અપેક્ષા – કિંજલ શાહ

[માઈક્રોબાયોલોજીમાં મુંબઈ ખાતે અભ્યાસપૂર્ણ કરી, તાજેતરમાં લગ્નબાદ ગૃહિણી બનીને અમેરિકા સ્થાયી થયેલા કિંજલબેનની આ પ્રથમ કૃતિ છે. નવરાશની પળોમાં વાંચનની સાથે તેઓ લખવાનો શોખ ધરાવે છે. રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે કિંજલબેનનો (આર્કન્સેસ, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : kinjalshah25@gmail.com]

ઘરમાં લગ્નનું વાતાવરણ હતું. હજુ ગઈ કાલે જ અનુ અને મૌલિકના લગ્ન ધામધૂમથી પતી ગયા. બધા ખુશખુશાલ હતા. ભવ્ય લગ્ન… અને ભવ્ય રિસેપ્શન. આમ તો મૌલિક અમેરિકામાં રહે છે પરંતુ આજકાલ જેમ બધા કરે છે તેમ તે લગ્ન માટે હમણાં સ્વદેશ આવ્યો છે. અઠવાડિયા પછી તો બંને અમેરિકા પરત ફરવાના.

લગ્ન પછીનો બીજો જ દિવસ હતો એટલે શુકન માટે ઘરના બધા જ સ્ત્રી સભ્યોએ અનુને કંસાર બનાવવાનું કહ્યું. એમ.બી.બી.એસ. ભણેલી અનુએ ક્યારેય કંસાર બનાવ્યો ન હતો. છતાં આસપાસ મૂકેલી વસ્તુઓથી જેવો આવડ્યો એવો કંસાર એણે બનાવ્યો; જે ખાવાલાયક તો નહોતો જ ! ઘરની તમામ મહિલાઓ આ જોઈને હસી પડી. એક ભાભીએ તો હસતાં હસતાં કહી દીધું : ‘ચાલે એ તો અવે…. અનુભાભીને અમેરિકામાં વળી ક્યાં કંસાર બનાવવાનો છે ? ગળ્યું ખાવાનું મન થાય તો તમતમારે કેક લાવીને ચલાવી લે જો….’ ત્યાં વળી કાકી બોલ્યાં : ‘મારા ભત્રીજાને તો કંસાર બહુ ભાવે છે પણ ડૉક્ટર વહુ કંસાર થોડો બનાવે !’ ફરી પાછા બધા હસી પડ્યા. આમ જોવા જઈએ તો આ મજાક જ હતી. કોઈએ અનુને મ્હેણાં-ટોણાં નહોતા માર્યાં. સાસુએ તો તરત જ જાતે કંસાર બનાવી લીધો અને અનુને શીખવાડ્યો પણ ખરો કે ‘બેટા, મૌલિકને બહુ ભાવે છે તો આવી રીતે તું બનાવજે. તેં હાથ લગાડી દીધો એટલે શુકન થઈ ગયા કહેવાય.’

ભણેલું-ગણેલું અને સભ્ય-સમજું ખાનદાન હતું. વાત ત્યાં જ પતી ગઈ. બધાં સમજતા હતાં કે આજકાલ ભણતા-ભણતા આવેલી છોકરીને બધું બનાવતા ના આવડતું હોય. તેમ છતાં એકવાર હાસ્યનું મોજું તો ફરી જ વળ્યું કે ‘પહેલા દિવસે મૌલિકની પત્નીએ શું કંસાર રાંધ્યો હતો ! જોવા જેવો હતો ! તપેલી સાથે ખાવો પડે એવો હતો !!’ રમુજમાં વાતો થતી રહી. રાત્રે સૂતાં પહેલાં અનુ પલંગમાં પડી વિચારતી રહી કે ભલે મારે અમેરિકા જવાનું હોય અને ભલે હું ડૉક્ટર હોઉં, પરંતુ બધાને મારી પાસેથી અપેક્ષા હતી કે મને કંસાર બનાવતા આવડવો જોઈએ. નથી આવડતો તો કંઈ નહીં પણ મારે શીખવો તો જોઈએ.’

