આપણે જ આપણા ડૉક્ટર – સં. માલતિ માલવિયા

[વિવિધ પ્રકારના ઘરગથ્થુ ઉપચારોને સંપાદિત કરીને લેખ સ્વરૂપે રીડગુજરાતીને મોકલવા માટે શ્રીમતી માલતિબેન માલવિયાનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 265 2792666 પર અથવા maheshmalaviya@yahoo.co.in પર સંપર્ક કરી શકો છો. ]

upchaar1

[1] કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય અને લોહી નીકળે તો તે જગ્યા સાફ કરી તરત હળદર દબાવી દેવાથી રાહત થાય છે અને લોહી નીકળતું બંધ થાય છે.

[2] ડાયાબિટિસના ઉપચાર માટે 50 ગ્રામ હળદર અને 50 ગ્રામ આમળા પાવડર મિક્સરમાં મિક્ષ કરીને એક બોટલમાં ભરી લેવો. નિયમિતરૂપે તેને લેવા માટે એક ગ્લાસ પાણીમાં જો વધુ જરૂરિયાત હોય તો બે ચમચી અને ઓછી જરૂરિયાત હોય તો એક ચમચી નાંખીને તેને પલાળી રાખવો. જો સવારે પલાળ્યો હોય તો રાત્રે હલાવીને પી લેવો અને જો રાત્રે પલાળ્યો હોય તો તેને વહેલી સવારે ઉપયોગમાં લેવો. આમ કર્યા બાદ, અડધાથી પોણા કલાક સુધી બીજો કોઈ પણ આહાર ન લેવો.

[3] લોહીની અશુદ્ધિ તેમજ શરદી-ઉધરસ નિવારવા માટે લોખંડના તવા પર બે ચમચી ઘી મૂકી તેમાં 50 ગ્રામ જેટલી હળદર શેકી લેવી. ઠંડી પડ્યા બાદ કાચની બોટલમાં ભરી લેવી. રોજ સવારના એક થી બે ચમચી ગરમ પાણી સાથે તેને ફાકી શકાય.

[4] કાકડા મટાડવા માટે હળદર અને ખાંડ એક એક ચમચી લઈ પાણી સાથે ફાકી જવી અને પછી તરત ગરમ દૂધ ધીરે ધીરે પી લેવું. આ પ્રયોગ 21 દિવસ સુધી કરવો. ત્રણ મહિના કરવાથી કાકડા મટી જાય છે.

[5] સાકર અને એનાથી અર્ધા ભાગનું ચૂર્ણ બંને મેળવીને તેમાંથી એક-એક ચમચી ચૂર્ણ બનાવી મધ સાથે દિવસમાં ત્રણ વખત લેવાથી ક્ષયથી થતો તાવ કે ઉધરસ અને ક્ષયની શરદી મટે છે.

[6] ચોખ્ખી હળદરનું ચૂર્ણ વસ્ત્રગાળ કરી પાણી સાથે રાત્રે લેવાથી મસામાં ફેર પડે છે અને મટે છે.

[7] હળદર નાંખી ગરમ કરેલાં દૂધમાં સહેજ મીઠું અને ગોળ નાંખી બાળકોને પાવાથી શરદી, કફ અને સસણી મટે છે.

[8] થોડી હળદર પાણી સાથે ફાકવાથી હેડકી તુરંત બંધ થાય છે.

[9] કોઈ જગ્યાએ મૂઢમાર કે મચક આવી હોય તો 3 ચમચી હળદર પાવડર, એક ચમચી મીઠું અને પાણી – લેપ થાય એટલા પ્રમાણમાં બનાવીને સહેજ ગરમ કરવું. ત્યારબાદ તે ભાગ પર આ ગરમ ગરમ લેપ લગાડવો. ઉપર રૂ મૂકીને પાટો બાંધવો. આમ દિવસમાં બે વાર કરવાથી જલ્દી રાહત થઈને સોજો ઉતરી જાય છે.

[10] આદુનો રસ 1 ચમચી અને લીંબુનો રસ બે ચમચી. આ મિશ્રણમાં થોડી સાકરનો ભુકો મેળવીને પીવાથી કોઈ પણ જાતના પેટના દુ:ખાવામાં રાહત થાય છે. આ ઉપરાંત, લીંબુના રસમાં થોડો પાપડખાર મેળવી પીવાથી પેટનો દુ:ખાવો અને આફરો મટે છે.

