ભાઈબહેન – બાલમુકુન્દ દવે

brothersister

.

પાછલા તે પહોરની ઊડી ગઈ નિંદરા,
સરવે ઊંઘે ને અમે જાગતાં જી રે;
ઓશીકાં ઉપર બે ઓઢાડી ધાબળા,
ચૂપચાપ ભાઈબહેન ભાગતાં જી રે.

બિલ્લીપગે તે અમે ઉઘાડ્યા આગળા,
બાપુ ને બા તે શું જાણતાં જી રે !
હાથમાં તે હાથ લેઈ ભાગ્યાં ઉતાવળાં,
ખુલ્લી હવાની મોજ માણતાં જી રે.

ટાઢો તે હિમ જેવો વાય વહાલો વાયરો,
ધોળાં તે ધોળાં અજવાળિયાં જી રે;
ખેતર ને કોતરને ચાલ્યાં વટાવતાં;
ખૂંદી વળ્યાં તે આંબાવાડિયાં જી રે.

રૂપા તે રંગની રેતી વેરાયલી
પાસે વહે છે વહેણ વાંકડું જી રે;
છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું,
શાનું ગોઠે ઘર સાંકડું જી રે ?

ઊડે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી,
આજ એને ઊડી જતી ખાળવી જી રે;
છેડો ઝાલીને એનો જાવું આકાશમાં,
જોવું છે કોણ એનો સાળવી જી રે !

ખોબો ભરીને વીણી શંખલાં ને છીપલાં,
આખાયે વાદળમાં વેરવાં જી રે;
ઊંચે તે આભથી લાવીને તારલા,
ધરતીને ખોળે ખંખેરવા જી રે.

સોનેરી કોરની લાવીને વાદળી,
ચંદરવા ચાર કોર બાંધશું જી રે;
એની તે હેઠ અમે રહેશું બે ભાઈબહેન,
ભાવતી રસોઈ રોજ રાંધશું જી રે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રણકાર (ભાગ-1) – કલ્પના જોશી
અનુભવનું અમૃત – સંકલિત Next »   

21 પ્રતિભાવો : ભાઈબહેન – બાલમુકુન્દ દવે

  1. nayan panchal says:

    ભાઈ-બહેનના નિર્દોષ અને રૂપાળા સંબંધો વર્ણવતુ સરસ કાવ્ય. બાળપણના ધમાલ-મસ્તીના દિવસો યાદ આવી ગયા.

    નયન

  2. pradipsinh " magaj " says:

    બાળપણના દિવસો યાદ આવી ગયા. ખૂબ સરસ, મઝા આવી ગઇ….

  3. Keval Rupareliya says:

    ગ્રામજીવનની કલ્પના આંખે આવી ગઈ. ચારે તરફ ઊચા રાક્ષસો છે ત્યા ખુલ્લુ આકાશ ક્યા?

    ખૂબ સરસ.

  4. pragnaju says:

    એની તે હેઠ અમે રહેશું બે ભાઈબહેન,
    ભાવતી રસોઈ રોજ રાંધશું જી રે.
    વાહ્

  5. અતુલ જાની (આગંતુક) says:

    બાળપણમાં એક ઉંડી ડૂબકી મારી ને અતિતમાં ખોવાઈ ગયો. પ્રયત્નપુર્વક બળજબરીથી મનને પાછુ ખેંચીને લાવ્યો છું.

  6. Jinal says:

    I don’t know exatly but this poem was in our syllabus in some standard…Nice to read it again here.

  7. Gira says:

    OMG!!!!!!!!!! i definitely remember this poem.. i had to remember this poem for my exam as well.. yes i learned this poem in my Gujarati Class in India!! beautiful poem!!!! thankssssss 🙂

  8. સુંદર કાવ્ય.

  9. Rita Patel says:

    આ કાવ્ય અક્શરશઃ અમે બે ભાઈ બહેનનુ હોય અએમ લાગે ે હ ને મારો ભાઈ આજ રિતે બધાને ઉન્ઘતા મુકિ ને રમવા ભાગિ જતા મારુ બાળપણ જિવન્ત થઈ ગયુ

  10. Anokhi says:

    હા આ કવિતાતો ભનવામા અવિ ગઇ, school યાદ આવિ ગઇ. ઍ વખતે મે પપ્પા ને પુચ્હેલુ કે ચન્દરવો એતલે શુ!!!! Really miss those days.

  11. bharat says:

    ખુબ જ સરસ!
    પોશિ પોશિ પુનમ ……………ભાઇ નિ બેન રમે કે જમે?
    હુ કાયમ કહેતો કે રમે!!!!

  12. rutu says:

    its very good and by reading this i miss my brother beacuse i m in U.S. and he is in india.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.