વાર્તા-સ્પર્ધા : 2008 પરિણામ – તંત્રી

[વાર્તા-સ્પર્ધા 2008 પરિણામ માટે : Click Here ]

સર્વ પ્રકારની અનુકૂળતાઓ સાથે નિર્ધારીત સમય કરતાં વહેલું પરિણામ પ્રાપ્ત થતાં આજે સ્પર્ધાના પરિણામની જાહેરાત કરવામાં આવે છે જે આગામી 10-ઓગસ્ટ સુધી સાઈટ પર ગમે ત્યારે જોઈ શકાશે. વાર્તા-સ્પર્ધા 2008માં કુલ 33 કૃતિઓ પ્રાપ્ત થઈ હતી. અત્યંત વ્યસ્તતામાંથી પોતાનો સમય કાઢીને સેવાભાવથી આ તમામ કૃતિઓની સમીક્ષાનું કાર્ય વિદ્વાન સાહિત્યકાર જૉસેફ મૅકવાન, આદરણીય અવંતિકાબેન ગુણવંત તેમજ યુવાલેખિકા વંદનાબેન ભટ્ટે સમય કરતાં વહેલું પાર પાડ્યું છે જે માટે હું તેમનો ખૂબ આભારી છું. નવસર્જકોની વાર્તાઓને ઝીણવટપૂર્વક વાંચીને તેઓને યોગ્ય માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવા માટે તમામ નિર્ણાયકોએ તેમના પરિણામ સાથે કેટલાક જરૂરી સૂચનો પણ મોકલી આપ્યા છે જેને ‘વાર્તાઓ અંગે મારું મંતવ્ય’ શીર્ષક હેઠળ આજે આ લેખ સાથે પ્રકાશિત કરવામાં આવ્યો છે.

હવે સ્પર્ધાના પરિણામની વિગત જોઈએ. વાર્તા-સ્પર્ધા 2008ની પ્રથમ વિજેતા કૃતિ બને છે : ‘ત્રીજો જન્મ ?’ જેના સર્જક 52વર્ષીય શ્રી નટવરભાઈ મહેતા અમેરિકાના રહેવાસી છે. એગ્રીકલ્ચરમાં M.Sc કરીને નવસારીમાં જીવનનો મોટો ભાગ પસાર કર્યા બાદ 1999થી તેઓ અમેરિકા ન્યુજર્સી ખાતે સ્થાયી થયા છે. છેલ્લા લગભગ 40 વર્ષથી તેઓ લેખનકાર્ય કરી રહ્યા છે અને તેમની અનેક વાર્તાઓ અમેરિકાના સુપ્રસિદ્ધ ગુજરાતી અખબારો અને સામાયિકો જેવા કે ‘ગુજરાત દર્પણ’, ‘ગુજરાત દર્શન’, ‘તિરંગા’ વગેરેમાં પ્રકાશિત થતી રહે છે. તેમની પ્રસ્તુત વિજેતા વાર્તા આધુનિક સમયના સ્ત્રી-પુરુષના સંબંધોના કેટલાક નાજુક મુદ્દાઓને વણી લઈને સ્ત્રીની માતૃત્વ ધારણ કરવાની અભિલાષાને ગૌરવ પ્રદાન કરે છે. વાર્તાની ગૂંથણી અને તેનો પ્રવાહ એટલો અદ્દભુત છે કે એકવાર શરૂ કર્યા પછી તે અંત સુધી જકડી રાખે છે. સમગ્ર કથાનું રહસ્ય તેના અંતિમ ફકરાઓમાં ખૂલ્લું થાય છે. વાર્તાની મુખ્ય વિષયવસ્તુ સાથે પાત્રોના સંવાદ, ભાષાની અભિવ્યક્તિ અને વિદેશી વાતાવરણનો માહોલ તેમણે સુપેરે ઉપસાવ્યો છે.

પરંતુ વાચકો આ જાણીને આશ્ચર્ય અનુભવશે કે આ પ્રથમ વિજેતા કૃતિને રીડગુજરાતી પર પ્રકાશિત કરી શકાય તેમ નથી ! તેમાં સાહિત્યિક દ્રષ્ટિએ વાર્તાની કોઈ ઉણપ કે દોષ નથી પરંતુ રીડગુજરાતીના વિવિધ ઉંમરના વાચકવર્ગને ધ્યાનમાં લેતાં શૃંગારવર્ણનો કે સુરૂચિભંગ થાય એવા અમુક સંવાદો પ્રકાશિત ન કરી શકાય તેવી સાઈટની એક મર્યાદા છે. વળી, સર્જક માટે એ જરૂરી નથી કે તે સાઈટના સ્વરૂપને ધ્યાનમાં રાખીને જ પોતાનું સર્જન કરે. નિયમોના આકરા બંધનથી સહજતા રહેતી નથી. સર્જકને જે વ્યક્ત કરવું હોય તેની મોકળાશ તેને મળી રહેવી જોઈએ. પાત્ર અને કથાવસ્તુને ન્યાય આપવા માટે લેખકે તે પ્રમાણે લખવું પડે છે. આથી, રીડગુજરાતી પર અમુક જ પ્રકારનું લેખન પ્રકાશિત થઈ શકે એ કારણથી સર્જકની કલમ બંધિયાર ન બનવી જોઈએ. કૃતિ પ્રકાશિત ન થઈ શકે તે માટે સામાયિકનું સ્વરૂપ કારણભૂત છે, એમાં સર્જકની કોઈ ખામી નથી. કદાચ તે લેખનને અનુરૂપ જે સામયિક હશે તેમાં તેને ઉત્તમ સ્થાન પ્રાપ્ત થશે. આથી, રીડગુજરાતીમાં પ્રકાશિત થાય તો જ એ શ્રેષ્ઠ છે એવો કોઈ માપદંડ બનતો નથી. નિર્ણાયકો આપેલા ગુણ કૃતિને શ્રેષ્ઠ સિદ્ધ કરવા માટે પર્યાપ્ત છે. આ મર્યાદાને કારણે જ ગતવર્ષે વાર્તા-સ્પર્ધાની એક વિજેતા કૃતિને પ્રકાશિત કરી શકાઈ નહોતી; પરંતુ ચાલુ વર્ષે વાચકોએ નિરાશ થવાની જરૂર નથી. વિજેતા નીવડેલી આ કૃતિ ઈચ્છુક વાચકો મેળવી શકે તે માટે અહીં સર્જકનો ઈ-મેઈલ અને ફોન નંબર આપવામાં આવે છે. આપ ફક્ત એક ઈ-મેઈલ કરીને તે PDF સ્વરૂપે આપના મેઈલબોક્સમાં તે મેળવી શકો છો. કૃપયા વિગત નોંધી લેશો : નટવરભાઈ જે. મહેતા. ઈ-મેઈલ : nmehta@us.loreal.com અથવા natnvs@yahoo.com તથા ફોન નંબર : +1 973-810-3422. આ વ્યવસ્થામાં સહયોગ કરવા માટે લેખકશ્રીને ધન્યવાદ અને પ્રથમ વિજેતા બનવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન.