આમ જોવા જઈએ તો આ પ્રસંગમાં કંઈ ખોટું નથી, તેમ છતાં તે એક સ્ત્રીને અંદરથી ખળભળાવી મૂકે છે. આ પરિવર્તનનો યુગ છે. પ્રગતિનો પવન ફૂંકાઈ રહ્યો છે. એ સારું છે… બધાને એ ગમે છે. સમયની સાથે બદલાવું પડે છે. કહે છે ને કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરંતુ નારીજગતમાં આવેલા આ પરિવર્તનના પવનથી નવા નવા પરિમાણ તો ઉમેરાંતા રહે છે પણ જૂનું સાવ જ બદલાઈ નથી જતું. જૂનું તો એની જગ્યાએ રહે છે જ અને સાથે નવું-નવું ઉમેરાતું રહે છે. અમેરિકામાં રહેતા મૌલિકને એના જેવી જ ભણેલી પત્ની જોઈએ કે જેની પાસે ડૉક્ટર જેવી ઉચ્ચત્તમ ડિગ્રી હોય, સ્માર્ટ હોય અને અમેરિકાના વાતાવરણમાં અનુકૂલન સાધી શકે. આ આધુનિક પરિઁમાણ છે – કંઈક એવું જે તેની મમ્મી પાસે નથી. પરંતુ સાથે સાથે મૌલિક એવું પણ ચાહે છે કે અમુક બાબતોમાં તો પત્ની મમ્મી જેવી જ હોવી જોઈએ ! તમામ ડિગ્રીઓ સાથે જો એને કંસાર બનાવતા પણ આવડે તો કેવું સારું !

જમાનો બદલાય છે પણ એ સાથે સ્ત્રી પાસેથી રખાતી અપેક્ષાઓ બદલાતી નથી, ઉલટાનું નવી નવી અપેક્ષાઓ ઉમેરાતી જાય છે. આજનો આધુનિક યુવક કંઈક એવી યુવતીની અપેક્ષા રાખે છે કે જે ખૂબ જ ઉચ્ચ શિક્ષિત હોય, સ્વતંત્ર મનોવૃત્તિ ધરાવતી હોય, એની પોતાની કોઈ ઓળખ હોય, એની પાસે સરસ વાતચીતની કળા હોય, ધાણીફૂટે એમ અંગ્રેજી બોલતી હોય, કોમ્પ્યુટર વાપરવામાં કુશળ હોય વગેરે વગેરે…. પણ આ બધાની સાથે સાથે પેલી વર્ષોથી ચાલી આવતી જૂની અપેક્ષાઓ તો ખરી જ. જેવી કે છોકરી સુંદર હોય, સુશીલ-સંસ્કારી હોય, સ્માર્ટની સાથે પાછી વિનમ્ર પણ હોય, ઘરની જવાબદારી સંભાળી લે-ઘરને સાચવી લે, નવી નવી વાનગીઓ બનાવે, નાના-મોટાં બધાને માન આપે વગેરે…. આજનો યુવક બહારથી જ્યારે એમ ઈચ્છે છે કે તેની પત્ની કડકડાટ અંગ્રેજી બોલે ત્યારે અંદરખાને તે એવી પણ આકાંક્ષા સેવે છે કે તેને ધાર્મિક સ્તોત્ર-શ્લોકો પણ આવડતા હોય. એ સ્વતંત્ર મિજાજની હોવી જોઈ પણ જ્યારે ઘરની આંતરિક બાબત હોય ત્યારે એ પોતાની સ્વતંત્રા છોડીને ઘરના સભ્યોની કે પોતાના પતિની વાત જ માને. એ સ્કૂલમાં બાળકોનું એડમિશન જાતે કરાવી શકે એવી હોવી જોઈએ પણ સાથે સાથે જો સાંજે ‘શાંતાબાઈ’ ન આવવાની હોય તો વાસણો ધોવામાં પણ એને કંટાળો ન આવવો જોઈએ ! યુવક ઈચ્છે છે કે એને કોમ્પ્યુટર વાપરતાં તો આવડવું જ જોઈએ પણ એ જો અથાણાં બનાવી શકે તો અતિઉત્તમ !

આ અપેક્ષાઓ રાખીને પુરુષ સમાજ કંઈ ખોટું કરી રહ્યો છે એવું કહેવાનો લેશમાત્ર ઈરાદો નથી. તેમની આ અપેક્ષાઓ પ્રગતિના પવનને આભારી છે. આ પરિવર્તનથી સમાજમાં કોઈ બાકાત રહી શક્યું નથી. અમુક અપેક્ષાઓ એવી છે જે કદાચ ‘સ્ત્રીત્વ’ ની સાથે જોડાયેલી છે. ગમે તેવો પવન તેને હચમચાવી શકતો નથી. પરંતુ આ બધાને કારણે સ્ત્રીને આપણે એક ‘સુપરવુમન’ બનાવી દીધી છે. ઘણું કરીને સ્ત્રી આ સુપરવુમન બનવાનો નિષ્ઠાથી પ્રયત્ન કરે છે પરંતુ બધી જ અપેક્ષાઓ પૂરી કરવાનું તો શક્ય ન જ બની શકે ને ! ક્યારેક સીધી કે આડકતરી રીતે એ ‘અર્પૂણતા’નું આક્રમણ સ્ત્રી પર ગમે ત્યારે થતું રહે છે. કેટલાક સંજોગોમાં એ પોતે જ પોતાને અપૂર્ણ માનવા લાગે છે.

