાં ફોન મુકી દેવાનું લોકોને સહજ થઈ ગયું છે. ખપ પૂરતી વાત કરે, નિશ્ચિત કરેલા સમયે જ મળે અને અમુક સમયે અમુક કામ જ કરે એ બધાને સમાજના ઊંચા વર્ગના અને પ્રતિષ્ઠિત માણસો ગણવામાં આવે છે. આવું શા માટે થાય છે એ ખબર નથી પડતી. પ્રત્યેક વ્યક્તિને સમાજમાં પોતાનું નામ કમાવવાનો, પ્રખ્યાત થવાનો મોહ હોય છે. એ માટે તે પોતાનો ધંધો વિસ્તારે છે, નોકરીમાં ઊંચું પદ મેળવવા માટે પ્રયત્ન કરે છે, પોતાના ક્ષેત્રમાં પૂરી મહેનત અને લગનથી આગળ વધે છે. એવી વ્યકિત જ્યારે પદ, પ્રતિષ્ઠા અને પૈસો પામીને સાધન-સંપન્ન બને છે ત્યારે એ બધાથી અળગો કેમ બની જાય છે ? ‘આઘા’ રહેવું એ સારું છે પણ ‘અળગા’ રહેવું એ અહંકાર છે. ‘આઘા’ રહેવું એટલે બધાની વચ્ચે રહીને બધાથી એક નિશ્ચિત અંતરે પોતાના એકાંતને માણવું અને અળગા રહેવું એટલે સ્વાર્થપૂર્વક સમાજથી જુદા રહીને ચાલવું.

શરૂઆતમાં સાધનોની પાછળ દોડતો માણસ અમુક સમયે સાધનોથી દૂર ભાગવા માંડે છે. એને ફૉનના રીસીવર બાજુએ મૂકવા પડે છે, મોબાઈલને સ્વીચ ઓફ કરવો પડે છે અને ઈન્ટરનેટ મેસૅન્જર પર ‘ઈનવિઝીબલ’ રહીને કામ કરવું પડે છે. આ બધી ઘટનાઓ એક વસ્તુનું સ્પષ્ટ નિદર્શન કરે છે કે આજે માણસ-માણસ વચ્ચેના સંબંધો સ્વાર્થયુકત બન્યા છે, સ્નેહયુકત નથી. જમાનો એટલો આગળ વધી ગયો છે કે ‘કેમ છો ?’ એમ પૂછવા કોઈ વ્યકિત ફોન કરે તો સામેવાળાને આશ્ચર્ય થાય છે કે ‘માત્ર એટલું પૂછવા એમણે ફોન કર્યો હશે ? ચોકક્સ કંઈ કામ હશે.’ કામ સિવાય, ખબર-અંતર પૂછવા માટે કે સબંધોને મઘમઘતા રાખવા માટે ફોન થઈ શકે એ વાતની આજની નવી પેઢીને નવાઈ લાગે છે ! વિજ્ઞાને શોધેલા સાધનો ટેલિફોન, મોબાઈલ, ઈન્ટરનેટ વગેરેથી વ્યકિત વ્યકિત વચ્ચેનું અંતર ઘટવું જોઈએ એની જગ્યાએ એ અંતર સતત વધી રહ્યું છે. ફ્રી કૉલ્સ વાપરવા માટે લોકો ફ્રી નથી! દૂનિયાના ગમે તે ખૂણે ફરતા માણસનો સંપર્ક ગમે ત્યાંથી કરી શકાય એવા અદ્યતન સાધનો આપણી પાસે છે. તો પછી ખુટે છે શું ? ફક્ત એક જ વસ્તુ. અને તે સ્નેહ.