વાર્તા-સ્પર્ધા 2008ની દ્વિતિય વિજેતા કૃતિ છે : ‘પારકી થાપણ’ જેના સર્જક 52 વર્ષીય શ્રીમતી રેખાબેન સિંધલ ટેનેસી (અમેરિકા)માં 1989થી સ્થાયી થયેલ છે. માઈક્રોબાયોલોજીમાં સ્નાતક પદવી મેળવીને તલાલા અને વેરાવળની શાળાઓમાં તેમણે શૈક્ષણિક સેવાઓ આપી છે. અમેરિકા સ્થાયી થયા બાદ ‘ગુર્જરી ડાયજેસ્ટ’ જેવા સામાયિકોમાં પ્રકાશિત થતી તેમની કૃતિઓ અને કવિસંમેલનો થકી તેમનો સર્જનનો ઉત્સાહ જળવાઈ રહ્યો છે. ત્યાંની ભારતીય સામાજિક સંસ્થાઓમાં પ્રમુખ અને ટ્રસ્ટીનો હોદ્દો સંભાળવાની સાથે ગણિત શીખવવાના વર્ગો પણ તેઓ ચલાવી રહ્યા છે. તેમની આ વિજેતા વાર્તા પિતાના મૃત્યુ બાદ ભાઈ અને બહેનના પારિવારિક સંબંધોની વાતને લઈને ગૂંથાયેલી છે. પિતાનું મૃત્યુ થતાં પરણિત દીકરીના મન પર તેની શું અસરો પડે છે તેનું ખૂબ સુક્ષ્મ આલેખન અહીં લેખિકાએ કર્યું છે. તેની મનોવ્યથા તે કોઈને કહી શકતી નથી. ભાઈ સાથેના સંબંધોમાં ક્યારેક તેનો રોષ ભભૂકી ઊઠે છે. અંતે મિલકત બાબતે આ સંબંધો નવો વળાંક લે છે. તેમની આ વાર્તા આવતીકાલે આપણે રીડગુજરાતી પર માણીશું. આપ તેમનો આ સરનામે rekhasindhal@comcast.net અથવા +1 6152608794 પર સંપર્ક કરી શકો છો. સ્પર્ધામાં દ્વિતિય પુરસ્કાર મેળવવા બદલ રેખાબેનને ખૂબ ખૂબ અભિનંદન.

આ સ્પર્ધાની તૃતિય વિજેતા કૃતિ છે : ‘રેતીનું ઘર’ જેના સર્જક છે 45 વર્ષીય શ્રીમતી પ્રીતિબેન ટેલર. તેઓ વડોદરા નિવાસી છે. અગાઉ તેમની કૃતિઓ ‘દિવ્ય ભાસ્કર’ અખબાર સહિત અન્ય સામાયિકોમાં પ્રકાશિત થતી રહી છે. ગુજરાતી ટૂંકી વાર્તા-લેખન સાથે તેઓ હિન્દી સાહિત્ય લખવાનો પણ શોખ ધરાવે છે. પોતાના સંતાનોને કેળવણી આપવા માટે પૂરતો સમય મળી રહે તે માટે વર્ષોથી ઉચ્ચ સરકારી નોકરી છોડીને તેઓએ ગૃહિણી બનવાનું પસંદ કર્યું છે. તેમની આ વાર્તામાં ભારતીય યુવતી વર્ષોના વિદેશ વસવાટ પછી પોતાના વતનની મુલાકાત લે છે ત્યારે સંબંધોમાં અનુભવાતી આત્મીયતા દષ્ટિગોચર થાય છે. તેને પોતાના બાળપણના દિવસો યાદ આવે છે. જેની સાથે તેના લગ્ન થવાના છે તે યુવકનો તેના પરિવાર સાથે તૂટેલો સંબંધ જોડવામાં તે નિમિત્ત બને છે. વાર્તા-સ્પર્ધાનું તૃતિય ઈનામ મેળવવા માટે પ્રીતિબેનને ખૂબ ખૂબ અભિનંદન. માનવીય સંબંધોને સ્નેહથી સીંચતી આ કથા ટૂંક સમયમાં આપણે રીડગુજરાતી પર માણીશું. આપ તેમનો આ નંબર પર +91 9898042275 / +91 265 2464658 અથવા આ સરનામે tailor.preeti@gmail.com સંપર્ક કરી શકો છો.

