ફરી જોજો ! – કપિલ ઠક્કર

જિગર પર જુલ્મ કે રહેમત ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું જરી જોજો.

મુસાફર કંઈ બિચારા આપના રાહે સૂના ભટકે,
પીડા ગુમરાહની, ઊંચે રહી આંખો ભરી જોજો.

ઊછળતા સાગરે મેં છે ઝુકાવ્યું આપની ઓથે,
શરણમાં જે પડે તેને ડુબાવીને તરી જોજો !…

કટોરા ઝેરના પીતાં જીવું છું, એ વફાદારી –
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.

અમોલી જિંદગાની કાં અદાવતમાં ગુમાવો છો ?
કદર કો’દી ઘટે કરવી, મહોબત આદરી જોજો.

વરસતા શ્યામ વાદળમાં મળ્યા’તા મેઘલી રાતે,
વચન ત્યાં વસ્લનું આપ્યું, હવે, દિલબર ! ફરી જોજો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભવોભવના સાથી – અનુપસિંહજી પરમાર
જ્યાં લગની છે – મકરન્દ દવે Next »   

8 પ્રતિભાવો : ફરી જોજો ! – કપિલ ઠક્કર

 1. nayan panchal says:

  સરસ રચના.

  નયન

  “ઊછળતા સાગરે મેં છે ઝુકાવ્યું આપની ઓથે,
  શરણમાં જે પડે તેને ડુબાવીને તરી જોજો !…

  કટોરા ઝેરના પીતાં જીવું છું, એ વફાદારી –
  કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.”

 2. Mruga Dave says:

  વરસતા શ્યામ વાદળમાં મળ્યા’તા મેઘલી રાતે,
  વચન ત્યાં વસ્લનું આપ્યું, હવે, દિલબર ! ફરી જોજો.

  અન્ત ની કડી એ સવાર સુધારી દીધી…

 3. pragnaju says:

  સુંદર રચના
  અમોલી જિંદગાની કાં અદાવતમાં ગુમાવો છો ?
  કદર કો’દી ઘટે કરવી, મહોબત આદરી જોજો.
  વરસતા શ્યામ વાદળમાં મળ્યા’તા મેઘલી રાતે,
  વચન ત્યાં વસ્લનું આપ્યું, હવે, દિલબર ! ફરી જોજો.
  વાહ
  યાદ આવી
  જુદાઈ જિંદગીભરની, કરી રો રો બધી કાઢી,
  રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે.
  ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી,
  હજારો રાત વાતોમાં, ગમાવી એ કમાઈ છે

 4. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ સરસ રચના.

  “કટોરા ઝેરના પીતાં જીવું છું, એ વફાદારી –
  કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.