હું એક ડૉક્ટર દંપતિ મિ. અને મિસિસ મહેતાને ઓળખું છું. મિ. મહેતા એક સફળ બાળરોગ નિષ્ણાત છે અને શ્રીમતી મહેતા ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ છે. બંનેનું પોતાનું એક નર્સિંગહોમ છે. ખૂબ સરસ ચાલે છે. સમાજમાં તેમની ખ્યાતિ છે. દંપતિનો સ્વાભાવ પણ ખૂબ જ સરસ છે. શ્રીમતી મહેતા ઘરની અને નર્સિંગહોમની જવાબદારી સુપેરે નિભાવી જાણે છે પરંતુ દિલના એક ખૂણામાં એમને ક્યારેક કંઈક ડંખે છે. હમણાં છેલ્લે એ મળ્યા હતા ત્યારે કહેતા હતા કે : ‘ડૉક્ટરની જવાબદારીને લીધે ઘરમાં એક રસોઈવાળી અને આયાબાઈ રાખી છે. તેમ છતાં ઘરનું બાકીનું કામ હું સંભાળી લઉં છું. શનિ-રવિ જાતે ખાવા બનાવી દઉં છું. બાળકો માટે જરૂરી સમય ફાળવું છું. એમના અભ્યાસનું ધ્યાન રાખું છું. પરંતુ જ્યારે ઘરની પાસે આવેલા એક બગીચામાં એક માતાને તેની બાળક સાથે હિંચકા ખાતા જોઉં છું કે એને પકડાપકડી રમતા જોઉં છું ત્યારે દિલના એક ખૂણામાં ચોક્કસ દર્દ થાય છે કે હું આ બધું નથી કરી શકતી. છેવટે મન મનાવી લઉં છું કે હું ગૃહિણી નથી અને મારાથી થતું પૂરતું તો હું સંભાળી રહી છું… પણ તોય….

આ વિચારધારાના સામે કિનારે એમ.કોમ થયેલી વંદના છે. ખૂબ જ કુશળ ગૃહિણી છે. સરસ રીતે સજાવેલું ઘર અને સુસંસ્કૃત બાળકો છે. એની આગવી રીતથી તે બાળકોને ભણાવે છે, ઘર સાચવે છે અને સંસારમાં ખૂબ સુખી છે. ગૃહિણી બનવાનો નિર્ણય એનો પોતાનો છે પરંતુ જ્યારે પણ કોઈ નોકરી કરતી સ્વતંત્ર સ્ત્રીને જુએ ત્યારે એના દિલમાં એક ક્ષણ માટે એમ તો થાય જ છે કે આ બધા કેટલા આગળ નીકળી ગયા અને હું ક્યાં ? ભલે પછી એ મન મનાવી લે છે કે હું પણ સુખી જ છું. મારા ભણતરનો સદઉપયોગ મેં ઘર માટે કર્યો છે…. પણ તોય આવા વિચારો ક્યારેક તો ડોકાઈ જાય છે અને ક્ષણભર અસ્વસ્થ કરી મૂકે છે.

સ્ત્રી કેટકેટલું કરે પણ એને એમ જ લાગે (કે કોઈવાર એમ લગાડવામાં આવે છે) કે એ કેટકેટલું નથી કરતી !! જેમ કે…
‘શીલાનું ઘર કેટલું ચોખ્ખું હતું, જોયું ? અને આપણું તો હંમેશા સાવ કેવું હોય છે….’
‘ખબર છે વિરાજની પત્નીને તો આ વખતે બોનસમાં હોલિડે પેકેજ મળ્યું છે. વિરાજને તો જલસા છે. આપણા ક્યાં એવા નસીબ !’
‘એ લોકોનાં હોટલોનાં ખર્ચા કેટલાં ઓછાં છે આપણા જેવું થોડું છે કે દર અઠવાડિયે બહાર જ જમવાનું ?’ આવા અનેક સંવાદો આડકતરી રીતે સ્ત્રીને ‘અધુરાપણું’ મહેસૂસ કરાવે છે. એ ગમે તેટલું કરે પણ અપેક્ષાઓ જ એટલી બધી હોય છે કે એ શું નથી કરતી એની યાદી સતત વધતી જાય છે. પછી તો સંસાર છે ! બધું ચાલ્યા જ કરતું હોય છે. બંને પાત્રો થોડી બાંધછોડ કરીને નિભાવી લે છે. બધાં પોતપોતાની પ્રાથમિકતા નક્કી કરીને જીવ્યે જાય છે. પણ સવાલ માત્ર એટલો જ છે કે જેમ જેમ સમય આગળ વધે છે તેમ તેમ આ અપેક્ષાઓનો બોજો કદાચ વધતો જ નહીં જાય ને ?

