અખંડ હજો સૌભાગ્ય – લોકગીત

mangalam

હવે આવોને માયરામાં દીકરી અવસર દોહ્યલા,
જીવનસાથી જુઓ તમારા દીસે કેવા ફૂટડા !

મંગલ ફેરા ફરો તમે બેટી ઘડી ધન્ય આ,
સદા સુખે પતિ સંગે રહો બની પ્રેમદા.

મામા હેતે પધરાવે આજ ભાણી એની લાડલી,
હરખ હૈયે તોય આંખે આંસુ ભરે માવડી !

દીકરી વ્હાલાં દાદાનાં ઘર પરાયાં પછી લાગશે !
યાદે તમારી તોયે માત ઝબકી રાત જાગશે !

બંધુ બિચારો બની જો મૂંઝાતો મન એકલડો,
નાની બેની ના સમજે અવસર આ આનંદનો !

અંતર આર્દ્ર પિતાનું છે ઘેલી ઘેલી માવડી,
દોરી દેવી વિદેશે આજ વ્હાલી એની ગાવડી !

સખી સાથ હસે-રડે મૂંઝવણ કેવી મીઠી રે !
ખેલ્યાં કૂદ્યાં જેની સંગે વળાવી તેને દેવી છે !

સૌ દીકરીની એક દી વિદાય-ઘડી આવતી,
જવું રે’વું ના સમજાય તો યે મન એ ભાવતી !

સજી શણગાર સોળે બેટી આવો હવે માયરે,
ધન્ય જીવનની શુભ ઘડી જુઓ વીતી જાય રે.

સુખે સંચરજો શ્વસુરગૃહે કરો સદા પ્રભુ મંગલમ્
અખંડ હજો સૌભાગ્ય બેટી સૌનાં આશિષ છે શુભ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સોય-દોરો – જ્યોતીન્દ્ર દવે
ઉકેલીને સ્વયંના સળ – સુધીર પટેલ Next »   

16 પ્રતિભાવો : અખંડ હજો સૌભાગ્ય – લોકગીત

 1. nayan panchal says:

  સરસ સંવેદનશીલ લોકગીત.

  નયન

 2. uma says:

  vaah..bahoo saras geet vanchava malyoo.thanks.

 3. gopal parekh says:

  સુખે સઁચરજો…. છેલ્લી કડી વિશેષ ગમી

 4. ભાવના શુક્લ says:

  દીકરી વ્હાલાં દાદાનાં ઘર પરાયાં પછી લાગશે !
  યાદે તમારી તોયે માત ઝબકી રાત જાગશે !
  ……………………………………………
  કહે છે ને શરીરની બહારનો કાળજાનો કટકો એટલે સંતાન…

  મારી માતા…
  રાતે તેનો હાથ પકડીને સુવાની મને ટેવ..
  પડખુ ના ફેરવી શકતી માતા,
  રાત મા મારો પકડાયેલો હાથ ધીરે થી છોડાવી,
  મારી વહાલી ગુલાબી ઢીંગલી પકડાવી દેતી,
  સાસરે ગયા પછી,
  પપાને ફોન કરી પુછ્યુ પ્રથમ વાર કે મમ્મી કેમ છે ?
  પપ્પા બોલ્યા, સુતી છે શાંતીથી તારી ઢીગલીને પકડીને

 5. manvantpatel says:

  .ભાવનાબહેનના શબ્દોએ આઁખો ભીઁજવી !
  કાવ્ય ગમ્યુઁ .આભાર ! ઢીઁગલી સાચવજો !

 6. ભાવના શુક્લ says:

  મનવન્તજી, કન્યાવિદાયના દરેક ગીત મા એક શીરમોર સમુ અલભ્ય અને અદકેરુ ગીત હોતો તે હેમુ ગઢવીના સ્વરમા ગવાયેલુ પિતાની ભાવના વ્યક્ત કરતુ ગીત “કાળજા કેરો કટકો મારો… આજ ગાંઠ થી છુટી ગ્યો” છે.
  પરમપુજ્ય મોરારીબાપુ પણ ખુબ ભાવવાહી રિતે આ ગીત ગાતા સાંભળેલા છે.. અહી કન્યા વિદાયના આ સંવેદનશીલ ગીત સાથે તેને યાદ કરવુજ રહ્યુ.

 7. Pinki says:

  વાહ્. ભાવનાબેન

  ભાવક માટે ભાવનાઓને ઉજાગર કરી દે તેવી હૃદયસ્પર્શી વાત

  અને વાચકો માટે એક સરસ અછાંદસ રચના થઈ શકે ?!!

 8. Pinki says:

  મારી મા-

  રાત્રે તેનો હાથ પકડીને સૂવાની ટેવ,

  પણ પડખુંય ના ફેરવી શકતી મારી મા ધીરેથી હાથ છોડાવી,

  મારી વ્હાલી ગુલાબી ઢીંગલી મને પકડાવી દેતી.

  સાસરે ગયા પછી,

  પપ્પાને પહેલી વાર ફોન કર્યોને પૂછ્યું,

  ‘મમ્મી કેમ છે?’

  કહે છે, ‘સૂતી છે તારી વ્હાલી ઢીંગલી લઈને.’

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.