જીવનમાં નિયમોથી જીવવું એનો અર્થ જડતા નથી. નિયમિતતા અને વ્યવસ્થા માટે આપણે કદાચ બધાને ગમે તે સમયે ન પણ મળીએ પરંતુ જ્યારે આપણા મિત્રો, પરિચિતો અને કુટુંબીજનોએ આપણને મળવા માટે સમય માંગવો પડતો હોય તો એ આપણી વ્યસ્તતા નથી, અવ્યવસ્થા છે. કોઈ દૂર રહેતી વ્યકિત અથવા કામકાજમાં અટવાયેલી વ્યકિતને આપણે ફોન કરીને જઈએ એ રીત આવકાર્ય છે પરંતુ કેટલાક સહજ સંબંધો એવા પણ હોવા જોઈએ કે જેમની પાસે આપણે ગમે ત્યારે હૈયું ખોલીને જઈ શકીએ. શ્વાસ રુંધાય એટલો શિષ્ટાચાર ક્યારેક માત્ર દેખાડો કરવાનું પ્રતીક બની જાય છે ! જેને આપણે ખાસ મિત્ર માનતા હોઈએ એની સાથે ફરજીયાત નિભાવવો પડતો શિષ્ટાચાર એ બંન્ને વચ્ચેના સંબંધોની ઔપચારિકતાનું સૂચન કરે છે. રામચરિતમાનસમાં લખ્યું છે કે મિત્રની ઘરે મિત્ર તેમજ લગ્ન પછી પુત્રી પિયરમાં વગર આમંત્રણે જઈ શકે છે.

પોતાના કામમાં ઓતપ્રોત બની જવું , તલ્લીન થઈ જવું, સફળતા હાંસલ કરવી અને વિકાસ કરવો એ એક સારી વસ્તુ છે. એની ના નથી. પરંતુ આ બધું કરતાં-કરતાં સંબંધોના સરોવર સુકાઈ ન જાય એ જોવાનું એટલું જ મહત્વનું છે. આપણે બધા જે નોકરી-વ્યવસાય કરીએ છીએ એમાં સીધી કે આડકતરી રીતે રાષ્ટ્રની પ્રગતિ સમાયેલી છે. પરંતુ તેમ છતાં કુટુંબના ભરણ-પોષણ અને આત્મવિકાસનો વ્યકિતગત સ્વાર્થ આપણો પહેલો છે. પગાર આપવાનું બંધ કરી દે તો શું આપણે રાષ્ટ્રવિકાસ ખાતર નોકરી કરીએ ? દુનિયા પર એવા લોકો પણ થઈ ગયા છે જે ફકત સમાજ કે રાષ્ટ્ર માટે જ જીવ્યા છે. પોતાનું આખું જીવન સમાજસેવામાં સમર્પિત કરી દીધું છે. સંતોથી લઈને રાષ્ટ્રપિતા ગાંધીજીનું ચરિત્ર આપણી નજર સમક્ષ છે. સમાજના ઉત્થાન માટે અત્યંત વ્યસ્ત રહેતા એ લોકો સમય કાઢીને ઝૂંપડીઓ સુધી પહોંચ્યા છે, આમ આદમીને મળ્યા છે. આપણે તો ફક્ત આપણા સાથે સંપર્કમાં આવતા લોકો જોડે જ સ્નેહથી વર્તવાનું છે ? શું આપણે આટલું પણ ન કરી શકીએ ?

સંબંધો સ્નેહયુકત બનવા જોઈએ અને તેની સુવાસ ચોમેર ફેલાવવી જોઈએ. લેખક વજુ કોટક એમનાં એક પુસ્તકમાં લખે છે કે ‘જીવનની સુવાસને આ પૃથ્વી પર આપણે એવી રીતે પાથરી જવી જોઈએ કે જેમાંથી બીજાને જીવવાની પ્રેરણા મળે. આપણા ગયા પછી આપણને યાદ કરીને સૌ ગૌરવ લઈ શકે. આપણું જીવન વડના ઝાડ જેવું વિશાળ હોવું જોઈએ કે જેની છાયા નીચે બાળકો ખેલીકૂદી શકે અને વૃધ્ધો દિવસના તાપમાં આશરો લઈ શકે.’ આમ થશે તો આપણી પ્રગતિ સાર્થક ગણાશે, સબંધો વધુ મજબુત અને સ્નેહયુકત બનશે અને જિંદગી જીવવા જેવી લાગશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આંધળો દોરે આંધળાને
તિરાડવાળા ઘડાનો લાભ Next »   

10 પ્રતિભાવો : સ્નેહનો અભાવ – મૃગેશ શાહ

 1. A regular reader says:

  Dear Mrugeshbhai,

  At the outset, I would like to commend the choice of your subject for the article. This subject has been very common and is being naturally accepted under the heading of time-management in today’s life. As a matter of fact, I am one of those persons who falls into the category of people outlined in your article. I dont think any of the points you have conveyed are disputable. Especially the last few lines quoting Vajubhai Kotak sum it up all very well.

