હૃદયપરિવર્તન – યોગિની જોષી

[પ્રસ્તુત લેખમાં પોતાના સ્વાનુભવની સત્ય ઘટનાથી સમાજને એક નવો વિચાર આપનારા શ્રીમતી યોગિનીબેનની યુવા કલમે લખાયેલી આ પ્રથમ કૃતિ છે. ગૃહિણી હોવાની સાથે સાહિત્ય અને વર્તમાન સામાજિક પ્રવાહો વિશે તેઓ બહોળું જ્ઞાન ધરાવે છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે યોગિનીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9428072970 અથવા hirenyogini@hotmail.com પર સંપર્ક કરી શકો છો.]

છેલ્લા ત્રણ દિવસથી રોજ બેંક ઑફિસરના હોદ્દા માટેનો ‘એપોઈન્ટમેન્ટ લેટર’ હાથમાં લઈને બેસી રહું છું. સરસ રીતે છપાયેલા આ કાગળ ઉપર ઉચ્ચ પદાધિકારીઓની સહી જોઈને રોમાંચિત થઈ જાઉં છું. જમણી તરફ ઘાટ્ટા લાલ અક્ષરોમાં દર્શાવેલ 20,000 રૂ.ના માસિક પગારની રકમ મારી આંખોને વારંવાર આકર્ષે છે. એ સાથે ક્રમમાં એચ.આર.એ., ડી.એ અને અન્ય પ્રકારના જુદા જુદા ભથ્થાઓની રકમનો સરવાળો કરીને અપાયેલ વાર્ષિક ‘પેકજ’ની માહિતી પર મારી નજર વારંવાર જઈ પહોંચે છે. કેટકેટલા સંઘર્ષો પછી મારા જીવનમાં આ સોનેરી તક આવી છે. અભ્યાસના દિવસોમાં રાતના ઉજાગરાઓ, પરીક્ષાની તૈયારી માટે કલાકો સુધીનું વાંચન, ઈન્ટરવ્યૂના જુદા જુદા તબક્કાઓ અને ઘણું બધું. ઊનાળાની ગરમીમાં તપ્ત થયેલી ધરતીને શીતળતા બક્ષવા જેમ વરસાદના વાદળો આવી પહોંચે તેમ એક દિવસ મને હેડઑફિસમાંથી ફોન આવે છે અને કહે છે : ‘You are selected for the post of accounts officer at our bank. Will you able to join us from this Monday ?’ વર્ષોનું સપનું જાણે ક્ષણમાં સાકાર થઈ ગયાનો અદ્દભુત અહેસાસ ! વિશ્વાસ જ નથી આવતો કે આ હકીકત છે કે સપનું ?

એપોઈન્ટમેન્ટનો કાગળ હાથમાં લઈને હું ક્ષણભર કલ્પનાની દુનિયામાં ખોવાઈ જાઉં છું. મારી એરકન્ડિશન્ડ કેબિનમાં રિવોલ્વિંગ ખુરશી પર હું બેઠી છું. મારા ટેબલ પર ફાઈલોનો ઢગલો છે. કોમ્પ્યુટરના એલ.સી.ડી સ્ક્રીન પરની માહિતી જોઈને હું ચેકોમાં ફટાફટ સહી કરી રહી છું. બેલની સ્વીચ દાબીને પટાવાળા પાસે કૉફી મંગાવું છું. ઑફિસના કર્મચારીઓ, ગ્રાહકો અને અધિકારીઓ મને મેડમ…મેડમ કહીને સંબોધી રહ્યા છે. મારી હાથ નીચેના માણસોની ભૂલ દેખાય કે તરત એમની બરાબર ખબર લઈ નાખું છું. જરૂરિયાતમંદો મારી પાસે લોનના કાગળ રજૂ કરીને મંજૂરી માટે આજીજી કરે છે. નમી ગયેલી ચશ્માની દાંડી સરખી કરીને હું એક નજરથી સામે બેઠેલા વ્યક્તિને માપી લેવાની કળા ધરાવું છું. મહિનાની પહેલી તારીખે ખાતામાં 20,000 રૂ. જમા થતા જોઈને આપ કમાઈના ગર્વથી મારી ગરદન ટટ્ટાર થઈ ઊઠે છે. હવે મારે ઑફિસેથી છૂટીને ચાલતા શાક લેવા જવાનું નથી. ડ્રાઈવર કાર લઈને સમયસર લેવા આવી પહોંચે છે. કિટીપાર્ટી, કલબો અને શૉપિંગમાં મન ફાવે એટલો ખર્ચ કરી શકું છું. આવતા મહિને મને પ્રમોશન મળશે…. કેટલો પગારવધારો થશે એની ગણતરી માંડવાની શરૂઆત કરું છું ત્યાં તો…

‘યોગિની, તું મારી વાત જરા સમજ. શાંતિથી વિચાર કર. આપણે ક્યાં જોબની જરૂર છે ?’ હિરેન બોલી ઊઠે છે.
‘તમને નહીં લાગતી હોય, મને તો જરૂરત લાગે છે. શું હું સ્ત્રી છું એટલે મને સ્વતંત્ર રીતે કમાવવાનો અધિકાર નથી ? આજકાલ કેટલી બધી સ્ત્રીઓ નોકરી કરે છે. પોતાના શોખ પૂરા કરીને કેવા ઠાઠમાઠથી રહે છે. તેઓના ઘરે હસબન્ડ તેમને નોકરી કરવા સામેથી પ્રોત્સાહિત કરે છે અને તમે આ જમાનામાં મને ના પાડી રહ્યા છો ? મને તમારી આટલી સંકુચિત મનોવૃત્તિ હશે એવી ખબર નહોતી, હિરેન.’ મારો આક્રોશ ભભૂકી ઊઠે છે.
‘તું જે સમજે છે એમ વાત નથી. જો મને વર્ષોથી ખાનગી બેંકમાં નોકરીનો અનુભવ છે એથી તેના તમામ સારા નબળા પાસાઓને હું સારી રીતે જાણું છું. તને ખબર છે ને કે કામની વ્યસ્તતાના દિવસોમાં હું જાણે મજૂર બની જાઉં છું ! આ ખાનગી બેંકો તમારી કોઈ શેહશરમ રાખતી નથી. એકવાર નોકરીમાં જોડાયા પછી સામાજિક જીવન કેવું છિન્નભિન્ન થઈ જાય છે તે મેં નજરે જોયું છે. હું નથી ઈચ્છતો કે તું આ સંઘર્ષમાં જોડાય…’
‘મને લાગે છે કે તમને મારી પ્રગતિની ઈર્ષ્યા આવે છે. તમારી બેંકમાં મને જોબ મળી શકે એમ છે એટલે તમે સંમત નથી થતા. રાત-દિવસ એક કરીને આજે મેં સફળતાનું શિખર સર કર્યું છે ત્યારે મારા સપનાઓ સાકાર થવાની આ નિર્ણાયક ઘડીએ તમે મને નિરુત્સાહ કરી રહ્યા છો ? મારા ભણતરનો અર્થ શું ? ઘરે બેસી રહીને ઠામ-વાસણ ઘસવા માટે મેં આટલી મહેનત કરી ?’ મારો ગુસ્સો બેકાબૂ બને છે.
‘મને ખબર હતી કે તને આવો જ વિચાર આવશે… હવે હું તને કંઈ સમજાવું એના કરતાં આપણા લગ્નજીવનના આટલા વર્ષોમાં હું જે રીતે મહેનત કરું છું અને જે પરિસ્થિતિઓમાંથી પસાર થયો છું એના વિશે તું સારી રીતે વિચાર કરી જોજે. તારી આસપાસ નોકરી કરતી સ્ત્રીઓના જીવનમાં ડોકિયું કરીને જોજે એટલે સઘળું તને આપોઆપ સમજાઈ જશે. પત્રનો જવાબ આપવા માટે તારી પાસે આજનો દિવસ છે. બધા જ પાસાઓ પર યોગ્ય વિચાર કરીને તને જેમ ઠીક લાગે તેમ કર. તું જે નિર્ણય લઈશ એમાં મારો તને સંપૂર્ણ સહકાર રહેશે, બસ ? Wish you all the best. મારે આજે ચેકિંગમાં બહારગામ જવાનું છે અને ટ્રેનનો સમય થવા આવ્યો છે. હું નીકળું છું. શાંત ચિત્તે મારી વાત પર વિચાર કરજે.’ કહી હિરેન મારું ચઢેલું મોં જોઈને ચાલ્યો ગયો.

કાગળ હાથમાં લઈને ફરી હું અતિતમાં ખોવાઈ જાઉં છું. બી.કૉમ-એલ.એલ.બી પૂરું કરીને લગ્ન થતાં હું સાસરે આવી. લગ્ન પછી તુરંત એમને નોકરીમાં બદલી થતાં અમે બંને એકલાં આ નવા શહેરમાં આવી ચઢ્યાં. હું ખૂબ ખુશ હતી. ગૃહસ્થજીવનના સપનાઓ સાકાર કરતાં આ નવું ઘર ગોઠવવામાં શરૂઆતના મહિનાઓ તો આમ જ નીકળી ગયાં. સવારે એ ટિફિન લઈને બેંકમાં જાય પછી આમ તો હું સાવ એકલી પરંતુ આ નવા ઘરમાં નાનુ-મોટું કામ એવું ચાલે કે સવારની સાંજ ક્યારે પડી એની મને ખબર જ ન રહે ! દીવાનખંડને વ્યવસ્થિત ગોઠવવાનો, રસોડાની સાફસફાઈ, જરૂરી મસાલાઓ સાફ કરવાના, માળીને બોલાવીને ફૂલછોડ સરખા કરાવવાના, નળનો સમય સાચવવાનો અને નાની-મોટી ખરીદી તો જુદી. પોસ્ટઑફિસથી લઈને પ્રોવિઝન સ્ટોર સુધીના અગત્યનાં કામો મારે સંભાળવાના. રજાનો એક રવિવાર તો ક્યાંય પૂરો થઈ જતો. ક્યારેક નવી વાનગીઓ બનાવું તો ક્યારેક નવરાશની પળોમાં સરસ મજાનું ટેબલકલોથ ગૂંથી લઉં. વળી, સગાવહાલામાં કોઈનું લગ્ન આવે એટલે એની તૈયારીઓ. વચ્ચે મન થાય ત્યારે એક-બે દિવસ પિયર રહી આવું. આ બધી દોડાદોડ વચ્ચે જ્યારે બહારગામથી આવેલા મહેમાનો અમારા ઘરની સ્વચ્છતા અને આગતાસ્વાગતા વિશે પ્રશંસાના બે શબ્દો કહે ત્યારે મારું મન પ્રસન્નતા અને સંતોષથી ભરાઈ જતું. આમને આમ આનંદથી મારો સમય પસાર થતો રહેતો.