[11] તુલસીનો રસ અને આદુનો રસ સરખે ભાગે સહેજ ગરમ કરી પીવાથી પેટનો દુ:ખાવો મટે છે.

upchaar2[12] મરડાના ઉપચાર માટે 10 ગ્રામ ખસખસ, 1 નંગ જાયફળનો ભૂકો, 5 થી 6 દાણા એલચી પાવડર, 10 ગ્રામ સાકરનો ભૂકો – આ બધાને મિક્સરમાં મિક્ષ કરીને એક બોટલ ભરી લેવી. જ્યારે જરૂરત પડે ત્યારે ત્રણ વાર એક મોટો ચમચો ઘીમાં મેળવી તેની લાડુડી બનાવી ખાઈ શકાય. ઘી સાથે ન ફાવે તો આ મિશ્રણને પાણી સાથે પણ લઈ શકાય.

[13] તુલસીનાં પાંચ પાન અને સંચળ બે ગ્રામ – આ બંનેને 50 ગ્રામ દહીંમાં મેળવીને લેવાથી મરડો મટે છે. આ ઉપરાંત મેથીનો લોટ દહીંમાં સાથે લેવાથી પણ મરડામાં રાહત થાય છે. અન્ય ઉપચાર તરીકે લીંબુના રસને ગરમ કરી તેમાં સિંધવ અને ખડી સાકર મેળવીને પણ લઈ શકાય.

[14] ફુદીનાનાં રસમાં મધ મેળવીને લેવાથી પેટનાં દર્દો મટે છે. લાંબા સમયની આંતરડાની ફરિયાદ માટે આ એક ઉત્તમ ઈલાજ છે.

[15] કોકમનો ઉકાળો કરી થોડું મીઠું કે સંચળ નાંખી પીવાથી પેટનો વાયુ કે ગોળો મટે છે. અજમો, સિંધવ અને હીંગ લેવાથી પણ પેટનો આફરો મટે છે.

[16] ઘરગથ્થુ ઉપચારોમાં મેથીનું કાર્ય અદ્દભુત છે. મેથી દેહશુદ્ધિ કરવાનું તથા અવયવોની ઉપર લેપની જેમ પથરાઈ તેમને સુંવાળા કરી, તેની બળતરા દૂર કરી શાંત કરવાનું અને જે ભાગ સૂજેલો હોય તેનો સોજો ઉતારવાનું કાર્ય કરે છે. મોઢામાં ખાટો સ્વાદ આવવો, જઠરમાં લાંબા સમય સુધી બળતરા થવી, એપેન્ડિક્સનો દુ:ખાવો, બ્લડપ્રેશર વધી જવું, ગંધ મારતો ઉચ્છવાસ કે શરીરમાંથી પરસેવા સાથે આવતી દુર્ગંધ, ગંભીર પ્રકારનું અલ્સર, ચાંદુ પડવું, વારંવાર તાવ આવવો, સાયનસની શરદી તેમજ પગનો દુ:ખાવો – આ તમામ માટે મેથી અકસીર દવા છે.

એક કપ પાણીમાં એક ચમચી મેથી નાંખીને તેને ઉકાળવી. પોણા ભાગનું પાણી બાકી રહે એટલે તેને ઉતારી લેવી. મેથી ખાંડીને પણ નાંખી શકાય. આ રીતે તૈયાર કરેલું હુંફાળું પાણી પી જવું. જેમણે આ પ્રયોગ કરવો હોય અને દિવસમાં ત્રણ વાર ચા પીતા હોય તો આ ઉકાળાનો એક પ્યાલો નાસ્તાના અડધો કલાક પહેલા, બીજો જમવાના અડધા કલાક પહેલાં અને ત્રીજો પ્યાલો સુતા પહેલાં લેવો. જેઓ બે વાર ચા લેતાં હોય તેમણે સવારના નાસ્તાના અડધા કલાક પહેલા અને રાત્રે સુતા પહેલાં અને જેઓ એક ટાઈમ ચા લેતા હોય તેમણે રાત્રે સુતા પહેલાં આ ગરમપાણી પી લેવું.

