ત્રાંસી નજરે – અંબારામ સંઘાણી

[રીડગુજરાતીને આ સત્ય ઘટના મોકલવા માટે શ્રી અંબારામભાઈનો (સાઉદી અરેબિયા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +966 554648158 નંબર પર અથવા aksanghani@gmail.com સરનામે સંપર્ક કરી શકો છો.]

સન 1981નાં ડિસેમ્બર મહિનાની ઢળતી સાંજનો સમય હતો. સૂર્ય તેનાં કિરણોને પૂર્વમાંથી સંકોરી લઈને પશ્ચિમ ભણી ઢળી રહ્યો હતો. ખુશનુમા સાંજ હતી.

મને કોયલી રીફાઈનરીમાં ટ્રેઈની એન્જિનિયર તરીકે જોડાયાને હજુ થોડાં દિવસો જ થયાં હતાં. શનિવારની એ સાંજે મારાં જૂના મિત્રોને મળવા જવા માટે હું બાજવાનાં રેલ્વે સ્ટેશને ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. પ્લેટફોર્મ પર એક છેડેથી બીજે છેડે લટાર મારતો સમય પસાર કરી રહ્યો હતો. બાજવા ગામ તરફનાં પ્લેટફોર્મનાં છેડે દૂર એક બાંકડા પર બેસવા જઈ રહ્યો હતો ત્યાં મારી નજર એક આધેડ ઉંમરની બાઈ પર પડી. નજીક જતાં જોયું તો પથરાઓ ગોઠવીને બનાવેલાં એક ચૂલા પર તે રાંધી રહી હતી. બાજુમાં જ તે સ્ત્રીની પીઠ અડીને એક પુરુષ આરામ કરી રહ્યો હતો. બન્ને પતિ-પત્ની હતાં એમ કહી શકું. તે બન્નેથી થોડે દૂર એક મુસલમાન ફકીર ઊભા પગે થાંભલાનાં ટેકે બેઠો હતો.

આ દંપતિ કાઠિયાવાડનાં કોઈક ગામડેથી આવ્યું હશે એ તેમનાં પહેરવેશ પરથી લાગતું હતું. સ્ત્રીએ પહેરેલ કપડું, ભાતવાળો ઘસાઈ ગયેલો સાડલો, કાનની બૂટમાં લટકતાં ચાંદીના કોકરવા, કપાળે મોટો કંકુનો ચાંદલો અને પુરુષે પહેરેલ સફેદ પહેરણ અને સુતરાઉ ચોરણો; આ બધાં પરથી એવું લાગતું હતું કે આ કાઠિયાવાડી દંપતિ છે. વતન છોડીને અહીંયા મજૂરી રળવાં આવ્યું હશે. મને પણ મારું કાઠિયાવાડ, મારું બચપણ, મારાં આધેડ ઉંમરનાં ખેડૂત મા-બાપ યાદ આવી ગયાં. ટ્રેન આવે ત્યાં સુધી તેમને દૂર બેઠાં જોતો રહું એવી ઈચ્છાએ પાસેના બાંકડા પર જગ્યા લીધી અને ત્રાંસી નજરે તેમને જોતો રહ્યો.