પરંતુ કહેવાય છે ને કે માણસને સુખની કિંમત નથી હોતી. પોતાની પાસે જે કંઈ હોય એ તેને ઓછું જ લાગે છે. માણસને હંમેશા સામે કિનારે જ સાચું સુખ દેખાય છે. શું મારી બાબતમાં પણ એવું જ થયું હશે ? સમય વીતતાં ઘર હવે વ્યવસ્થિત ગોઠવાઈ ગયું હતું. હિરેનનો પગાર વધતાં અમે જરૂરી તમામ ભૌતિક ઉપકરણો વસાવી લીધા હતા. આથી, હવે મારી પાસે ઘણો ફાજલ સમય રહેવા લાગ્યો. નવરાશની પળોમાં હું કંઈક વાંચુ અથવા કોઈ સારી ટી.વી. સિરિયલ જોઈને સમય પસાર કરી લઉં. તેમ છતાં મને કોઈ વાતનો કંટાળો નહોતો. પરંતુ એક દિવસ મારી એક સખીને લગ્ન પછી અભ્યાસ કરતી જોઈને મનેય આગળ ભણવાનું મન થઈ આવ્યું. મને થયું કે હું પણ એમ.કોમની એક્ષ્ટર્નલ પરીક્ષા આપી દઉં. જો કે તેનો કોઈ ઉપયોગ નહોતો પરંતુ મારે આ નવા શહેરમાં સમય પસાર કરવા કંઈક કરવું હતું. હિરેને મારા આ વિચારને વધાવતાં તરત મને કૉલેજમાંથી ફોર્મ લાવી આપ્યું. આમ, ઘરકામ સાથે અભ્યાસ કરતાં જોતજોતામાં વર્ષો પસાર થવા લાગ્યા. પરીક્ષામાં સારા માર્ક્સે ઉતીર્ણ થઈને મેં માસ્ટર ડિગ્રી મેળવી. એ સમયે ઉત્સાહમાં આવીને મેં ઈન્શ્યોરન્સ અને બેન્કિંગની પરીક્ષા પણ આપી દીધી અને સદનસીબે એમાં પણ હું સારા ટકાએ પાસ થઈ ગઈ. એક દિવસ જ્યારે એમની જ બૅન્કનો કૉલ લેટર આવ્યો ત્યારે મને પણ નોકરી કરવાની ઈચ્છા થઈ આવી. મેં હિરેનને સૌપ્રથમવાર આ વાત કહી ત્યારે પણ એમણે આ બાબતે અનિચ્છા દર્શાવી. એમનો કોઈ દબાવ નહોતો પરંતુ એમની ઈચ્છાને અવગણવી એ મને ગમતું નહીં. મને હતું કે હું એમને પછી મનાવી લઈશ. હમણાં થોડા સમય પહેલાં હું પિયર રહેવા ગઈ ત્યારે ત્યાંથી ઈન્ટરવ્યૂ આપી આવી. છેવટે, પસંદગી થતાં આ એપોઈન્ટમેન્ટનો કાગળ મારા હાથમાં આવી પહોંચ્યો. બધું એટલું ફટાફટ થઈ ગયું કે ખુદ મને જ કશું વિચારવાનો સમય ન રહ્યો.

છેલ્લા બે દિવસથી તો હું નોકરીના સપનાઓમાં જ ખોવાયેલી રહું છું. પરંતુ આજે આટલું વિચાર્યા પછી અચાનક મને થાય છે કે ફરી ભણવાની શરૂઆત તો મેં ફક્ત આનંદથી સમય પસાર કરવા માટે જ કરી હતી. આ નોકરીનો વિચાર મને ક્યાંથી ઘેરી વળ્યો ? હજી સુધી હિરેને મને કોઈ બાબતમાં સહકાર ન આપ્યો હોય એમ નથી બન્યું. પરંતુ આજે એ ના પાડી રહ્યા છે તો જરૂર એમની વાતમાં કોઈ તથ્ય હોવું જોઈએ. મારે એકદમ ઉતાવળીયો નિર્ણય ન કરવો જોઈએ. જીવનના અન્ય પાસાઓ પર એકવાર ધ્યાનપૂર્વક વિચારી લેવું જોઈએ. એક દષ્ટિએ વિચારું છું તો લાગે છે કે હું મારા જીવનથી સુખી અને સંતુષ્ટ છું. ઘરમાં એવી કોઈ આર્થિક જરૂરિયાત નથી. હિરેનની આવક ઘરમાં પૂરતી થઈ રહે છે અને થોડીઘણી બચત પણ કરી લઈએ છીએ. પરંતુ હજી આ વાત મારા મનમાં બરાબર સ્થિર થાય એ પહેલાં દરિયાના મોજાંની જેમ એક બીજો આદમકદનો વિચાર મારા મનમાં જબરદસ્તીથી ધસી આવે છે કે : તો પછી મારા ભણતરની કિંમત શું ? મારી કેરિયરનું શું ? મારે ઘરકામમાં જ જીવન વીતાવવાનું ? હું સ્ત્રી છું તેથી મારે પોતાની કોઈ વૈચારિક સ્વતંત્રતા જ નહીં ? એકવીસમી સદીમાં પણ સ્ત્રીઓની આવી હાલત ! એમના બધા મિત્રોની પત્નીઓ નોકરી કરે છે અને ફૂલફટાક થઈને ફરે છે, તો પછી આ બંધન મારે એકલાને શા સારું ? પેલા મિસિસ ચૌધરી આ વખતે યુરોપની ટુર પર જવાના છે. મિસિસ દેસાઈએ આ વર્ષે પોતાની અલગ કાર ખરીદી. મિસિસ દિક્ષિત તો આ વર્ષે મૅનેજર બની જશે. મારા નસીબમાં આવી કોઈ પદવીઓ નહીં ?…… ચિત્તમાં આજે બરાબર ઉથલપાથલ મચી છે. સમજ નથી પડતી શું સાચું છે અને શું ખોટું છે. બપોર થવા આવી. વિચારોના થાકથી હવે આંખો ઘેરાવા લાગી છે. એમ થાય છે કે થોડી વાર આરામ કરી લઉં. પલંગ પર પડતાંની સાથે આંખો મિંચાઈ જાય છે.

અચાનક ડોરબેલ રણકી ઊઠે છે. જાગીને જોઉં છું તો ઘડિયાળમાં સાંજના પાંચ વાગ્યા છે. મન હવે પહેલાં કરતાં જરા શાંત થયું છે. અત્યારે કોણ હશે ? બારણું ખોલીને જોયું તો અમારા પાડોશી રેખાબેન.
‘તૈયાર છો ને ? આવો છો ને ચાલવા ?’
‘ના. આજે જરા મૂડ નથી. તમે લોકો જઈ આવો. આમ પણ હું હમણાં જ ઊઠી. હજુ ચા પીવાની બાકી છે.’ મેં આળસ મરડીને જવાબ આપ્યો.
‘ઠીક ત્યારે. ચાલો અમે જઈએ….’ રેખાબેને સ્મિત સાથે વિદાય લીધી.
‘એક….એક… મિનિટ રેખાબેન…. એક વાત પૂછું ?’ અચાનક મારાથી બોલી જવાયું.
‘હા…હા બોલોને બેન, એમાં કંઈ પૂછવાનું હોય !…. ’ રેખાબેન રોકાયા.
‘તમે આટલા ‘કવોલીફાઈડ’ છો તો પછી જોબ કેમ નથી કરતાં ?’ મેં સંકોચથી પૂછયું.
‘લો ! આટલી સરળ વાત ! એટલા માટે કે મારા પરિવારને મારી જરૂર છે. બાળકોને મારે પૂરતો સમય આપવો છે અને તેઓને શિક્ષણ સાથે કેળવણી આપવી છે. મને આર્થિક કોઈ મુશ્કેલી નથી પછી હું શા માટે જોબ કરું ? આમેય જોબ કરીને બમણી કમાણી કરીએ એટલે મોંઘી વસ્તુઓ લાવવાનું મન થાય એટલે સરવાળે ખરચા તો એટલા વધે જ. એના કરતાં ઓછી જરૂરિયાતોમાં આપણે સંતોષથી જીવી શકીએ એના જેવું રૂડું શું ?’ રેખાબેનની વાણીમાં આત્મીયતા વર્તાતી હતી.
‘પરંતુ રેખાબેન, તો પછી તમારી ડિગ્રીઓનો અર્થ શું ?’
‘અરે ! ડિગ્રીઓનો અર્થ કેમ નહિ ? ઉચ્ચ અભ્યાસથી માણસના જ્ઞાનની દિશાઓ ખૂલે છે. હું મારા બાળકોને લેસન ઘરે જ કરાવી લઉં છું. મને ટ્યુશન રાખવાની કોઈ આવશ્યકતા નથી. ઉલટાનું, ઘરકામથી પરવારીને હું આસપાસના બાળકોને મફતમાં ભણવા બોલવી લઉં છું. મારી આવડતથી સમાજને હું મદદરૂપ થવા કોશિશ કરું છું. આપણી સોસાયટીની માસિક પત્રિકામાં નિયમિત કૉલમ લખું છું અને સાથે ઈતરવાંચન પણ ખૂબ કરું છું. ડિગ્રીઓની સાર્થકતા શું એક માત્ર નોકરીને આધારે જ રહેલી છે ?’ કહી રેખાબેન મારો ખભો થપથપાવી હસીને ચાલ્યાં ગયાં.

