શ્યામ રંગથી પ્યાર – શૈલેશ ટેવાણી
દઈ દે મારું આભ મને દે તારા દસ કે બાર,
ભીંજાવું ના હવે ગમે દે કોરોકટ વહેવાર.
સ્હેજ નમી જા વાદળ થઈને તો સંભવ કે મળું,
શ્રાવણ ધારા વચ્ચેથી કો સૂર્ય તેજ નિર્મળું.
ઝટ આવીને કહે તને શું ધરતી સંગે પ્યાર ?
વા આવીને ઝટ્ટ મને આ નભ સાથે સ્વીકાર.
હું આ ખિલખિલ હસું જરી તો માન કે ભીતર રડું,
મારાં આંસુ લૂછવા બેસે તો સંભવ ના જડું.
વૃક્ષો મારાં, પંખી મારાં, કુંજ-નિકુંજ ઘરબાર,
ક્ષિતિજને હિંડોળે હીંચું ખુલ્લો છે દરબાર.
પવન થઉં તો લખી શકું છું પ્રેમ નામનું ગીત,
સાત સમંદર દૂરથી તું એ સાંભળજે ઓ મીત.
હું રંગોળી રચું અને શ્વાસોના રંગ અપાર,
મેઘધનુના સર્વ રંગ પણ શ્યામ રંગથી પ્યાર.
Print This Article
·
Save this article As PDF
સરસ રચના.
નયન
વૃક્ષો મારાં, પંખી મારાં, કુંજ-નિકુંજ ઘરબાર,
ક્ષિતિજને હિંડોળે હીંચું ખુલ્લો છે દરબાર.
ખૂબ જ સરસ.
wonderful poem….. shaileshbhai! Thanks!!!
સરસ વાત. અભિનન્દન
મજાનું ગીત.
suddunly i found you on net and enjoied your class poem. congrets.