વિચારજગતમાં વિચરણ – તન્વી બુચ

[નવોદિત લેખિકા તન્વીબહેન, ત્રણેક વર્ષ પહેલાં M.Comનો અભ્યાસક્રમપૂર્ણ કરીને સાહિત્યક્ષેત્રે ‘ફૂલછાબ’ દૈનિકથી જોડાયેલા છે. છેલ્લા ત્રણ વર્ષથી આ દૈનિકમાં તેમની ‘વિચાર’ નામની કૉલમ પ્રકાશિત થાય છે. આ સાથે તેઓ સુરેન્દ્રનગરથી પ્રકાશિત થતા સાંજના દૈનિક અખબાર ‘જનયુગ’માં પણ નિયમિતરૂપે કૉલમ લખે છે. માનવીય સંબંધો અને સામાજિક સમસ્યાઓના નિવારણ માટેના તેમના વિચારો મનનીય છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે તન્વીબહેનનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tanvi123485@yahoo.com અથવા આ નંબર પર +91 9924022929 સંપર્ક કરી શકો છો.]

[1] સંબંધોના તાણાવાણા

‘Some relation has no defination’ કેટલાક સંબંધોને કોઈ વ્યાખ્યા હોતી નથી. તેને કોઈ નામ હોતું નથી. અને છતાં પણ તે નિસ્વાર્થતાના પાયા પર ટકેલાં હોય છે. આવાં સંબંધો કોઈની પણ વચ્ચે હોઈ શકે છે. કેટલીક વખત આવા સંબંધો લોહીનાં સંબંધો કરતાં પણ વધારે સારાં પુરવાર થતાં હોય છે. આવા સંબંધોમાં સ્વાર્થનું નામોનિશાન નથી હોતું. આપ-લે કે લેવા-દેવાની ભાવના નથી હોતી. કદાચ, આવાં સંબંધોને આપણે ઋણાનુબંધ પણ કહી શકીએ.

આજે તો, કુટુંબોમાં પણ સ્વાર્થનો સંબંધ હોય છે. એવાં સમયે નિસ્વાર્થ સંબંધોની વ્યાખ્યા સમજવી કઠીન છે. આજે તો પશ્ચિમી સંસ્કૃતિની માફક ભારતમાં પણ વિવિધ ડે ઉજવવાની પ્રથા પ્રચલિત થઈ છે. મધર્સ ડે, ફાધર્સ ડે, ફ્રેન્ડશીપ ડે વગેરે. પરંતુ વાસ્તવમાં, સંબંધોને ક્યાં કોઈ મોસમ હોય છે. તેને દિવસો કે મહિનાઓ પણ નથી હોતાં. અરે, એક આયખા પૂરતા પણ સીમિત નથી હોતા. એ તો જન્મ જન્માંતરથી ચાલ્યા આવતાં હોય છે. નિસ્વાર્થ સંબંધોમાં થતું કોમ્યુનીકેશન વાયરલેસ હોય છે. આવા સંબંધોમાં મોબાઈલ ફોન પર મેસેજ મોકલવાની જરૂર નથી પડતી. તેમાં તો ટેલીપથી થી તાર જોડાયેલા હોય છે. દૂર હોવા છતાં પણ વિચારોની આપ-લે થઈ શકતી હોય છે. કોઈ પણ પ્રકારનાં ડે ઉજવીને માણસ સંબંધોનું પુનરાવર્તન જ કરતો હોય છે. પરંતુ નિસ્વાર્થ સંબંધો એવરગ્રીન જ રહેતા હોય છે. તેને પુનરાવર્તનની જરૂર નથી હોતી.

