અનોખો લગ્નોત્સવ – મૃગેશ શાહ

લગ્નસંસ્કાર આપણે ત્યાં સોળ સંસ્કારોમાંના એક ગણાય છે. પારંપારિક લગ્નવિધિથી લઈને આજ સુધી તેના સ્વરૂપમાં સતત ફેરફાર થતો રહ્યો છે. પ્રભુતામાં પગલાં માંડવાનો આ પ્રસંગ ‘દિવ્ય’ કરતાં ‘ભવ્ય’ વધારે બનતો જાય છે. અગાઉ ત્રણ-ચાર દિવસ સુધી લગ્નમાં મહાલવાનો આનંદ હવે સમયને અભાવે એક દિવસની ઔપચારીક હાજરી આપવા પૂરતો મર્યાદિત અને ‘ફોર્મલ’ બની ગયો છે. ક્યાંક તો તેનો ઉપયોગ ઐશ્વર્ય પ્રદર્શિત કરવાના માધ્યમ તરીકે થઈ રહ્યો છે. મોંઘા પાર્ટી-પ્લોટ, ડી.જે., દાંડીયારાસ, સત્કાર સમારંભ, ઓરકેસ્ટ્રા અને સંગીતસંધ્યાને નામે લખલૂંટ ખર્ચ કરવામાં આવે છે. સમાજનો ધનિક વર્ગ એથીયે આગળ વધીને આગબોટમાં, પ્લેનમાં કે કોઈ નોખી-અનોખી રીતે લગ્નવિધિ આયોજિત કરીને મીડિયામાં પોતાનું સ્થાન ટકાવી રાખવા ઈચ્છે છે. વૈદિક સંસ્કારની આ પવિત્ર રસમ મનોરંજનનું સાધન બની રહી છે ત્યારે આ પ્રસંગને સાચા હૃદયના ઉમળકાથી અને પ્રેમપૂર્ણ દષ્ટિએ કેવી રીતે ઉજવી શકાય તેનું સચોટ ઉદાહરણ પોરબંદરના રાજાણી પરિવારે પૂરું પાડ્યું છે.

થોડા દિવસો પહેલા યોજાયેલા આ લગ્નની વિગત ‘ઝી-ટીવી ગુજરાતી સમાચાર’માં પ્રસારિત થઈ. ચેનલના રિપોર્ટર પાસેથી સંપર્કની વિગતો મેળવતા આ પરીવારના વડીલ શ્રી ભરતભાઈ રાજાણીનો પરિચય થયો. પોરબંદર પાસે આવેલા રાણાવાવ ગામમાં તેમનો સિમેન્ટનો કારોબાર છે અને સાથે તેઓ કોટનના વ્યવસાયમાં કાર્યરત છે. વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા આ ભરતભાઈના સુપુત્ર વિશાલનાં લગ્ન ચિ. સ્નેહલ સાથે 10મી જુલાઈ, 2008ના રોજ નિર્ધારિત થયા. સામાન્ય લગ્નોત્સવની જેમ સવારના સમયે લગ્નવિધિ અને સાંજે સત્કાર સમારંભનું (રિસેપ્શન) આયોજન કરવામાં આવ્યું; પરંતુ ભરતભાઈના મનમાં આ પ્રસંગને અસામાન્ય બનાવવા માટે એક નવો જ વિચાર આકાર લઈ રહ્યો હતો.

લગ્નના દિવસોમાં તૈયારીઓના ભાગરૂપે સગાવહાલાંઓને લગ્નની કંકોતરીઓ વહેંચતા-વહેંચતા તેઓ જઈ પહોંચ્યા રાણાખીરસરા ગામે. ત્યાં તેમણે ‘વડીલોનો વિસામો’ એટલે કે જલારામધામના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી. સંચાલકશ્રીના હાથમાં કંકોતરી મૂકીને તેમણે સૌ વડીલોને સત્કારસમારંભમાં પધારવાનું ભાવભીનું આમંત્રણ પાઠવ્યું. તેઓને સમયસર આવવાનો મીઠો આગ્રહ કર્યો. સૌને આ શુભપ્રસંગે નવદંપતીને આશીર્વાદ આપવા જણાવ્યું. ભરતભાઈ માને છે કે ‘લગ્ન એક પવિત્ર સંસ્કાર છે. જીવનની એક નવી દિશામાં પ્રયાણ કરતા નવદંપતિને આ પ્રસંગે ઈશ્વર, ગુરુ, વડીલો અને શુભેચ્છક મિત્રોનાં આશીર્વાદની અત્યંત જરૂરિયાત હોય છે.’ વડીલોને લેવા-મૂકવાની તમામ વ્યવસ્થાની જાણકારી આપીને તેમણે સહયોગ બદલ આશ્રમના સંચાલકશ્રીનો આભાર માન્યો.