ક્ષણભર તો હું સ્તબ્ધ બની એમને જતા જોઈ રહી. વીજળીના ચમકારે જેમ મોતી પરોવાઈ જાય તેમ ‘ડિગ્રીની સાર્થકતા શું એક માત્ર નોકરીને આધારે જ રહેલી છે?’ એ વાક્યએ મારી વિચારધારા પર મરણતોલ પ્રહાર કર્યો. ડામાડોળ થતા મારા ચિત્તની તમામ ઉથલપાથલો એક ઘડીમાં શાંત થઈ ગઈ અને જીવનનું સત્ય સપાટી પર ઉપસી આવ્યું. મનમાં રહેલા સંસ્કારોમાં જાણે ચૈતન્ય પ્રગટ્યું. મને સમજાઈ ગયું કે શિક્ષણનો અર્થ પોતાના રોજિંદા કામોને તુચ્છ માનવામાં નથી બલ્કે એને વધારે સારી અને યોગ્ય રીતે કરવામાં છે. મને થયું કે ભણતર ફક્ત પોતાની જરૂરિયાતો સંતોષવાનું સાધન ન બની રહેતા સમાજની જરૂરિયાતોને સમજવામાં પણ ઉપયોગી થવું જોઈએ. ઉચ્ચ શિક્ષણનો ઉપયોગ કરીને ભૌતિક સુખ-સાધનો મેળવવાની આ કેવી દોડમાં હું સપડાઈ ગઈ હતી ? મને આત્મસંકોચ થયો. મમ્મી એ તો મને નાનપણથી ઓછી જરૂરિયાતો સાથે રહેવાનું શીખવ્યું હતું. આજે મને જે મળ્યું છે તે મારી અપેક્ષા અને જરૂરિયાતો કરતાં કેટલાય ઘણું વધારે છે. ખરેખર, મારે નોકરી માટે જિદ નહોતી કરવી જોઈતી.

મને રેખાબેનની વાત ધ્યાનપૂર્વક વિચારતા એમ લાગે છે કે મારા જેવા કેટલાય સાધનસંપન્ન કુટુંબની સ્ત્રીઓ સ્વતંત્રતાને નામે જો નોકરી કરવા લાગશે તો સમાજમાં બેકારી બમણી થશે. કૉલેજમાંથી ડિગ્રી લઈને બહાર નીકળતા નવયુવાનની આંખમાં કેટકેટલાય સપનાંઓ હશે….એને લગ્ન કરીને સંસાર માંડવાનો હશે….આપ કમાઈથી ભાઈ-બેનને પરણાવવાના હશે…. કદાચ કોઈ કુટુંબની આવકનો એકમાત્ર આધાર હશે…… મારા જેવા લોકો ડિગ્રી અને આવડતના જોરે કેવળ દેખાડો કરવા માટે નોકરી મેળવશે તો પછી જેને ઘર માટે સખત જરૂરિયાત છે એવા કેટલાય આશાસ્પદ યુવાનો તો રખડી જ પડશે ને ? આજકાલ આર્થિક રીતે સદ્ધર કુટુંબની મારા જેવી કેટલીયે સ્ત્રીઓ પોતાનો મોજશોખ પૂરો કરવા, સમય પસાર કરવા કે સામાજિક દરજ્જો વધારવાના હેતુથી નોકરીઓમાં જોડાય છે. પોતાનો અહં પોષવા માટે કરવામાં આવતી જૉબમાં આવા બિનજરૂરી લોકોનું પ્રમાણ સતત વધતું રહે છે. ડિગ્રીઓની સાર્થકતા એક માત્ર નોકરી મેળવવાથી થતી નથી એ વાત અક્ષરસ: સાચી લાગે છે. બેકારીનું કારણ વસ્તીવધારાની સાથે એક આ પણ હોવું જોઈએ.

આજે મોર્ડન માતા-પિતા નાનપણથી પોતાની દીકરીને પગભર થવાની હિમાયત કરે છે. કૉલેજ બાદ નોકરી શોધીને આવી કેટલીયે દીકરીઓ માતાપિતા પાસેથી હાથખર્ચીનો પૈસો ન લીધાનો ગર્વ અનુભવે છે. માવતરોને સંતાનોની આ સિદ્ધિ માટે માન ઉપજે છે. આ પ્રવાહમાં શ્રીમંત કુટુંબની દીકરીઓ પણ જોડાય છે અને કેટલાય ઘરોમાં ખર્ચની જરૂરિયાત કરતાં આવકનો બમણો જથ્થો ભેગો થાય છે. આ રકમનો ઉપયોગ ક્યાં થાય છે ? મૉલ, મલ્ટિપ્લેક્સ અને મોજશોખમાં. એક જ ઘરમાં બે ટી.વી., બે કાર અને બીજું ઘણું બધું. આપણો સમાજ આ રસ્તે ભૌતિકવાદની ગર્તામાં ધકેલાય છે. એક તરફ બેકારી વધે છે અને બીજી તરફ મોજમસ્તીની છોળો ઊડે છે ! ઘરનો પગાર માસિક રૂ. 40,000 થી પણ વધી જાય તોય કોઈના મોં પર સંતોષની નાનીસરખી રેખા દેખાતી નથી. ‘આટલું તો હવે જોઈશે જ !’ એવો સિદ્ધાંત દ્રઢ થતો જાય છે. બધાને પોતપોતાની રીતે કમાઈ લેવાનું શીખવાડ્યું હોવાથી પરિવારમાં સ્નેહનો તંતુ વિકસવાની જગ્યાએ એકબીજાના પદનો અહંકાર ટકરાય છે. ઓછી આવકવાળો ઘરનો સદસ્ય આપણને ‘બિચારો’ લાગવા માંડે છે ! સૌને ફક્ત આવક અને ડિગ્રીઓના તોલે માપવામાં આવે છે. તેમાંય સ્ત્રી જો કમાતી હોય તો લોકો એને ‘સ્માર્ટ’ અને ‘એકટિવ’ માને છે. જે ઘરમાં આર્થિક મુશ્કેલી હોય ત્યાં ઘરને મદદ કરવાના હેતુથી મહિલાઓ નોકરી કરે એ તો પ્રશંસનીય છે પરંતુ ગૃહિણી બની રહેવામાં શરમ અનુભવવાને કારણે નોકરીનો માર્ગ લેનારો વર્ગ હવે નાનોસૂનો નથી રહ્યો. ઘર ચલાવવા માટે પતિ પાસેથી જરૂરી રકમ લેવામાં જો સ્ત્રી પરતંત્રતા અનુભવતી હોય તો એવા જીવનને દાંપત્યજીવન ન ગણતાં ભાગીદારી પેઢી જ ગણવી જોઈએ. સમાજમાં જે ઐશ્વર્યનું અધિક પ્રદર્શન કરી શકે છે તેઓને સફળ ગણવામાં આવે છે. ઘરની સ્વચ્છતા, ઘરને સજાવવું, મહેમાનોની આગતાસ્વાગતા કરવી, તહેવારોનો સપરિવાર આનંદ માણવો, બાળકોને કેળવણી આપવી, વધારાના સમયમાં ઈતર વાંચન કરવું – એ બધું તો જાણે હવે કોઈ ગણનામાં જ નથી. જેની પર આપણી આખી સંસ્કૃતિ ઊભી છે તે અચાનક સાવ આટલું નકામું કેવી રીતે થઈ ગયું ?

મને થાય છે કે શું સ્ત્રી નોકરી કરે તો જ એ સ્વતંત્ર ? એ રૂપિયાનો ઢગલો લાવે એટલે મહાન ? જરૂરિયાતથી અધિક પૈસો મેળવવામાં સંઘર્ષ કર્યો એટલે શું એ આદર્શ મહિલા બની ગઈ ? જો આપણે જોબ મેળવવાને સફળતાનો માપદંડ ગણીને ચાલીએ તો તો આપણી બે પેઢી અગાઉ જીવી ગયેલા દાદીમા-નાનીમાના જીવનને નિષ્ફળ કહેવું પડે ! હકીકતે તો એમ વિચારવું જોઈએ કે જે હૂંફ, આત્મીયતા અને જીવનનું માર્ગદર્શન આપણે એમની પાસેથી મેળવી શક્યા છીએ એટલું આવનારી નોકરી કરતી પેઢીઓના નસીબમાં હશે કે કેમ તે એક સવાલ છે. લોકો એમ માને છે કે આપણે ખૂબ પૈસા કમાઈએ તો સમાજની સેવા કરી શકીએ, પરંતુ એ નથી વિચારતા કે યોગ્ય સમયે ખસી જઈને એક જરૂરિયાતમંદ વ્યક્તિને નોકરી મેળવવામાં સહાય કરવી એ મોટી સમાજસેવા છે. આર્થિક રીતે સદ્ધર કુટુંબોએ આ બાબતે પહેલ કરવી જોઈએ. ઘરે બેસીને કરવાનાં અનેક કામો છે. પરંતુ શું થાય ? ઉપભોક્તાવાદનો પ્રવાહ એટલો ધસમસતો છે કે તેમાં શું યોગ્ય અને શું અયોગ્ય એ વિચારવાનો સમય પણ કોઈની પાસે નથી. ઘાંચીના બળદની જેમ આજનો વ્યસ્ત માનવી નિરંતર ફર્યા જ કરે છે. એને લાગે છે કે બસ, આ જ જીવન છે ! થોડો સમય ખુદ હું પોતે એમાં ખેંચાઈ ગઈ હતી પરંતુ આજે મને સાચી વાતનો અહેસાસ થાય છે.

