પેરિયારની સફર – હેતલ દવે
[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.]
કેરળનો ઈડુક્કી જિલ્લો પશ્ચિમ ઘાટનાં જંગલો માટે વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામ્યો છે. થેક્ક્ડી અને તેની નજીકની પેરિયાર વાઈલ્ડલાઈફ સેન્કચ્યુરી દેશનાં સર્વશ્રેષ્ઠ વન્ય પ્રાણી અભયારણ્યમાં સ્થાન મેળવી ચૂક્યાં છે. મુન્નારથી નજીકના લગભગ સાડા ચાર કલાકમાં પહોંચાય એવા પેરિયારની સફરે ચાલો જઈએ…
મુન્નારથી તો થેક્કડી થઈ પેરિયાર જઈ જ શકાય પરંતુ સાથે સાથે તે સિવાયના રસ્તા અને ઉપલબ્ધ સગવડોની વાત પણ પહેલાં જ કરી લઈએ. થેક્કડી જવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન કોટ્ટાયમ (114 કિ.મી.) અને તેથી થોડા વધુ અંતરનું કોચી (200 કિ.મી.) છે. બંને સ્થળેથી સીધી બસસેવા થેક્કડી જવા ઉપલબ્ધ છે. કોચી એર્નાકુલમથી અભયારણ્યથી સૌથી નજીકના ગામ કુમીલી જવા રોજની દસ બસ ઉપડે છે જે લગભગ છ કલાકમાં કુમીલી પહોંચાડે છે. તો કોટ્ટાયમથી 114 કિ.મી. કાપતાં અંદાજે ચાર કલાક થાય છે. કોટ્ટાયમથી કુમીલી જવા માટે દર અડધા કલાકે બસ મળે છે. આ ઉપરાંત તિરુવન્તપુરમ અને કોવલમથી તથા તામિલનાડુના કોડાઈકેનાલથી પણ થેક્કડી જવા માટે સીધી બસસેવા ઉપલબ્ધ છે. આપણે નજીકના રેલવે સ્ટેશન કોટ્ટાયમથી પેરિયાર જવા નીકળીએ.
કોટ્ટાયમથી બહાર નીકળતાં જ કોઈ જુદા જ પ્રદેશમાં જઈ રહ્યા હોવાની અનુભૂતિ થવા માંડે છે. પશ્ચિમ ઘાટના છેવાડાના આ વિસ્તારના ઢોળાવો પરના એક પછી એક આવતાં ચઢાણો પાર કરતો વળાંકવાળો આ રસ્તો વનરાજીથી અભરે ભર્યો છે. બસની બારી વાટે તમારી ઘ્રાણેન્દ્રિય સુધી પહોંચતી યુકેલિપ્ટસ અને પાઈનનાં વૃક્ષોની સુવાસ, ચાના બગીચાઓની ઘાટી લીલાશ અને વચ્ચે વચ્ચે અચાનક જ ફૂટી નીકળતા ધોધ ઝરણાનાં વારિનો કલકલાટ માણવા તમારી તમામ ઈન્દ્રિયો આપોઆપ જ સતેજ થઈ જશે ! કુદરતનું અદ્દભુત સૌંદર્ય માણતાં માણતાં ક્યારે થેક્કડી પહોંચી ગયા તેની ખબર જ નહીં પડે. તો પહેલાં નિવાસ વ્યવસ્થાની વાત કરી લઈએ ? પહેલાં સેન્કચ્યુરીની બહારની રહેણાંકની વ્યવસ્થાની વિગત જોઈ લઈએ.