કોઈકે સાચું કહ્યું છે કે, મારે એવાં સંબંધો જોઈએ છે કે, જે નિભાવવા ન પડે પણ તે આપમેળે સ્વયં સંચાલિત હોય. સંબંધોનું મેનેજમેન્ટ ન કરવાનું હોય. તેમાં ગોખી ગોખીને ડાયલોગ બોલવાનાં ન હોય. તેની વાણી તો હૃદયમાંથી જ આવતી હોય છે. એટલે જ ‘સંબંધોનું મેનેજમેન્ટ’ પુસ્તક વાંચીને સંબંધો બાંધવા એનાથી બીજી ગરીબાઈ આપણી કઈ હોઈ શકે ? પૃથ્વી પરનાં મનુષ્ય વચ્ચે સંબંધોમાં ભૌતિકતા, છીછરાપણું અને સ્વાર્થ જોઈને વ્હીટમેન નામનાં કવિએ ઈશ્વરને પ્રાર્થના કરી કે, હું પ્રાણીઓ વચ્ચે જીવવા ઈચ્છું છું કારણ કે પ્રાણીઓમાં સ્વાર્થ ખરેખર નથી. તે પોતાની આપવીતી સંભળાવતા નથી. તે ‘આ મારું છે’ એવાં વિચારોથી પીડાતાં નથી. ખરેખર, સંબંધમાં જો સ્વાર્થ હશે તો તે પ્રાણીઓ કરતાં પણ નિમ્નકક્ષાનું વર્તન ગણી શકાય.

નિસ્વાર્થ સંબંધ એટલે વ્યક્તિ જેવી છે તેવાં જ સ્વરૂપે તેને સ્વીકારવી. ખરેખર, કોઈ પણ પ્રકારની શરતો વગર વ્યક્તિ જેવો હોય તેવો જ તેનો સ્વીકાર કરવો તે ઘણું જ અઘરું છે. કોઈ પણ પ્રકારની અપેક્ષાઓથી રચાયેલી સંબંધોની ઈમારતને તૂટી પડતાં વાર નથી લાગતી. ઘણાં લોકો માત્ર લગ્નપ્રસંગે હાજરી ન આપ્યા જેવી બાબતો માટે પણ હોબાળો મચાવતા હોય છે. હકીકતે, હૃદયનાં તાર જોડાયેલા હોય ત્યાં શારીરિક હાજરીની ક્યાં જરૂર હોય છે ? જ્યાં નિ:સ્વાર્થ ભાવ હોય ત્યાં તો માત્ર વ્યક્તિનો ચહેરો જોતાં જ તેની મનની દશા વાંચી શકાય છે અને તેનાં માટે યોગ્ય નિર્ણય લઈ શકાય છે. નિ:સ્વાર્થ સંબંધોમાં જો કોઈ પથ્થર નાખીને વમળ ઊભા કરવાનો પ્રયાસ કરશે તો પણ, સાચા સંબંધની તાકાત સામે તે વમળ પરપોટા થઈને તૂટી પડશે.

જે લોકોએ નિ:સ્વાર્થ સંબંધનો અનુભવ કર્યો છે તેમનું જીવન ખરેખર ધન્ય થયું ગણાય. બાકી ડગલે ને પગલે જો સ્વાર્થ આચરવામાં આવતો હોય તો તે સંબંધનું ખૂન જ ગણાય ને ? અને આવી પરિસ્થિતિમાં કોઈકે લખેલી એક પંક્તિ યાદ આવે છે કે :

હવે નવા સંબંધો બાંધવા નથી,
મારે તૂટેલા ધાગાઓ સાંધવા નથી.

નિ:સ્વાર્થ સંબંધ કે જેને વર્ચ્યુઅલ રીલેશન કહી શકાય. કારણ કે, ઘણાં લોકો માટે તે છે છતાં નથી.

.
[2] આપણે ખુશ કેમ નથી ?

‘ક્યું અપને આપસે ખફા ખફા ઝરા ઝરાસા નારાજ હૈ દિલ….’ થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ખોયા ખોયા ચાંદ’ના ટાઈટલ સોંગની ઉપરોક્ત પંક્તિ ખૂબ જ ટચીંગ છે. નાની-નાની વાતમાં ઉદાસ થવાનું કારણ આપણી પાસે છે, પરંતુ ખુશ રહેવા માટે આપણને ખૂબ જ મોટા મોટા કારણોની જરૂર હોય છે. વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે મગજની અંદર રાસાયણિક પ્રક્રિયાને લીધે આનંદની લાગણી અનુભવાય છે. જે મગજને સંદેશ મોકલે છે અને નર્વસ સીસ્ટમને કન્ટ્રોલ કરે છે. પરંતુ આ રાસાયણિક પ્રક્રિયા થવા પાછળ પણ જવાબદાર તો આપણા મનની સ્થિતિ જ છે.

