ચલો, જરા હસી લઈએ ! – સંકલિત

‘જ્યારે આ સ્ત્રીને તેના પતિ સાથે ઝઘડો થયો ત્યારે શું તું ત્યાં હતો ?’ ન્યાયાધીશે કનુને પૂછ્યું.
‘જી, હા.’ પંદર વર્ષના કનુએ કહ્યું.
‘તારે સાક્ષી તરીકે શું કહેવાનું છે ?’
‘એ જ કે હું કદી પરણીશ નહિ.’
**********

‘જૂઠું બોલવાની તમારી ટેવ હજી પણ ગઈ નહિ !’ રમાએ તેના પતિ કિશોરને કહ્યું.
‘પણ હું ક્યાં ખોટું બોલ્યો છું ?’ કિશોરે કહ્યું.
‘કેમ, તમે આજે બાબા અને બેબીને નહોતા કહેતા કે હું કોઈથીયે ડરતો નથી ?’
**********

પતિ-પત્ની ઝઘડી રહ્યાં હતાં.
પતિ બરાડ્યો : ‘મારામાંના પ્રાણીને જગાડ નહિ !’
પત્ની : ‘ભલે જાગે, ઉંદરથી કોણ ડરે છે !’
**********

શિક્ષકે પૂછ્યું : ‘બેરિયમનું કેમિકલ સિમ્બોલ ?’
ટ્વિન્કલ : ‘Ba’
શિક્ષક : ‘સોડિયમનું ?’
ટ્વિન્કલ : ‘Na’
શિક્ષક : ‘બેરિયમનો એક અણુ ને સોડિયમના બે અણુને મિશ્ર કરીએ તો શું બને ?’
ટ્વિન્કલ : ‘Banana સર !’
**********

માલિક : ‘હં, તો તમે નોકરી કરવા ઈચ્છો છો, ખરું ને ? તમે કદી જૂઠું બોલો છો ?’
ઉમેદવાર : ‘ના, સાહેબ ! પણ એ તો હું શીખી લઈશ.’
**********

ઊંચી ટાંકી પાસે જઈને એક ભાઈએ પાણી પીવા નળ ખોલ્યો. નળમાંથી એક ટીપું પણ ન નીકળ્યું.
ભાઈ નિરાશ થયા.
તેમણે ઉપર જોયું તો એક પાટિયું લગાવેલું હતું.
તેમાં લખ્યું હતું : ‘BJP’ (બીજે પી !!)
**********

પ્લેટફોર્મ પરથી ઊપડતી ગાડી જોઈને દુ:ખી થતો મયંક બોલ્યો : ‘માલતી, તેં જો તૈયાર થવામાં આટલું મોડું ન કર્યું હોત તો આપણે આ ગાડી જરૂર પકડી શકત.’
‘હા,’ મયંકની પત્નીએ કહ્યું : ‘અને તેં જો મને આટલી બધી ઉતાવળ ન કરાવી હોત તો હવે પછીની ગાડી માટે આપણે આટલી બધી રાહ જોવી ન પડત.’
**********

છગન : ‘હું કોફી પીઉં તો સૂઈ ના શકું.’
મગન : ‘અલ્યા મારું તારાથી બિલકુલ જ ઊંધું છે. હું સૂતા પછી કૉફી નથી પી શકતો !’
**********

મગને ચંપલ ખરીદ્યા પછી દુકાનદાર પાસે નવા વર્ષના કૅલેન્ડરની માગણી કરી ત્યારે દુકાનદારે કહ્યું : ‘આવતે મહિને ચંપલ ખરીદ્યાનું બિલ બતાવીને કૅલેન્ડર લઈ જજો.’
‘જો બિલ ખોવાઈ જશે તો ચંપલ બતાવીને લઈ જઈશ.’
**********

વૈદ્ય : ‘કાકા ! તમારા ડાબા ઘૂંટણમાં જે દરદ થાય છે તે ઉંમરને કારણે હોઈ શકે.’
કાકા : ‘તમેય શું ધૂળ જેવી ફેંકી દેવા જેવી વાત કરો છો વૈદ્યરાજ ! મારા જમણા ઘૂંટણની પણ એટલી જ ઉંમર છે.’
**********

