નાનાવિધ ચટપટા ચાટ – મીના મહેતા

[‘ગુજરાત સમાચાર’ શતદલપૂર્તિ-માંથી સાભાર.]

pakodichaat[1] મગની દાળની પકોડી ચાટ

સામગ્રી :
મગની દાળ 1 વાટકી,
ઠંડુ દહીં 2 વાટકી,
સંચળ પા ચમચી, આદુમરચાં 2 ચમચી,
ગળી ચટણી 1 વાટકી, મરચું 2 ચમચી,
લીમડો 1 ડાળખી, મીઠું-તેલ પ્રમાણસર,
દાડમના દાણા 1 ચમચો, કોથમીર 1 વાટકી,
જીરૂ પાવડર 2 ચમચી, ચાટ મસાલો 1 ચમચી,
ખાંડ 1 ચમચી.

રીત :
સૌ પ્રથમ મગની દાળ 7 કલાક પલાળી રાખો. પાણી નાખ્યા વગર મીક્સરમાં વાટી લો. તેમાં મીઠું-હીંગ અને આદુ મરચાં નાખી પકોડી માટે ખીરૂ બનાવો. તેલ ગરમ કરીને નાની નાની પકોડી તળો. દહીં વલોવીને ઠંડુ કરો. એક વાસણમાં એક ચમચી તેલ ગરમ કરીને જીરૂ તથા લીમડાનો દહીંમાં વધાર કરો. તેમાં મીઠું-ખાંડ નાંખો. એક પ્લેટમાં પકોડી ગોઠવો. તેના પર દહીં-ગળી ચટણી-કોથમીર-મીઠું-મરચું જીરૂ પાવડર, દાડમના દાણા-ચાટ મસાલો નાંખીને સર્વ કરો.
.
chaatbhel [2] ચટપટી ચાટ ભેળ

સામગ્રી :
બાફેલા શીંગદાણા 1 વાટકી, ગળી ચટણી 3 વાટકી,
બાફેલા ચણા 1 વાટકી, મમરા 200 ગ્રામ,
ચાટ મસાલા 1 ચમચો,
બાફેલા મઠ પોણી વાટકી, તીખી બુંદી 1 વાટકી,
મીઠું-મરચું પ્રમાણસર, કોથમીર 1 વાટકી,
ઝીણી સેવ 1 વાટકી, લીંબુ 1 નંગ,
દાડમના દાણા 1 વાટકી,
શેકેલા બટેટાના પીસ 2 વાટકી,
કાંદા સમારેલા 1 વાટકી,
લીલા મરચાનાં પીસ 1 ચમચી.

રીત :
સૌ પ્રથમ મમરા સાફ કરો. તેમાં બાફેલા શીંગદાણા-બુંદી-ચણા-મઠ-બટેટા-અર્ધા કાંદા મીક્ષ કરો. ત્યાર બાદ તે મિશ્રણને બાઉલમાં કાઢીને તેમાં મીઠું-મરચું-લીલા મરચાં ગળી ચટણી-ચાટ મસાલો મીક્સ કરો. ઉપર કાંદા-કોથમીર ઝીણી સેવ, દાડમ-ચાટ મસાલો નાખો. લીંબુ સ્લાઈઝ અને બટેટાની વેફર છુટી છુટી ગોઠવો. જૈન ભેળ બનાવવા માટે કાંદા અને બટેટા સિવાયની બધી સામગ્રી લેવી.
.
fruitbhel [3] ફુટ્સ ચાટ

સામગ્રી :
કેળા 2 નંગ, લીલી દ્રાક્ષ 50 ગ્રામ,
દાડમના દાણા 1 વાટકી,
સફરજન 1 નંગ મોટું,
બ્રાઉન દાડમ 50 ગ્રામ,
પપૈયા 250 ગ્રામ,
પાઈનેપલ 4 સ્લાઈઝ, જામફળ 2 નંગ,
ચાટ મસાલો 2 ચમચા,
ખાંડ 1 ચમચો, સંતરા 2 નંગ,
લીંબુનો રસ 2 ચમચા.

રીત :
સૌ પ્રથમ કેળા છોલીને સ્લાઈઝ કરો – સફરજન છોલીને પીસ કરો – પાઈનેપલ અને પપૈયાના પીસ કરો. દ્રાક્ષ ધોઈને અર્ધા પીસ કરો. નાની દ્રાક્ષ આખી જ રહેવા દો. જામફળના પીસ કરો. સંતરા છોલી નાંખો. દ્રાક્ષ સંતરા સીવાય બધાં ફ્રુટસ પર લીંબુનો રસ નાખો. સ્વાદ પ્રમાણે દળેલી ખાંડ નાંખો. તેમાં પ્રમાણસર મીઠું અને ચાટ મસાલો નાંખીને ફ્રીઝમાં મૂકો. સર્વ કરતી વખતે પડીયામાં ફુટ્સ ચાટ આપો અને ટુથ પીક્સ ભરાવો.
.
pannervegchat [4] પનીર વેજીટેબલ ચાટ