હવે મારી નજર સામે પેલા મિસિસ દેસાઈ અને મિસિસ દિક્ષિતના જીવનના બીજાં પાસાઓ પણ તરવરે છે. એમની પાસે કોઈ સામાજીક પ્રસંગ મહાલવાનો સમય નથી. લગ્નપ્રસંગે ઘડિયાળના કાંટે પ્લેનમાંથી ઊતરવાનું અને ઔપચારિક રીતે વર-વધૂને ચાંલ્લો પકડાવીને ચાલ્યા જવાનું. લોકો એમને જોતા રહે છે કારણ કે તેઓ સફળ ગણાય છે. આપણે ઘરકામ કરીએ એટલે ‘મણીબેન’ માં ખપી જઈએ ! હું વિચાર કરું છું કે શું સુખ છે એમના જીવનમાં ? નથી એમને તહેવારોનો આનંદ કે નથી પરિવારનું સાન્નિધ્ય. ઊંચી પદવીઓ વચ્ચે બેશુમાર જવાબદારીઓથી તેઓ લદાયેલા છે. એમનું ઘર તો જાણે એક ધર્મશાળા છે ! પીઝા અને પાસ્તા ખાઈને પથારીમાં પડે છે અને સવાર પડતાની સાથે દોડવા લાગે છે. એમની બોલીમાં આદ્યુનિક શબ્દો અને સ્ટાઈલ છે પણ રેખાબેન જેવી આત્મીયતા ક્યાં છે ?

એકવાર હું અને હિરેન તેમના બૉસ પટેલ સાહેબના ઘર પાસેથી પસાર થતાં તેમને મળવા ગયા. પહેલી નજરે તો હું ઘર જોઈને થોડું અંજાઈ ગઈ. વિશાળ દીવાનખંડ, રેક્ઝીનના સોફાસેટ, મોંઘા ગાલીચાઓ, મખમલના તકીયાઓ. સામેની તરફ પ્લાઝમા ટીવી સેટ અને મ્યુઝીક સિસ્ટમ. આહા ! શી ભવ્યતા ! શો રાજાશાહી ઠાઠ ! પરંતુ થોડી જ વારમાં સમજાઈ ગયું કે આ ઠાઠ વચ્ચે માણસાઈ તો સાવ દબાઈ ગઈ હતી. તેઓને ન તો કોઈના આવ્યાનો ઉમળકો હતો કે ન કોઈ લાગણી. ટીવી એકલું બોલ બોલ કરતું હતું અને માણસો સૌ ચૂપ ! અમારા કરતાં મોબાઈલ એમની વધારે નજીક હતો. એક પછી એક ફોન પર તેમની વ્યસ્તતા જોઈને થયું કે માણસને ઘરમાં પણ નિરાંત નહીં ? એમનાં શ્રીમતીજી તો એથીયે બે ડગલા આગળ. થોડી વારે ઊભા થઈને કહે : ‘I am so sleepy….. I am sorry… I have some meetings tomorrow. You please enjoy… I am going for sleep’ કહીને બેધડક પોતાના બેડરૂમ તરફ જતા રહ્યા. એમની દોઢ વર્ષની બાળકી ‘કેસેટ-પ્લેયર’ સામું જોઈ તેમાં વાગતી અંગ્રેજી કવિતાઓ સાંભળ્યા કરે. આ દંપતિનું કહેવું એમ છે કે તે અત્યારથી બધું જાતે શીખી જાય તો એને એડમિશનમાં તકલીફ ના પડે. એ માસૂમ બાળકીની હાલત જોઈને મને થયું કે ‘બેટા, તારી મમ્મી તને ખોળામાં બેસાડીને તેલ નાખે એવા નસીબ લઈને તું નથી જન્મી !’ તેને ન કોઈ સ્નેહનો સ્પર્શ કે ન તો પરિવારનો પ્રેમ. બંનેનો માસિક પગાર એક લાખથી પણ વધારે એટલે પરિચિતજનોમાં એમનો ભારે આદર પરંતુ અંદરનું જીવન સાવ ખોખલું. મને મારી મમ્મીએ કહેલું વાક્ય યાદ આવ્યું કે ‘બેટા, માણસે ભવ્યતાની પણ એક કિંમત ચૂકવવી પડતી હોય છે.’

મલ્ટિનેશનલ કંપનીઓ અને ખાનગી બેંકોના આ જમાનામાં હું હિરેન ને જે રીતે દિવસ-રાત કામ કરતા જોઉં છું એ પરથી લાગે છે કે મારે જો એ રીતે કામ કરવું પડે તો છેવટે અમારું ઘર પણ ઘર ન રહેતાં ધર્મશાળા જ બની રહે ! પછી કોઈને સાથે બેસી જમવાનો કે સંવાદનો સમય જ ન રહે. આ તે કેવી પ્રગતિ ? આ કેવી સ્વતંત્રતા ? વાદળો હટી જતાં જેમ આકાશ સ્વચ્છ અને નિભ્રાંત બને એમ મારા મનની તમામ સમસ્યાઓનો ઉકેલ આવી જતાં મને સમજાય છે કે જેટલા માનની હકદાર સમાજમાં ઊંચી પદવી ધરાવતી બહેનો છે એનાથીય કેટલાગણી વધુ માનની હકદાર એક ગૃહિણી છે – જે ઘરને ધર્મશાળા બનતું અટકાવે છે. સારું થયું કે મેં કોઈ ઉતાવળીયું પગલું ન ભર્યું, નહીં તો ભવિષ્યમાં સંતાનની કેળવણીના પ્રશ્ને તો સાવ મીંડું વળી જાત. મારે નથી જોઈતી આવી સ્વતંત્રતા. મારા માટે મારા પરિવારજનોની આત્મીયતા અને પતિની હૂંફ એ જ મારી કમાણી છે. મારી પાસે જેટલું છે એટલું હું શાંતિથી અને સ્વસ્થતાથી ભોગવી શકું તો પણ બસ છે. જે છે તેમાં હું સંતુષ્ટ છું. હવે મારા માટે શિક્ષણનો હેતુ છે મારી આસપાસના લોકોને મદદરૂપ થવાનો, નહિ કે પોતાના સ્વાર્થ માટે તેનો ઉપયોગ કરવાનો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે.

વિચારોને વિચારોમાં ક્યારે રાત પડી ગઈ તેનો ખ્યાલ જ ન રહ્યો. ડૉરબેલ રણક્યો એટલે પહેલાંની જેમ સ્ફૂર્તિથી ઊભા થઈને મેં બારણું ખોલ્યું. હિરેનને જોઈ ચહેરા પર સ્મિત ફરક્યું અને શરમથી મારી નજર ઝૂકી ગઈ. તેઓ મારા ચહેરાના ભાવને પામી ગયા હોય એમ હસીને બોલ્યા : ‘ચલો, આખરે મેડમનું હૃદયપરિવર્તન થયું ખરું !’
મેં એમના ખભે માથું ઢાળીને કહ્યું : ‘હૃદયથી વિચાર્યું એટલે પરિવર્તન તો થવાનું જ ને !’ એમ બોલી મેં પેલો એપોઈન્ટમેન્ટનો કાગળ કચરાની ટોપલીમાં પધરાવી દીધો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુગંધી પુષ્પગુચ્છ – સંકલિત
બાલી ટાપુની સફરે – સુવર્ણા અરવિંદ પારેખ Next »   

54 પ્રતિભાવો : હૃદયપરિવર્તન – યોગિની જોષી

 1. nayan panchal says:

  સરસ લેખ.

  દરેક માણસ પોતાની priorities પ્રમાણે જીવે છે. પોતાની પ્રાથમિકતા નક્કી કરવાની દરેકને છૂટ છે.આવા લેખ પોતાની પ્રાથમિકતા નક્કી કરવા માટે માર્ગદર્શક બની રહે છે. આપણા મૃગેશભાઈએ પણ પોતાની પ્રાથમિકતા નક્કી કરી અને સંપૂર્ણપણે રીડગુજરાતીને સમર્પિત થઈ ગયા. મૃગેશભાઈ તમારા અનુભવો જણાવવા નમ્ર વિનંતી.

  લેખિકાની માત્ર એ વાત સાથે અસંમત કે સુખી ઘરની સ્ત્રીઓએ નોકરી ન કરીને કોઈ વધારે જરૂરતમંદ માણસ માટે જગા કરી આપવી જોઇએ. લેખિકાની ઉદાત્ત ભાવનાની કદર કરું છું પણ પોતાની લાયકાતને આધારે લોકો જોઇતી નોકરી મેળવી જ લે છે. હા, તમારા ઉપભોક્તાવાદ, આત્મીયતા વગેરેને લગતા વિચારો સાથે સહમત.

  નયન

  “ઉચ્ચ અભ્યાસથી માણસના જ્ઞાનની દિશાઓ ખૂલે છે. ડિગ્રીઓની સાર્થકતા શું એક માત્ર નોકરીને આધારે જ રહેલી છે ?”

 2. Niraj says:

  ખુબ જ સરસ…

 3. nayan panchal says:

  વધુ એક વાત,

  અત્યારે ભારતમાં IT, Banking અને BPOની બોલબાલા છે. નવયુવાનોમાં ખાસ કરીને એવો ટ્રેન્ડ વધી રહ્યો છે કે તેમની ભાવિ પત્ની પણ કમાતી હોય, જેથી lifestyle મેઇન્ટેન થઈ શકે. ખર્ચા તો ઓછા થઈ શકે એમ નથી તેથી કમાણી વધારવી રહી. હું પોતે પણ માત્ર વધુ પૈસા કમાવવાના હેતુથી જ ઘરથી દૂર બીજા દેશમાં રહું છું અને તેની કિંમત પણ ચૂકવુ છું.