મારી નજર એ બાઈ ઉપર જ સ્થિર થઈ ગઈ. એનાં ગરીબ પણ પ્રસન્ન લાગતાં ચહેરાએ મારામાં એવો આત્મીયભાવ જગાડ્યો કે મને એ બાઈ મારી બા જેવી જ લાગવા માંડી. હું તેની દરેક ક્રિયા ઝીણવટથી જોવા માંડ્યો. સળગતાં ચૂલા પર માટીની તાવડીમાં એક જુવારનો રોટલો ફૂલીને શેકાઈ રહ્યો હતો. ચૂલાની બાજુમાં એક કાળી પડી ગયેલી નાની એલ્યુમિનિયમની તપેલીમાં શાક રંધાઈને તૈયાર પડ્યું હોય એવું લાગ્યું. બાજુમાં પડેલાં કાગળનાં ખુલ્લા પડીકામાંથી જુવારનો લોટ લઈને બાઈ બીજાં રોટલાં માટેનો લોટ મસળવા માંડી. તેનો પતિ વિચારમગ્ન ચહેરે આડી ગાદીએ પડીને પગ પર પગ ચડાવીને બીડી પી રહ્યો હતો. મને થયું એ શું વિચારતો હશે ? બાળકો યાદ આવ્યાં હશે, મા-બાપની ચિંતા હશે, ભુત-ભવિષ્યનાં લેખા-જોખાં માંડતો હશે કે પોતાની આવી સ્થિતિ માટે કોઈને કોસતો હશે ? ગમે તે હો, મને એવું લાગ્યું જાણે ધુમાડાની સેરમાં એ જિંદગીની વિષમતાઓને બાળી રહ્યો હતો. સાંજનું વાળું કરવાની રાહ જોતો, પોતાની જિંદગીની સ્મૃતિઓને સંકોરી રહ્યો હતો, કદાચ !

તાવડી પરનો રોટલો શેકાઈને તૈયાર થયો એટલે બાઈએ ફકીર સામે જોયું. ફકીર પણ આવી અપેક્ષાએ ત્યાં બેઠો હોય તેમ તરત ઊભો થઈ પાસે આવ્યો. તેણે પોતાની પાસેનું મોટા વાટકા જેવું વાસણ બાઈને આપ્યું. બાઈએ તપેલીમાંનું અડધા ઉપરનું શાક ફકીરનાં વાટકામાં નાખ્યું અને તાવડી ઉપરથી ઉતારીને ગરમ રોટલો વાટકા ઉપર મૂકીને ફકીરને આપ્યો. ફકીરે પોતાની જગ્યાએ પાછાં જઈને રોટલો-શાક ખાવા માંડ્યાં. જે ઝડપથી એ ખાઈ રહ્યો હતો એ જોતાં મને લાગ્યું કે એ ખૂબ જ ભૂખ્યો હતો. બાઈએ બીજો રોટલો ઘડીને તાવડી પર ચડાવ્યો અને ચૂલામાં સળગી રહેલાં સાંઠીકડાઓને સંકોર્યાં. હું પણ મારાં મનમાં ઉદ્દભવી રહેલાં વિચારોને સંકોરવા મથી રહ્યો હતો. બાઈએ કાગળનાં પડીકામાંનો બધો જ લોટ કથરોટમાં નાખીને કાગળને ચૂલામાં નાખ્યો અને ત્રીજો રોટલો મસળવાની તૈયારી કરી. બીજો રોટલો તાવડી પર શેકાઈને તૈયાર થઈ રહ્યો હતો. બાઈએ તેનાં પતિ સાથે કશીક વાત કરી એટલે મને થયું કે તેનાં પતિને વાળુ માટે તૈયાર થવા કહી રહી હશે. મારી ટ્રેન પણ આવવાની તૈયારી હતી.

આ બાજુ ફકીરે પૂરો રોટલો ખાઈને વાટકામાં વધેલા શાકમાં આંગળીઓ બોળી રાખી અને બાઈ તરફ નજર નાખી. બાઈએ હાથથી ફકીરને ઈશારો કરીને વાટકો પોતાને આપવાં કહ્યું. ફકીરે વાટકો લઈને આપ્યો જેમાં હજી થોડું શાક હતું. બાઈએ તપેલીમાંથી બધું શાક ફકીરનાં વાટકામાં નાખ્યું. તાવડી ઉપર શેકાઈને તૈયાર થયેલ રોટલો ઉતારીને વાટકા ઉપર મૂક્યો અને ફકીરને પાછો આપ્યો. ફકીરે પોતાની જગ્યાએ જઈને રોટલો-શાક ખાવાનું ચાલુ રાખ્યું. બાઈની શાકની તપેલી હવે ખાલી હતી. ત્રીજો અને બાકી રહેલ એક માત્ર રોટલો બાઈનાં હાથની હથેળીઓ વચ્ચે ટીપાઈ રહ્યો હતો. આંગળીઓથી રોટલાંની કોરની સંભાળ લેતી એ બાઈને હું જોઈ રહ્યો હતો, ત્યાં જ ટ્રેન સ્ટેશન પર આવી રહી. ટ્રેન ઉપડી ત્યારે એ ફકીર પણ ડબ્બામાં ચડી ગયો.