તમામ વિજેતાઓને પુરસ્કારની રકમ મોકલી દેવામાં આવી છે તથા ઉપલેટાના (રાજકોટ) એક વાચકમિત્ર શ્રી અમિતભાઈ પિસાવાડીયા તરફથી તમામ વિજેતાઓને એક ભેટ પુસ્તક મોકલવામાં આવનાર છે જેની નોંધ લેશો. આ ત્રણેય વિજેતા વાર્તાઓ ઉપરાંત ભાવનગરના શ્રી શક્તિસિંહભાઈ પરમારની ‘ખટાશ વિહોણી આંબલી’, અમદાવાદના શ્રી મોક્ષેશભાઈ શાહની ‘અગ્નિપરીક્ષા રામની’, મુંબઈના પાયલબેન શાહની ‘છાયા-પડછાયા’, શર્વરીબેન ભાર્ગવની ‘જરાસંધ’ ખૂબ મનનીય રહી છે. સ્પર્ધાની ચૂંટેલી કેટલીક વાર્તાઓ આપણે સમયાંતરે સાઈટ પર માણતા રહીશું. તમામ સ્પર્ધકોનો પ્રયાસ પ્રશંસનીય છે. સૌની કલમ સતત વિકસતી રહે તેવી શુભકામનાઓ. પરિણામની વિસ્તૃત વિગત આપ અહીં Click Here જોઈ શકો છો. રીડગુજરાતીના વાચકોને નમ્ર વિનંતી કે તેઓ ઈ-મેઈલ દ્વારા પોતાની પ્રસન્નતા વ્યકત કરીને સૌ વિજેતાઓને પ્રોત્સાહિત કરે.

સૌ સ્પર્ધકો નિર્ણાયકોનો સંપર્ક કરી શકે તે માટે તેમના સરનામા અને ફોન નંબર અહીં આપવામાં આવે છે :

[1] અવંતિકા ગુણવંત
‘શાશ્વત’, કે.એમ. જૈન ઉપાશ્રય સામે, ઑપેરા સોસાયટીની બાજુમાં, પાલડી.
અમદાવાદ-380007. ફોન : +91 79 26612505

[2] વંદના ભટ્ટ
કાલુપુર કૉ-ઑપરેટિવ બૅન્ક. 54, પુનિતનગર સોસાયટી,
વેક્સિન ઈન્સ્ટીટ્યૂટની સામે, ઓલ્ડ પાદરા રોડ, વડોદરા-390015
ફોન : +91 9428301427.

[3] જૉસેફ મૅકવાન
‘ચન્દ્રનિલય’, સૂર્યનગર સોસાયટી, ઝેવિયર્સ રોડ, આણંદ-388001.
ફોન : +91 2692 254486.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાર્તાઓ અંગે મારું મંતવ્ય – સંકલિત
દેવભૂમિનું દૈવી પુષ્પ બ્રહ્મકમળ – કેતન બારિયા Next »   

39 પ્રતિભાવો : વાર્તા-સ્પર્ધા : 2008 પરિણામ – તંત્રી

 1. nayan panchal says:

  દરેક વિજેતાઓને, સ્પર્ધકોને, નિર્ણાયકોને અને મૃગેશભાઈને મારા હાર્દિક અભિનંદન.

  આપણી યાત્રા આમ જ અવિરત ચાલતી રહે એવી પ્રભુપ્રાર્થના. નવા નવા લેખકોની કૃતિઓ માણવાની રાહ જોઉં છું.

  નયન

 2. RAZIA MIRZA says:

  નમસ્કાર, મૃગેશભાઇ,
  વાર્તા સ્પર્ધા ના પરિણામ ની આતુરતા હતી.અને લો પરિણામ પણ આવી ગયું.નટવારભાઇ, પ્રીતિબહેન તથા રેખાબહેન ને ખૂબખૂબ અભિનંદન. સાથે નિર્ણાયક તરીકે ની મહત્વની ભુમિકા બદલ શ્રી જોસેફભાઈ, અવંતિકાબેન તથા વંદનાબેન ને મારા હ્રદયપુર્વક અભિનંદન>
  “રીડ ગુજરાતી તથા શ્રી મૃગેશભાઈ ને તેમની સેવાઓ બદલ મારા ખુબ…જ.. અભિનંદન.
  રઝિયા મિર્ઝા.

 3. sadruddin batada says:

  Natwar bhai Priti ben Ane Rekh bhene Temnee Kruteenee pasandgee thva Badal Antahkarn purvaknee hardek Vadahi pathvu chu ane aasa che ke aap saunee kolmma u5rottar vdharo thato rahe tevee shubh kamnaao sathe virmu chu.
  all the Best.

  me pan aa saprdhama part lidho hato listma maru nam 5per che.
  sadruddin Batada
  sadru_batada@yahoo.com

  joke

 4. અતુલ જાની (આગંતુક) says:

  ઘણી વાર મને એમ થાય છે કે કૃતિ મહાન કે કૃતિકાર ? બેશક જ કૃતિકાર મહાન છે તેમ છતાં કૃતિકાર જીવે છે પોતાની કૃતિ થકી. મહર્ષિ વેદવ્યાસ આજે આપણી વચ્ચે જીવી રહ્યા છે તેમના અપૂર્વ શાસ્ત્રો થકી. શંકરાચાર્ય આપણી વચ્ચે આજે પણ તેમના ભાષ્યો દ્વારા જ્ઞાનમુર્તી તરીકે વસી રહ્યાં છે.

  સહું કોઈ વાર્તા-સ્પર્ધકોને અભીનંદન. વિજેતાઓને વિશેષ અભીનંદન. આયોજકો અને નિર્ણાયકોને ખુબ ખુબ ધન્યવાદ.

 5. dhara says:

  congrats to all the winners.
  warm wishes to all the participants who did not win but participated.
  i m interested in reading all 33 stories, mrugeshbhai-will it be possible in this year?

  dhara shukla/swadia

 6. Sarika Patel says:

  I heartly congrates to all the winners. I hope in future they will give more
  interesting stories to us. Mrugeshbhai it is not possible to read all winners stories on readgujarati website?

  congrates again to all participates.