  આ લેખ માત્ર સ્ત્રીઓ માટે જ નહી પણ મારા જેવા યુવકો માટે પણ માર્ગદર્શક બની રહેશે.

  આભાર,

  નયન

 4. જીતેન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ.
  લેખકે આપણા સમાજની બહેનોની ખુબ જ મોટી ગેરસમજ દુર કરવાની કોશિશ કરી છે.

 5. Paresh says:

  ખુબ જ સરસ લેખ. નયનભાઈએ સાચી વાત કહી, પરદેશ કમાવવા ગયેલ પણ તેની કિંમત ચૂકવી રહ્યા છે. તેમની નિખાલસતાને સલામ. સંતોષ અને સહનશીલતા (Tolerance) સમાજમાંથી ભયજનક રીતે ઘટી રહ્યા છે. તેની પણ કિંમત ચૂકવવી પડશે, ક્યારેક!

 6. Meghana Shah says:

  Nice story.But sorry to say I do not agree with the concept.Even I am married and doing job and handling everything.Job does not means fulltime 10:00 to 7:00.One can do part time job also and can handle everything.
  By doing job one can increase her knowledge.
  Bcos I think when u r young and when ur children are small u do not realize this but when they have their job — “jeevan ma ek khalipo lage che”.and we can take leave from job for our social matters.
  but i think if u have knowledge and degree then one should do job.In job u meet diffrent people of different religion,u get chance to know about their religion also.

 7. આજની પેઢીના સ્ત્રી-પુરુષ બન્ને ને માટે ખુબ જ ઉત્તમ અને અનન્ય માર્ગદર્શક લેખ …

  અને ખાસ તો એક્દમ સુયોગ્ય સમયે .. !!

  ખુબ સરસ ..

 8. Maitri Jhaveri says:

  Nice writting skills, but I don’t agree with thoughts…
  Doing a job doesn’t mean ignoring social life or values..
  Job સાથે પણ ઘર મટે સમય ફાળ્વી શકાય છે..
  Thing is it depends on individual’s choice of living life & satisfaction.
  Person can sit at home after studying so hard if she is satisfied that way.
  And about earning more than required, you can always spend money for good cause- serving, helping poor people, children..
  Anyway, everyone has different opinion..

 9. આ એક લેખ મને લાગે છે કે યુવાપેઢી દ્વારા વધુ ને વધુ વંચાવો જોઇએ .. !!

  પ્રતિભાવ આપવો જરૂરી નથી પરંતુ જો આમાંની બધી નહિ તોયે ઘણી વાતો એવી છે કે હાલતુરંત ભલે નહિ છતાં ભવિષ્યમાં પણ જો યાદ આવે અને એનું મહત્વ સમજાય તો મને લાગે છે કે એ વ્યક્તિ દ્વારા આ લેખનું વાંચન પોતાની યથાર્થતા સાબિત કરશે .. અને દરેક વ્યક્તિ જેણે આ લેખ વાચ્યો હોય અને જ્યારે પણ એને એમાંની વાતો સમજાશે ત્યારે યોગિનીબેનના અનુભવનું આ અમૃત પોતાની અસરકારકતા અને સાર્થકતા સાબિત કરશે … !!!

 10. jahnavi mehta says:

  યોગિનિબહેને મારા મત મુજબ યોગ્ય જ પગલું ભર્યું છે. હું માનું છું કે કુટુંબ અને કારકિર્દી બંનેમાંથી જો પસંદગી કરવાની આવે તો સ્ત્રીએ કુટુંબની પ્રાથમિક્તા પર પહેલો વિચાર કરવો જોઇએ. આમ પણ સંતાનોનાં જીવન અને કેળવ્ણીમાં માતાથી વધારે કોણ મહત્વનો ભાગ ભજવી શકે છે?
  પણ હું એ વિચાર સાથે સહમત નથી કે શ્રીમંત કુટુંબની દિકરી કે વહુઓએ પોતાને મળતી તકો જવા દેવી જોઇએ. જો પરિવારને અનુકુળ અને અનુરુપ હોય તો દરેક સ્ત્રીએ ગ્રુહ્કાર્ય ઉપરાંત અન્ય પ્રવૃતિ સાથે સંક્ળાવું જોઇએ.

 11. અહિં મને લાગે છે કે મારી સમજ પ્રમાણે અમુક વાતોને Highlight કરું .. જેને કદાચ ઉપરની કમેન્ટ કરતી વખતે બહેનો એ એટલી ધ્યાનમાં નથી લીધી..

  અહીં ભણતરની સાર્થકતા ફક્ત નોકરી કરીને પૈસા કમાવામાં નથી એ જણાવ્યું છે ..

  અને કોઇએ જ નોકરી ન કરવી એવું પણ બિલકુલ નથી કહ્યું પણ જે ઘરમાં આરામથી સંતોષપૂર્વક એક પગારમાંથી ચાલી જાય એવું હોય ત્યાં પણ બમણો પગાર ભેગો કરી, બાળકોને રઝળતા રાખી, નોકરી કરવામાં આવે તેને માટે વાત કરી છે …

  બીજી બહુ જ મહત્વની વાત એ કે ફક્ત છોકરીઓને સંબોધી ને વાત કહેવામાં નથી આવી .. એવું નથી કે એક સ્ત્રી દ્વારા લખાઈ છે અને પાત્ર પણ એક સ્ત્રી છે તો ફક્ત એમને જ સંબોધીને કહેવાયું છે .. આ લેખમાં કહેવાયેલી વાત આજના પુરુષો પણ એટલી જ લાગુ પડે છે જેટલી સ્ત્રીઓને…

 12. Nupoor Mehta says:

  I completely agree with the thoughts of this article. But, there is also a bitter reality of the society, it does not respect homemakers much, because criteria for being successful has been changed.

  Thank You Mrs. Yogita… I personally admire your article !!!!!

  Nupoor Mehta
  A Homemaker and a 2007 dentistry graduate

 13. Krunal Choksi, NC says:

  well my mom is a microbiologist….n she used to work before wedding…. but she quit the job and that is the reason……today me and my sister are building up good career….. as she took care of us……
  I am really proud of my mom……

  Nice article….

 14. Hiral Thaker "Vasantiful" says:

  ખરે ખાર ખુબ જ સરસ, વીચારવા લાયક લેખ.ુ

 15. Kanan says:

  Though I am working full time for time being, I agree with Author, We’re getting in to this disturbing trend of husband and wife both working full time. Whats more distrubing is the line of thinking that only womon without any skillsets remains homemakers and also society sees taking care of home and kids as some sort of derogatory work. I have spent one year as homemaker and I can clearly see that I am not able to pay attention to household tasks as I used to when I was home all the time. Also I have observed that professional parents miss out to see their kids growing. One of my friends sends her 1 year old to day care, at the end of the day the kid likes her nanny better then the mother and always cries going home from day care center. I have seen my American friends finding nice way out of this dilemma. Husband and wife take turns being stay-at-home parents. While husband works full time wife stays home and after a time period wife starts working and husband stays at home. You’re going to experience empty nest syndrome once your children grow up, no matter whether you’re working mom or stay-at-home mom, but then it can be time to spread your horizons and do some social work or take up some hobby. My mom started writing after being stay-at-home mom all life. She is also volunteering for various social service organizations.

 16. સુરેશ જાની says:

  જુની પેઢીનો જણ છું , એટલે કદાચ કોઈને મારી વાત જુનવાણી લાગશે; પણ યોગિનીબેને સાવ સાચી વાત કહી છે.
  સાથે સાથે ઘર સંભાળી બેસી રહેતી સ્ત્રીઓની સ્વતંત્રતા અને કુપમંડુકતાથી દુર રહેવા વીશે પણ વીચારવું જોઈએ.

  યોગિનીબેન અને તેમનાં પાડોશીબેનની જેમ ફાજલ સમયનો સદુપયોગ એ સૌથી સારો વીકલ્પ છે.
  પશ્ચીમનું આંધળું અનુકરણ કરી રહેલ આપણા સમાજને સાચું દીશાસુચન કરતા આવા લેખો આપીને તમે બહુ સરસ સમાજસેવા કરી રહ્યા છો.

 17. DEVINA says:

  i completly agree with the authour ,the story written above seems to be simillar to my life ,myself being post graduate people expect a lot from me (i must work and earn) ,rather then looking from my point of view that i am happy in carrying my house work but sometimes my mind raises the question upto what time ?some guilt arises b’cause who earns look smart.

 18. NamiAnami says:

  For those women who are working at home (as home makers),

  There was a recent study in USA to put a value to the work a home maker does. Surprisingly (?), women working as home makers make an average of $80,000 a year if they get paid for their work. And the calcualtion does not evaluate any emotional gains/values that a mother provides.

  Just to test this, I calculated my wife’s (a home maker) potential earnings for all the work she is been doing whole day at home at minimum wage. And belive me or not, I would (earning above average income) have to work 2.5 times as much to match her earnings. That was eye openning, atleast now I try to help her as much as possible at home and we have split my holidays between us. So, if I get 2 days off, I take one day off and the second holiday would be her day off and I work as home maker that day.

  All men, try and calculate your mom’s or your wife’s potential earnings if you have any doubts.

  All women, don’t under estimate yourself. The work that you are doing at home is invaluable and what men are earning has no match for it. In fact, for what little experience I have as home maker (1 day a week-smile), I don’t think I have strength to be a full time home maker. Where as a lot of women are working to earn money and are home makers. HATS OFF to women and their strengths.