27 વર્ષ પહેલાં ત્રાંસી નજરે જોયેલું આ દશ્ય મારાં જીવનની સ્મૃતિઓમાંનો એક યાદગાર પ્રસંગ છે. બાજવા રેલ્વે સ્ટેશનનું એ પ્લેટફોર્મ, ચૂલા પર શેકાઈ રહેલાં એ રોટલાં, એ ફકીર, શાકની ખાલી તપેલી અને ગરીબ દંપતિની એ અમીરાત મને મારી આંતરિક ગરીબાઈ યાદ કરાવતાં જ રહે છે. મારાં માબાપની પ્રતિકૃતિ જેવાં એ દંપતિને હંમેશા મનોમન વંદન કરું છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમારાં બા (ભાગ-1) – જયંત કોઠારી
અમારાં બા (ભાગ-2) – જયંત કોઠારી Next »   

41 પ્રતિભાવો : ત્રાંસી નજરે – અંબારામ સંઘાણી

 1. nayan panchal says:

  ગરીબ લોકોની આવી આંતરિક અમીરાત જ તેમને જીવવાનુ બળ પૂરુ પાડે છે અને તેમને સંતોષ પૂરો પાડે છે. સંતોષની વ્યાખ્યા પણ વ્યક્તિ વ્યક્તિએ બદલાતી રહે છે. મોટાભાગના કહેવાતા સુધરેલા લોકો ભૌતિકતાથી ‘સંતોષ’ પામે છે. કહેવાતા ગરીબ (ખરેખર અમીર) લોકો ભૂખ્યા રહીને પણ સંતોષ પામે છે. સાચુ સુખ કદાચ આવા જ સંતોષમાં છે.

  સરસ લેખ.

  નયન

 2. Dr. Mukesh Pandya says:

  શ્રી નયનભાઇએ લખ્યું છે – સંતોષની વ્યાખ્યા પણ વ્યક્તિ વ્યક્તિએ બદલાતી રહે છે – સાથે મારે એ જ કહેવાનું છે કે ગરીબની વ્યાખ્યા પણ બદલાતી રહે છે. લેખકની નજરે જે બાઇ ગરીબ છે તેણે ફકીરને ભોજન કરાવીને અમીરાઇનાં દર્શન નથી કરાવ્યાં?

 3. કલ્પેશ says:

  ગરીબ કે અમીર – આપણા સમાજમા પૈસાના માપદંડ છે.
  પણ હૃદયથી અમીર તો આપણે પણ થઇ શકીએ (પછી ભલે પૈસા હોય કે ના હોય)

  અડધી સદીની વાંચનયાત્રામા તૉલ્સ્તૉયની એક નાની વાર્તા યાદ આવી ગઇ.

  એક ગરીબ માણસ એક જ્ગ્યાએ બેસીને મદદ માંગી રહ્યો હતો. બીજો માણસ એની પાસેથી પસાર થયો અને મદદ કરવા ખિસ્સામા હાથ નાખ્યો, પણ પૈસા ન હતા. તેણે હાથ લંબાવ્યો અને તે માંગનારના હાથમા મૂક્યો અને એક સ્મિત કર્યુ

  વાર્તા લગભગ આવી છે. પણ મૂળ તો તમે બીજાને ઘણુ આપી શકો છો (પૈસા સિવાય પણ)

 4. કલ્પેશ says:

  અંબારામજી, જો આપ પહેલી વાર જ લખતા હો તો ખૂબ જ સરસ લખાણ છે.
  આ અનુભવથી વાકેફ કરાવવા બદલ આપનો આભાર.