[17] લસણના ઉપચારો : લસણ હૃદયરોગ માટે ખૂબ જ ઉપયોગી છે. લસણ પીસીને દૂધમાં નાંખીને પીવાથી લોહીનાં દબાણ અને બ્લડ પ્રેશરમાં ખૂબ ફાયદો થાય છે. લસણની કળી તલના તેલમાં તળીને ખાવાથી અથવા તેની ચટણી બનાવીને લેવાથી અરૂચિ અને મંદાગ્નિ મટે છે. લસણને વાટીને તેને ગાયના દૂધ અને ઘી સાથે મેળવીને નિયમિત લેવાથી ક્ષયરોગ મટે છે. કાચા લસણને આખું શેકીને, ફોલીને ખાવાથી ગમે તેવો કફ છૂટો પડે છે. લસણ, હળદર અને ગોળનો લેપ મૂઢમાર પર લગાવવાથી આરામ મળે છે.

[18] અનાનાસના ટુકડા પર સાકર ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે. આ સિવાય, એલચી પાવડર, કોકમની ચટણી અને સાકર મિક્સ કરીને લેવાથી પણ એસિડિટી મટે છે.

[19] એક થી બે ગ્રામ જેટલો ખાવાનો સોડા, ધાણાજીરુંના ચૂર્ણમાં મેળવીને લેવાથી એસિડિટી મટે છે. આ ઉપરાંત, આમળા ચૂર્ણ અને સાકર – બન્ને સરખે ભાગે લઈ સવારે અને રાત્રે પાણી સાથે પીવાથી એસિડિટી મટે છે.

[20] આમળાનો મુરબ્બો અથવા ગુલકન્દને પાણી કે દૂધ સાથે લેવાથી પણ એસિડીટીમાં રાહત થાય છે. તદુપરાંત, શતાવરીનું એક ચમચી ચૂર્ણ મધ સાથે ચાટી જવાથી એસિડિટી મટે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચાલો રિપેરિંગ કરીએ – પ્રદ્યુમ્ન આચાર્ય
વાર્તા-લેખન સ્પર્ધા 2008 – તંત્રી Next »   

23 પ્રતિભાવો : આપણે જ આપણા ડૉક્ટર – સં. માલતિ માલવિયા

 1. nayan panchal says:

  ઉપયોગી લેખ.
  આભાર.

  નયન

 2. gopal parekh says:

  માલતીબેન અને ભાઇ મૃગેશ,
  આવું સર્વ જન હિતાય કામ કરવા માટે તમને બંનેને અંતરના આશીર્વાદ

 3. તરંગ હાથી says:

  ||સર્વે સન્તુ નિરામયઃ||

  તરંગ હાથી

 4. અતુલ જાની (આગંતુક) says:

  આહાર એ જ ઔષધિ

 5. mr chakachak says:

  માલતીબેન આભાર…

  વાત પિત અને કફ પ્રક્રુતિને લગતા માનવ શરીરના તમામ પાસાને આવરી લેતુ કોઈ પુસ્તક હોય તો મને જણાવજો. મે અત્યાર સુધી ખૂબ શોધ કરી પણ સંપુર્ણ વિગત સહીતનુ પુસ્તક મળતુ નથી…

  આભાર…

  purelyvimal@gmail.com

 6. pragnaju says:

  ડોકટર્સ દિન તથા વિશ્વ ડાયાબિટિસ દિને ડાયાબિટિસના ઉપચાર બદલ ખાસ આભાર

  આવાખૂબ ઉપયોગી ઉપચારો વાળા લેખ બદલ આભાર

 7. Av says:

  thankyou

 8. Amit says:

  Thanks a lot!!! it will help to every 1 all over the world!

 9. Meeta says:

  પ્રિય મમ્મિ

  તારુ આ નવુ રુપ એટલે કે એક લેખક તરિકે નુ રુપ જોઇ ખુબ proud થાય છે. તુ એક મા તરિકે નિ તો બધિજ ફર્જ બજાવિ અને ખુબ સફળ પણ થઇ પણ તુ હવે એક માનવ તરિકે પળ બધાનુ સારુ થાય તેવા પ્રયત્ન કરી અને સમાજ ને મદદ રુપ થાય છે.

  MOM we,really proud of you and we love you a lot.
  મિતા,પરાગ,રોનક,મિલોનિ,ધવલ

  લી…
  તરિ દિકરી મીતા

 10. Shashikant Ganatra says:

  Namskar Maltiben,

  Congratulation for such good work .

  Very useful work. If you have gone through there is one book in Gujarati published by one non profit organization of Bhavnagar cost of which is only Rs.10/- in which all such home remedies for each dieses are given if you can obtain it and put to online it will be helpful.
  Again congratulations.
  Shashikant ganatra

 11. chetu says:

  માલતીબહેન – અભિનંદન …. !…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.