વાચકોનું પદ્યસર્જન – સંકલિત

[1] મારા વગર પણ – ભરત દેસાઈ ‘સ્પંદન’

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી ભરતભાઈનો (શિકાગો, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : b_d300@yahoo.com ]

બધુ જ રાબેતા મુજબનું લાગશે મારા વગર પણ
બે ઘડી ની ખોટ નક્કી સાલશે મારા વગર પણ

રાખજે સચવાય તો તું સાચવીને યાદ મારી
અર્થ એ ભીંનાશનો સમજાવશે મારા વગર પણ

એ જ યારો એ જ મે’ફિલ જામ સાકી ને સુરાહી
એ મદીરા પણ જવાબો માગશે મારા વગર પણ

ક્યાંય પણ જો લાગણીનો ના મળે પર્યાય તમને
તો ગઝલ મારી દિલાસો આપશે મારા વગર પણ

દૂર દિલ થી ક્યાં કદી ‘સ્પંદન’ તમારાથી ગયો છે
હાજરી મારી તમોને લાગશે મારા વગર પણ

[2] અવકાશ – ભૂમિ ભટ્ટ

[સોફટવેર એન્જિનીયરમાં ડિપ્લોમા કર્યા બાદ હાલમાં MBAના અભ્યાસ સાથે જોબ કરી રહેલા ભૂમીબેનનો (અમદાવાદ) આ કૃતિ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. તેઓનો કવિતા રચવાનો આ પ્રથમ પ્રયાસ છે. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : guddi_111@indiatimes.com ]

ક્યા શબ્દોનો સથવારો માંગીએ ?
શબ્દોએ લાગણીઓના માપદંડ નથી હોતા.

હા, શબ્દોનો ભાર જરૂર પડશે,
પણ લાગણીઓના પડછાયાના કોઈ આકાર નથી હોતા.

આ તો દિવસ છે કંઈક લખવાનો,
બાકી હૈયાના અક્ષરો કંઈ કલમના મોહતાજ નથી હોતા.

વધારે શું લખવું, લંબાઈ ન માપશો,
માપી શકાય જે, એ લાગણીઓના તાર નથી હોતા.

આત્માના અવાજને સાંભળતું હશે કોણ ?
‘પરમાત્માની વાત અલગ છે’
એમની લાયકાતના કોઈ વખાણ નથી હોતા.

એ તો પળપળના સાક્ષી, બીજી આશા છે માત્ર આપની,
જેથી અમારે નિરાશ થવાના અવકાશ નથી હોતા.
.

[3] અગ્નિદાહ – પ્રતીક મહેતા

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી પ્રતીકભાઈનો (કેનેડા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : psmehta2001@yahoo.com ]

બાએ એને શું આપ્યુ ? જન્મ, દેહ, આકૃતિ, સંસ્કાર અને આકાર,
પછી એક દિવસ એને પાંખો આવી
અને એ ઊડી ગયો વિદેશ…. એ હંમેશા બાને ફોન કરીને પૂછતો,
‘બા, તુ મજામાં છે ને ?’
બા હંમેશા હા જ કહેતી, મજામાં હોય તો પણ, ન હોય તો પણ !! એક દિવસ મધરાતે એના ઘરમાં ફોનની ઘંટડી વાગી,
‘બા અચાનક જ…….’ ના, કશુ જ નહોતુ અચાનક, બાને ખબર હતી બિમારીની… પળેપળ નજીક આવતા મૃત્યુની, પણ વિદેશમાં રહેતા દીકરાના
જીવને ઉચાટ ન થાય એટલા માટે
બા હંમેશા ચૂપ રહેતી.
એ આવ્યો…
બાના અંતિમ દર્શન કરવા… એણે બાને શું આપ્યુ ? ગંગાજળ, તુલસીના પાન, કાંધ, ચિતા અને અંતે અગ્નિદાહ…….
.

[4] તુ ક્યાં ? – રેખા સિંધલ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રીમતી રેખાબેનનો (ટેનીસી, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : rekhasindhal@comcast.net]

યાદ છે કહાન તને?
યુગો યુગો પહેલાં આપણે
મળેલા ને સખીઓના વૃંદમાંની
એક હું ગોપી પણ પછી
ભવાટવીમાં ખોવાઈ હું
એવી કે મળતો ના તું મને
અહીં આટલામાં જ પણ
કહાન તું ક્યાં?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ક્ષણોના ઝબકારમાં – માવજી કે. સાવલા
રણકાર (ભાગ-3) – કલ્પના જોશી Next »   

13 પ્રતિભાવો : વાચકોનું પદ્યસર્જન – સંકલિત

 1. Hiral Thaker "Vasantiful" says:

  સરસ રચનાઓ.

  “રાખજે સચવાય તો તું સાચવીને યાદ મારી
  અર્થ એ ભીંનાશનો સમજાવશે મારા વગર પણ”

  “આ તો દિવસ છે કંઈક લખવાનો,
  બાકી હૈયાના અક્ષરો કંઈ કલમના મોહતાજ નથી હોતા”

  “બાના અંતિમ દર્શન કરવા… એણે બાને શું આપ્યુ ? ગંગાજળ, તુલસીના પાન, કાંધ, ચિતા અને અંતે અગ્નિદાહ…….”

  “યાદ છે કહાન તને?
  યુગો યુગો પહેલાં આપણે…”

  નવસરજ્કો ને અભિનંદન!

 2. nayan panchal says:

  “ક્યાંય પણ જો લાગણીનો ના મળે પર્યાય તમને
  તો ગઝલ મારી દિલાસો આપશે મારા વગર પણ.”

  “આ તો દિવસ છે કંઈક લખવાનો,
  બાકી હૈયાના અક્ષરો કંઈ કલમના મોહતાજ નથી હોતા.”

  [3] અગ્નિદાહ – પ્રતીક મહેતા

  “ભવાટવીમાં ખોવાઈ હું
  એવી કે મળતો ના તું મને
  અહીં આટલામાં જ પણ
  કહાન તું ક્યાં?”

  ખૂબ જ સરસ રચનાઓ. સૌને શુભેચ્છા અને અભિનંદન.

  નયન

 3. ગુજરાતી ‘ભૂમિ’ ઉપર નવી ‘રેખા’ઓનું ‘સ્પંદન’ આલેખીને આપણી ભાષાને નવનવાં ‘પ્રતીકો’ બક્ષવા બદલ નૂતન સર્જકોને હાર્દિક અભિનંદન.

 4. Keval Rupareliya says:

  જોરદાર…

  ‘સ્પંદન’
  “બધુ જ રાબેતા મુજબનું લાગશે મારા વગર પણ
  બે ઘડી ની ખોટ નક્કી સાલશે મારા વગર પણ”

  ભુમિબહેન ખરેખર સરસ

  પ્રતિક ભૈ,ખુબ સરસ

  એ આવ્યો…
  બાના અંતિમ દર્શન કરવા… એણે બાને શું આપ્યુ ? ગંગાજળ, તુલસીના પાન, કાંધ, ચિતા અને અંતે અગ્નિદાહ…….

  રેખા બહેન, કણે કણમા છે કહાન તોય

  કહાન તું ક્યાં?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.