  Sarika

 7. Editor says:

  સૌ વાચકોનો આભાર.

  આવતી કાલે વાર્તા-સ્પર્ધાની દ્વિતિય વિજેતા કૃતિ આપણે માણીશું અને તે પછી જેમ જેમ સમય મળે તેમ તેમ મહત્તમ કૃતિઓ આપણે સાઈટ પર માણતા રહીશું.

  ધન્યવાદ.
  તંત્રી.

 8. Niraj says:

  Congratulations to all the participants and winners… Winners are getting the prizes and that is fine but what about the losers? They need the most of encouragement, isn’t it?

 9. Natver Mehta, Lake Hopatcong, NJ, USA says:

  સહુ પ્રથમ તો શ્રી મૃગેશભાઈનો ખુબ ખુબ આભાર. ગુજરાતી ભાષાની અનન્ય એવી સેવા કરવા બદલ, રોજ રોજ નવું નવું શિષ્ટ, સુંદર, રસિક સાહિત્ય રજુ કરવા બદલ…

  મેં જ્યારે મારી વાર્તા ‘ત્રીજો જન્મ ?’ સ્પર્ધા માટે મોકલી ત્યારે જ મને વિશ્વાસ ન હતો કે મૃગેશભાઈ મારી વાર્તા સ્પર્ધામાં લેશે!!

  પરતું, આજે એ વાર્તા વિજેતા નીવડતાં મને તો ગુજરાતી ભાષાનું નોબલ પ્રાઈઝ મળ્યા જેટલો આનંદ થયો. વાર્તા લખતાં થયેલાં ઊજાગરાં આજે વધુ મીઠાં લાગ્યા!!

  નિર્ણાયકો, વિદ્વાન સાહિત્યકાર જૉસેફ મૅકવાનસર,આદરણીય અવંતિકાબેન ગુણવંત તેમજ યુવાલેખિકા વંદનાબેન ભટ્ટનો પણ ખુબ ખુબ આભાર.

  ‘ત્રીજો જન્મ ?’ રીડ ગુજરાતીના મૃદુ પૃષ્ઠો પર દેહ સ્વરૂપ પામી નથી શકવાની તેનો થોડો રંજ તો રહેવાનો. પરતું, સાથે સાથે એ આનંદ પણ છે કે, દેશ અને દુનિયામાં વસતા સાહિત્યરસિકોના સીધા સંપર્કમાં હું આવી શકીશ, વધુ મિત્રો – સાહિત્યજનો સાથે ઈમેઇલ, ફોન, પત્ર મારફત મળી શકીશ. આશા રાખું છું કે, સહુને મારી વાર્તા પસંદ આવે. પરિણામ વહેલું જાહેર કરીને શ્રી મૃગેશભાઈએ થોડો સુખદ આંચકો આપ્યો. મેં હમણા જ ‘ત્રીજો જન્મ ?’ ને યુનિ કોડમાં રૂપાંતરિત કરવા માંડી છે. મને બહુ પ્રેક્ટિસ નથી એટ્લે સમય લાગશે. મારી પાસે મારી હસ્તલિખિત કૃતિ PDF Formatમા છે એ હાલે હું સહુને મોકલીશ.

  સહુને નમ્ર વિનંતી કે, મને ‘ત્રીજો જન્મ ?’ વિશે નિખાલસ અભિપ્રાય મોકલશો. આ માટે આપ આપણી રીડગુજરાતી.કોમ પર પ્ણ કોમેન્ટ કરશો તો ઘણુ જ સારું. આ માટે પરવાનગી આપવા શ્રી મૃગેશભાઈને નમ્ર વિનંતી છે. પરવાનગી આપશોને?

  વધું તો શું લખું? સહુનો ફરી ખુબ ખુબ આભાર!!

  નટવર મહેતાના વંદન

 10. Shweta Mehta says:

  Congrats to All the winner. Dad, I am really glad that you won the first price. You very well deserve it. I have been your biggest fan and will always be. Love you always dad. Mrugeshbhai Thank you for posting my dad’s stories.

  Sincerely

  Shweta Mehta

 11. Keval Rupareliya says:

  વિજેતાઓને શુભેચ્છા. કાલ ની રાહ.
  નટવરભાઇનો આભાર.

 12. Tejash Patel says:

  I guess I am the first one to receive the hand-written copy of “Trijo Janma?” from Mr. Natver Mehta. He was very kind and quick to send the copy to me by email. I read the whole story. It was like a ride with thrill and suspense. The suspense kept building until the end. The character of Neha is portrayed with lots of sensibilitiy and inner strength. I liked it very much. I agree with that the story has some sexually explicit content in it so it should preferably be NOT published on RG.

  Many congratulations to the author and last but not the least, Mrugeshbhai.

  Thanks,
  Tejash Patel
  ON Canada

 13. Margesh says:

  Dear Mrugesh Bhai,
  Natwar Bhai sent me the Story ‘Trijo Janma?’ in pdf @ 29 pages and i read it on one sit…really i can say that its the best story so far i’ve read. what an excellent binding of the subject thr’ out the story and what an excellent thinking about the modern relationship.
  And one more thing i didnt find any such content that you can not publish it on readgujarati. The whole story is having very healthy subject.
  so i request you to publish this story on our site.

 14. Keval Rupareliya says:

  નટવરભાઈની વાર્તા ખરેખર સરસ છે.વાર્તા મોકલવા માટે નટવરભાઈનો ખુબ ખુબ આભાર.

 15. ભાવના શુક્લ says:

  વિજેતા થનાર મિત્રો અને તેનાથી પણ વધુ વાર્તા લખવાનો સફળ પ્રયાસ કરનાર તમામ મિત્રોને હાર્દીક અભિનંદન.