સુખની વ્યાખ્યા અલગ-અલગ લોકો માટે અલગ-અલગ હોય છે. કેટલાંક લોકો નાની-નાની બાબતોમાંથી ખુશી મેળવી લેતા હોય છે. જેમ કે, ગમતી બુક વાંચવી, ચાલવા જવું, ટી.વી. જોવું, ગમતું કાર્ય કરવું. જ્યારે ઘણા લોકોને અમુક ચોક્કસ બનાવ બનવાથી કે પછી પોતાની અપેક્ષાઓ પૂરી થાય ત્યારે જ ખુશી મળે છે. પરંતુ શું એક અપેક્ષા પૂરી થવાથી માણસ આજીવન ખુશ રહી શકે ? કોઈ વ્યક્તિને પોતાનું ઘર બનાવવાની ઈચ્છા હોય અને પછી એ બની જાય તો એ થોડા દિવસ હવામાં ઊડે છે. પછી જો એ મકાન માત્ર મકાન જ રહી જાય અને ઘર ન બની શકે તો એ મકાનમાં ખુશ રહેવું પણ અસંભવ બની જાય છે અને આમ પણ ઈચ્છાઓ અનંત છે. એક ચીની કહેવત છે કે જો તમે એક કલાક માટે ખુશ રહેવા માંગતા હો તો એક ઝોકું ખાઈ લ્યો એટલે કે થોડી વાર સૂઈ જાવ. જો એક દિવસ માટે ખુશ રહેવાની ઈચ્છા હોય તો લગ્ન કરો. એક વર્ષ માટે ખુશ રહેવા માંગતા હો તો કોઈક ધનસંપત્તિનો વારસો મેળવો. પરંતુ જીવનભર ખુશ રહેવું હોય તો બીજાને મદદ કરો. સુખ એ મનની સ્થિતિ છે. જો પૈસાથી ખુશીને ખરીદી શકાતી હોત તો કોઈક કેન્સરનાં દર્દીએ બધાં જ ડૉક્ટરોને ખરીદી લીધાં હોત. હા એટલું જરૂર છે કે પૈસાથી દુ:ખને હળવું કરી શકાય છે. પણ દુ:ખને કાયમ માટે અલવિદા કહેવા માટે તો બાહ્ય પરિબળો વધારે સમય સાથ આપી શકતા નથી.

એક વ્યક્તિ ખૂબ જ ઊંચી ઈમારતના દસમા ફલોર પર ઊભો હતો. ત્યાં બીજો એક વ્યક્તિ પણ હતો. તેણે જોયું કે પેલો માણસ નીચે કૂદકો મારવા જઈ રહ્યો હતો. તેથી તેણે તરત જ તે માણસને રોકી લીધો અને કહ્યું કે તારે મુશ્કેલી શું છે ? પેલા માણસે તરત જ મુશ્કેલીઓની યાદી કહી સંભળાવી કે મારી પત્ની સાથે મારે છૂટાછેડા થઈ ગયા છે, મારી નોકરી પણ છૂટી ગઈ છે, હવે મારે આ દુનિયામાં રહેવું નથી. પેલી વ્યક્તિએ કહ્યું કે તું પાંચ મિનિટ માટે આંખો બંધ કર અને વિચાર કર કે હું અંધ છું….. હું આ દુનિયાની કોઈ પણ સુંદર ચીજોને જોઈ શકતો નથી. સૂર્ય, ફૂલ, ચંદ્ર, વૃક્ષો કે પછી મારા માતા-પિતા કે કોઈ પણ વ્યક્તિને હું ક્યારેય નહીં જોઈ શકું. પેલો માણસ ખરેખર ડરી ગયો. પછી તેને પેલી વ્યક્તિએ કહ્યું કે, હવે તું આંખો ખોલ અને જો કે એક જાદું થયું છે. હવે તું બધું જોઈ શકે છે. હવે તું આ દુનિયામાં સારું જોવા માટે રોકાઈશ કે પછી કૂદકો મારીશ ? પેલા માણસે કહ્યું કે હવે મારે જીવવું છે. તેને વાસ્તવિકતાનું ભાન થયું કે મારી આંખો, મારા પગ, કિડની, હૃદય બધું જ અમૂલ્ય છે. લાખો રૂપિયા આપતાં પણ એનો કોઈ દાતા મળી શકે એમ નથી.

