તમામ આવે છે – આબિદ ભટ્ટ

આમ ના કોઈ કામ આવે છે,
અંત ટાણે તમામ આવે છે.

સાવ મિથ્યા જ લાગતું જગ આ,
આખરી જ્યાં મુકામ આવે છે.

રાખ વિસ્મૃતિની ચડે ત્યાં તો,
બસ, તમારા સલામ આવે છે.

યાચવા દર ઉપર કલંદરના,
સર્વ થઈને ગુલામ આવે છે.

હુંય બેઠો થયો પથારીમાં,
લઈ સનમ આજ જામ આવે છે.

વાટ આ પ્રેમની અનોખી છે,
ક્યાંય પણ ના વિરામ આવે છે.

દર્દ ઘૂંટાય છે પ્રથમ અંદર,
શબ્દ રૂપે કલામ આવે છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આંખોથી ઈ-મેલ મોકલવાનું ગીત – ડૉ. કનૈયાલાલ ભટ્ટ
બુદ્ધિબળ – પુરુષોત્તમ સોલંકી Next »   

11 પ્રતિભાવો : તમામ આવે છે – આબિદ ભટ્ટ

 1. nayan panchal says:

  સરસ રચના.

  નયન

  સાવ મિથ્યા જ લાગતું જગ આ,
  આખરી જ્યાં મુકામ આવે છે.

 2. Keval Rupareliya says:

  વાહ,શબ્દોમા વખાણ હુ નહિ કરી શકુ.

 3. Maharshi says:

  nice one…

 4. ભાવના શુક્લ says:

  સરસ રચના!

 5. Pratibha says:

  કયારે કલામ આવે તે વાત તમારા શબ્દોમાં માણ્વાની મજા આવી. સરસ રચના અભિનંદન.

 6. દરેક શેર મજાનો થયો છે …. !!

  ખુબ સુંદર ગઝલ ..

 7. Balvant says:

  વાહ,શબ્દોમા વખાણ હુ નહિ કરી શકુ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.