 16. Rekha Sindhal says:

  નટવરભાઈની વાર્તામાં ક્યાંય સુરુચિભંગ નથી. રીડ ગુજરાતીનું ધોરણ સમાજને અનુરૂપ જાળવવું પડે તે સમજી શકાય પણ વાર્તા ખરેખર ઉત્તમ છે. નટવરભાઈને ધન્યવાદ.

 17. Payal says:

  Once again congrates to Natawatbhai for geeting first prize. I have read his story..Its wonderful story. I have read in one seat…amazing charatcters with mixure of new thinking and technologies…Once and last its best things to read ever..thanks .

 18. અતુલ જાની (આગંતુક) says:

  ત્રીજો જન્મ – એક જબરદસ્ત નારીની શક્તિ-ગાથા વર્ણવતી અનુપમ કથા. સતત મુંગા અત્યાચારો કરતા રહેવા છતાં પોતે જાણે નિર્દોષ અને પ્રેમાળ છે તેવો દંભ કરતા પુરુષોને મારવામાં આવેલ સણસણતો તમાચો એટલો જોરથી મારવામાં આવ્યો છે કે હવે તે ફરી કશું સાંભળી શકશે કે કેમ તે કહેવાય નહી.

  નટવરભાઈને ખુબ ખુબ ધન્યવાદ. શ્રી નટવરભાઈ આપની કલમમાં તાકાત છે. હજુ વધુને વધુ સામાજિક પ્રશ્નોને આપની કેળવાયેલી કલમ દ્વારા વાચા આપતાં રહેશો તો સમાજની એક સુંદર સેવા ગણાશે.

 19. nayan panchal says:

  ત્રીજો જન્મ ખૂબ જ સરસ વાર્તા છે, એકી બેઠકે વાંચી જવી પડે તેવી વાર્તા. નટવરભાઈની શૈલી એટલી જીવંત છે કે જાણે નજર સામેથી દ્રશ્યો પસાર થતા હોય flashback નો પણ તેમણે ખૂબ જ અસરકારક રીતે ઉપયોગ કર્યો છે. નટવરભાઈને ખૂબ અભિનંદન.

  નયન

 20. Kavita says:

  Many congrats to all the winner. Also big thankn you to Mrugeshbhai.
  I am looking forward to reading “trijo Janm”.

  Once again thanks & congrats.

 21. ભાવના શુક્લ says:

  “ત્રીજો જન્મ”, પ્રથમ વાર વાર્તા વાચતા-વાચતા અનેક મનોમંથનો આવ્યા અને બદલાયા.. બાળકી વિધીનો માતા માટેનો તલસાટ જોતા પ્રથમ તો માતા પર ગુસ્સો જ આવતો હતો. થયુ કે હવે આગળ વાચવુજ નથી (સ્ત્રી સહજ લાગણીવિવશતા જ તો..) પણ પછી મકકમ મન કરી અંત સુધી વાચી અને ૨૯ પાનાની હસ્તલિખિત કૃતિ મા દરેક પાને વિચારો અને મંથનો બદલાતા રહ્યા અને અંત સુધીમા તો હૃદય પર હાથ મુકાઈ ગયો. વાર્તા જાણે વાર્તા ન રહી પણ કોઇ અંતરંગ સખીની આપવિતિ સમાન બની રહી. સ્ત્રીના દરેક કોમળ ભાવો અને શક્તિના દરેક સ્ત્રોતને એક લેખકની કલમ વાર્તા સ્વરુપે પણ બારીકાઈ ભર્યો આટલો ન્યાય આપી શકી તે જાણી ખુબ આનંદ થયો. નટવરભાઈ ને ખુબ ધન્યવાદ… પ્રથમ ઇનામને ડિઝર્વ કરી રહી વાર્તા. ખાસતો નિર્ણાયકોની નિર્ણય શક્તિને ને પણ ખુબ દાદ દેવી ઘટે.

 22. હોંચીરામ says:

  પરંતુ વાચકો આ જાણીને આશ્ચર્ય અનુભવશે કે આ પ્રથમ વિજેતા કૃતિને રીડગુજરાતી પર પ્રકાશિત કરી શકાય તેમ નથી ! રીડગુજરાતીના વિવિધ ઉંમરના વાચકવર્ગને ધ્યાનમાં લેતાં શૃંગારવર્ણનો કે સુરૂચિભંગ થાય એવા અમુક સંવાદો પ્રકાશિત ન કરી શકાય તેવી સાઈટની એક મર્યાદા છે. – તંત્રી

  મૃગેશ, તમે કરેલું ઉપરનું વિધાન નાની ઉંમરે ચડેલી વધુ પડતી ચોખલાઈનું પરિણામ છે. મોટા સાહિત્યકારો જેવા દેખાડવાના અને ચાવવાના દાંત જુદા રાખવાથી બચજો. તમે જ ત્ંત્રી લેખમાં કહ્યું હતું કે દરેક વાચન એની રીતે અલગ છે અને જીવનમાં દરેક રસ જરુરી છે. વળી તમે તો તમને ગમતી પ્રવૃત્તિ કરો છો કે સમાજના ઠેકેદાર છો?

  રીડગુજરાતી જાણે કોર્પોરેટ હાઊસ હોય એમ વાર્તા સ્પર્ધાનું તૂત ઉભું કર્યું. મોટા ગજાના લેખકોને વાર્તાઓ જોવા રોક્યા અને પછી એમના નિર્ણયને સાદર સ્વીકારી પ્રથમ ન્ંબરની વાર્તા લોકો સુધી પહોચાડવાને બદલે ચાવળા વેડા કરી જાતને સાધુ સ્ંત સાબિત કરવા નીકળી પડ્યા.