એક કવિ તેના મિત્રને કહેતો હતો : ‘મેં જાતે મારો કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો છે.’
‘સારી વાત છે. કાંઈ વેચાણ થયું ?’
‘હા, બધી જ ઘરવખરી વેચી દેવી પડી. હવે મકાન વેચવા કાઢ્યું છે !’
**********

નોકર : ‘હું બધા જ કાગળો ટપાલમાં નાખી આવ્યો, શેઠ !’
શેઠ : ‘અલ્યા બબૂચક, પણ હજુ એને સરનામાં તો નહોતાં કર્યાં….’
નોકર : ‘લ્યો ! મને શું ખબર શેઠ ! મને એમ કે સરનામાં ખાનગી રાખવાનાં હશે !’
**********

નોકર : ‘શેઠજી ! જરા ઊઠો તો. લૉજમાં ચોર ભરાયો લાગે છે.’
શેઠે પડખું બદલતાં કહ્યું : ‘ઠીક છે. એનું ધ્યાન રાખજો. સવાર પડે એટલે આખી રાતનું ભાડું વસૂલ કરી લઈશું.’
**********

‘આજે મારી બેબી સ્કૂલમાં આવી શકે તેમ નથી.’
‘તમે કોણ બોલો છો ?’
‘મારી મમ્મી બોલે છે !’
**********

ગણિતના એક પ્રોફેસરનો રામો કપડાં ધોતાં ધોકા પાડીને વખતોવખત તેમનાં કપડાંમાં બાકોરાં પાડતો. આખરે ખીજાઈને પ્રોફેસરે રામાને કહ્યું : ‘જો રામા, હવેથી તું મારાં કપડાંને જેટલાં બાકોરાં પાડીશ તેટલા રૂપિયા તારો દંડ કરીશ.’
રામાએ ધોયેલા ધોતિયામાં ચાર બાકોરાં પાડેલાં પ્રોફેસરે જોયાં. તેમણે કહ્યું : ‘આજે તેં મારા ધોતિયામાં ચાર બાકોરાં પાડ્યા છે, તેથી તારોક ચાર રૂપિયા દંડ કરું છું.’
રામો ચૂપચાપ ધોતિયું લઈ ગયો. ચારે બાકોરાંને વધુ ફાડી તેણે એક જ બાકોરું પાડી બતાવ્યું અને કહ્યું : ‘સાહેબ, આ ધોતિયાને એક જ બાકોરું પડ્યું છે, જુઓ.’
પ્રોફેસરે એક બાકોરું જોયું અને કહ્યું : ‘બરાબર, એક જ બાકોરું છે. જો તારો એક રૂપિયો દંડ કરું છું !’
**********

શિક્ષક : ‘આ ટેલિફોનનાં દોરડાં કેમ ઊંચા રાખ્યાં હોય છે ?’
વિદ્યાર્થી : ‘કારણ કે, કોઈ વાતચીત ન સાંભળી જાય ને !’
**********

સફળ વેપારીએ પોતાના દીકરાને સલાહ આપી કે, વેપારમાં આગળ વધવા બે વસ્તુ જરૂરી છે.
‘પ્રમાણિકતા અને હોંશિયારી.’
‘પ્રમાણિકતા ?’
‘એટલે કે તમે કોઈને જે કંઈ વચન આપ્યું હોય, તેનું જરૂર પાલન કરો. ભલે ને પછી ગમે તે થઈ જાય ?’
‘અને હોશિયારી કેવી ?’
‘કોઈને કોઈ પણ જાતનું વચન જ આપવું નહીં.’
**********

‘અમારા સામાયિકનું વેચાણ વધે અને લોકોને ફાયદો થાય એવી કોઈ ભેટ યોજના વિચારીએ છીએ.’
‘એમ કરો સાથે ક્રોસીન આપો !’
**********

મગન : ‘હું નોકરી બદલવા ઈચ્છું છું, યાર.’
છગન : ‘તને એક વાત ખબર છે ?’
મગન : ‘કઈ ?’
છગન : ‘પરણેલો પુરુષ કેટલી નોકરીઓ બદલે છે તે મહત્વનું નથી. આખરે તો એનો બૉસ એક જ રહે છે !’
**********