ટુરિસ્ટ હોમ (ફોન : 0486-2322070), લેક ક્વીન ટુરિસ્ટ હોમ (ફોન : 2322084), હૉટલ અંબાડી (ફોન : 2322193), તાજા ગાર્ડન રીટ્રીટ (ફોન : 2322041), સ્પાઈસ વિલેજ (ફોન : 2322314) આ તમામ હૉટલનાં ભાડા 21 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી દરમ્યાનમાં પીક સીઝન તરીકે ગણાય છે. અન્ય સમયે ડિસ્કાઉન્ટ મળે છે. હવે સેન્કચ્યુરીની અંદર સ્થિત કેરળ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનની નિવાસ વ્યવસ્થાની વાત કરીએ. પેરિયાર હાઉસ (ફોન : 2322026), અરણ્ય નિવાસ (ફોન : 2322023), લેક પેલેસ (ફોન : 2322023 – ભોજન સહિત). આ ઉપરાંત જંગલની વચ્ચે રહેવું હોય તો માનાકાવલા (કુમીલીથી 8 કિ.મી), મુલાકુડી (કુમીલીથી 39 કિ.મી.) અને એડાપ્પલ્યમ (કુમીલીથી 5 કિ.મી.) ખાતે રેસ્ટહાઉસ આવેલ છે. તેમાં રિઝર્વેશન માટે કુમીલીમાં આવેલ વાઈલ્ડ લાઈફ પ્રિઝર્વેશન ઑફિસ (ફોન : 2322027)નો સંપર્ક કરવો રહ્યો. આ રેસ્ટહાઉસોમાં રસોઈયાની સગવડ છે પરંતુ સીધુંસામાન તમારે જાતે લઈ જવું પડે તેમ છે. રાત્રિ દરમિયાન વન્યપ્રાણીઓ નિહાળવાની શ્રેષ્ઠ તક મળે છે. જે માટે ભાડે વોચ ટાવર ઉપલબ્ધ છે, જેનું રિઝર્વેશન પણ વાઈલ્ડ લાઈફ પ્રિઝર્વેશન ઑફિસથી થાય છે. રાત્રિ દરમિયાન જરૂર પડે તેવો નાસ્તો, પાણી તથા બેડિંગ સાથે લઈ જવાં હિતાવહ છે.
હવે તૈયાર થઈ જાઓ એક અલગ પ્રકારના અનુભવને માણવા ! મોટરલોન્ચમાં તરતાં તરતાં કિનારા પરની વન્યસૃષ્ટિને માણવા ! દક્ષિણ ભારતની સૌથી વધુ લોકપ્રિય વાઈલ્ડ લાઈફ સેન્ક્ચ્યુરી ગણાતા પેરિયારનો વ્યાપ 777 ચોરસ કિલોમીટરનો છે, જેમાં 26 ચોરસ કિલોમીટરના કૃત્રિમ સરોવરનો સમાવેશ થાય છે. સન 1895 સુધી પેરિયાર નદી નિરંકુશપણે અહીંથી વહેતી હતી, પરંતુ અંગ્રેજ કર્નલ જે. પેન્નીકવીકના ઈજનેરી કૌશલ્યે તેને બંધ સ્વરૂપે નાથી લીધી. આ બંધથી રોકાયેલા પાણીમાંથી સર્જાયેલ સરોવરમાં નૌકાસવારી કરી વન્યપ્રાણીઓ અને વનરાજિને નજરોમાં, દિલોદિમાગમાં ભરી લેવાનાં છે. એક મઝાની વાત કહી દઉં તો પેરિયાર નદી પરનો બંધ અને તેનું સરોવર કેરળમાં છે, પરંતુ તેના લીધે વહેતું પાણી પૂર્વના પાડોશી રાજ્ય તામિલનાડુને મળે છે ! એક જમાનામાં 40 ફૂટની ઊંચાઈ સુધી પહોંચતાં વૃક્ષો ધરાવતું જંગલ પેરિયાર ડેમને લીધે ડૂબમાં ગયું છે. આજે પણ સરોવરમાં પાણી ઘટતાં ઘણાં વૃક્ષોનાં કાળાં પડી ગયેલાં થડ દષ્ટિમાન થાય છે. આજે આ થડ પક્ષીઓ માટે લાંબી ઉડાન પછીના વિશ્રામસ્થાન અને ફરી પાછાં ઊડવા માટેના લોન્ચિંગ પેડની ગરજ સારે છે.