 23. Dilip Shah says:

  MAE VARTA VANCHI CHHE ANE AEMAN KAINPAN VANDHAJANAK KE UTEJAK NATHI. TV MA ANATHI VADHARE UTEJAK DRSHYO HOY CHHE. HUN AA AEK JAVABDAR PITA THARIKE PAN KAHU CHUN.

  Dear Shri Natvarbhai,
  Namaste !

  Varta Khubaj sundar che. Hun varata bij ane aena askhalit pravah thi khubj prabhavit chun. Aa umnare ane America ma rahi, jyan Gujarati lakhvanu bahuj ochun thatu hashe, tyayn atala suvachya akshar, khubj saras vat che. Hun ahia rahine pan akshar sachvi nathi shakyo theno afsos anubhav karave che.

  Varta no pravah, kharekhr sadsadat, vankichuki pan dhasmasti nadi na pravah ni jem ja. Kyarek, have pachi Nehane Akash na to thik che pan Vidhi na jivan ma pachhi lavso, pan Aekta ni serial jem nahi.

  Varta koi pan stree ni potana hovapana no pradurbhav tadrushya kare che.,

  Kubj sundar kathabij mate pan abhinanandan !

  Kyarek rubru marvani ichha sahte, marvani atle bhera thavani, just jokingly !,

  Dilip

 24. Himanshu Zaveri says:

  નટવરભાઈની વાર્તા ‘ ત્રીજો જનમ ‘ વાંચી, વાર્તા વાંચતી વખતે એક તબ્બકે તો લાગ્યુ કે હવે મારે આગળ નથી વાચવુ કારણ કે જે રીતે નેહાનુ પાત્ર મગજ આગળ ઉપસ્થીત થતુ હતુ કે લાગ્યુ કે નેહા વધારે પડ્તી સ્વાર્થી હતી પોતાની જાતને માર્તૂત્વ પાર્પ્ત કરવા માટે. અને કદાચ મને એવૂ થતુ હતુ કારણ કે મન એક પૂરુષ તરીકે વાંચતૂ હતુ પણ જે રીતે વાર્તા આગળ વધતી હતી તે માટે તેને પુરી રીતે વાંચયા વગર મનને ચેન પડે તેમ નહતુ. વાર્તા ખુબ જ સરસ રીતે આગળ વધતી હતી, હવે પછી આગળ શુ હશે તેની કલ્પના પણ કરી શકાય તેમ ન હતુ કારણકે પ્રારંભથી વાર્તામા હવે આમ થશે અને તેમ થશે તેની કલ્પના ખોટી પડ્તી હતી પણ અંતમા જે રીતે નારીના મનની અભિવ્યક્તી ( નેહાના મનની ) કરાય હતી તે ખરેખર જ ખુબ જ સારી રીતે વર્ણન થઈ હતી. બીજુ મારા મતે આ વાર્તા રીડગુજરાતીમા પણ પ્રકાશિત કરી શકાય કારણકે આજના આ જમાના પ્રમાણે તો વાર્તા ખાસ્સી moderate કહી શકાય એમ છે. પણ વાર્તા ખરેખર પહેલા નંબરને અનુરુપ છે. નટ્વરભાઈ અને મ્રુગેશભાઈ બંનેનો આભાર્ નટ્વરભાઈને આટ્લી સારી વાર્તા લખવા બદલ અને મ્રુગેશભાઈને આ વાર્તાસ્પર્ધા યોજવા બદલ અને નિર્ણાયકોને તેમનો સમય વાર્તાને વાંચીને નંબર આપવા બદલ.

 25. Rekha Parikh says:

  Shree natverbhai,
  Thank you for sending me your Varta. congratulations !! You got first prize and you deserve it.
  Very very nice story. I like this story very much.I am not a author but a reader . But I can say that”Of all the rights of women, the greatest is to be a mother.” and most beautiful experience in this world.. you described this feeling very very nicely and effective.Again thank you very much and expecting more and more stories from you.

  Many congrats to all the winner. Also big thank you to Mrugeshbhai

 26. Ashish Dave says:

  Thanks Mrugeshbhai for all your hard work behind the 2008 story-competition. And congratulations to Natwarbhai for putting such a high-class story. Even though it was not a suspense thriller I had to finish it in one shot. Your style is such that even though I was reading the story I had a visual screen running throughout. This could be a fine plot for a Hindi movie…

  I do not see why such stories cannot be published on RG. I would not mind my daughter reading this story.

  Thank you again and looking forward to more such stories.

  Ashish Dave
  Sunnyvale, California

 27. Natver Mehta, Lake Hopatcong,NJ, USA says:

  પ્રિય વાંચકો ,
  અહિં મારા દિલની થોડી વાતો રજુ કરવાની રજા લું છું…….
  હું સામાન્ય લેખક છું.. નિજાનંદ માટે લખવાનું શરૂ કરેલ અને લાંબા સમયથી લખું છું એટલે હથોટી બેસી ગઇ છે.. બાકી બીજું કંઇ નથી!!
  દરેક લેખક માટે પ્રકાશક, વિવેચક, નિર્ણાયક કરતાં વાંચક મહાન છે!! પ્રકાશક રચનાને નાણે છે, નાણા મેળવે છે, વિવેચક – નિર્ણાયક તાણે છે…… જ્યારે, વાંચક રચનાને જાણે છે!! માણે છે ને, યોગ્ય હોય તો વખાણે છે..!!! દરેક લેખકની દિલની ઇચ્છા એક જ હોય છે કે વધુને વધુ વાંચકો સુધી એ પહોંચે.. એની રચના પહોંચે… વાંચક લેખક માટે, મારા માટે પ્રભુ છે…એટલે આ ઘડીએ આપ સહુને હું મારા નમ્ર વંદન પાઠવું છું..

