હસે એનું ઘર વસે !

મેગી બનાવવાની નવી રીત : સૌરવ ગાંગુલી મેદાનમાં જાય ત્યારે પાણી મૂકો, એ પ્રથમ દડો ફૅસ કરે ત્યારે મસાલો નાખો. અને સૌરવ આઉટ થઈને પાછો ફરે ત્યારે ઉતારી લો….. મેગી તૈયાર!
**********
ગૃહિણી : ‘માફ કરો. અમે ફેરિયાઓ પાસેથી કોઈ વસ્તુ ખરીદતા નથી.’
ફેરિયો : ‘મેડમ, તો તો મારી પાસે એક એવી ચીજ છે જેની તમે ના નહિ કહી શકો.’
ગૃહિણી : ‘એવું તે વળી શું છે?’
ફેરિયો : ‘ફેરિયાઓએ અંદર આવવું નહિ’નું બોર્ડ.
**********
એક હૉટલમાં એક ઉદાસ માણસ આવ્યો અને એક ટેબલ પાસે જઈને બેસી ગયો. જ્યારે વેઈટર ઑડર લેવા તેની પાસે ગયો ત્યારે તેણે કહ્યું : બે બળેલી રોટલી, એક દિવસનું વાસી શાક અને એક પ્યાલો ટાઢી ચા લઈ આવ.’
આશ્ચર્યચક્તિ વેઈટરે પૂછ્યું : ‘સાહેબ, ખરેખર?’
‘હા. લઈ આવ, તને કીધું ને.’ ઘરાકે ગુસ્સે થતાં કહ્યું.
વેઈટર આશ્ચર્ય પામતો ચાલતો થયો અને થોડીવાર પછી મંગાવેલી વાનગીઓ લઈ આવ્યો. તેણે ટેબલ ઉપર સામાન મૂકીને પૂછ્યું, ‘સાહેબ, બીજું કાંઈ?’
‘હા, હવે મારી સામે બેસીને બડબડાટ શરૂ કરી દે ! એટલે મને ઘર જેવું લાગે….!
**********
એક માણસની પત્નીએ એને રેડિયો પરથી પ્રસારિત થનાર વાનગીઓ બનાવવાનું કોષ્ટક(રેસીપી) ઉતારી લેવાનું કહ્યું. કાર્યક્રમ પ્રસારિત થયો ત્યારે પત્ની ઘરે નહોતી. પતિદેવે પૂરી નિષ્ઠાથી રેસીપી ઉતારી. પરંતુ રેડિયો પર બે સ્ટેશનો એકીસાથે સંભળાતાં હતાં. પરિણામે નીચે પ્રમાણે કોષ્ટક લખાયું :

કમર પર હાથ; તમારા ખભા પર એક કપ લોટ નાખો; ઘૂંટણ ઊંચા કરો અને પંજા નીચેની તરફ દબાવો; અર્ધા કપ દૂધમાં ભેળવીને હલાવો; છ વખત આમ કરો; શેકવાના એક ટી-સ્પૂન પાઉડરનો ઝડપી શ્વાસ લો; પગ નીચા કરો અને બાફેલા બે બટાટાનો છૂંદો ચાળણીમાંથી પસાર કરો; શ્વાસ કુદરતી રીતે ધીમે ધીમે બહાર કાઢો અને ચાળણીમાં ચાળો; એકદમ ધ્યાન આપો; ચત્તા સૂઈ જાઓ અને બાફેલા બટાટાનો સાવ છૂંદો થઈ જાય ત્યાં સુધી આમતેમ રગદોળો. દસ મિનિટમાં ગૅસ પરથી ઉતારી લો અને ખરબચડા ટુવાલથી ઘસીને લૂછો; કુદરતી રીતે શ્વાસ લો; ફલાલીનના કપડાંમાંથી બનાવેલો પાયજામો પહેરી લો અને ટોમેટો સૂપ સાથે પીરસો.
**********
એક પ્રૌઢા કૅબિનમાં પ્રવેશ કરતાં જ બોલી, ‘ડૉકટર, હું તમને મારી તકલીફ અંગે નિખાલસતાથી વાત કરવા માંગુ છું.’
‘બેસો, જરૂર વાત કરો, પરંતુ બહેનજી, તમે કંઈ પણ કહો એ પહેલાં મારે તમને ત્રણ વાત કરવાની છે. પહેલી વાત તો એ કે તમારે પચીસ કિલો જેટલું વજન ઘટાડવાની જરૂર છે. બીજી વાત એ કે ગાલ અને હોઠ રંગવા માટે તમે જેટલું પ્રસાધન દ્રવ્ય વાપર્યું છે એના દસમા ભાગ જેટલું વાપરશો તો તમારી સુંદરતામાં નોંધપાત્ર સુધારો જણાશે. અને ત્રીજી મુખ્ય વાત – હું આર્ટિસ્ટ છું. ડૉકટર આની ઉપરના માળ પર બેસે છે.’
**********
ગરબડદાસ ટેલિફોન બુથ પર ગયા. ત્યાં લખ્યું હતું કે : ‘નંબર ડાયલ કરને સે પહેલે દો લગાઓ ! ગરબડદાસ ત્યાં બેઠેલા માણસને બે અડબોથ લગાવીને પછી નંબર ડાયલ કરવા માંડયા, બોલો !!
**********
એક ગરબડદાસ હાઈ-વે ઉપર કાર ચલાવી રહ્યા હતા ત્યાં એમની પત્નીનો મોબાઈલ પર ફોન આવ્યો. ‘સાંભળો, હમણાં ટીવી પર એક ન્યુઝ હતા કે એક ચક્રમ હાઈ-વે પર રોંગ સાઈડ ગાડી ચલાવી રહ્યો છે. મને થયું તમને ચેતવી દઉં!’
‘અરે ભાગ્યવાન, એક નહિં અહીં તો બસો-ત્રણસો ગાડીઓ રોંગ સાઈડ પર ચાલી રહી છે. હું ભગવાનનું નામ લઈને માંડ બચું છું.’ ગરબડદાસ બોલ્યાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દાદાની દોસ્ત – જયવદન પટેલ
કવિતા – મહેન્દ્ર શાહ Next »   

4 પ્રતિભાવો : હસે એનું ઘર વસે !

 1. Jayshree says:

  This first one is really very nice..!!
  મઝા પડી ગઇ…

  મેગી બનાવવાની નવી રીત : સૌરવ ગાંગુલી મેદાનમાં જાય ત્યારે પાણી મૂકો, એ પ્રથમ દડો ફૅસ કરે ત્યારે મસાલો નાખો. અને સૌરવ આઉટ થઈને પાછો ફરે ત્યારે ઉતારી લો….. મેગી તૈયાર!

 2. Chetan Tataria says:

  Kharekhar khubaj ramuji jokes che. vanchi me maja padi gai.
  thanks
  chetan

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.