પેલી વ્યક્તિએ તે માણસને કહ્યું કે તારે તો માત્ર તારી પત્ની સાથે છૂટાછેડા થયા છે પરંતુ અનાથ આશ્રમમાં રહેતા કોઈક બાળક વિશે વિચાર કે તેને સંબંધ એટલે શું એ જ ખબર નથી. તારી નોકરી છૂટી ગઈ છે પણ કેટલાંક લોકોને એટલું બધું કામ છે કે તેને સૂવાનો પણ સમય મળતો નથી એટલે એ લોકો પણ દુ:ખી જ છે. હકીકતે આપણે દુ:ખી બનવાનું પસંદ કરીએ છીએ. પરંતુ દુ:ખી બનવાની ટેવ બદલવાનો પ્રયત્ન કરતાં નથી. સુખની કોઈ રેસિપી હોત તો આપણે જરૂર બનાવી લેત. પણ પ્રિયા અરોરાની સુખની રેસિપી પણ છે તો ટેસ્ટી જ !

બે પ્યાલા ધીરજ લો. એક હૃદય પ્રેમથી ભરેલું, બે હાથ ઉદારતાથી ભરેલા અને એક મગજ સમજણથી ભરેલું. તેના પર દવા છાંટો અને તેમાં મોટા પ્રમાણમાં શ્રદ્ધા ઉમેરો અને બધું ભેળવો. આખી જિંદગી તેને ‘સેવ’ કરો અને તમે જેને મળો તેને પણ ‘સર્વ’ કરો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અનુભવનું અમૃત – સંકલિત
બરકત – નવલભાઈ શાહ Next »   

46 પ્રતિભાવો : વિચારજગતમાં વિચરણ – તન્વી બુચ

 1. Niraj says:

  વાહ વાહ મજા આવી!!!

 2. nayan panchal says:

  બંને લેખ સરસ.

  મને પણ ઘણીવારે એવુ લાગે છે કે નસીબ નામની વસ્તુ છે જ. તેથી જ તો અમુક સંબંધો એકદમ ખાસ થઈ જાય છે. એક સંબંધ તો એવો હોવો જ જોઇએ કે જેના પર આપણે આંખ મીંચીને વિશ્વાસ કરી શકીએ. તે વ્યક્તિ કહે તો વગર વિચાર્યે કૂવામાં કૂદી જઇએ. અડધી રાત્રે પણ તે મિત્રને ફોન કરવાનુ થાય તો એકવાર પણ વિચારવુ ન પડે. આશા રાખુ છુ કે બધાને આવો ઓછામાં ઓછો એક મિત્ર તો મળે જ.

  સાચુ સુખ તો ચારે તરફ છે જ. ભિખારીના નાગા-પૂંગા છોકરાઓ પણ આનંદથી રહી શકે છે અને અમીર બાળકો પણ કશાક માટે રડતા હોય છે. મોટાઓમાં પણ કંઇ વધુ ફરક નથી. લેખિકાની સુખની રેસિપી એકદમ બરાબર, બસ તેના ingrediants પૂરતા પ્રમાણમાં મળી રહે એવી આશા રાખુ છું.

  નયન

 3. keyur says:

  very good keep it up

  keyur

 4. Paresh says:

  મારા બાપુજી હંમેશા કહે છે કે અપેક્ષા ના રાખો આકાંક્ષા રાખો તો તમે જીવનમાં સુખી રહેશો. આકાંક્ષા રાખો કે તમે સારા મિત્ર, પુત્ર, પતિ કે પિતા થશો. અપેક્ષા સાપેક્ષ શબ્દ છે. તેમાં કૉઇકની વર્તણૂક, કે જેના પર તમારો કન્ટોલ નથી તે, તમારા સુખ-દુઃખ નક્કી કરે છે.

 5. Falgun Desai says:

  Wonderful Arcticle..Quite Refreshing..Delighting Experience..Keep it up the good work.