‘વૃદ્ધાશ્રમનાં વડીલોને સત્કારવાનો આ વિચાર તમને ક્યાંથી આવ્યો ?’ જવાબમાં ભરતભાઈ કહે છે કે ‘વિશાલનાં લગ્નપ્રસંગને કોઈક રીતે યાદગાર બનાવવો હતો. વળી, આપ્તજનોથી કોઈ કારણોસર દૂર થઈને શહેરથી 28 કિ.મી દૂર રાણાખીરસરા ગામે પોતાનાં જીવનની સંધ્યા આનંદપૂર્વક વિતાવી રહેલાં વડીલોને પણ કંઈક ‘ચેન્જ’ મળે અને તેઓ રોજિંદા ચીલાચાલુ જીવનવ્યવહારથી બહાર નીકળી 4-5 કલાક પ્રસંગ માણે તેવો અમારો હેતુ હતો. સૌ સાથે મળી આ પ્રસંગમાં પધારે, આનંદ કરે અને વરકન્યાને ખૂબ આશીર્વાદ આપે તેવા શુભ હેતુથી તેમને નિમંત્રિત કરવાની ઈચ્છા અમને સહજ થઈ આવી. ઘરના કોઈ સભ્યના જન્મદિવસનો પ્રસંગ તો અમે ઘણીવાર ત્યાં જઈને એ લોકો સાથે ઉજવ્યો હતો, પરંતુ આ વખતે થયું કે તમામ વડીલોને અહીં આમંત્રિત કરીને તેમને આ શુભપ્રસંગના સહભાગી કરીએ. મારા વિચારને પરિવારના સભ્યોએ ઉમળકાથી વધાવી લીધો અને સૌના સહકારથી આયોજન સરળતાથી શક્ય બન્યું.’

marrige2લગ્નનો દિવસ આવી પહોંચ્યો. સગાંસ્નેહીઓ સાથે બપોર સુધીમાં લગ્નની તમામ રીતરસમો સુખરૂપે પાર પડી. સાંજ થતાની સાથે રિસેપ્શનની તૈયારીઓ થવા માંડી. પોરબંદરથી એક વિશેષ લકઝરીબસ વડીલોને લેવા માટે રાણાખીરસરા ગામે પહોંચી. જલારામધામના 44 વડીલો એક સાથે પોતાના પુત્રનાં જ લગ્ન હોય એમ સમયસર હરખભેર આવી પહોંચ્યાં. રાજાણી પરિવારના સૌ સભ્યોએ મુખ્ય દરવાજા પાસે જઈ તેમને મુખ્ય મહેમાન જેટલું માન આપીને આવકાર્યા. જીવનની પાનખરમાં અચાનક આવેલી વસંત જોઈને કેટલાક વડીલોની આંખો તો ત્યાં જ ભીની થઈ ગઈ. તેઓને આદરપૂર્વક બેસાડીને ઠંડુ પીણું ધર્યું. એક સાથે આટલા બધા મહેમાનોને આવેલા જોઈને પરિવારના સગાં-સ્નેહીઓ પહેલાં તો અચંબામાં પડી ગયા; પરંતુ પછી સમગ્ર વાતની જાણ થતાં સૌએ વડીલોને પગે લાગીને તેમના ખબરઅંતર પૂછ્યાં. બાળકો દાદા-દાદી સાથે ગમ્મત કરવા લાગ્યા. એ સમયે પ્રેમ અને આત્મીયતાનું જે વાતાવરણ રચાયું તેને શબ્દમાં વર્ણન કરવું મુશ્કેલ છે.