1960ના દાયકામાં શરૂ થયેલ વધુ અનાજ ઉગાડવાની ઝુંબેશના પરિણામે દેશનાં ઘણાં જંગલોને ખેતીલાયક જમીનોમાં ફેરવવામાં આવ્યાં હતાં. તે સમયે પેરિયારનાં જંગલોનો પણ ખાતમો થઈ જાત પરંતુ સદનસીબે પર્યાવરણનું સંરક્ષણ થવું જોઈએ તેવું માનનારા થોડા લોકોના પ્રબળ વિરોધને કારણે આ અદ્દભુત જંગલ બચી ગયું છે. કેરળ ટુરિઝમ તેની પ્રચાર ઝુંબેશમાં કેરળને ‘ગોડ્સ ઔન કન્ટ્રી’ (ઈશ્વરની પોતાની ભૂમિ) તરીકે ઓળખાવે છે. જો કેરળ ભગવાનનો પોતાનો પ્રદેશ છે તો પેરિયાર ભગવાનના મુકુટની મધ્યે ઝળહળતો હીરો છે ! 777 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલ આ અરણ્ય સમુદ્રની સપાટીથી 900થી 2000મીટરની ઊંચાઈએ સ્થિત છે. શિવગિરિમલાઈ પર્વતમાળાના આ જંગલમાં વાઘ (આશરે 35), ગૌર, સાબર, ઢોલ નામે ઓળખાતા જંગલી કૂતરા, નિલગિરિ ત્હારના નામે ઓળખાતી બકરીઓ, 243 જુદી જુદી જાતનાં પક્ષીઓ, 49 સસ્તન જાતિનાં પ્રાણીઓ, 28 જાતનાં સરિસૃપો, 112 જાતનાં પગંતિયાં અને 22 જાતની માછલીઓ વસે છે. પરંતુ પેરિયારના જંગલનો ખરો રાજા તો હાથી છે. અહીં નાનામોટા થઈને કુલ 750 હાથી છે ! આ પ્રાણી તેના કુદરતી વાતાવરણમાં સ્વચ્છંદે મહાલતો, આરોગતો, આળોટતો, સ્નાનની મઝા લૂંટતો જોવા મળે તો તે જિંદગીભર ન ભૂલાય તેવો અનુભવ બની રહે છે. કેરળ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી બે કલાકની બોટ સર્વિસની ટિકિટ રૂ. 25ની છે. દિવસ દરમ્યાન આ બોટની પાંચ ટૂર યોજાય છે જે સવારે સાત, સાડા નવ, સાડા અગિયાર તથા બપોરે બે અને ચાર વાગ્યે ઊપડે છે. જંગલ ખાતાની પ્રમાણમાં જૂની બોટ પણ સવારે સાત સિવાય ચાર વખત પ્રવાસ કરાવે છે. વાઈલ્ડલાઈફ જોવાની શક્યતા પ્રથમ અને છેલ્લી ટ્રીપમાં વધુ રહે છે. તમે ઈચ્છો તો પોતાની બોટ પણ ભાડે કરી શકો છો. વિડિયો કેમેરા માટે રૂ. 25ની ટિકિટ અલગથી લેવાની રહે છે. બોટમાં એડવાન્સ બુકિંગ થતું નથી માટે વેળાસર પહોંચવું હિતાવહ છે. અન્યથા નિરાશ થવાની શક્યતા રહે છે.
જો તમે કેરળ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન સંચાલિત સેન્કચ્યુરીની અંદર સ્થિત ત્રણ નિવાસ વ્યવસ્થા પૈકી એકમાં ઊતર્યા હો તો તમને રાત્રિ દરમ્યાન જંગલનું જીવન અનુભવવા મળશે. રાત્રિના અંધારામાં કાન સરવા કરીને બેસશો તો જંગલના સંગીતની સાથે એકબીજાને પોકારતા હાથીની ચીંઘાડ અને વખતે બે વખત વાઘની ગર્જના સાંભળવા મળશે. પેરિયારના ગાઢ જંગલમાં વાઘ જોવા મળવા મુશ્કેલ છે. તમે જંગલમાં વોચટાવર પર રાત્રે બેઠા હો અને નસીબદાર હો તો કદાચ વાઘ જોવા મળી જાય. જો કે ઉનાળાના સમયમાં પ્રાણીઓ જોવા મળવાની શક્યતા વધી જાય છે. કારણ, પાણી માટે તેમણે પેરિયાર સરોવર સુધી આવવું પડે છે. આ ઉપરાંત પેરિયાર વિખ્યાત છે તેવા જંગલી કૂતરાના સમૂહ, ઊડતા સાપ, દેડકા અને લિઝાર્ડને જોવા હોય તો તમારે જળો ચોંટવાનું જોખમ વહોરીને પણ ગાઈડના સહારે ચાલતાં જંગલ ખૂંદવાની હિંમત કરવા જેવી છે. થેક્કડી ખાતેનું વાઈલ્ડલાઈફ ઈન્ફર્મેશન સેન્ટર પેરિયાર અભયારણ્ય માટે ગાઈડ પૂરા પાડે છે. જંગલમાં ઊંડે સુધી ન જવું હોય પણ જંગલ કેવું હોય તે જાણવું હોય તો ત્રણ કલાકના જંગલવોકમાં પ્રતિવ્યક્તિ રૂ. 10ની ફી આપીને જોડાવા જેવું છે. આ વોક દરરોજ સવારે સાડા સાત વાગ્યે શરૂ થાય છે. પેરિયાર જવાનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી મે માસનો છે. ગરમી શરૂ થતાં ફેબ્રુઆરીથી મે માસ દરમ્યાન બોટમાંથી પ્રાણીઓ જોવા મળે તેવી શક્યતા વધે છે.
