આંખોથી ઈ-મેલ મોકલવાનું ગીત – ડૉ. કનૈયાલાલ ભટ્ટ

[‘તાદર્થ્ય’ સામાયિકમાંથી સાભાર]

તને ટેરવેથી SMS મોકલું ને
આંખોથી મોકલું ઈ-મેલ.

તારી હથેળીની ભાષા વાંચી દે એવું
સોફટવેર સ્પર્શોનું કેવું ?
સપનાનું ફોલ્ડર કૂંપળની જેમ હું તો
સાચવીને રાખું છું એવું.
નેટ ઉપર આખ્ખુંય ગગન છલકાય
અને ખાલીખમ પાંપણની હેલ.

આખાયે સ્ક્રીન ઉપર ઉદાસી પાથરીને
ઉઝરડા ગોઠવું છું ફાઈલમાં.
ડૂસકાંઓ ડિલીટ કરું તો ય સાલ્લાઓ
વિસ્તરતા જાય છે માઈલમાં.
ટહુકાથી ખીચોખીચ ભરેલી વેબસાઈટ
મહેંદી ને મોરલાનું સેલ.

તારી ઑફબીટ આંખ્યુએ ડિઝીટલ સપનાંનો
ઈમેલ મૂક્યો છે મારી આંખમાં.
પાંપણનો પાસવર્ડ એન્ટર કરીને હું તો
સૂરજ ઉગાડું બારસાખમાં.
દરિયો, વરસાદ, નભ, ચાંદો ને તારાની
વહેંચાતી કેવી રે ટહેલ !

તને ટેરવેથી SMS મોકલું ને
આંખોથી મોકલું ઈ-મેલ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વડોદરા નગરીના સંસ્મરણો – બાલમુકુન્દ દવે
તમામ આવે છે – આબિદ ભટ્ટ Next »   

18 પ્રતિભાવો : આંખોથી ઈ-મેલ મોકલવાનું ગીત – ડૉ. કનૈયાલાલ ભટ્ટ

 1. Gira says:

  lol… good one!!

 2. jignesh says:

  વાહ! આ વાંચીને વાંસલડી.com કાવ્યની યાદ આવી ગઇ. ખૂબ સરસ.

  તેમાય આ પંક્તિઓ ધારદાર છે.

  આખાયે સ્ક્રીન ઉપર ઉદાસી પાથરીને
  ઉઝરડા ગોઠવું છું ફાઈલમાં.

  નેટ ઉપર આખ્ખુંય ગગન છલકાય
  અને ખાલીખમ પાંપણની હેલ.

 3. varsha tanna says:

  આખુ પાનુ છલકાવેી દેીધુ. મઝા આવેી ગઈ.

 4. Rekha Sindhal says:

  પ્રેમના અદ્યતન સંદેશાવાહક ઈ – મેઈલ પર કવિતા વાંચવી ગમી.

 5. Dilip Shah says:

  નેટ પર આખુય ગગન છલકાય અને પાપણ તોય ખાલિખમ.

  આજ ની વાસ્તવિક પ્રિરીસ્થીતી ઊપર આનાથી વધુ ચોટદાર અને વેધક નુક્તેચી કઈ હોઈ શકે ?
  ખુબ જ સુન્દર્!

 6. nayan panchal says:

  એકદમ મોર્ડનએઈજ કવિતા.

  સરસ.

  નયન

 7. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ.

  “તારી હથેળીની ભાષા વાંચી દે એવું
  સોફટવેર સ્પર્શોનું કેવું ?
  સપનાનું ફોલ્ડર કૂંપળની જેમ હું તો
  સાચવીને રાખું છું એવું”

 8. Nupoor Mehta says:

  તમને ટેરવેથી Thank You મોકલું ને
  આંખોથી મોકલું Compliments !!!!!!.

  બહુ સરસ…..

 9. Keval Rupareliya says:

  સરસ ખરેખર મોડર્ન.

 10. ભાવના શુક્લ says:

  કવિતાનુ નવિનીકરણ સરસ કર્યુ…

 11. nirlep says:

  wonderful

 12. Pratibha says:

  આંખોથી ઇ મેઈલ -કવિતાનો વિષય અને અભિવ્યક્તિ બન્ને ગમ્યા. અભિનંદન.

 13. VINOD says:

  સ…રસ!!!!!!!!! મઝા આવી ગ્ઇ

 14. kinnaribhatt says:

  અરે વાહ! કવિતા અને કમ્પ્યુટરનો કેવો સરસ સમન્વય. અભિનંદન.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.