 19. Palakh says:

  I have a different view on this. I had been a stay-at-home mom for almost 6 years, but during that time I got my MBA degree. I enjoyed my post-graduation period because I was exposed to new current things. I noticed that I can understand my kid’s needs by showing more creativity. Now that both of my kids go to school, I started working and I can manage both home and office together. I still help my kids with their homework, help them learn bicycle, swimming and take them to music classes once a week. Yes sometimes it is a bit hectic but than I think it in this way. I am in a stage of my life when my kids do need me after school and I need to start my career for a better future. To keep myself busy in the future when kids are not home, I need to start a career now so that with years of experience I have a less stressful job. The only thing that is effected with me starting a job is our social life. I now do not have the time and energy to throw parties on Friday and Sat. night but this has given us more family time. So I believe that by working a woman becomes more active and gains the strength to manage both house and work. And there are different ways to help our society, by providing fund to someone for education etc.

 20. સુરેશ જાની says:

  વાંચતાની સાથે જ આ સત્યકથા મને સ્પર્શી ગઈ હતી. અન્ય વાચકોના સ્વાનુભવો વાંચી, મને પણ મારો અનુભવ રજુ કરવાનું મન થયું; માટે ફરીથી અહીં આવું છું –
  ————

  હું જનરલ મેનેજર તરીકે રીટાયર થઈને અમેરીકા સ્થાયી થયેલો છું. અમારા કુટુમ્બની સુખાકારી મારા વેતનને કારણે જરુર થઈ છે. પણ મારી પત્નીએ એ માટે આપેલ યોગદાનની મને ત્યારે જ ખબર પડી; જ્યારે અહીં મારી દીકરીના બે દીકરાઓના ઉછેરમાં પ્ર્ત્યક્ષ ફાળો આપવાની મને તક મળી. અહીં સાત વરસથી આ જ મારું મુખ્ય કામ રહ્યું છે.
  અને મને કહેવા દો કે,
  બાળકને જન્મ આપવો અને તેનો ઉછેર કરવો એ, સાત જનરલ મેનેજરના કામ કરતાં પણ વધુ કીમતી અને અગત્યનું કામ છે. જે કુટુમ્બ એની કીમ્મત ન સમજે, તે કુટુમ્બ કહેવાય જ નહીં. લગ્ન પછીના અમુક વર્શ બાદ, ‘પલક’ બહેને કહ્યું તેમ; ભણેલી સ્ત્રી પોતાની કેરીયર અજમાવે, એને હું આદર્શ વ્યવસ્થા કહીશ. પણ એય કુટુમ્બના કલ્યાણના ભોગે નહીં .
  અત્યારે 61 વરસની ઉમ્મરે મારી પત્ની કુટુમ્બના સૌનું જે ધ્યાન રાખે છે, તે જોઈ મને અમારા જમાનાની કુટુમ્બ વ્યવસ્થા માટે ગૌરવ થાય છે. અમારી પહેલાંની પેઢીમાં સ્ત્રીઓનું અત્યંત શોષણ થતું હતું – જે મેં નજરે જોયેલું છે.
  પણ અત્યારની પેઢી, બહુધા જે માર્ગે જઈ રહી છે, તે જોતાં આખી કુટુમ્બ વ્યવસ્થા પડી ન ભાંગે તો સારું, એમ લાગે છે. આશા રાખું કે વધુ ને વધુ બહેનો યોગિનીબેન અને પલકબેન જેવી સમતા કેળવે.

 21. ભાવના શુક્લ says:

  યોગિનીબહેને ખુબ બારીકાઈથી સ્ત્રી ની સમજ ને વ્યક્ત કરી છે. બહુ આનંદ થયો. એક જ વાત રહી રહી ને દિલમા આવી કે ધારો તો બન્ને બાજુ બેલેન્સ રાખી શકાય. ડીગ્રી નો ઉપયોગ એ માત્ર નોકરી જ નથી એ ખરુ પરંતુ કામના સમય ની અને અગત્યતાની યોગ્ય વહેચણી જો પતિ-પત્ની અને ઘરના સભ્યો યોગ્ય રીતે કરે તો નોકરી કરીને ઘર ચલાવવુ એક ઘણા અંશે સરળ રહે છે અને એ દરમિયાન આવતી મુશ્કેલીઓ સાથે લડવાની પણ એક અનેરી મજા છે. નોકરી કરતી માતા બાળકને ઓછી મમતા આપે એવુ તો નથી!! ઘણા કિસ્સા એવા જોવા મળે છે કે પ્રવૃત્તિ ના કરનારી બહેનો વ્યર્થ વાતો અને સાંસારીક વ્યર્થ સમસ્યાઓ મા વધુ સમય વેડફી રહી હોય છે અને પ્રવૃત મહીલાઓ પોતાના સમયની કીંમતને બારીકાઈથી સમજે છે આથી વેલ ઓર્ગેનાઈઝ બની રહે છે અને બાળકોની વાત કરીએ તો ખરેખર ક્વોન્ટીટી નહી પરંતુ ક્વોલીટી ટાઈમ એ બાળ ઉછેર માટે બહુધા અગત્યનો છે.
  આ વિચારધારાને એક જ દિશાના પ્રવાહમા તો વાળી શકાય નહી.
  પતિની સમજને માન આપીને પોસિટીવ થીંકીગ કરીને વાર્તા નાયીકાનો નિર્ણય વ્યાજબીજ હતો પરંતુ બીજી બાજુ વિચારવાની રહી ના જાય તે પણ જાળવવુ જોઇએ.
  ફરી
  વાત બેલેન્સ જાળવવાની ક્ષમતાની છે.

 22. Divyant Shah says:

  ખૂબ જ સુન્દર લેખ

 23. કલ્પેશ says:

  પહેલાના સમયમા સ્ત્રી અને પુરુષના કામકાજ અલગ હતા. સ્ત્રી ઘર સંભાળતી, પુરુષ કામધંધો કરી અર્થોપાજન કરતા.

  હવે સ્ત્રીઓ ભણતરની મદદથી બહાર જવા માગે છે.

  શુ આ સમસ્યા પુરુષના ઘરકામમા ઓછા ફાળાને કારણે નથી?
  જો પુરુષો પણ સ્ત્રી જેટલા ઘરકામમા સહભાગી બને તો?

  અને છેલ્લે તો દરેક વસ્તુ બ્લેક/વ્હાઇટમા ન કહી શકાય (એટલે કે આ જ સાચુ અને બાકી બધુ ખોટુ)
  ભાવનાબહેનની વાતમા તથ્ય છે.

 24. Roopal Mehta says:

  પ્રિય યોગિનીબહેન

  તમે સરસ મુદ્દો ઉઠાવ્યો છે અને વિવાદાસ્પદ પણ છે. દુનિયાભરમાં, આધુનિક નારી સમક્ષ આ પ્રશ્ન કોયડા જેવો બની ગયો છે. નોકરી કે ઘર? મારું માનવું છે, કે બંને, અને કદાચ એ બંનેથી પણ વધારે કંઈક -આત્મવિકાસ.

  મારા વિચારો, ‘કોમેન્ટ્સ’ રજૂ કરું છું.

  શિક્ષણ આપણને તૈયાર કરે છે – કોઈ પણ સંજોગોમાં ટટ્ટાર રહેવા અને દરેક પરિસ્થિતિનો યોગ્ય રીતે સામનો કરવા. છેવટની વાત એ નથી આપણે કેટલું કમાઈએ છીએ અને કેટલું ખર્ચીએ છીએ – વાત આપણા પોતાના વિકાસની છે. આપણા યોગ્ય વિકાસ માટે આપણે યથાર્થ કરવું જ રહ્યું.

  આ વાત શિક્ષણને સમર્થન આપે છે. -અલબત્ત ‘શિક્ષણ’ એટલે માનવીનો સર્વાંગી વિકાસ, માત્ર ડીગ્રી નહીં.

  આજની દીકરીઓ તેમની માતાઓ અને દાદીઓ કરતાં ઘણું ભણે છે, જેને હું યોગ્ય ગણું છું. આજથી ૫૦ વર્ષ પહેલાં સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી (માત્ર ભારત જ નહીં, બધે) તેનાથી આપણે વાકેફ છીએ.

  હવે ભણેલી સ્ત્રીઓ માત્ર ઘરકાર્ય કરતાં કંઈક વિશેષ પણ કરી શકે છે, તે સાથે તો તમે સહમત હશો મારું માનવું છે કે બાળસંભાળ, કુટુંબ અને ઘરકાર્ય વગેરે સાથે પણ આજની નારી સફળતાપૂર્વક ઑફિસ, નોકરી સંભાળી જ શકે છે – જો “જો” તેણીનાં કુટુંબ અને પતિની સહાય હોય તો, “તો જ”. કુટુંબીજનોની આ સહાય તેણીને સ્વેચ્છાએ, પ્રેમપૂર્વક મળે એ હું ખૂબ જરૂરી ગણું છું.

  વળી નોકરી કરવી એટલે ઘરની બહાર જ જવું પડે તે પણ આજના ‘ઈન્ટરનેટ’ના યુગમાં જરૂરી નથી રહ્યું. ઘણાં લેડીડૉક્ટરો પોતાનાં ઘરેથી જ પ્રેક્ટીસ કરતાં હોય છે, ઘણી સ્ત્રીઓ ખાખરા, પાપડ વગેરે બનાવતી હોય છે, ઘણી શિક્ષિકાઓ પાર્ટ-ટાઈમ નોકરી કરતી હોય છે, ઘણી બહેનો સમાજસેવામાં કાર્યરત છે, ઘણી મહિલાઓ સફળતાથી ઑફિસ સાથે ઘર પણ વ્યવસ્થિત રાખતી હોય છે. આપણી પાસે અઢળક ઉદાહરણો છે. તેનાથી વિપરીત એવાં પણ દાખલા છે કે માત્ર ઘરસંભાળમાં જ વ્યસ્ત, ૪૮ વર્ષે અચાનક વિધવા થયેલ સ્ત્રી ભણેલી હોવા છતાં લાચાર બની ગયેલી હોય.

