દાદીમાનો ડાબલો

 • આયુર્વેદિક ઉપચારો બાળકોને તલ ખવડાવવાથી બાળકો રાત્રે ઊંઘમાં પેશાબ કરતાં હોય તો અટકે છે અને શરીર પુષ્ટ બને છે.
 • એક પાકા લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી જાડાપણું (મેદસ્વીપણું) મટે છે. આ ઉપરાંત પાકા લીંબુનો રસ અઢી તોલા તથા મધ લઈ, વીસ તોલા સહેજ ગરમપાણીમાં મેળવી જમ્યા બાદ તરત પીવાથી પણ એક-બે મહિનામાં જાડાપણું મટે છે.
 • લૂ લાગી હોય તો કાચી કેરીને પાણીમાં ઉકાળી સાકર મેળવી શરબત બનાવી પીવાથી આરામ થાય છે.
 • લીમડાનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે. હળદળ એક ચમચી અને આમળાંનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત થાય છે.
 • 2 થી 3 ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ સાથે અથવા સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે.
 • મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે. સૂંઠ, તલ અને ખડીસાકરનો ઉકાળો કરીને પીવાથી પણ શરદી, સળેખમ મટે છે.
 • રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જળમૂળમાંથી મટે છે. બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત થાય છે. હળદળ અને સૂંઠનું ચૂર્ણ મધ સાથે લેવાથી શ્વાસ મટે છે.
 • વાળ ખરતાં હોય તો દિવેલ ગરમ કરીને વારંવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહિં. ગરમ પાણીમાં આમળાંનો ભૂકો નાંખી ઉકાળીએ પાણીથી વાળ ધોવામાં આવે તો વાળ સુંદર અને ચમકદાર બને છે.
 • 1 થી 2 ગ્રામ જેટલો ખાવાનો સોડા ઘાણાજીરાંનાં ચૂર્ણમાં અથવા સૂદર્શન ચૂર્ણમાં મેળવી લેવાથી એસિડિટી મટે છે. તુલસીનાં પાન દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.
 • લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી બનાવીને ખાવાથી અરુચિ અને મંદાગ્નિ મટે છે. રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી અજીર્ણ મટે છે. ભૂખ ન લાગતી હોય કે ભૂખ મરી ગઈ હોય તો દિવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભૂખ ઉઘડશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અનુકંપા અને ઉદારતા
દાદાની દોસ્ત – જયવદન પટેલ Next »   

7 પ્રતિભાવો : દાદીમાનો ડાબલો

 1. jignasa says:

  Dear Editor
  I am very glad reading various articles on your site. How can I get contact information about perticular author?? Please send me a reply (any positive or negative)
  Jignasa

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.