  Your article has been very thought-provoking. I have tried to substitute myself in the different scenarios you have outlined explaining why people avoid communication. I would like to express some of my views and stand on why I like to shield myself from communication sometimes.

  I am a person with wife and kid living in the US. However, I have been selective on the timings of my communication even when I was in India. There are a few reason why.

  A typical week in today’s life primarily revolves around work, domestic responsibilities and raising your kids. As we go through each of these, a person strongly feels the need of “his space”. As you have rightly mentioned, it is “ekaant”. I have been taught by my grandfather right from my childhood to engage in introspection (“atmanirikshan”) on a daily basis. Each person needs this time for introspection, and also for growing as a human. I may use this time to contemplate, relax, read a book or simply put, think.

  As I have grown I have realized that when one tries to do too many things at a time, s/he cannot do anything well. I would like to take a moment to clarify that my wife and I are very sociable and very extrovert. The difference between me and my wife is about being selective in communication timings. My wife can talk on the phone, respond to instant messenger and talk to people at the same time while she is cooking or doing something else. I, personally, can do only one thing at one time. I, rather prefer to set aside some time during a month, call friends and relatives and talk to them with all my attention.

  I know this sounds very mechanical. It does the same to me as well. And that is why, I find your article to be thought-provoking. I used to be very different in terms of communication quite some time back. Maybe its social conditioning. Maybe being selective in timings of communication sounds very mechanical and devoid of “bhaav”. But as one grows, as life and surroundings become more demanding and ever-more competitive, as individual responsibilities increase with age and time, life demands a change.

  The pattern of living has not been the same as what it used to be a decade or two ago. There is a rush. It seems like there is a race. Though I do not subscribe to it, as the bottom-line turns out, the time for self, for introspection, for contemplation is declining by the day.

  Having said that, I could not agree more with the analogy of “Aagha” vs. “Aalga”.

  Thank you for the wonderful article.

 2. A frequent reader says:

  Dear Mrugeshbhai,

  Frequently, I read your website in lunchtime and enjoy reading poems and articles, especially this one.

  I like the sentence meaning that it is not lack of time but it is the lack of organization / time management skills if our own family members, friends or acquaintances have to ask for our time to meet us. In today’s fast, demanding and competitive life, it is ok to be selective and socialize at one’s own suitable time. I do not see “Snehno Abhav” in that or in the second scenario described in the article – put phone on message machine when you do not want to answer. However the title applies more to the first scenario described where you reply by lying – being not true to yourself and showing no ‘Sneh’ / respect for the other party. Moreover, if people who do socialize on their own time can understand the same response then it is ok, but when there are different standards depending upon what side of socializing one is on, that is “Snehno Abhav” or “Swarthno Bhav”.

 3. A frequent reader says:

  Dear Mrugeshbahi,

  This is a continuation comment from the same person in comment 2. I live in US with my spouse, two children and close family.

  Thank you for writing and posting good poems, articles and this website! Good luck and keep up the good work!

 4. amit pisavadiya says:

  saras , mrugesh bhai , saras vat kari chhe tame ke aa je vyakti vyakti vachhe SNEH no abhv jova male chhe .. person not see that which one is important than other. aa je samaj ma lagni nu star ghat tu jay chhe ,,

 5. nayan panchal says:

  તમારી વાત સાથે સહમત છુ. આજે માણસ વધુને વધુ ગણતરીબાજ થતો જાય છે. માણસ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ વધુ ને વધુ એટીકેટ વાળો થતો જાય છે. મિત્રોને ત્યા પણ જતા પહેલા ફોન કરીને પૂછવુ પડે છે. આજ ઔપચારિકતાઓ વધવા માંડી છે. આપણે જેવા છે તેવા પ્રગટ થઈ નથી શકતા.

  નવરા બેઠા બેઠા મોબાઈલના નંબરો જોઈ લઉ છુ, પરંતુ ફોન કરતા પહેલા વિચાર કરવો પડે છે.

  મારા હિસાબે સંબંધો નગ્ન હોવા જોઇએ પરંતુ હવે તો તેને પણ ઔપચારિકતાના કપડા પહેરાવવા પડે છે.

  નયન

 6. Milf. says:

  Milf….

  Milf porn sites. Milf. Milf challenge….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.