  સમજવાની ભૂલ માત્ર એ થાય છે કે “કમાઈને વધારે ખર્ચા” અને “નોકરી એટલે ઘરકામ વગેરેમાંથી મુક્તિ”. હા, આંધળી દોટની વિરુધ્ધ તો હુ છું જ. પણ હું સંતુલનની હિમાયતી છું. ‘એક્સ્ટ્રા ઈન્કમ’ માટે આપણે એવું શા માટે નથી વિચારતા કે વધુ કમાઈને એ રકમ દાનમાં પણ આપી જ શકાય છે -કોઈ સારું કામ કરી જ શકાય છે. સમાજને ઉપયોગી થઈ જ શકાય છે. રેખાબહેનની જેમ તે રકમ કોઈના ભણતર પાછળ વાપરી જ શકાય છે. અરે આપણાં પોતાનાં બાળકોને વધારે સારી રીતે ભણાવી શકાય છે. અને જો સંજોગો ઊભા થાય તો ઘરનાં ખર્ચા પણ નીકળી શકે છે.

  કોઈ પણ કાર્ય કરવાથી જ આપણો વિકાસ શક્ય છે – અને વિકાસ થવો, એ મારો મુદ્દો છે.

  કદાચ વધુ લખાઈ ગયું! પણ આ વિકાસ સ્ત્રી અને પુરુષ બંનેના સહયોગથી જ શક્ય છે એવું મારું માનવું છે.

  રૂપલ, અમદાવાદ.

 25. પરેશ says:

  જેટલો સરસ લેખ, એટલી જ balanced comments. મારું માનવું છે કે આજના યુગમાં દરેક સ્ત્રીને એની ઈચ્છા મુજબની lifestyle પાળવી એ શક્ય છે, માનનીય છે; પણ એ બધી સ્વતંત્રતા સાથે કુટુંબની જવાબદારીઓ પણ સચવાય તો જ balance સચવાયું ગણાય. જ્યાં હકની વાત આવે છે ત્યાં કકરાટ, અને જ્યાં પ્રેમથી એકબીજાની સગવડતા જળવાય છે ત્યાં સ્વર્ગ. યોગિનીબેનનું લખાણ એમના શિક્ષણની છડી પોકારે છે; અને એમનું મન અને હ્રદય એકગતિએ ચાલે છે તે પારદર્શક છે.

 26. DHIREN SHAH says:

  Great job done by author….by writing such facts..One out of million lady will agree fully with author , That is I am sure..
  Indian lady herself is born to give birth and nurture great men like RAM/MAHAVIR AND SO ON COUTN ON YOUR MOUTH…
  INDIAN lady is not born to earn money which is ultimately going nothing else but mentioned in artilcle in one or another way…
  BY DOING A JOB LADY IS STARTING TO BELIEVE THAT SHE IS COMPETENT OF MAN AND SHE FORGOT THAT SHE HAS BEEN MADE TO DO SOME OTHER WORK WHICH A MAN CAN NEVER PERFORM…
  PEOPLE WHO DO NOT AGREE WITH THE AUTHOR MAY TRY TO SEE INSIDE OF THE MIRROR OF THE SELF SOUL….. THAT IS ALL…
  GREAT ARTICLE…

 27. Megha Kinkhabwala says:

  Yoginiben e potana anubhav ni abhivyakti khub j sundar rite kari che, parantu je mudda ni charcha kari che tenu conclusion ektarafi che.

  Ochhi jaruriyat ma santosh thi jivavu e vat adarsh tarike sari lage che pan jindagi ni kadvi vastavikata svikarvi j rahi. Aje ahmedabad, Baroda, Bombay k bija cities ma chhokarao ne sari school ma bhanavana, emni curricular activities ne puri karvi ane emne saru jivandhoran apva mate strong income background ni jarur che. . Ghar ma old age na parents ni health ni kalaji rakhava mate purati capital nu provision rakhavu pade.

  Single income ni maryadao sathe shu tamne tamara balako na shikshan sathe compromise karvu gamshe k pachi gharada ma-baap ni health sathe bandhchhod karvi gamshe? Khadhe pidhe sukhi ghar hoy etle aarthik mushkeli nathi em mani ne stri gruhini banvanu pasand kare che pan jindagi na koik padav par to nani moti aarthik samsya no samno karvo j padto hoy che.

  Apda samaj ma aarthik bhins ma sapadaine aapghaat karta purusho na ghanay dakhala jova male che. Aava dakhala joie tyare shu em nathi lagatu k strio full time nahi to atleast part time pan job kare to samasya no thodo ukel avi shake?

  Yoginiben e job karti strio ne samajik darrajo vadharti, dekhado karati, mojshokh pura karti ane aham poshati varnavi che. Shu kyarey job k business karta purush mate avo koi khyal avyo che? Jyare purush kamay tene kutumb ni jaruriyato puri karta jovama ave che ane strio kamay ene kem nakaratmak rite jovay che? Aje strio pan job karine potana pati no boj halvo karva mange che ane potana balako temaj samagra kutumb ne ek saru jivan dhoran apava mange che.

  Have rahi vaat job ni sathe balako ane ghar sachavavani, to ahi point ave che “balance” no.
  jo ghar na vadilo ane pati no sath sahkar hoy to working woman mate aa balance karvu e koi moti vaat nathi. Vali balako ni school na timings pramane potani job na timing adjust kari ne bevadi javabdari ada karti strio ni sankhya vadhati jay che je prashasaniy che.

  Jem degree ni sarthakata matra nokari karvama nathi em stri na jivan ni sarthakata matra gharelu javabdario ada karva ma nathi. Paarivarik javabdario, balako ane sathe sathe potani career e badha ne balance kari shake e super woman che j jema koi shanka nathi.

  Prastut dalilo sathe hu vadhdu ek vaat umerava mangish k aa evo koyado che jeno koi sarv samanya ukel nathi. Darek e potana samay ane sanjogo pramane vartamaan ane bhavishya na badha pasao no vichar karine nirnaya levo joie. Parivaar ne redho muki ne career banava na j javay parantu “balance” karvana prayas ne avagani pan na shakay.
  Ant ma etlu kahish k Jivan ma Ghana badha prashno eva che jena ek vatta ek barabar be em saral javab nathi hota.

 28. bindiyahapani says:

  some are the issues about which you can not stope expressing yourself, this is one of such for me. Means women should work or not ? and if yes then for what reason?
  Though it is a personal choice, it is dependent upon so many factors, personal as well as family.
  I like the points that one does not need to work just to prove herself and that is also at the cost of family life, but many times even husband wants a working wome to share his responsibilities.
  And it is not that family and kids are best managed by wife only, home is equal resposibility of both husband and wife so one should choose the way which is best for their family. Even sometime working woman gives her quality time to her children because she has that feeling in her mind that she is giving less time to her children so whatever time she is with them she should give her best.
  And yes i am also not agree that by leaving your opportunity for others you are serving to society, there are better ways for that.
  Life and work satisfaction, very important things for happy living, wife and husband should have equal chance for it.
  In short you can very well manage your personal and professional life with the help of you family.

 29. Alpesh Bhalala says:

  અહિ લેખ કરતા કોમેન્ટસ થોડી ઉંચેરી સાબિત થઈ છે, એવુ કહીશ તો અસ્થાને નહી ગણાય. કારણ, ઘણા સમયે આટલા સાત્વિક પ્રતિભાવો સાંપડ્યા છે. ૩ વરસ લાગ્યા… એના માટે યોગિની બહેનનો ફાળો મહત્વનો છે, ‘મુળભુત’ પ્રશ્ર્ન અને સાહિત્યને સુન્દર રીતે જોડવા બદલ. સાત્વિક પ્રતિભાવો સાંપડ્યા છે, એ ‘સાહિત્ય’ને નથી મળ્યા બલ્કે પ્રશ્ર્ન કે વિચારને મળ્યા છે. મારા ૩ વરસના આ સાઈટના સંબંધ પછી પ્રથમ પ્રતિભાવ લખું છું. વિસ્તારથી અને સાત્વિક ચર્ર્ચા છેડવાનું શ્રેય યોગિની બહેનને આપવું ઘટે. ગુજરાતી મીડીયામાં બહુ ભાગ્યે સારા પ્રતિભાવો વાંચવા મળે છે. તમે વર્લ્ડ સ્ટ્રીટ જરનલ, ઈકોનોમિસ્ટ, ફોર્બ્સ, ન્યૂ યોર્ક ટાઈમ્સ વગેરેમાં ખુબ સમ્રૂધ્ધ પ્રતિભાવો વાંચી શકો છો એવું આપણે ત્યાં નથી. ગુજરાત-મિત્ર કદાચ ગુજરાતી પત્રોમાં આ બાબતે આગળ છે. અહીં મારાથી થોડો સુક્ષ્મ વિરોધ પ્રદશિત થશે, આ લેખના વિચારો જોડે, પરંતુ એ કોઈના વિચારોનો વિરોધ કરવાના આશયથી નહી પણ મારા વિચારો રજુ કરવા માટે. અને ક્યારેય કોઈના પણ વિચારોથી બધા સહમત કયારેય હોઈ શકે નહી, મારા વિચારોથી પણ નહિ.

  લેખમાંનો વિચાર નોકરી ન કરવા અંગેનો પ્રથમ દ્રષ્ટિએ સાસ્ક્રુતિક દેખાઈ છે, પણ સમય સાથે સંસ્ક્રૂત્તિને બદલાવું પડે છે. આપણે ઝાડપાન વીંટવાનું વર્ષોથી બંધ નથી કરી દીધું ? કદાચ ૧૦૦ વર્ષો પછી નોકરી ના કરવીએ સંસ્ક્રૂત્તિની વિરુધ્ધ ગણાય. વેદ અને વેદાંતોએ ધર્મ જેટલું જ મહત્ત્વ અર્થને આપ્યુ છે. ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ આ ચાર જિવનના મુખ્ય ચાર પીલર ગણ્યા છે.

