બે વાનગીઓ – માલતિ માલવિયા
[રીડગુજરાતીને આ વાનગીઓ મોકલવા માટે શ્રીમતી માલતિબેન માલવિયાનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +91 265 2792666 પર અથવા maheshmalaviya@yahoo.co.in પર સંપર્ક કરી શકો છો.]
[1] સેવ-પરવળનું શાક
સામગ્રી :
250 ગ્રામ પરવળ,
2 નાના કાંદા,
100 ગ્રામ સેવ,
ખાંડ, હળદર, મરચું, ધાણાજીરૂં, ગરમ મસાલો.
રીત :
સૌ પ્રથમ પરવળની છાલ ઉતારીને ભરવા માટે બે ભાગમાં ઊભો કાપ મૂકો. અંદરથી બી કાઢી લઈને તેને કૂકરમાં બાફી દો. એક-બે સીટી વાગ્યા બાદ તે ઉતારી લો. બીજી બાજુ, કાંદા ઝીણા સમારીને તેને તેલમાં સાંતળી લો. હવે એક વાટકામાં સેવ, કાંદા તથા બધો જ મસાલો મિક્સ કરીને બાફેલા પરવળમાં ભરી દો. ત્યારબાદ કઢાઈમાં થોડું તેલ લઈને હીંગ-મરચું નાખી વઘાર કરો. પરવળ ખૂલી ન જાય તે રીતે આ વઘાર ચમચાથી તેની પર રેડી તેને મિક્સ કરો. આ રીતે તૈયાર થયેલા શાકને કોથમીર નાખીને સજાવો.
.
[2] ભાખરીના ચુરમાના લાડુ
સામગ્રી :
2 વાટકી ઘઉં નો કરકરો લોટ,
1 વાટકી ઘઉંનો ઝીણો લોટ,
અડધી વાટકી ચણાનો લોટ,
પા વાટકી રવો,
ઘી, એલચી, ખસખસ, જાયફળ પાવડર, કાજુ-દ્રાક્ષના ટુકડા – પ્રમાણસર.
ગોળ ઝીણો સમારેલો.
રીત :
સૌપ્રથમ બધાં જ લોટ ભેગા કરી તેમાં અડધી વાટકી ઓગાળેલા ઘીનું મોણ દેવું. સહેજ ગરમ પાણીથી ભાખરીનો કઠણ લોટ બાંધવો. બધી કડક ભાખરી શેકીને ઉતારી લેવી. હવે મિક્સરમાં તેનો કરકરો ભૂકો કરવો. ત્યારબાદ એક કઢાઈમાં જરૂરત પ્રમાણે ઘી લેવું. જેટલો ભૂકો હોય તેના કરતાં અડધા પ્રમાણમાં ગોળની કતરણ બનાવીને તેને ઘીમાં મિક્સ કરવી. ગોળ-ઘીનો બરાબર પાયો થઈ જાય એટલે આ મિશ્રણને થાળીમાંના લાડુના ભૂકામાં ઉમેરી દો. હવે તેમાં એલચી, જાયફળ, કાજુ-દ્રાક્ષ નાખો. લાડુ વાળવા માટે જરૂરત પડે તો થોડું ઓગાળેલું ઘી લો. છેવટે ઉપર ખસખસ લગાડીને સજાવો.
Print This Article
·
Save this article As PDF
આજે અમે બે વાનગીઓ બપોરે જમવામાં ખાધી.
૧. પુરણપોળી ૨. ઈડલી-સાંભાર જો કે બેમાંથી એકે મને બનાવતા નથી આવડતી તેથી રેસીપી નહી આપી શકું.
મારા ધર્મપત્નિ જ્યારે કોમ્પ્યુટર પાસે આવશે ત્યારે હું તેમને માલતીબહેનની બે વાનગીઓની રેસિપિ બતાવીશ.
જરુર થી આ વાનગીઓ બનવીશ્….
બન્ને વાનગીઓ પૌષ્ટીક છે.. મારા સાસુ કહે છે કે પરવળ ઘી ની ગરજ સારે.. અર્થાત પરવળમા ઘી ના સારા તમામ ગુણૉ છે અને ઘીનો એક પર ખરાબ (ખાસ કરીને વધુ પડતી સેચ્યુરેટેડ ફેટ) ગુણ નથી.
લાડુ પણ મુઠીયા તળીને બનાવવાથી તેમા ફેટ નુ પ્રમાણ ઓછુ રહે છે અને સ્વાદ મુળભુત લાડુ જેવોજ રહે છે. લાડુ શબ્દ જ કેટલો સરસ વહાલના પર્યાય જેવો છે…ખેર શ્રાવણ પછી ભાદરવો એટલે ગણપતિબાપ્પાનો મહીનો. અગાઉથી લાડુની રેસેપી આપી દેવા માટે આભાર માનવો રહ્યો.
i love bhakhri naa ladu!! hahah 😀 had them a little while ago.. 😀 but it was only wid bhari n ghee n gor 😀
સરસ પરન્તુ,
જરા વધારે રેસિપિ મુકવિ જોઇએ
i like both recepies and i am going to prepair today.