નવસર્જકોનું સર્જન – સંકલિત

[1] સુવર્ણ હરણ – બીમલ દેસાઈ ‘નારાજ’

[ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામના શ્રી બીમલભાઈ હાલમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવે છે. રસરૂચિથી ભિન્ન વાતાવરણમાં પણ તેઓ સર્જનનો શોખ કેળવી શકયા છે અને તેના ભાગરૂપે પ્રસ્તુત ગઝલ રીડગુજરાતીને મોકલવા માટે બીમલભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : naraj2004n@yahoo.com ]

તારું નામ લઈને ગઝલે જામ છલકાવું છું,
ને હરએક હરફમાં તારું નામ છુપાવું છું.

મારીચ છું માણસ છું સુવર્ણ હરણ છું,
રામબાણ વાગે ત્યાં જ રામ પુકારું છું.

સમો પણ અટકાવી દઉ કોરા કાગળમાં,
લ્યે લાગણીના અશ્વને લગામ લગાવું છું.

જડચેતના જગાડવાનો ગુનો કર્યો છે તે,
તારા પર આ રુપાળો ઇલઝામ લગાવું છું.

લો કંકુ ચોખાને આ ગઝલ વધાવી લ્યો,
અક્ષર-અક્ષર અડસઠ તીરથ ચારધામ સર્જાવું છું.

હો મકતાનો શેર કે હો મત્લાનો ‘નારાજ’
લોહી રેડવાની હું હૈયે હામ ધરાવું છું.

line

[2] સમય નથી – ભાવેશ પટેલ

[22 વર્ષીય યુવા સર્જક શ્રી ભાવેશભાઈ દુનિયાથી કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવે છે અને તેથી જ તેમણે લગભગ 640 પાનાનું શિવપુરાણ ઊલટા અક્ષરે લખ્યું છે જે અરીસામાં જોઈ વાંચી શકાય છે. આ ઉપરાંત તેઓએ પોસ્ટકાર્ડ પર ઊલટા અક્ષરે ભગવદગીતાના ચાર અધ્યાયોનો સાર ઊતાર્યો છે અને શ્રીમદ ભાગવતના દશ અધ્યાયો ઊલટા અક્ષરે કાગળ પર ઊતાર્યા છે. આધ્યાત્મિક લેખન અને લઘુકથાઓ લખવાની સાથે કાવ્યસર્જનમાં પણ રસ ધરાવે છે. પ્રસ્તુત કવિતા રીડગુજરાતીને મોકલવા માટે ભાવેશભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 9974258568 પર અથવા shilveshpatel@yahoo.com પર સંપર્ક કરી શકો છો.]

હરેક ખુશી અહીં લોકો પાસે
પણ હસવા માટે સમય નથી
દિવસ-રાત દોડતી દુનિયા મા
જિંદગી માટે પણ સમય નથી

મા ના હાલરડાંનો અહેસાસ છે
પણ માની મમતા માટે સમય નથી
બધા સંબંધો તો મરી ગયા જાણે
પણ તેમને દફનાવવાનો સમય નથી

બધા નામ મોબાઈલમાં છે પણ
મિત્રતા માટે સમય નથી
પારકાઓની શું વાત કરવી
પોતાના માટે પણ સમય નથી

આંખો મા છે ઊંઘ ઘણીયે
પણ સુવા માટે સમય નથી
દિલ છે ગમોથી ભરેલું
પણ રોવા માટે સમય નથી

પૈસાની દોડમાં એવા દોડ્યા
કે થાકવાનો પણ સમય નથી
પારકા અહેસાનોની શું કદર કરીએ
જ્યાં પોતાના સપનાની જ કદર નથી

તું જ કહે મને એ
શું થશે આ જિંદગીનું
દરેક પળે મરવાવાળાને
જીવવા માટે પણ સમય નથી…

line

[3] બે અછાંદસ રચનાઓ – હિરલ ઠાકર ‘વાસંતીફૂલ’

[વ્યવસાયે સોફટવેરક્ષેત્રમાં ફરજ બજાવતાં હિરલબેનનો (આણંદ) આ બે રચનાઓ રીડગુજરાતીને મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : hiralthaker@gmail.com ]

(1)
ચોતરફ શૂન્યાવકાશ
ને હું
કરું
શૂન્યમાંથી જ
સર્જન
અને
શૂન્યનું વિસર્જન
‘હું’ નું વિસર્જન
મિશ્રણમાંથી
તત્વનું સર્જન !!
.
(2)
મારે
હવે જવું છે
પાછા
એ ગર્ભના અંધકારમાં
મારા
અસ્તિત્વ વિશેના પ્રશ્નો
શોધવા
ફ્રરી
ધીમે-ધીમે
પગ હલાવવા
ને
તારા શ્વાસે શ્વસવા
એક નામ વગરનો
આકાર બનવા !

line

[4] અછાંદસ કાવ્ય અને તાન્કા – ધીરજલાલ શાહ

[87 વર્ષે પણ નવસર્જનની પ્રવૃત્તિમાં સતત ઓતપ્રોત રહેનાર રીડગુજરાતીના વાચક શ્રી ધીરજલાલભાઈનો (હ્યુસ્ટન, ટેક્ષાસ) કાવ્ય અને તાન્કા મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +001 281 2428454 પર સંપર્ક કરી શકો છો.]
(1) લોક તેને ઉઠાડે !