સત્કાર સમારંભની શરૂઆત થતાં એક તરફ સ્નેહીમિત્રોને આવકાર આપીને ભરતભાઈએ તેમનો વડીલો સાથે પરિચય કરાવ્યો અને બીજી તરફ ઑરકેસ્ટ્રાએ ભક્તિસંગીતના સૂરો રેલાવાનો પ્રારંભ કર્યો. સુંદર ભજનો, લગ્નગીતો અને જૂના ફિલ્મી ગીતોને તાલે બધા આનંદથી ઝૂમી ઊઠ્યા. પોતાનો વીતેલો જમાનો અને જીવનમાં માણેલા લગ્નપ્રસંગોની યાદ તાજી થઈ આવી. ભોજનનો સમય થતાં પહેલી પંગતમાં વડીલોને આદરપૂર્વક સ્થાન અપાયું. કેટરીંગના તમામ પીરસણિયાઓને એક બાજુ ઊભા રાખીને પરિવારના તમામ સદસ્યોએ પોતાના હાથે તેમને ભોજન પીરસ્યું. વળી, મેનુની વાનગીઓ પણ વડીલોને ભાવતા ભોજન પ્રમાણે રાખવામાં આવી હતી. ચોખ્ખા ઘીના લાડુ, ધોરાજી પાસેનો પ્રસિદ્ધ અખરોટનો હલવો, ફરસાણ, પાત્રા, દાળ, ભાત, વિવિધ પ્રકારના શાક, છાશ અને ભોજનને અંતે રાજકોટથી સ્પેશિયલ મંગાવેલો આઈસ્ક્રીમ આરોગીને સૌ જાણે રસતરબોળ થઈ ગયા !

marrige3

marrige4

marrige5

marrige6

ભરતભાઈનું આટલું સુંદર આયોજન અને શુભવિચાર જોઈને આમંત્રિત મહેમાનો ગદગદ થઈ ઊઠ્યા. તેઓને આ વડીલો માટે કંઈક કરવાની ઈચ્છા થઈ આવી. રાણાખીરસરા marriage1ગામના ઘરડાઘર માટે કોઈએ રૂ. 2000 આપ્યા તો કોઈએ રૂ. 3000; એમ જોતજોતામાં ત્યાં રૂ. 20,000નો ફાળો એકઠો થઈ ગયો. જમી-પરવારીને રાતે સાડાદસ વાગ્યે વડીલોને વિદાય આપવા આખો પરિવાર મુખ્ય દરવાજા સુધી આવ્યો. નવદંપતિને ખોબે ખોબે અંતરના આશીર્વાદ આપતાં સૌની આંખો ભીંજાઈ. એક માજી તો પાલવથી પોતાની આંખો લૂછતાં ભરતભાઈને કહી રહ્યા હતા : ‘ભઈલા, આવું તો કોઈ દી’ જોયું નથી. અમને આટલું માન કોઈએ આપ્યું નથી. ઈશ્વર તારા દીકરાને ખૂબ ખૂબ સુખી કરે… તારા દીકરાને કોઈ દી’ દુ:ખ નહીં આવે એવા અમારા સૌનાં આશીર્વાદ છે….’ સમગ્ર વાતાવરણ ભાવવિભોર બન્યું.

બીજે દિવસે ઝી-ટીવીમાં પ્રસારિત થયેલા આ સમાચાર જોઈને અનેક લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી. કન્યાપક્ષવાળા એ ફોન કરીને જણાવ્યું કે અમારી દીકરીને સાસરે પહોંચતાની સાથે જ એક સામાજિક કાર્ય કરીને નવજીવન શરૂ કરવાનો અવસર મળ્યો એનાથી વિશેષ આનંદ બીજો કયો હોઈ શકે ? સૌની પ્રસન્નતા સાથે સુખરૂપે પ્રસંગ સંપન્ન થયો.

અંતમાં, ભરતભાઈ કહે છે કે : ‘અનુકૂળતાએ હું જલારામધામની મુલાકાત લેતો રહું છું. શક્ય એટલી તેઓને મદદ કરવા કોશિશ કરું છું. મોંઘવારીના કારણે આ સંસ્થા ઘણો આર્થિક સંઘર્ષ વેઠી રહી છે. અગાઉ ત્યાં 16 જેટલા વડીલો હતા. તેમના ભરણપોષણનો તમામ ખર્ચ નીકળી શકે તે માટે સ્થાનિક વેપારીઓએ ભેગા મળીને કેટલીક રકમની ડિપોઝીટ સંસ્થાને નામે મૂકી હતી; પરંતુ હવે એક તરફ ડિપોઝીટો પર વ્યાજનો દર ઘટ્યો છે અને વડીલોની સંખ્યા 16માંથી આજે 44 થઈ છે, આથી મુશ્કેલીઓનો સામનો કરવો કઠીન બને છે. પરંતુ આપણે શક્ય એટલી સહાય કરીને તેમને બેઘડી આનંદ આપી શકીએ તો કંઈક કર્યાનો સંતોષ મળી રહે છે.’