પુરુષ માટે હજી આજની તારીખમાં પણ આર્થિક સદ્ધરતા જ એમનો સૌથી મોટો ગુણ ગણાય છે. પુરુષ આર્થિક રીતે સદ્ધર હોય પછી એ બીજું કંઈ ન કરે તોય ચાલે. એ જે પણ વધારાનું કંઈ કરે તે તેની ‘ખાનદાની’ તરીકે ઓળખાય છે. આજના આધુનિક જમાનામાં પુરુષોની જીવનપદ્ધતિ પણ બદલાઈ હશે – તે વાત સાચી, તેમ છતાં આજે પણ ઘરને સંભાળવું, સારી રીતે વ્યવસ્થિત રાખવું, બાળકોની સંભાળ-ઉછેર એ તમામ બાબતો સ્ત્રીના કાર્યક્ષેત્રમાં જ આવે છે. પુરુષ કદાચ થોડી ઘણી મદદ કરે, પણ એથી કંઈ ક્ષેત્ર બદલાઈ તો ન જાય ને ? વળી પુરુષ મદદ કરે તો એ પણ ‘વધારાની મદદ’ તરીકે અહોભાવથી જોવામાં આવે છે. ક્યારેય તેને ‘ફરજ’ તરીકે ગણવામાં નથી આવતું. આમાં કોઈનો વાંક કાઢવાનો કોઈ ઈરાદો નથી. અમુક વસ્તુ કુદરતી હોય છે અને એટલે એ એમ જ રહે છે.

આમ તો નારી એ જ માંગેલી આ સ્વતંત્રતા છે. એને જ આ દુનિયા જોવી હતી, ઘરની બહાર નીકળવું હતું, પોતાની જાતને સાબિત કરવી હતી… અને એ સાચું પણ હતું… થયું એવું કે એની સાથે એ પોતાનું જૂનું અસ્તિત્વ તો ન જ ભૂલી શકી…. અને હવે એ બંને પલડાંને સમતોલ કરવાની કોશિશ કરતી રહે છે… કરતી રહે છે…. બસ, કરતી જ રહે છે….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રેતીનું ઘર – પ્રીતિ ટેલર
અનોખો લગ્નોત્સવ – મૃગેશ શાહ Next »   

50 પ્રતિભાવો : અપેક્ષા – કિંજલ શાહ

 1. nayan panchal says:

  કિંજલજી,

  નારી તો ખરેખર સુપરવુમન છે જ. માત્ર પુરુષ પાસે શારિરીક ક્ષમતા વધારે છે. બાકી જીવનના દરેક ક્ષેત્રમા નારી પુરુષની બરાબરી કરી શકે છે, અરે તેમને પાછળ પણ પાડી શકે છે.

  મારી મમ્મી ગૃહિણી છે, મને પહેલા થતુ હતુ કે એમાં તો શી મોટી ધાડ મારવાની! પરંતુ હવે જ્યારે ઘરની મામૂલી સાફસફાઈ અને રસોઈનુ કામ જાતે કરુ છુ ત્યારે ખબર પડે છે કે માત્ર નોકરી કરવી ખૂબ સહેલી છે. તેમા પણ જે નારીઓ ઘર અને વ્યવસાય બંને સંભાળે છે તેમને તો શત શત પ્રણામ.

  નયન

 2. Apexa says:

  Hey Kinjal, really its a wonderful thought which u mention in ur story.
  darek chokri pase aaj apexa rakhvama ave che pachi bhale e america ma rehto hoy ke india ma rehto chokro ke family hoy.Amni apexa no koi End nathi. Ane dukh e vaat nu pan che ke apne emni e apexa puri karva mate hamesha ready hoie che. ane mari life ma to naam pan Apexa che, so badha kahe em naam pramane “Gun” pan hova joie…

 3. Payal says:

  વાહ વાહ વાહ્…

  એવુ લાગ્યુ કે ઘરમાં રોજ રોજ થતી ચર્ચાઓને અને મારા વિચારોને આજે કિંજલબેને કલમ વાટે અહીં કહી દીધા..

  રોજની ભાગદોડની જિંદગીમા રોજ એકાદ ક્ષણ તો એવી આવી જ જાય કે એમ થાય કે આના કરતા તો વિરુધ્ધ વાત વધારે સારી.. ‘Working Woman’ ને ‘Housewife’ સારી લાગે અને એવું જ એનાથી ઉલટું.. એ માણસ માત્રની પ્રકૃતિ છે..

  પણ સાચે જ નારી જેટલુ કામ વધારે કરતી જાય એટલી જ અપેક્ષાઓ પણ વધતી જાય છે.. એટ્લી જ આશા રાખવાની કે જીવનસાથી પણ એ બધી ફરજોને સમજીને તાલ થી તાલ મિલાવીને ચાલે..