  આવા ઘણા બનાવો રોજ આપણા જીવનમા બનતા હોય છે. જરુર છે, બને તો તક ઝડપી લેવાની.

 5. nayan panchal says:

  શ્રી મુકેશભાઈ,

  તમારી વાત સાથે સહમત. વધુ વિચારતા મને લાગે છે કે જે માણસ સંતોષી નથી તે ગરીબ જ છે. તે ક્યાં રહે છે, કેવા કપડા પહેરે છે, શુ ખાય છે, મહિને કેટલું કમાય છે એ બધુ જ secondary છે. મૃગેશભાઈ કહે છે એમ આંતરિક સમૃધ્ધિ જ ખરી સમૃધ્ધિ છે.

  નયન

 6. Nilesh Shah says:

  Mr. Ambaram Sanghani is very close to me since 1985.
  I was unaware of his excellent gujarati writing skills.
  His narration of the event is very live because it comes from his heart.
  Eventhough he has achived very big milestone in his career he is unbelievable simple & hardworking person.
  I wish him to continue shareing his more experience like this on this platform.

 7. Aniket A.Sanghani says:

  He is my father.I my proud of that.Thank you for writing such a nice true story which has tought me a lot.

 8. nitin s bhatt says:

  A person always busy with the machines,production targets,productivity in the Industry has also a tender heart.

  I have always felt that.

  This story also says the same thing about writer.

  A small event may be ignored by most of the people being observed with such a seriousness – really amazing.

  Regarding character “Mother” if 10% of the people think about sharing little bit of their wealth in charity (like Billgates have done) poverty can be eradicated easily.

  Good learning from the story, narrated in a beautiful way.

 9. Neela says:

  શ્રી અંબારામ સંઘાણીને અભિનંદન આટલો સરસ લેખ આપવા બદલ.

 10. Kavita says:

  ખૂબ સરસ. એક જ પ્રાથના કે ભગવાન આવી લાયકાત મને પણ આપે. મારાથી બનતી મદદ કરી શકુ.

 11. Maharshi says:

  ખૂબ સરસ.

 12. Jay Shah says:

  Dear Uncle, Waiting for another one…. Just this feeling was missed out of all comments.

 13. Jay Shah says:

  Dear Uncle, Waiting for more such motivating events.

 14. Indravadan Patel says:

  Dear Sir,
  Good learning from the story.
  This story also says the same thing about writer.
  I wish him to continue shareing his more experience like this on this platform.
  The way you frame your life has a major impact on the way your life unfolds.
  The way you see yourself and your place in the world determines who you truly are.
  The unseated assumptions upon which you rely are constantly exerting their influence. Your deepest, most sincere feelings about life have a way of colouring every circumstance.
  The events in your world do not just happen without reason or source. They are driven by your most fundamental expectations of how you will find life to be.
  In each small moment and in every large undertaking, your frame of life sets the stage. So choose to frame your life with love, with respect, with beauty, grace and a focus on the most magnificent possibilities.
  The way you see the world determines the kind of world you see. So decide to assume, expect and look for the very best you can imagine.
  Live with a positive, enthusiastic and thankful frame of life. And within that empowering frame, you will create a masterpiece that grows more beautiful with each moment.
  Thanking you.

 15. Ranjitsinh Rathod says:

  ખરેખર ખુબ જ સુદર.

  આજના આવા સ્વ્ાર્થ ના જમાના મા આવા સુદર પ્રસગો બનવા જરુરી છે.