[વાચકમિત્રો શ્રી ભરતભાઈ રાજાણીનો (પોરબંદર) આ નંબર પર +91 9825230051 અથવા આ સરનામે hitalrajani@yahoo.com સંપર્ક કરી શકે છે.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અપેક્ષા – કિંજલ શાહ
પ્રગતિનું અવરોધક પરિબળ – રણછોડ શાહ Next »   

44 પ્રતિભાવો : અનોખો લગ્નોત્સવ – મૃગેશ શાહ

 1. Raj says:

  ખુબ જ સરસ.

  બની બેઠેલા વિક્રુત બાપુઓ ના આશ્રમ કરતા , આવા આશ્રમ મા મદદ કરવિ સારી.

  If you seems to see person without smiling face,
  Give them one of Yours.

  Number is noted down and will surely contact Bharatbhai.

 2. nayan panchal says:

  ખૂબ જ સરસ લેખ.

  આવા નાના નવતર પ્રયાસો લગ્નપ્રંસગને ‘ખરેખર’ યાદગાર બનાવે છે. ભણેલાગણેલા લોકો પણ માત્ર સામાજિક નિયમોથી બંધાઈને શા માટે ખોટા ખર્ચા કરે છે તે નથી સમજાતુ. વર-કન્યા બંને સાદાઈથી લગ્ન કરવા માટે રાજી હોય પરંતુ તેમના માતા-પિતા અને સગાસંબંધીઓ તેમને તેમ નથી કરવા દેતા.

  નયન

  એક આડવાતઃ
  હમણા એક નવા પ્રકારની કંકોત્રી વિશે માહિતી મળી જે ડીવીડી સ્વરૂપમાં છે. કાગળની કંકોત્રીતો આપણે વાંચીને ફેંકી દઈએ છીએ, પરંતુ ડીવીડીમાં તો વરકન્યાના માતાપિતા પોતે interactively આમંત્રણ આપે છે, જે ખરેખર આમંત્રણમાં લાગણીનો ઉમેરો કરે છે. હા, આમંત્રિત પાસે ડીવીડી પ્લેયર હોવુ જરૂરી છે.

 3. Niraj says:

  રંગ છે ભરતભાઈ ને…

 4. ખરેખર નવતર પ્રયોગ.

  અનોખો લગ્નોત્સવ વિશેનો અનોખો લેખ.

 5. D.L.MODHA says:

  EXTRA- ORDINARY

 6. જીતેન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ. આ લગ્ન પ્રસંગને અહી કવરેજ આપવા માટે મૃગેશભાઈ આપનો ખુબ ખુબ આભાર. અને વડિલશ્રી ભરતભાઈને પણ લગ્ન પ્રસંગ આ રીતે ઉજવવા બદલ અભિનંદન.

 7. Paresh says:

  ખૂબ સરસ. વિશાલને લગ્નજીવનની શુભેચ્છાઓ અને ભરતભાઈને આભિનંદન

 8. કલ્પેશ says:

  આ વાત વાંચતા મુંબઇ સમાચારમા છપાતી એક કૉલમ યાદ આવી ગઇ – “રણમા ખીલ્યુ ગુલાબ”
  જ્યા આપણે રોજ છાપુ/ટી.વી.મા મારધાડ/હત્યા/બૉંબ વગેરે સાંભળીએ ત્યારે આવા પ્રસંગોની ખૂબ જરુર લાગે છે.

 9. ખુબ જ અનેરું અને ઉદાહરણ આપતું કાર્ય .. !!

 10. bhavin says:

  nice.. good.. brevo..

 11. SHRUTI says:

  very good attempt to make our elders happy …. good try bharat bhai and thnx mrugesh bhai for givin this nice article..

 12. Rekha Sindhal says:

  ભરતભાઈને હાર્દિક અભિનઁદન. ઘણુઁ સરસ આયોજન.