  અભિનંદન કિંજલબેન્….

 4. Paresh says:

  વાત સાચી છે કે નારી પાસે અપેક્ષા વધતી જાય છે. પણ પારક ભાણૅ લાડુ મોટૉ લાગે તે સર્વેને લાગુ પડે તેવું છે. જેમ કે નોકરીયાતને ધંધાવાળા સારા લાગે અને ધંધાવાળાને નોકરીયાત સારા લાગે, લવ મેરેજ વાળાને એરેન્જ મેરેજ સારા લાગે અને એરેન્જ વાળાને લવ મેરેજ સારા લાગે વિગેરે વિગેરે. પોતાની મોનોટોનસ લાઈફમાં નિરાશા કે અસંતોષ આવે ત્યારે જ આવી લાગણી થાય એટલે સંતોષ રાખતા શિખવું તે રામબાણા ઈલાજ છે.

 5. bhavin says:

  is it true that this is your first story ? very well done – and well going…just going….

  just want to add.. keep writing..

 6. Nikisha patel says:

  VAHHH VAHHHH VAHHH,
  KINJALBEN tamaro artivcal to khrekhar ek dhabkta raday (dil) jevo j che…
  khrekhar sstri ne “janni” kevama ave che …te ek daum yagya che…
  karnke ke te j sstri che ke je potana family ni aapexa vagar kidhe j samji jay che ane tene puri karva mate t4e haumesha ready j raheti hoy che….
  hu to kahu chu “NARI TU NARNARAYA NI CHE”….
  TE AAJE VANCHTA SABIT THI GAYU…

 7. Rekha Sindhal says:

  હું માનું છુ કે નારી પાસે જે ખોટી અને વધારે પડતી અપેક્ષા રાખવામાં આવે છે તેને પોષવી કે નહી તે તો નારીએ ખુદે જ નક્કી કરવાનું છે.

 8. brinda says:

  Hi Kinjal,

  A liked your article very much. but i don’t agree with your statement that certain things are natural and hence expected from women. except the physical differences, there is nothing natural. it is our socialization that creates and widens differences and prescribes roles to women and men separately Sex & Gender difference). otherwise, what women do at home and with family memebrs can happily & easily be done by men and vise versa. we have seen examples of women and men taking up roles not typiclly prescribed by the society.

  But it is true that the more you do, more people(including your spouse & family members) expect from you.

  Good that you brought such an issue for discussion. Congratulations!

 9. Moxesh Shah says:

  Excellent, Excellent, Excellent, Excellent, Excellent, Exce…………………………….lent.

  સાસુએ તો તરત જ જાતે કંસાર બનાવી લીધો અને અનુને શીખવાડ્યો પણ ખરો કે ‘બેટા, મૌલિકને બહુ ભાવે છે તો આવી રીતે તું બનાવજે. તેં હાથ લગાડી દીધો એટલે શુકન થઈ ગયા કહેવાય.’

  રાત્રે સૂતાં પહેલાં અનુ પલંગમાં પડી વિચારતી રહી કે ભલે મારે અમેરિકા જવાનું હોય અને ભલે હું ડૉક્ટર હોઉં, પરંતુ બધાને મારી પાસેથી અપેક્ષા હતી કે મને કંસાર બનાવતા આવડવો જોઈએ. નથી આવડતો તો કંઈ નહીં પણ મારે શીખવો તો જોઈએ.’

  Now, we can feel that we are in 21st century. What a brilliant relationship.
  Positive, Positive and only Positive thinking.
  Great.

 10. ZANKHANA says:

  HI, KINJALDI,
  TAME SAV SACHI VAAT KAHI, BAHU SARAS SUUBJECT SELECT KARYO.AJE DAREK AVU ICHHE KE LADIES BANE RITE BADHU J KAM BARABAR KARE.TE HOUSEWIFE HOY KE WORKING WOMEN. PAN SAME TEO KADI GRUHANI NA MAN NO KHAYAL J KARTA NATHI.THANKS A SUB PAR VAAT KARVA BADAL

 11. Ramesh Patel says:

  જીવનનો અરીસો કે આજનું સત્ય કહેવું. Ever green story looking to our own life.અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

 12. dipika says:

  good story specially focussing on expectations. Likewise, parents also expects many things from children for future but now a days trends are changing, Specially in foreign country, most of parents are saying “we should not expect anything from our children in future. Just fulfiil our resposiblities and let them do what they wish.”