‘મારા વિવાહ તૂટવાની અણી પર છે. પ્રિયાએ મારી સાથે લગ્ન કરવાની ના પાડી.’
‘પેલા તારા કરોડપતિકાકા વિશે તેં એને જણાવ્યું નહોતું કે તું એકલો એનો વારસદાર છું ?’
‘જણાવ્યું હતું ને ! એટલે જ તો એ હવે મારી કાકી બનાવા જઈ રહી છે !’
**********

સરકસમાં રિંગમાસ્ટરે સાકરનો ટૂકડો મોમાં રાખીને સિંહને પોતાની તરફ આવવા ઈશારો કર્યો. સિંહ આવ્યો અને તેમના મુખમાંથી સાકરનો ટૂકડો લઈ ખાઈ ગયો.
આ દ્રશ્ય જોઈ ચિંટુ બોલ્યો : ‘આ તો સાવ સહેલી રમત છે.’
રિંગમાસ્ટર ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો : ‘તો પછી તમે કરી શકો એમ છો ?’
ચિંટુ કહે : ‘સિંહ કરી શકતો હોય તો હું કેમ ના કરી શકું ?’
**********

ભાડુઆત (મકાનમાલિકને): ‘કાલે આખી રાત વરસાદ પડ્યો. છતમાંથી ખાસ્સું પાણી ટપકતું હતું. હું તો આખો નાહી ગયો ! હવે આ માટે આપ શું કરશો ?’
મકાનમાલિક : ‘આજે પણ વરસાદ છે. હું તમારા માટે સાબુ અને ટુવાલ લઈને આવું છું.’
**********

બૉસ (આસિસ્ટન્ટ ને) : ‘ભગવાન બુદ્ધિ વહેંચતા હતા ત્યારે આપ ક્યાં હતા ?’
આસિસ્ટન્ટ : ‘સાહેબ, હું આપની સાથે ટુરમાં હતો.’
**********

મગન (છગનને) : ‘તમારા છોકરાનો વ્યવસાય શું છે ?’
છગન : ‘ટીમ્બર મર્ચન્ટ છે.’
મગન : ‘તો તો જંગલોના જંગલો ખરીદતો હશે.’
છગન : ‘ના…ના…’
મગન : ‘તો તો જથ્થાબંધ વેપારી હશે.
છગન : ‘ના… ના… એ તો ગામના ટાવરચોકમાં દાતણ વેચે છે !’
**********

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બરકત – નવલભાઈ શાહ
પાકું રેણ – કાંતિલાલ શંકરલાલ પોટા Next »   

47 પ્રતિભાવો : ચલો, જરા હસી લઈએ ! – સંકલિત

 1. nayan panchal says:

  સરસ જોક્સ. મજા આવી ગઈ.

  મૃગેશભાઈ, કોયડા પણ આપજો ક્યારેક.

  નયન

 2. સરસ જોક્સ. મજા પડી!

  બધા જોક્સ ખૂબ ગમ્યા, ખાસ કરીને…

  આપની સાથે ટુરમાં હતો.
  દાતણ વેચે છે.
  ટેલિફોનનાં દોરડાં

  વિશેષ ગમ્યા.

 3. તરંગ હાથી says:

  મ્રુગેશ ભાઈ

  રમુજી ટુચકા મા તો ભાઈ મજા પડી ગઈ. હાસ્ય તો જીવન માં બહુ જરુરી છે. આજ કાલ ટેન્શન વાળી જીંદગી માં તો ખાસ જરુરી છે.

  સોમ મંગળ બુધ આમેય ભારોભાર કામ ના દિવસો હોય ત્યારે આવા ટુચકા મગજ શાન્ત રખવા માં બહુ મદદ કરે છે.

  ખુબ ખુબ આભાર

 4. અતુલ જાની (આગંતુક) says:

  ગ્રાહકઃ ગઈ કાલે આપને ત્યાંથી ખુરશી ખરીદીને લઈ ગયો હતો અને એક જ દિવસમાં તે તુટી ગઈ.
  ફર્નીચરવાળોઃ એવું બને જ નહીં, નક્કી કોઈક તેની ઉપર બેઠુ હોવું જોઈઍ.