 13. AN Rawal says:

  પ્રેરણાદાયી લગ્નોત્સવ્ અને ખુબ જ સરસ્ લેખ.
  શ્રી ભરતભાઈ અને પરીવાર ને અભીન્દન.

 14. preeti tailor says:

  મન ભીંજાઇ ગયું…..

 15. Moxesh Shah says:

  An eye opening and innovative event for the society.
  Congratulations to Shri Bharatbhai.

 16. Yogini says:

  Khub j saras lekh
  Ghana vakhte Aankho ne bhinjava no avsar malyo.
  Bharatbhai ni saame aadar thi mastak juki gayu.
  thnx Mrugeshbhai.

 17. Sujata says:

  Thanks Mrugeshbhai for giving very touchy and eye opening article. It’s very inspiring. Also same time I feel very sad for our culture, which is adopting western culture. WHY WE NEED GHARDA GHAR. It’s very sad part.

 18. Ramesh Shah says:

  વાંચવામા કે લખવામાં ખુબસરળ પણ આચરણમાં અઘરા આ નિર્ણયની જેટલી તારીફ કરીયે એટલુ ઓછુ. શ્રી ભરતભાઈ અને એમના કુટુંબને ખુબ અભિનંદન. અને હવે તો આવા સમાચાર માટે ઈ-ટીવી ગુજરાતી સમાચાર પણ જોતા રહેવું પડશે.મ્રુગેશ પણ અભિનંદનના હકદાર.

 19. Mamta says:

  very touchy and heart warming,

 20. Gira says:

  wow!!! wonderful!!! never heard this type of arrangement of marriage… super!!! 😀

 21. ભાવના શુક્લ says:

  અત્યત ભાવનાત્મક અને સરાહનીય પ્રયોગ… પ્રથમ વાર વાચતા માત્રમા વિશ્વાસ ના બેસે તેવી વાત…
  સામાન્ય રીતે લગ્ન એ મુળભુત રીતે એક પારીવારીક પ્રસંગ છે જેમા ઘણા લોકોતો અંગત પ્રસંગ ગણી દુર ના મિત્રો કે સંબંધીઓને પણ બાકાત રાખવાની એક ફેશન અનુસરતા હોય છે.
  ભરતભાઈએ વડીલોને સાચો વિસામો આપી એક ઉત્તમ પારીવારીક સંસ્કારનુ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. તેમના સંસ્કારોને પ્રણામ. તંત્રીશ્રીને અભિનંદન કે આટલો સરસ પ્રસંગ અહી રીડ ગુજરાતી પર શોધી ને મુક્યો.

 22. dhara says:

  while reading and seeing photos, got tears in my eyes.

  dhara shukla/swadia

 23. Lina Savdharia says:

  “નવદંપતિને ખોબે ખોબે અંતરના આશીર્વાદ આપતાં સૌની આંખો ભીંજાઈ”.

  This is the best inspirationa,invaluable, gift a newly wed couple can receive.
  શ્રી ભરતભાઈ અને પરીવાર ને અભીન્દન.

 24. pragnaju says:

  ખૂબ સરસ
  વૃદ્ધાશ્રમની ફરિયાદ જ કરવા કરતા આવાં રચનાત્મક કામને વંદના
  ધન્યવાદ-

 25. manvant says:

  આવી રૂડી આઁબલિયાની ડાળ…..
  કોયલરાણી ક્યાઁ ગયાઁ રે લોલ ?
  મૃગેશભાઇ ! અભિનઁદન !

 26. sumedha says:

  અનોખો લગ્નોસ્તવ સ્તોર્ય વન્ચ્યા પચિ અન્ખમથિ આન્સુ અવ્યા

 27. dr sudhakar hathi says:

  it is a great occation to invite a senior citision in our marrige funtion it is our duty to invite old people in our any funtion even our birth day party our blessing to bhart bhai

 28. tithi says:

  ખરેખર બહુ જ અલગ જ પ્રકાર ના મેરેજ કર્યા. બધા વડિલો ના પણ અશિર્વાદ પણ મલ્યા.બહુ જ સારો વિચાર્.

 29. Hiral Thaker "Vasantiful" says:

  ભરતભાઇને અભિન્ંદન!