 6. Sandip says:

  કોઇ નો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી માત્ર આપણી અપેક્ષા વધારે હોય છે. – હરિન્દ્ર દવે

 7. alpa says:

  પ્રિઆ અરોરા નિ સુખ નિ રેસિપિ ખુબ સરસ ચે.

  બધા એનો અમલ કરે તો દુખ નિ પરિભાશા ભુલૈ જાય .

 8. Mohit Parikh says:

  TanviBahen, There is no such thing as selfless act. I help other or do somethings that may help people, because I feel Good. If I dont feel good by doing that, I wouldnt do it. Thats what animals do as well. Benefits dont have to be tangible, but they need to be there.

 9. Bhavnamasi says:

  I really impressed to ready yr articles. keep it up.

  I hope to listen the good news from u.

  BHAVNA MASI & MASA

 10. અતુલ જાની (આગંતુક) says:

  વિચાર જગતમાં વિચરણ કરતાં કરતાં રચાયેલા બંને લેખો વાંચવાની મજા આવી.

  બંધન કરે એવા સંબંધ તો બહુ જોયા, ગુંચવાઈ ગયો છું આ સંબંધોના તાણાવાણામાં
  શોધુ છુ એક એવા સંબંધીને, જે આ તાણાવાણાની ગૂંચ ઉકેલતા શીખવે.

  પવન વહે અને ખુશી થાય. ઝરણુ ઝરે ને ખુશ થવાય
  પંખી ઉડે ને રાજીપો થાય, ઢોલ ઢબૂકે કે ને ઉર્મિઓ લહેરાય
  અરે હજાર કારણો છે ખુશ થવાના અને કારણ વગર પણ ખુશ થવાય
  પરંતુ આપણને તો ખુશ થવુ છે બીજા કરતા વધારે
  અને આ અભિશાપ માનવજાતને ક્યાં ખુશ થવા દે છે !

 11. Raju Rathava Jr.Io says:

  Very nice article keep it up

  emotional article but it is fact

  Raju Rathava
  Jr.I/o
  Surendranagar PGVCL

 12. Ashish says:

  1.
  “કોઈકે સાચું કહ્યું છે કે, મારે એવાં સંબંધો જોઈએ છે કે, જે નિભાવવા ન પડે પણ તે આપમેળે સ્વયં સંચાલિત હોય. સંબંધોનું મેનેજમેન્ટ ન કરવાનું હોય”

  — Excellent.

  2.
  I remember a song here: “Kabhi Kisi Ko Mukammal Jahan Nahi Milta, Kahin Jamin to Kahin Aasma Nahin Milta”.

  We are very far from reality of ourself and our potential. In this wonderful world, we need some external mirror of mind to make us realize the greatness that is hidden within us. Once we get that mirror, we know ourself and happiness follows.

  Beautiful thoughts from the author.

 13. Keval Rupareliya says:

  હવે નવા સંબંધો બાંધવા નથી,
  મારે તૂટેલા ધાગાઓ સાંધવા નથી.

  બે પ્યાલા ધીરજ લો. એક હૃદય પ્રેમથી ભરેલું, બે હાથ ઉદારતાથી ભરેલા અને એક મગજ સમજણથી ભરેલું. તેના પર દવા છાંટો અને તેમાં મોટા પ્રમાણમાં શ્રદ્ધા ઉમેરો અને બધું ભેળવો. આખી જિંદગી તેને ‘સેવ’ કરો અને તમે જેને મળો તેને પણ ‘સર્વ’ કરો.

 14. Himsuta says:

  જિવનના એક મહામુલ સતય ને સમજન ન તાનાવાના લેખ મા સરસ શબ્દ્દદેહ આપ્યો..તનવિબેન ને અભિનન્દન્

 15. ભાવના શુક્લ says:

  માણવા લાયક બન્ને સુંદર લેખો..

 16. nilamdoshi says:

  સંબંધોની સાંકડી ગલી બહુ અટપટી હોય છે. માનવમન જેવું નાજુક બીજુ ક્શુ નથી. કયારેક વજ્ર જેવા ઘાવ પણ હસતા હસતા સહન કરી લે અને કયારેક એક જરા શી વાતમાં પણ વણસી બેસે…

  મનના કારણ સાવ અકારણ…!