થેક્કડીનું એક અન્ય આકર્ષણ સ્પાઈસ ટૂર છે. આ પર્વતાળ વિસ્તારમાં વિશ્વના શ્રેષ્ઠ મરીમસાલા ઉગાડાય છે. તેના બગીચાઓની સાડા ત્રણ કલાકની સફર રૂ. 350માં કરાવાય છે. આ માટે સારો ગાઈડ મળે તો સ્પાઈસ ટૂરમાં મજા પડી જાય છે. થેક્કડી ટુરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલ અથવા નીન્જા ટેલરિંગ એન્ડ સ્પાઈસીસમાંથી જાણકાર ગાઈડ મળી રહે છે. તેમ ન કરવું હોય તો કુમીલીથી પાંચ કિ.મી.ના અંતરે કોટ્ટાયમ જતા રસ્તે આવેલ અબ્રાહમ સ્પાઈસ ગાર્ડનના માલિકો વતી વ્યક્તિદીઠ રૂ. 50 લઈને તેમનો તેજાનાનો બગીચો બતાવે છે.
તો બોલો ક્યારે જવું છે પેરિયાર ?
Print This Article
·
Save this article As PDF
ખૂબ જ સરસ લેખ. પેરિયરની યાત્રા કરાવવા બદલ આભાર.
નયન
Dhole (Indian wild dog) is endangered species similar to Asian Elephants 🙂
Thanks a lot for nice article 🙂
ખુબ જ સરસ મહિતીપ્રદ લેખ. ખાસ કરીને રહેવાની જગ્યાના ફોન નંબર આભાર
It could not have come at a better time. I was searching for details about these places to make a proper plan for vacation in India next month.
Thanks Mrugeshbhai.
ઘેર બેઠા સુન્દર સફર કરાવી દીધી આભાર..
i visit this place 1972.now this is very devolepe. i’m very happy to see the beautiful pictures. jasama.
It’s really nice place. In future we will make a plan to visit this place.
Thanks Hetalben and Mrugeshbhai.
It’s wonderfull to see in detail about Kerala visit. This will help in our tril in Oct 08.
This helps us in time as we are collecting detail to make trip plan of Kerala.
We did not know this web site before as we are in Canada. Found this in web serching for our Kerala trip and now we know how much Gujarati info are on this site.
Thank you so much.
Amee
It was great experience to recall the sweet memories I had with nature during my visit to Thekadi in 1992. Thank you very much.
Chandrakant
Dear,
Nice article but i am expecting some more details of rental of hotels, type of food etc
Pic are soo nice.
thanks
ખુબ મજા આવિ ગયિ પેરિયાર નિ યાત્રા કરાવવા બદલ આભાર
Estradiol….
Estradiol chocolate achiness. Injectable ecp estradiol with a prescription. Estradiol in men. Synthetic estradiol. Estradiol level early pregnan….
ખુબ જ સરસ મહિતીપ્રદ લેખ. ખાસ કરીને રહેવાની જગ્યાના ફોન નંબર ની વિગત બદલ આભાર…