  આ માટે માધ્યમ પુરું પાડવા બદલ આપણે સહુ શ્રી મૃગેશભાઇ શાહના પણ ઋણી છીએ.. “ત્રીજો જન્મ?” એમણે રીડગુજરાતી પર ન મુકીને મારા પર ઉલટો ઉપકાર કર્યો છે કે, જેથી હું સીધે સીધો મારા વાંચકોના પરિચયમાં આવ્યો….અને વધુ આવીશ…

  આટલા ત્રણ ચાર દિવસોમાં મારી વાર્તા “ત્રીજો જન્મ?” ઘણાના હૈયાં સુધી સીધે સીધી પહોંચી!! મારા જેવા એક સામાન્ય લેખકને આનાથી બીજું વધું શું જોઇએ? અને ઘ…….ણા વાંચકોએ મને ઇમેઇલ કરી, ફોન કરી અભિનંદન પાઠવ્યા, વાર્તાના અતં વિશે સુચનો આપ્યા… એ બદલ હું આપ સહુનો આભાર માનું છું..

  ઘણા વાંચક-પ્રભુએ મારી અન્ય રચનાઓ ક્યાંથી મળેની પૃચ્છા પણ દિલથી કરી મારી અન્ય રચનાઓ માટે રસ દાખવ્યો છે… સામાજીક, રહસ્ય, હાસ્ય એમ દરેક રસમાં મેં મારી કલમ ડૂબાડી છે… અરે!! એક ભુત કથા પણ લખી છે!! પણ એ બધું મારા હસ્તાકરમાં PDF Format માં જ છે!! મારી પાસે સમય પણ નથી..

  આમાની એક વાર્તા સરપ્રાઇઝ તો રીડગુજરાતી પર પણ આવી ગઇ છે!!!! આપ એ વાર્તા અહિં માણી શકશો… લિંક છે…
  http://www.readgujarati.com/sahitya/?p=792

  અરે!!! બંદાએ કવિતાઓ પણ લખી છે !! એમાંથી ત્રણ રીડગુજરાતી પર પણ આવી ગઇ છે. આપ એ કવિતા અહિં માણી શકશો… લિંક છે … http://rdgujarati.wordpress.com/2006/09/21/natvar-mehta/
  મારા બધાં સર્જનો “ત્રીજો જન્મ?” કક્ષાના ન હોઇ શકે એ સ્વાભાવિક છે…. (ઘણી વેદના ..સંવેદના પછી ત્રીજો જન્મ થાય છે… )છતાં પણ જે કોઇ રસિકને મારી કૃતિ માણવાની ઇચ્છા થાય હોય તો મને natnvs@yahoo.com અથવા nmehta@us.loreal.com પર ઇમેઇલ કરવા વિનંતિ છે…. હું મારી વાર્તાઓ વારાફરતી મોકલીશ..
  આપ સહુએ મને પ્રોત્સાહિત કર્યો.. મેં દિલથી, જાગી જાગીને આપ સહુને ઇમેઇલ મારફત “ત્રીજો જન્મ?” ની નકલ મોકલવાનો પ્રયાસ કર્યો છે.. છતાં પણ જો કોઇને ન મળી હોય તો દિલગીર છું.. મારા યાહુનો મેઇલ બોક્ષ ઓવર ફ્લો થઇ ગયો હતો આપના પ્યારથી…આવો જ પ્યાર બતાવતા રહેવા કૃપા કરતા રહેશો…
  હા, કોઇને ટપાલ મારફતે હાર્ડ કોપી જોઇતી હોય તો પણ મોકલીશ!!
  આપ સહુનો આભાર
  નટવર મહેતાના હાર્દિક સ્નેહ વંદન……

 28. Kaushik says:

  Congratulation to Natver Mheta.. I got his story from my friend who got it directly from Mhehta !! What a wonderful plot!! I never read Gujarati , but my friend insist me and call me to read the Trijo Janm. It is like a plot of cinema , a manuscript, fast flowing and twist in the end but believe me I was shocked .
  I forget to drink my beer. The dialogs are awesome.. Neha is great lady. I am also impressed with author request to comment on readgujarati.com..I visited the site first time and I did not know where to how to comment , But Mr Mhehta has given link in his letter.
  I am surprised that the editor has not left any space to comment for his story though he has won the first prize!! It is weird.. If editor is not able to publish, he should keep some space for comment for Natver Maheta’s story..
  I should say Mr. Natver Mehta has to register his story Trijo Janm otherwise some produce /director like (Bhatt Brothers) will make a movie on this story without knowing him…
  Once again Bravo Mr Natver Mheta

 29. Mukund,Austin says:

  પત્નિને લેપ ટોપ લે રડ્તિ જોઇ નવાઇ લાગિ ને પુછ્યુ તો એણે મને નટવર મ્હેતાની ત્રીજો જંન્મ વાર્તા વાચવા માતે આગ્રહ કર્યો… મે એ વાચિ બે વાર – તન વાર વાચિ. વારતાના પ્રવાહમા હુ પન તનાય ગયો…. આવુ બને એવુ પત્નિએ પુછ્યુ.. નટવરભાઇએ આવો વિચાર કેવિ રિતે આવ્યો.. ધન્યવાદ નટવરને!! તમારિ કલમમા જાદુ છે… વાચકને તમે તાણિ જાઓ છો… તમારિ વાત ના પ્ર્વાહમા.. એક એક શ્બ્દ જોખિ જોખિને વાપર્યો છે. સરૂઆતથિ જ જકદિ લેવાનિ અને પછે વાચકને વિચાર્તા કર્વાનિ. વળી તમે કવિ છો એ પન જાન્યુ. એતલે જ વાર્તામા કવિતા-ગજલના શેર પન મુક્યા એ ગમ્યુ તમારિ એ આખિ ગજલ લ્ખો તિઆરે વાચવા મલે એવિ આશા. અહિ અમેરિકામા રહિને પન વિક ડૈ મા પન તમે બધાને તમારિ વાર્તા મોકલિ એ પન માનિ ન સકાય એવુ છે.
  તમારિ સરપ્રાઇઝ વાત્રા પન ગનિ જ ગમિ..
  એડિતરને એતલિ વિંનતિ કે નત્વર ભાઇનિ વાર્તા માતે હોમ પેજ પર જો કોઇ લિંક આપો તો સારુ જેથિ વાચકો ને તકલિફ ન પદે…ત્મારો આભાર કે ત્મે આવિ સ્પ્ર્ધા ઓજી
  મુકુદ