 13. rutvi says:

  બહુ જ સરસ અને ભાવવાહી સર્જન ,

  અભિનન્દન

 14. ભાવના શુક્લ says:

  સહુ પ્રથમ તો પ્રથમ વખત લખનાર કિંજલ બહેનને અભિનંદન! પ્રથમ વખત લખ્યુ છે માટે જ ખુબ જ “to the point” લખાયુ છે.
  વાત તો પુર્ણતાની છે. પુર્ણતાની સર્વ સામાન્ય વ્યાખ્યામા આવે તેવા પુર્ણ થવાના દરેક પ્રયત્નો કરવા તે જીવમાત્રનો કુદરતે બક્ષેલો અધિકાર છે. થોપવા મા આવે તે “અપેક્ષા” કહેવાય. બાકી સાબીત કરવા માટે કઈક કરવુ તે પણ એક અલગ વાત છે. માણસને કેટલી હદ સુધી અને કેવી સુપર મેન/વુમન બનવુ તે પોતાએ નક્કી કરેલ વાત છે. જેમ જેમ દ્રષ્ટિ કેળવાય તેમ તેમ વિશેષતાઓ પણ કેળવાતી જાય. મને મારા પતિ વાસણ માંજવામા મદદ કરે તે ગમે છે, મારી IT મા સારી જોબથી પોરસાય તે પણ મને ગમે છે અને ઘરે કોઇ મિત્રને જમવા કે બે દિવસ રહેવા બોલાવે અને તેમા મારો સંપુર્ણ સહયોગ ઇચ્છે તો “નારી પાસે રખાતી અપેક્ષા માત્ર” કહેવાનો જીવ નથી ચાલતો. દ્રષ્ટીકોણ બદલાય છે કારણકે વ્યાખ્યાઓ અને દ્રષ્ટી સુધ્ધા બદલાય છે. હુ નોકરી કરુ તેવો કડક અભિગમ મારા સાસુનો જ હતો. જેણે મને ક્યાથી ક્યા લાવી મુકી. વડોદરામા સામાન્ય જોબ કરતી આજે અમેરીકામા મલ્ટીનેશનલ કંપનીમા IT સ્પેશ્યાલીસ્ટ તરીકે કામ કરુ તેમા અન્યોની અપેક્ષાની સાથે સાથે મારી પુર્ણતા પાછળની ઘેલછા અને તેમા દરેક સભ્યનો મળેલો સહયોગ માત્ર છે.
  બાકી વધુ તો પરેશભાઈની કમેન્ટમા છે તેમ “પારક ભાણૅ લાડુ મોટૉ લાગે તે સર્વેને લાગુ પડે તેવું છે” બહુ ટુકા અને બેલેન્સ્ડ શબ્દોમા તેમણે સરસ કહ્યુ છે કે “પોતાની મોનોટોનસ લાઈફમાં નિરાશા કે અસંતોષ આવે ત્યારે જ આવી લાગણી થાય એટલે સંતોષ રાખતા શિખવું તે રામબાણા ઈલાજ છે” ભૈ વાહ!!!

 15. Gira says:

  nice article with the spark of reality 😀

 16. Bijal says:

  very true. On the top it says this is your first article, but it does not look like. It seems from very well experienced professional writer.

  I agree with Rekhaben and Moxesh Shah..

  ” Now, we can feel that we are in 21st century. What a brilliant relationship.
  Positive, Positive and only Positive thinking.”

  Positve thinking needed in every aspects of life.
  very well done.

  Keep writing, looking forward to read another article from you soooooon.

 17. Mamta says:

  Seems like Kinjalben has read everybody’s mind and wrote the article in very effective way. I am feeling the same way. Keep writing more articles

 18. dhara says:

  hi kinjal,
  is this my life story?ha..ha..ha….

 19. Ashish Dave says:

  Dear Kinjalben,

  Matured and to the point writing… very nice…keep cranking

  By the way expectation reduces joy and there should not be any comparison of a woman to a man. Woman has and always will be a superior sex (gender)…

  Ashish Dave
  Sunnyvale, California

 20. pragnaju says:

  આપણા સમાજમાં ઘણા કુટુંબમમા જોવા મળતી વાતની સુંદર રજુઆત
  ાભિનંદન

 21. Palakh says:

  Congrats Kinjal for writing such a practical story. You are very true, a lot of things are expected from a woman. But I have noticed that while those expectations a lessen from current generation people, family members or relatives of older generation expect too much from us. But this generation gap is always going to be there. We need to understand that we are not superwoman and try to do things that are within out limits. Rather than stressing myself to achieve a superwoman label, I would prefer to be maintain my simplewoman label who has many flaws in her(as other thinks).

 22. જીતેન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ. દરેક ઘરની વાત જાણે. અભિનંદન કીઁજલબેન આપે જાણે આ લેખ લખવા માટે કેટલા બધા લોકોના જીવનમા ડોકિયુ કર્યુ હશે.