  અને આવા પ્રસગો મા આપને નીમીત બની સકીએ એવી પ્રભુ ને પાર્થના..

 16. પરેશ says:

  અંબારામભાઈની સરળ અને પ્રવાહિત શૈલી હ્રદયસ્પર્શી લાગી, કારણકે તમે ખરે જ હ્રદયની નજરે જોયું ભલેને એ નજર ત્રાંસી કેમ ન હોય? ઃ) આવું જોતાં રહેજો અને અમારા માટે લખતાં રહેજો! છાપું વાંચીને કંટાળી ગયેલી મારી આંખોને ‘રીડ ગુજરાતી’ એક કાજળ સમાન શીતળતા બક્ષે છે.

 17. ભાવના શુક્લ says:

  ગરીબ કે અમીર – આપણા સમાજમા પૈસાના માપદંડ છે.
  અમીરાતને માપવા માટે demana & supply ને પહેલા વ્યાખ્યા આપવી પડે. જરુર શાની છે અને શુ પુરુ પાડી શકો તેના પરથી અમીર છો કે નહી તે નક્કી કરવાનુ રહે…અને સાચી અમીરાત ધરાવતા લોકો તો આવુ નક્કી કરવાની ભાંજઘડ મા પડતા જ નથી.. તેને કોઇના સર્ટીફિકેટની લાલચ નથી.. કરવાનુ છે, કરવા મળ્યુ અને કરી જાણે… બાકી “ધન કે ઋણ” તો
  ખુબ ડાહ્યા ગણાતા ઠેકેદારો નક્કી કર્યા કરે…
  માત્ર નાનકડુ અવલોકન પણ જીવનની ખુબીઓ કેવી સામે લાવીને મુકે છે તે સંઘાણીભાઈની ત્રાસી નજરથી અવલોકવુ પણ ગમ્યુ.

 18. BMPATEL/DIPTI/NISARG(KSA) says:

  I am working under his organisations since last ten years .I am proud of my boss.I wish him to continue shareing his more experience like this on this platform.wish you all the best.

 19. Rohit Thaker says:

  આ લેખ પરથી અંદરની ભીનાશ અનુભવાય છે. ખૂબ સરસ.

 20. Manish Joshi says:

  A true heart touhing Story !

  The story reveals the true fragrance of Kathiyavad.

  Shri A K Sanhani carries within himself a very succeesful & brilliant Technocrate with a soft hearted human being which is normally a rarely found combination in industries.

 21. Gira says:

  it’s an excellent story!! super!!
  i don’t think this is between one is being poor and other rich.. but it’s about humanity.. that woman has shown her real quality of human being..
  it’s a human to human relation which is described with simplicity.

  thanks for such story!

 22. JITENDRA J. TANNA says:

  ખુબ જ સરસ વર્ણન. અંબારામભાઇ આપે જે પ્રસંગ આલેખ્યો છે એ પ્રસંગ તમે જોયેલો છે પરંતુ અમે પણ તમારી આંખે તમારી જેમ જ જોયેલો હોય એવું લાગ્યું. એમા ખાસ કરીને નીચેની લાઇનો તો ફરી ફરીને વાંચવાની ઇચ્છા થઇ આવી.

  “મને થયું એ શું વિચારતો હશે ? બાળકો યાદ આવ્યાં હશે, મા-બાપની ચિંતા હશે, ભુત-ભવિષ્યનાં લેખા-જોખાં માંડતો હશે કે પોતાની આવી સ્થિતિ માટે કોઈને કોસતો હશે ? ગમે તે હો, મને એવું લાગ્યું જાણે ધુમાડાની સેરમાં એ જિંદગીની વિષમતાઓને બાળી રહ્યો હતો. સાંજનું વાળું કરવાની રાહ જોતો, પોતાની જિંદગીની સ્મૃતિઓને સંકોરી રહ્યો હતો, કદાચ !”

  આભાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.