 30. Keki Firoz says:

  ધન્યવાદ નટવરભાઇને.ટ્મારિ વારતા તિજો જનમ વિજેતા બનેલી બે વારતાઓ કરતા ઘણી જ આગળ છે. ક્દાચ આ સદિની વારતા જ નથી. એમા સંવાદ છે વિવાદ છે નવી જ વાતો છે..ક્યાક અશિશ્ટ નથી. કંઇ અયોગ્ય નથી . સેક્સ નથી. તમારી વારતાનો સંવાદ લે ને કહું ,તો લ્યાનત છે મૃગેશ તને કે. તે આ વારતા સાઇટ પર ન મુકી.
  મને ખબર નથી કે મૃગેશભાઇ તમો તમારી સાઇટ પર આવતી કોમેટ વાચતા હો. વાંચતા હોઅ એવુ લાગતુ તો નથી.
  હુ તો એટ્લુ જ કહીશ કે એક દિવસ તમને અફસોસ થસે..

 31. Rashmita Lad says:

  Dear Natvar Uncle,

  First SORRY………

  “TRIJO JANAM”…….i like the story very much.mane hamesha aevu lagtu ke nari na man na manobhovo…….samvedana ek shtree sari rite samji sake che. .parantu tame je rite nayika na manobhavo ne aalekhya che te kabile tarif che.ane kahyu che ke ‘MA banvu e to har shtree nu sapnu che”…aagal pan tame aavi rite sundar varta lakhata raho avi shubkamna.

  T HANKS mane tamari lagnisabhar varta moklava badal.

  from,
  Read gujarati user,

  Rashmi Lad.

 32. ansh says:

  મૃગેશભાઈ તમને અને બધા સ્પર્ધકોને અભિનંદન. બસ એક જ વાતની વિનંતી હતી કે એવુ શક્ય હોય તો કરજો કે બધા ૩૩ સ્પર્ધકોની કૃતીઓ જો વાંચવા મળેને તો જોઈતી હતી….એટલે કે અહીં મુકી શકો તો તમારો આભાર. વિનંતી એટલે છે કે આપણી સ્પર્ધાના માનનીય જજો દ્વારા શ્રેષ્ઠ નંબર તો મળ્યા છે પરંતુ કૃતીનો નંબર ન આવ્યો હોય છતા વાંચકોને એમના વાંચનના રસ મુજબ કદાચ એ કૃતીઓ વાંચવી ગમે……. એટલે શક્ય હોય તો એ કૃતીઓ અહીં વાંચવા મળે એવી કંઈક સગવડ કરજૉ……….અને બિજું એ જાણવું હતું કે મારા એક મિત્ર ક્યારેક ક્યારેક સારી સારી પંક્તીઓ લખતા હોય છે તો આપડે એવી કોઇક વ્યવસ્થા ખરી કે એ અહીં વાચ્યરસીકો માટે મુકી શકાય અને લોકોના અભિપ્રાયો દ્વારા લખનારને પણ પ્રોત્સાહન મળે………………

 33. Rinku says:

  Congratulations to Mr. Mehta…

  Trijo Janam is a such a lovely story… very nicely represented…
  especially the thriving emotions and fellings of a women to become a mother…

 34. પ્રિય વાંચકમિત્રો,
  નટવર મહેતાનાં સાદર વંદન…

  આપને યાદ તો હશે જ કે મારી વાર્તા “ત્રીજો જન્મ?” ને આપણી માનીતી અને જાણીતી રીડગુજરાતી.કોમ દ્વારા ૨૦૦૮ માં યોજવામાં આવેલ વાર્તા સ્પર્ધામાં પ્રથમ ઇનામ પ્રાપ્ત થયેલ..

  રીડગુજરાતી.કોમના ધારા ધોરણ પ્રમાણે તંત્રીશ્રી મૃગેશભાઈ શાહ એ વાર્તા “ત્રીજો જન્મ?” અહિં પ્રકાશિત કરી શક્યા ન્હોતા..

  હા, ઘણા મિત્રોને ઇમેઇલ મારફતે એ વાર્તા પહોચાડવાનો મેં પુરતો પ્રયત્ન કર્યો હતો..

  હવે એ વિજયી વાર્તા આપ મારા બ્લોગ પર આપ ફરીથી માણી શકો છો..
  બ્લોગનું સરનામું છેઃ

  http://natvermehta.wordpress.com/

  આપે મને પત્ર, ઇમેઇલ અને ફોન મારફતે “ત્રીજો જન્મ?” માટે આપના પ્રતિભાવો જણાવ્યા હતા, છતાં. ફરી એક વાર મારા બ્લોગની મુલાકાત લઈ એને પાવન કરવા આપ સહુને નમ્ર અરજ છે.
  હા, આપના પ્રતિભાવો પણ આપવા કૃપા કરશોજી..

  આપનો બ્લોગાભિલાષી,
  નટવર મહેતા

 35. […] જ કે મારી વાર્તા ‘ત્રીજો જન્મ?’ ને રીડગુજરાતી.કોમ દ્વારા ૨૦૦૮માં યોજવામાં આવેલ […]

 36. […] વાર્તા ‘ત્રીજો જન્મ?’ રજુ કરૂં છું. રીડગુજરાતી.કોમના સંપાદક શ્રી મૃગેશભાઇ શાહનો હું […]

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.