 23. dhrutika says:

  આ તો મારા જ મન ની વાત! ૧૯૮૫ થી કામ જ કામ, ૩ દિકરીઓ ની અને ઘર ની જવાબદારી અલગ…ત્યાજ પગ તુટ્યો આને મોટેલ રીનોવેશન બેવ સાથે થયુ એટલે ૮ મહીના ઘરે…..પહેલી વાર જીવન ની બીજી બાજુ જોઇ. ખૂબ જ ગમ્યુ. હવે કામ ચલુ…જે એટલુ જ જરુરી…..એટલે એ જ મન અને એ જ વિચાર અને એ જ સિક્કા ની બે બાજુ……..

 24. jigisha says:

  really it’s nice story…i think every woman can relate hersesf with this one.kkep it up.

 25. Riyal says:

  ખરે ખર કિન્જલ બહુ સરસ આજ નિ નારિ નુ વરન કર્યુ છે

 26. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ રજુવાત. લખતા રહો…!

 27. mukesh vaghela says:

  બેન કિન્જલ !
  ખરેખર સારુ લખ્યુ

 28. pankita says:

  Really a good article.. I have always wondered about working ladies. Dont understand how they manage everything.. Kyarek vichar ave che ke mare pan ek divas avi javabadari avse to hun kevi rite handle karish.. ane aa super woman banavama kyarek potani jat sathe vat karvano time malse???

 29. Pravin Shah says:

  ખુબ સરસ વાર્તા.િચારો નિ રજુઆત ઘણિ જ સરસ ચે.

 30. Nupoor Mehta says:

  લખતા રેહ્જો….. ખોૂબ સરસ્

 31. your analysis is exelent. This is current flow of thinking of sosity of india.

 32. અતુલ જાની (આગંતુક) says:

  અપેક્ષા – અન્ય વ્યક્તિએ આ પ્રમાણે વર્તવું જોઈએ અથવા તો બાહ્ય પરિસ્થિતિ આ પ્રકારની રહેવી જોઈએ તેવી દરેક જીવમાં વધતે ઓછે અંશે પ્રવર્તતી લાગણીને અપેક્ષા કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ અને પદાર્થનો એક ધર્મ હોય છે અને જ્યારે તે તેના ધર્મ પ્રમાણે વર્તે ત્યારે વ્યવસ્થા જળવાય છે અને જ્યારે તે પોતાના ધર્મથી વિરુદ્ધ વર્તન કરે ત્યારે ખળભળાટ થાય છે. દેશ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે વ્યક્તિ અને પદાર્થોના ધર્મ બદલાય છે. એકની એક સ્ત્રીનો પોતાના પતિ, બાળક, કુટુંબીઓ, નોકરો, શેઠ વગેરે પરત્વે જુદો જુદો ધર્મ હોય છે તેવી જ રીતે એક્ના એક પુરુષનો પોતાના બાળક, પત્નિ, કુટુંબીઓ, નોકરો, સાહેબો, ગ્રાહકો વગેરે સાથે જુદો જુદો ધર્મ હોય છે. જ્યારે જે પરિસ્થિતિ હોય તે પ્રમાણે વ્યવહાર કરવામાં આવે તો સંવાદિતા જળવાય છે અન્યથા ઝંઝાવાતો ઉભા થાય છે. સ્ત્રિની ભુમિકા ઘરમાં અને બહાર જુદી જુદી હોય છે તેવું જ પુરુષનું પણ છે.

  હવે અહીં વાત એવી છે કે જાણે કે સ્ત્રી પાસે બેવડી અપેક્ષા રખાતી હોય તેવું લાગે છે. પરંતુ ખરેખર એવું નથી પરંતુ અપેક્ષા રાખનારની ભુમીકાને આધારે તે અપેક્ષા રાખતા હોય છે. બાળક માતા પાસે ખોરાક અને દુધની અપેક્ષા રાખે છે, લાડકોડની અપેક્ષા રાકે છે. પતિ – પત્નિ પાસે પ્રેમાળ અને જવાબદારીભર્યા વર્તનની અપેક્ષા રાખે છે. સાસુ-સસરા વહુ પાસેથી પોતાની કાળજી, આદર તથા મહેમાનોની આગતા સ્વાગતાની અપેક્ષા રાખે છે. આવું દરેક સભ્યો બીજા અન્ય દરેક સભ્ય પાસેથી કાંઈક અને કાઈક અપેક્ષિત રાખતા હોય છે. હવે આ અપેક્ષા જે તે પરિસ્થિતિ પ્રમાણે આપણા ધર્મને અનુરુપ હોય તો આપણે તેને પુરી નિષ્ઠાથી પુરી કરવામાં તત્પર રહેવું જોઈએ અન્યથા તે પુરી ન કરવામાં આવે તો કશી હાની નથી. અલબત્ત ધર્મનું તત્વ ઘણું ગહન છે તેથી સહુએ પોત પોતાનો શું ધર્મ છે તે સારી રીતે, અનુભવી લોકો પાસેથી જાણી લેવાથી અને તે પ્રમાણે જીવનનું ઘડતર ઘડવાથી પોતાને અને અન્યને સુખ થશે તે નિશ્ચિત છે.