સામગ્રી અને રીત :
સ્લાઈઝ કરેલા બાફેલા બટેટા 2 નંગ, કાકડી 2 નંગ, ટામેટા 2 નંગ લો. પનીરના ચોરસ પીસ કરો તેને તળી શકાય અથવા એમ જ રહેવા દો. પનીર 200 ગ્રામ લેવું. ચાટ મસાલો 2 ચમચા – મરચું 1 ચમચો, મીઠું પોણો ચમચી મીક્સ કરીને મસાલો બનાવો. એક પ્લેટમાં નીચે બટાકાની સ્લાઈસ તેના પર મસાલો, તેની પર કાકડીની સ્લાઈસ-મસાલો, પનીરના પીસ મસાલો-ઉપર ટામેટાની સ્લાઈસ ઉપર મસાલો એમ નાંખો અને ટુથપીક્સ ભરાવીને સર્વ કરો.
.
[5] ચના ચાટ

સામગ્રી :
ફણગાવેલા ચણા લાલ 2 વાટકી,
કાંદાનું છીણ 2 ચમચા,
આદુનું છીણ 2 ચમચી,
chanachaat ચાટ મસાલો 2 ચમચી,
ગળી ચટણી 1 વાટકી,
મીઠું પ્રમાણસર, લીંબુનો રસ 2 ચમચી,
કોથમીર 2 ચમચા,
લીલા મરચાના પીસ 1 ચમચી,
તેલ 1 ચમચી.

રીત :
સૌ પ્રથમ ચણા મીઠું નાંખીને બાફી લો. એક વાસણમાં તેલ ગરમ કરીને કાંદા લીલા મરચાં, આદુનું છીણ સાંતળો. તેમાં ચણા નાંખો. બરોબર મીક્સ કરીને નીચે ઉતારો. તેમાં મીઠું-મરચું-લીંબુનો રસ, ચાટ મસાલો, કોથમીર મીક્સ કરો. ચના ચાટ ઉપર પ્રમાણે તૈયાર છે. બાઉલમાં મસાલેદાર ચણા ભરો તેના પર ગળી ચટણી, સેવ-કોથમીર, ચાટ મસાલો નાંખીને સર્વ કરો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તમને કેટલાં છોકરાં ? – હરિશ્ચંદ્ર
આમ બેસાય, બેટા ! – નાનાભાઈ હ. જેબલિયા Next »   

17 પ્રતિભાવો : નાનાવિધ ચટપટા ચાટ – મીના મહેતા

 1. pragnaju says:

  ખૂબ સરસ સ્વાદિષ્ટ અને પૌષ્ટીક વાનગીઓ
  સાંપ્રત માંગ પ્રમાણે કેલરી તથા ન્યુટ્રીશનની માહિતી આપવાથી આ અપનાવવાનું સમજાવી શકાય

 2. Apeksha Bhalchandra Hathi says:

  Thank you very much…Meena ben,

  For this test full reciepe…..!

  I will prepare it and serve to my family….!!

  Thanks again..

  Apeksha hathi,

  Gandhinagar.

 3. nayan panchal says:

  યમ્મીઇઇઇઇઇ….

  પણ મીઠી ચટણી કેવી રીતે બનાવવાની? હું તો હમણા એકલો રહુ છુ એટલે આવા સવાલો પૂછવા પડે છે. બીજી બધી વસ્તુઓ તો તૈયાર મળી રહેશે. ટ્રાય કરીને જણાવીશ કેવુ બન્યુ.

  નયન

 4. Hema Bhatt says:

  Joine modha ma pani aavi gayu. Aavi vanagi ni rit aapata rejo.

  Hema

 5. Neela says:

  મૃગનયની શોધીને જમવા બોલાવ. આતો જોઈને અને વાંચીને મોંમા પાણી આવે છે.

 6. Amit says:

  it’s very tasty…..yaaaaammiiiiiiiiiii….goood….thanks a lot….for this article…

 7. jasama says:

  મોઢામા પાનિ આવે છે. આભાર્ જસમા ગાંધિ.

 8. alpa says:

  ખુબ મજા આવી. ઘણી સરસ વાનગીઓ છે.

 9. nisha patel says:

  HI,
  I Have really enjoyes reading the vangis here, very interesting and i bet, must be delicious to eat as well, i will try it soon.
  i am from london.u.k.
  i am really glad to find this site.

  have a nce day
  nisha

 10. prexa says:

  HI ITS SO YUMMMMMMMMY I like to make different dish n I like your recipe……can u pls. teach me how to make panipuri ‘s puri……I tried it lot of time but coundt make that crispy. I will be thankful to u if u can send me this recipe.
  Thanks

  Prexa

 11. asmita says:

  બ હુસ્વાદિસ્ત ચે.

 12. hiral says:

  બહુ સરસ

 13. Shreekant Parmar says:

  આજે જ મારા મિત્રે મને વેબસાઇટ મોકલી… ઘણી જ માહિતી છે. વાનગીઓ પણ અતિ સરસ છે.
  આભાર…..જય શ્રી કૃષ્ણ……….. શ્રીકાન્ત પરમાર. લન્ડન..UK

 14. jagruti says:

  very very testy

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.