  સરસ લેખ.અભિનદન્

  મારી સ્ત્રી ની કોલમમાં સંબંધસેતુ..માં પણ આ જ વાત કહેવાની હોય છે ને ૵ અને આજે દરેક છાપા કે મેગેઝિનમા સંબંધ વિશે એક યા બીજી રપડતી જાય છે. તેથી જ તો સમયાંતરે એને મજબૂત કરતા રહેવું પડે છે.

 17. Amitkumar Thakkar says:

  very nice article!!!!!! keep it up!!!! Excellent.

 18. kiratsang parmar says:

  very precise and perfect article for life
  I realy enjoy

  kiratsnang parmar
  CMC Engr.

 19. piyush says:

  Very nice articles !!!!!
  Keep it up
  piyush

 20. Ashish Dave says:

  Well said Atulbhai. Nice posts and comments as well…

  Ashish Dave
  Sunnyvale, California

 21. RAMESH SOLANKI says:

  Very nice articles I like article on relation based
  second article is very inspirational
  I hope I can read more articles regarding such topics on readgujarati.com
  Thanks

  Ramesh Solanki

 22. Satish Pipalia says:

  Dear Tanvi,

  I really enjoyed reading your article. Keep up the good work! Please send me links to more of your articles, especially the ones in Fulchab.

  Take care,

  Satish Pipalia (London)

 23. Ranjitsinh Rathod says:

  ખરેખર ખુબ જ સરસ,

  અમુક સંબંધો ને નામ આપવુ ખુબ જ મુશ્કેલ છૅ.

  આભાર તન્વી બેન કઈક જુની યાદ તાજી થઈ ગઈ.

 24. Dhaval B. Shah says:

  બન્ને લેખ ખૂબ સરસ છે.

 25. hardik says:

  બંને લેખ ખુબ જ સરસ…..

  વાંચવાની ખરેખર મજા આવી.,
  આવી રીતે લખતા રહેશો તો આનંદ થશે.

  તન્વીબેન ને અભિનન્દન .

  હાર્દિક (અમદાવાદ).

 26. Rupal Chhaya says:

  Great! Keep it up.

  In the journey through life, we come across so many people who just make our lives worth living, and yes, it is true that happiness
  is largely a state of mind….tho’ not always so.

  Well Done. Hope to see more of your articles here!

 27. chetan says:

  Good evening both articles are nice

  “Some relation has no definition” great philosophy and deep thinking

  we read more articles on same

  chetan

 28. Hetal kalariya says:

  Good morning
  Nice articles ………..
  after reading your article really i obain vision to solve routine problems
  keep it up

  Hetal Kalariya
  HP laptop Engr.
  Rajkot

 29. Ruchita Parmar says:

  Nice articles ………
  I like both articles.Second article is really inspirational
  I want to read more articles about … same topic

  Ruchita Parmar
  Franlin park
  NewJursy
  U.S.A.

 30. harshit says:

  BOTH ARTICLES ARE VERY NICE

  HARSHIT PANDYA
  JUNAGADH

 31. piyush says:

  I found again link and so my all the views refresh again

  we want same topic to read again

  keep it up

  Piyush Bhalodiya
  Kirti Telnet
  Ahmedabad

 32. Jignesh says:

  I read both articles I found 71 as an index no today
  inspiring by Piysh
  Both articles are really inspiring
  keep it up

  Jignesh Dabhi
  Kirti Telnet
  Ahmedabad

 33. Nimish Desai says:

  તમારા લેખો ખુબજ સરસ છે
  Fentastic coloum I realy feel good after reading your articals,

  Nimish Desai

 34. Mayur says:

  Good noon I read, both articles are very interesting
  keep it up I follow coments of Nayan,Hetal and Rupal

  Mayur

 35. Tushar says:

  Articles are very file I enjoyed a lot in mini vacation by reading such kind of articles

  Tushar

 36. Dharmraj says:

  Both articles are very inspirable to read

  Dharmaraj

 37. Manish Kanani says:

  Great, I like much more “Apne Khush Kem Nathi” keep it up on the same topic

  analysis is too good

  Manish

 38. Mahendra says:

  Hello , very nice about relaion and Khushi nice presentation with rhytham keep it up

  congrates for future Mahendra

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.