  એક વિચાર રજુ થયો છે કે, બીજા કોઈ જરુરિયાતવાળાને નોકરીની તક મળશે. પણ આ વિચાર શક્યતાની એરણ પર રચાયેલ છે, કોઇ વધુ સારી આર્થિક સ્થિતિ ધરાવતી વ્યક્તિ પણ આ નોકરી માટે લાયક હોઇ શકે છે. માટે મારા મતે આ કંઇ સચોટ કારણ નથી.

  વીજળીના ચમકારે હૃદયપરિવર્તન થઈ શકે, વર્ષોથી ઘડાયેલ વિચારો કે પચાવેલી સંસ્ક્રૂત્તિ નહીં. કોઈ પણ બૌધ્ધિક સંવાદો કે વિચારોની આપલે થયા વિના, રેખાબેનના બે-ચાર વાક્યોના પ્રભાવમાં આ બધુ બની જાય છે, અને વર્ષોથી પડેલા મનોરથો, વિચારોનો છેદ થોડો પ્રભાવહીન લાગે છે.

  કમાણીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે ? લેખકના મત મુજબ – “મૉલ, મલ્ટિપ્લેક્સ અને મોજશોખમાં. એક જ ઘરમાં બે ટી.વી., બે કાર અને બીજું ઘણું બધું.” મારા મતે, આટલું નકારાત્મક વલણ લેવાની જરુર નથી.આવી નોકરીની આવકથી ઘણી મોટી સેવા પણ થઈ શક છે. દરેક વ્યક્તિ પોતાની જરુરિયાત પ્રમાણે એના ધનને વાપરી શકે છે, એનો વિરોધ કે અનુમોદન કરવાથી કોઇ હેતુ સરતો નથી. આપણે આ ધનને સારા સામાજિક કામમાં પણ વાપરી શકીયે. ઉદાહરણ તરીકે, http://www.divyabhaskar.co.in/2008/07/16/0807161229_mulakat_kalash.html

  આવો એક વિચાર પણ પ્રગટ થયો છે, “બધાને પોતપોતાની રીતે કમાઈ લેવાનું શીખવાડ્યું હોવાથી પરિવારમાં સ્નેહનો તંતુ વિકસવાની જગ્યાએ એકબીજાના પદનો અહંકાર ટકરાય છે.” આવું થતુ તો મેં અમેરિકા પણ નથી જોયું. મોટા ભાગે બંન્ને નોકરી કરતા હોય, અને તોય મોટા ભાગે બન્ને ખુબ પ્રેમથી રહેતા હોય. કદાચ આપણાં કરતાં વધુ પ્રેમપૂર્વક અને પ્રસ્સન્નતાથી. વાંચો “મારા અનુભવો -લેખક સ્વામી સચ્ચિદાનંદ”

  આ બધા વિચારો તાર્કિક રીતે થોડા ઉંણા ઉતરે છે ત્યારે નોકરી અને શિક્ષણને અલગ તારવવાનું સરસ કામ યોગિની બહેને નિભાવ્યું છે.

  સાહિત્યની દ્ર્ષ્ટિએ, કલમ હજી નવી-નક્કોર છે એનો અહેસાસ થયા કરે છે છતાં ઘણી સરસ શરુઆત છે. લિથોસ્ફિયરની નીચેના કૉરને ટચ કરવાનું થોડું છેટું રહી જાય છે…

  મારો ગુજરાતી ટાઈપીંગનો પ્રથમ અનુભવ સારો રહ્યો, જોડણીદોષ દરગુજર કરશો.

 30. Pinki says:

  સુંદર લેખ….

  ડીગ્રીની સાર્થકતા નોકરીના આધારે ના જ હોઈ શકે.
  સ્ત્રીએ કુટુંબની પ્રાથમિકતાને આધારે જ જૉબ સ્વીકારવી જોઈએ
  અને એમાં જો આર્થિક જરુર હોય તો જૉબ કરવી જ પડે ??!!!
  એ પણ એક કડવી હકીકત….

  સ્ત્રી સંજોગો કુટુંબને આધારે જે પણ નિર્ણય લે
  હૉમ મેકર કે વર્કીંગ વુમન પણ પછી
  પડકાર સમજીને ‘પ્રેમ’થી તેને અપનાવે તે પણ જરુરી
  નિર્ણય તમે પોતે જ લો છો તો તમારી જાતને કે કુટુંબના
  સભ્યોને પણ પછી કોસતા નહિં તમારા જે તે નિર્ણય માટે..
  કારણ લગભગ એવું જોવા મળતું હોય છે.

  મારો દીકરો ખૂબ senti હોવાથી મેં ખુદ મારો
  business ૬ વર્ષથી બંધ કરી માત્ર અને માત્ર
  મારું ઘર સંભાળું છું. એ પછી પણ પાંચ સારી job-offer
  પણ neglect કરી ……. અને એનો અફસોસ પણ નથી

 31. Ashish Dave says:

  Though I agree with most of the points it is a harsh article for working woman. Comments are really thought provoking.

  Homemaker is a tough job and the society must appreciate that.

  Ashish Dave
  Sunnyvale, California

 32. Dhaval B. Shah says:

  લેખ તો સરસ છેજ પણ સાથે સાથે લેખ ઉપરના પ્રતિભાવો પણ વિચાર કરવા માટે પ્રેરિત કરે તેવા છે. લેખિકાને ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણા વખત પછી આટલી constructive comments જોવા મળી.

 33. Ranjitsinh Rathod says:

  ખરેખર ખુબ જ સરસ લેખ,

  આજની નારી એ વાચવા જેવો લેખ્..

  ‘ડિગ્રીની સાર્થકતા શું એક માત્ર નોકરીને આધારે જ રહેલી છે?’ – ખુબ જ સુદર…..

  પણ ઘણી નારી ( ૮૦ % ) માત્ર ને મત્ર ઘર કામ મા જ વ્યસ્ત રહે છે. સાથે સાથે સુદર વાચન, બાળકો ને યોગ્ય િશ્ક્શણ જાતે જ આપવુ……વગેરે પ્રવુતી પણ કરવી જોઈઍ.

 34. preeti tailor says:

  આ લેખ કરતાં ય વધારે આપણી વિચારધારાનું સચોટ દર્પણ કહેવું યોગ્ય રહેશે.
  શું સારું છે એની સહજ સમજ તો આપણને બધાને છે પણ ભૌતિકવાદ વધારે બળુકો હોવાને લીધે આપણી સમજ પર એનો વિજય થાય છે. અને સત્યને સત્યની રીતે સ્વીકારવાની હિંમત ખૂબ ઓછા લોકો કરે છે……….

 35. Rajendra SHAH says:

  ખૂબ જ સુન્દર રજૂઆત ! સ્ત્રી એ પોતાની ટેલેન્ટ અને શક્તિઓ જો યોગ્ય રીતે જીવન માં ઉમેરે તો એ જીવન વધારે સુન્દર અને વ્યવસ્થિત બને જ એમાં કોઇ શંકા નથી. એની કિંમત નગદ રૂપિયામાં આંકી શકાય નહીં.

  રહી વાત જરૂરિયાત ની. એ સંજોગો ને આધારે પોતે સ્વીકારેલી બાબત બની રહે. એમાં શું ગુમાવવાનું થશે એની પીડા એને ખબર હોય છે.

  આ લેખ અને ચર્ચા કોઇ ને નિર્ણય લેવામાં દીવાદાંડી બને તેવી શુભેચ્છા !

 36. Girish says:

  સિકકા નિ બન્ને બાજુ જોવિ…આત્મિય આન્નદ મલે તેબધુ કરવુ

 37. Nisha says:

  HI all friends,

  I read the article. and was so upset that thought of writing a strong comment but after reading all the comments i think we can trust the readers.

  Working women’s house is not a home and dharmashala.What an outrageous comment ! A house become home with feelings shared by family members.

  Though i accept the only time woman should think of leaving a job is when kids are below 5 yrs. That too are managable with husband’s support. If both are willing.

  We need to understand this. Work is not for money. Money can come as a by-product. If we conclude like this it means no rich man’s sons has to do any acitivity because they have enough money. But in our society we see otherwise because the work done by people who are not doing just for money sake has different touch.

  She was given the chance because of her capability. So she must be having something which was distinct than others. and May our system needed that.Some out of box thinker. and we women best to prove that because in office we are more bold to try new things.

  It took a long time for us to reach here. more than 20 yrs. that Parents dont say to their daughters why you need to study. you just have to get marry and take care of the house. I hope no parent take this article seriously.

  There are so many other points to discuss like working women’ lack of hospitality to their friends and relatives. but there wont be any end.

  Conclusion is what Paulo Cohelo says in “The Alchemist” , everyone has their destiny and whole universe will help you to find that if you follow the step correctly.

  Amen

 38. Minal says:

  “ઉચ્ચ અભ્યાસથી માણસના જ્ઞાનની દિશાઓ ખૂલે છે. ડિગ્રીઓની સાર્થકતા શું એક માત્ર નોકરીને આધારે જ રહેલી છે ?” Great Sentence… I will remember it for whole life

 39. jigna says:

  ખુબ સરસ લેખ અને સરસ વિચારો.
  આ વિચારો બરાબર સમજ્તી અને પોતાનું સમાજ પ્રત્યે કર્ત્વ્ય સમજતી સ્ત્રી ઓ માટે તોય ઘણું મુશ્કેલ થઇ જાય છે. કારણકે, આજ ના જમાનામાં સ્ત્રી પાસ્ે કેટ્લી ડીગ્રી ચે, કેટલુ કમાય છે. જે સ્ત્રી વધારે કમાતી હોય તેના લગ્ન થવામાં આસાની થએ જાય છે. આજ કાલ તો પતિ પણ એની પત્ની એના સર્ક્લ માં વધુ કમાતી હોય કે સારી પોસ્ટ પર હોય્.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.