 30. Raja Daxini says:

  અનોખા લગ્ન માટે ની લગન ધરાવતા શ્રી ભરતભાઈ અને પરીવાર ને અભીન્દન , નોખા લગ્ન કરવા સમાજને દાન આ૫વુ ચાદલો ભેટ ના સ્વિસકારવા વગેરે ગણુ જોયુ જણ્યુ પણ આ પરીવારની ભાવાના ને કોટિ કોટિ નમન…

 31. Vallabhbhai Borichangar says:

  This is really an innovative creation as we all family enjoyed the function – Keep doing good things

 32. અતુલ જાની (આગંતુક) says:

  શક્તિ હોય તે સત્કાર્ય આરંભે, સમજણ હોય તે તેમાં ટેકો કરે અને બાકીના તેમાં અનુમોદન આપે તો સમાજમાં ઠેર ઠેર નંદનવન સર્જાય.

  ભરતભાઈએ ઉજવેલ અનોખા લગ્ન-પ્રસંગને એક સત્કાર્યનો આરંભ ગણી અને જેને જેવું સુજે તેવું સત્કાર્ય પોતાના રોજબરોજના જીવન સાથે વણી લઈને આપણા જીવનને અનોખુ બનાવવાનો પ્રયાસ કરતા કરતાં સમજોપયોગી જીવન જીવીને જાત અને સમાજને કૃતાર્થ કરીએ એ જ અભ્યર્થના. નવ-દંપતીને શુભકામનાઓ.

 33. amit says:

  રંગ છે બાપુ…

 34. Porbandar Chamber of Commerce and Porbandar Raghuvansi Parivar says:

  Bharatbhai

  Your care for elders will be noted by young generation of Europe and America and Indian Culture and our civilisation is going to be spread all over the world.

  We are proud of you

  Keep It Up

  Nalin Kanani
  Ramesh Makecha

 35. Ashish Dave says:

  Congratulations to newly wedded… and I hope more will learn from Bharatbhai.

  Ashish Dave
  Sunnyvale, California

 36. Megha Kinkhabwala says:

  ભરતભાઈ તથા સમગ્ર પરિવાર ને ખુબ ખુબ અભિનન્દન સાથે પ્રણામ.

 37. Ambaram K Sanghani says:

  મ્રુગેશભાઈ,
  આ અનોખો લગ્નપ્રસંગ ગોઠવીને સમાજને સાચો રસ્તો બતાવવાનો રાજાણીભાઈનો પ્રયત્ન ખૂબ જ પ્રશંસનીય છે. રાજાણીભાઈને અને તમને બન્નેને અભિનંદન.

 38. Shashikant Ganatra says:

  Bharatbhai,

  Hearty congratulations for your favour of ‘VRADHASHRAM’ Keep it up . All readers also should take something from this article instead of taking it as entratainment article. Generally, readers praise such things but when there is chance to do something new they hesitate to come forward with good action.

  Shashikant Ganatra

 39. kailasgiri says:

  અભિનઁદન ભરતભાઈ

 40. ગુજરાતની સામાજિક ચેતનાનું અદભુત ઉદાહરણ..

  આપણે દાનનું સ્વરુપ બદલવાની જરુર છે. બિન-ગુજરાતી ગુરુઓ નાં આશ્રમો..હવેલીઓ..મહેલો..કરતાં આવા માનવ-મંદિરોમાં કરેલું દાન દીપી ઉઠે…જોકે આવાં વ્રુધ્ધાશ્રમો વધારે પડતી સંખ્યામાં હોવા એ પણ બિમાર સમાજની નિશાની છે. માનવી પોતે જ..જતું કરી.. અન્યને સહન કરતો થઈ જાય તો આવા જીવન સંધ્યા..વિસામો..જેવાં રુપાળા નામો ધરાવતા ઘરડા ઘર ની જરુર નહિ પડે.
  ઘરડા ઘર તો ઐયાસ સંતાનો ની ઐયાસીને પંપાળતા રહેવામાં મદદરુપ થઈ પડે છે તે પણ ના ભુલવું જોઈએ…જો પુત્રવધુઓ સુધરી જાય તો ઘરડા ઘરનું અસ્તિત્વ મટી જાય..પરંતુ જ્યાં સુધી સિરીયલોની વેમ્પો આપણા લિવીંગ રુમોમાં આવી હાહાકાર મચાવતી રહેશે ત્યાં સુધી આ આશા ઠગારી નિવડશે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.