  ગ્રાહકઃ આ છત્રીનો રંગ તો નહી જાય ને
  દુકાનદારઃ અરે પાકો કલર છે, માત્ર તે પલળે નહીં તેનું ધ્યાન રાખજો.

 5. sachin says:

  ટુકો જોક ; એક બુઢો બાલપન મા મરિ ગયો….

 6. ભાવના શુક્લ says:

  વાહ મજા આવી ગઈ…

 7. ashvin says:

  ખુબ સરસ

 8. pragnaju says:

  સરસ મઝાના રમુજી ટુચકા
  રિંગમાસ્ટર ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો : ‘તો પછી તમે કરી શકો એમ છો ?’
  ચિંટુ કહે : ‘સિંહ કરી શકતો હોય તો હું કેમ ના કરી શકું ?’
  વાહ્

 9. Amitkumar Thakkar says:

  Maja aavi gai!!!!! please send more jokes!!! Thanks Sir!!!!

 10. rutvi says:

  Mr. Sachin એ સરસ હથોડો માર્યો છે.

  મજા આવી ગઇ.

 11. Jinal says:

  બહુ જ સરસ્.

 12. Neela says:

  મઝા આવી ગઈ.

 13. sujata says:

  હાhaહાhaહા………..

 14. Harikrishna says:

  Mrueshbhai,
  Many thanks for this. You really have made my weekend enjoyable.

 15. Gira says:

  lolololololol funny stuff 😀

 16. Ashok says:

  સ્રરસ

 17. evaa says:

  I don’t know much about gujarati(Indian language) but when my friend(who is gujarati) translates your jokes in English, I really enjoy it, its similar to the blonde jokes in usa, I hope for the best coming….thanks 🙂

 18. Jatin B Dhrangdhria says:

  ખુબ જ મજા આવિ શુ તમે આ ને પોસ્ટ કરિ શકો છો ????????

 19. Keval Rupareliya says:

  મ્રુગેશભૈ,મસ્તીમા આવી ગ્યો આ મસ્તારામ
  thanks atulbhai

 20. trupti joshi says:

  મનુ શેખચલિ નો અમદાવાદિ નો જોક બહુ મજાનો છએ ….. હિ હિ હિ …..હા હા હા…….

 21. Arpit Kothari SEO Expert says:

  જોક બહુ મજા આવી

 22. બહુ મજા આવી… જલ્સો કરાવ્યો તમે… Thanks much

 23. Vipul Chauhan says:

  Nice Jokes, Moj padi gayi ….

 24. kashmira says:

  all are nice. when you want refresh your self it helps alot.

 25. rajesh says:

  બાપુ, મજા આવિ ગઇ. ખુબ સરસ.આભાર આવિ વેબ સાઈટ મુકવા બદલ.

 26. hatim hathi says:

  બહુ જ સરસ

 27. hasmukh says:

  મજા આવિ ગઈ

 28. […] Courtesy: readgujarati.com […]

 29. swagat says:

  મગન (છગનને) : ‘તમારા છોકરાનો વ્યવસાય શું છે ?’
  છગન : ‘ટીમ્બર મર્ચન્ટ છે.’
  મગન : ‘તો તો જંગલોના જંગલો ખરીદતો હશે.’
  છગન : ‘ના…ના…’
  મગન : ‘તો તો જથ્થાબંધ વેપારી હશે.
  છગન : ‘ના… ના… એ તો ગામના ટાવરચોકમાં દાતણ વેચે છે !’
  **********

 30. mukesh thakkr says:

  very funny. it is true that you need

 31. amit says:

  મજા આવી ગઇ

 32. Mihir says:

  વાહ દોસ્ત ! I visited this site for the first time and now its my one of the favorite sites.

  Thank you – founders

 33. Amit Panchal says:

  ખરેખર ખુબ જ સરસ …..ઃ)

  મજા આવી ગઇ

 34. tarun says:

  very good joke.i love joke.

 35. mayuri raval says:

  મજા આવિ

 36. riddhi says:

  maja aavi gai

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.