જ્યાં મંદિર નથી
મસ્જિદ નથી
કે કોઈનો રસ્તો નથી,
તે રસ્તાની એક બાજુએ
એક આદમી
શાંતિથી બેઠો છે, છતાં
લોક તેને પથ્થર મારી
ત્યાંથી ઉઠાડે છે !

(2) તાન્કા

માનવી જેવો
માનવી, માનવીથી
નથી ડરતો
તેટલો તે ડરે છે
તેના પડછાયાથી.
—-

રાઈના એક
દાણામાંથી હજારો
દાણાઓ પાકે
પણ માણસમાંથી
માણસ નવ પાકે
—-
ભૂતકાળ એ
રદ થયેલો ચેક
છે, જે વટાવી
શકાતો નથી, તેને
યાદ કરે શું વળે ?
—-

લોક દોડે છે
આજે આંધળા જેમ,
રસ્તે ઊભેલી
સત્ય ને અહિંસાની
મૂર્તિને જોતા નથી.

line

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગૃહલક્ષ્મી – દિલીપ ઓઝા
સાસુઓની આચારસંહિતા – વિક્રમ દલાલ Next »   

32 પ્રતિભાવો : નવસર્જકોનું સર્જન – સંકલિત

 1. nayan panchal says:

  [1] સુવર્ણ હરણ – બીમલ દેસાઈ ‘નારાજ’

  સરસ રચના.

  [2] સમય નથી – ભાવેશ પટેલ

  ખૂબ જ સરસ.

  “બધા નામ મોબાઈલમાં છે પણ
  મિત્રતા માટે સમય નથી
  પારકાઓની શું વાત કરવી
  પોતાના માટે પણ સમય નથી”

  મારી ફેવરિટ લાઈનઃ

  “દિલ છે ગમોથી ભરેલું
  પણ રોવા માટે સમય નથી”

  [3] બે અછાંદસ રચનાઓ – હિરલ ઠાકર ‘વાસંતીફૂલ’

  અભિનંદન. code સાથે માથા ફોડવા છતા હજી તમે સર્જનાત્મક્તા જીવંત રાખી છે.

  [4] અછાંદસ કાવ્ય અને તાન્કા – ધીરજલાલ શાહ

  સરસ રચના.

  ગાંધીબાપુ તો હવે ખાલી દિવાલોની, ચાર રસ્તાઓ પરના સર્કલની અને ચલણી નોટોની શોભા વધારવા માટે જ રહી ગયા છે.

  નયન

 2. mr chakachak says:

  ઝબરદસ્ત …….

 3. pragnajupp says:

  નવસર્જકોનું સર્જન ગમ્યું
  એના કરતાં તેઓને પ્રકાશમાં લાવવા બદલ તમને ધન્યવાદ

 4. himanshu says:

  Very Nice……….?
  bhavesh patel

  time is a Very must to be…….
  so fine…….

 5. અતુલ જાની (આગંતુક) says:

  નવસર્જકો જ્યારે સર્જન કરે સર્જનને પણ જાણે નવ-જીવન મળે.

  નવસર્જકોને ધન્યવાદ અને તેમને પ્રકાશમાં લાવનાર પ્રકાશકને અધિક અભિનંદન.

 6. alpesh parmar says:

  mr.bhavesh patel very nice poem. you are write mirror effect in shivpuran and geeta very good sir…

 7. Ashish Dave says:

  All of them are really nice. Thanks for posting Mrugeshbhai.

  Ashish Dave
  Sunnyvale, California

 8. ખૂબ સરસ મૃગેશભાઈ…….

  મને એ દિવસ હજી પણ યાદ છે જ્યારે મારી પહેલી કવિતાઓ તમે પ્રકાશિત કરી હતી. મને એમ કે આપણે એવુ ક્યાં લખી શકીએ જે લોકો ને વાંચવુ ગમે….પછી થયુ લોકો ને વાંચવુ ના ગમે તો સુધારીશું પણ લખવાનું બંધ નથી કરવુ….અને આ જ મનોમંથનમાંથી લખેલી કવિતાઓ તમને મોકલી …. તમે પ્રસિધ્ધ કરી અને મને પ્રોત્સાહન મળ્યું … મારો બ્લોગ શરૂ કર્યો……દોઢ વર્ષ થયુ…..મજા આવે છે…..પણ કદાચ જો તમે પેલી કવિતાઓ પ્રસિધ્ધ ન કરી હોત તો………

  આભાર …. નવોદિત સર્જકોને ઉચિત પ્લેટફોર્મ આપવા બદલ … આ આંગળી ચિંધ્યાનું પુણ્ય પણ બહુ મોટુ હોય છે…..

 9. hitesh guna says:

  thanks,
  mrugeshbhai
  i like navsarjakonu sarjan

 10. kalpan says:

  બહુ સરસ હિરલ

 11. sanju says:

  i am sanju baba. i like new sarjan…
  thanks mr. mrugesh shah
  your website is zakkassssssss……………….

 12. sunita says:

  hello, i like poem next time more poem i will read .

 13. paresh says:

  hello, mr. Bhavesh patel very very good for you.
  i don’t belive for your writing butyou are geniush.
  you write mirror effecting writing. and your poem is best .
  thanks for mrugesh shah….. you select …

 14. vipul sorathiya says:

  The Parformance Of Bhavesh Patel is Good.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.