  બાકી તો ભાવનાબહેન અને પરેશભાઈએ પણ ઘણુ સારી રીતે વર્ણવ્યું છે. કીંજલબહેન તમે તમારા પ્રથમ જ લેખમાં ઘણો ગહન વિષય પસંદ કર્યો છે. તમારો લેખ ઘણો સારો રહ્યો છે પરંતુ અપેક્ષા વસ્તુ જ એવી છે કે જે ક્યારેય કોઈની સંતોષી શકાતી નથી. જેમ કે ઘણા વાચકોને થશે કે તમારે આમ લખવુ જોઈએ અને ઘણાને થશે કે તેમ લખવું જોઈએ પરંતુ દરેકની અપેક્ષા કોઈ કાળે સંતોષી શકાય નહીં. તો તેવે વખતે આપણે લેખકનો ધર્મ શું છે તે જાણીને બહુજન હિતાય બહુજન સુખાય જે કાઈ શ્રેષ્ઠ લખાય તે લખવું.

 33. alpa shah says:

  VAH KINJALBEN, VERY GOOD ARTICLE.
  DON’T SAY THAT THIS IS YOUR FIRST ARTICLE,

  AAJNI NARI NA MAN NI VAAT TAME BAHUJ SARAS RITE VARNAVI CHE.
  VERY GOOD,KEEP IT UP.FULLY AGREE WITH ATULBHAI.JANI.

  I M ASLO HOUSEWIFE BUT SOMETIME WHEN I SIT ALONE THEN I FEEL THAT KAASH IF I WOULD BE WROKING WOMAN …. TO ATYARE JE CHU TENA KARTA VADHARE AAGAD HOT……..
  TAMARO LEKH VANCHYA PACHI I FEEL KE I AM PERFECTLY OK WITH MY HOUSEWIFE JOB.
  THANKS ONCE AGAIN.

 34. Kavita says:

  Hi Kinjalben,

  Very good subject & as good article.
  Its like “ઘર ઘર નિ વાત”.
  Point comes in every woman’s life when she thinks that too much is expected from her. It is upto her to draw a line & decide how much she can handle. Its not easy as we have to abide the society rules. But time is changing & we have to learn to compromise with certain situation.

  Congrates for choosing this subject and doing justice to it.

 35. Hitenbhai-Malad says:

  કિન્જલબેન

  તમારિ રજુઆત, શબ્દોની છણાવટ કાબિલે તારીફ છે. તમારા વિચારો કેટલા positive છે અને શબ્દો અને વાક્યોની રજુઆ પણ દાદ માગીલે છે. વિષય બહુ જ અગરો છે પણ લખાણ ઊચ્ચ દરજ્જાનુ.

  Keep it up.

  હીતેન શાહ

 36. Dhaval B. Shah says:

  વિચારોનુ સરળ આલેખન.

 37. heta says:

  hy its very nice.i appreciate your thinking..keep it up..

 38. Prachi says:

  Good one..

 39. Janki says:

  Excellent article.. A real women of today… thanks keep it up ..

 40. Nilesh Shah says:

  I enjoyed article and comments too.

  One incident can be looked differently by different person based on their background and perception.

  Expection is way of life, we need to cotrol them as per circumstance.

 41. Jagruti says:

  કિન્જલ બેન,
  ખુબજ સરસ અને એક્દમ વાસ્તવિક…
  every woman face this one…. most of working woman….i feel this is my story….
  every body expected from us…

  પિયર મા એક્દમ અલગ હોય અને સાસરે આવ્યા કે તરત જ અપેક્શા ઓ નો પાર નહિ…
  પેલા ને આ વધારે ગમે બિજા ને બિજુ વધારે ગમે, તમારે હમ્મેશા ખ્યાલ રાખવાનો…….અરે એ લોકો તો ત્યા જ રહેત હોય ચે, આપને નવા વાતાવરન મા આવ્યા હોઇ તો આપનિ અપેક્શા પુરિ કર્વિ જોવે….પન બને ચે સાવ opposite…

  if boy earn 5000, although we have take care to him, whenever he comes from out side ready with glass of water… make a tea…make a food as per his test….

  nd

  if we earn >20 તો ભિ કિચન તો આપ્ને જ સમ્ભાલ્વાનુ…. no one there with glass of water whenever you comes with tired….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.