જ્યાં લગની છે – મકરન્દ દવે

આ મોજ ચલી જે દરિયાની
તે મારગની મુહતાજ નથી.
એ કેમ ઊછળશે કાંઠા પર
એનો કોઈ અંદાજ નથી.

ઓ દોસ્ત, વહેતા જીવનની
આ કોણ સિતાર સુણાવે છે ?
આ બેઠો છે ક્યાં બજવૈયો ?
કૈં સૂર નથી, કૈં સાજ નથી.

હા, બે’ક ઘડી એ નયનોમાં
જોઈ છે એવી એક છબી,
ઝબકારે એક જ જાણી છે
જ્યાં કાલ નથી કે આજ નથી.

હરરોજ હજારો ગફલતમાં
હું ભૂલી જાઉં તને, પ્રીતમ !
ને એમ છતાં એવું શું છે
જે પ્રીતમ, તારે કાજ નથી ?

આ નૂરવિહોણી દુનિયામાં
મેં એક જ નૂર સદા દીઠું.
એક પંખી ટહુકી ઊઠ્યું તો
લાગ્યું કે તું નારાજ નથી…

આ આગકટોરી ફૂલોની
પરદા ખોલી પોકાર કરે
ઓ દેખ નમાઝી ! નેન ભરી
જ્યાં લગની છે ત્યાં લાજ નથી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ફરી જોજો ! – કપિલ ઠક્કર
માનો ગુણ – દલપતરામ Next »   

16 પ્રતિભાવો : જ્યાં લગની છે – મકરન્દ દવે

 1. nayan panchal says:

  આજે રીડગુજરાતી પર કાવ્ય દિવસ.

  બબ્બે સુંદર કાવ્યો આપવા બદલ મૃગેશભાઈનો આભાર.

  ખૂબ સરસ કાવ્ય.

  નયન

  “આ નૂરવિહોણી દુનિયામાં
  મેં એક જ નૂર સદા દીઠું.
  એક પંખી ટહુકી ઊઠ્યું તો
  લાગ્યું કે તું નારાજ નથી…”

 2. Rekha Sindhal says:

  એક પંખી ટહુકી ઊઠ્યું તો લાગ્યું કે તું નારાજ નથી…”વાહ…. વાહ……

 3. અતુલ જાની (આગંતુક) says:

  સુંદર કાવ્ય.

  શ્રી મકરંદ દવે એટલે સિદ્ધ-હસ્ત કવિ. તેમની કૃતિ માણવા મળે તે એક લ્હાવો છે.

  જો કે મને શિર્ષકનો અર્થ “જ્યાં લગની છે” તે ન સમજાયો.

 4. Mruga Dave says:

  આ મોજ ચલી જે દરિયાની
  તે મારગની મુહતાજ નથી.
  એ કેમ ઊછળશે કાંઠા પર
  એનો કોઈ અંદાજ નથી.

  સરસ કાવ્ય રચના….

 5. Rajendra Shah says:

  ” આ આગકટોરી ફૂલોની, પરદા ખોલી પોકાર કરે,
  ઓ દેખ નમાઝી ! નેન ભરી, જ્યાં લગની છે ત્યાં લાજ નથી ! ”

  આ છેલ્લી બે પંક્તિ રહી ગઈ છે.

  શીર્ષક ની પંક્તિ છે.
  હવે અર્થ સ્પષ્ટ થશે.

 6. Editor says:

  શ્રી રાજેન્દ્રભાઈ, આપનો ખૂબ આભાર.

  આ પંક્તિઓ કાવ્ય સાથે પ્રકાશિત થઈ ન હોવાથી મારી જાણમાં નહોતી. આપે માહિતી આપી તે બદલ આભાર. હું કાવ્યને સુધારી લઈશ.

  -તંત્રી

 7. અતુલ જાની (આગંતુક) says:

  રાજેન્દ્રભાઈ – ધન્યવાદ. મે બે ત્રણ વખત ફરી ફરી ને કાવ્ય વાંચ્યુ પણ તેમ છતા મને તેનું શિર્ષક ન સમજાયુ તે ન જ સમજાયું પરંતુ છેલ્લી બે પંક્તિઓ વાંચીને કાવ્ય એકદમ સ્પષ્ટ થઈ ગયું. ઘણી વખત શરત-ચૂકથી લેખનો કોઈ એવો ભાગ છપાવાનો બાકી રહી જતો હોય છે કે જેને લીધે લેખનો યથાર્થ ભાવ ન સમજી શકાય.

  બાકી તો જ્યાં લગની છે ત્યાં વળી લાજ કેવી !

 8. pragnaju says:

  મધુરું મધુરુંકાવ્ય
  તેમાં
  હરરોજ હજારો ગફલતમાં
  હું ભૂલી જાઉં તને, પ્રીતમ !
  ને એમ છતાં એવું શું છે
  જે પ્રીતમ, તારે કાજ નથી ?
  વાહ્

 9. rashmin n.pathak says:

  બ હ્જ સુદર્

 10. pragna says:

  અતિ સુન્દેર ,વહેતા જિવનનિ કોન સિતાર સુનાવે ચ્હે? આ બેથો ચ્હે ક્યા બજવેયો? કૈ સુર નથિ કૈ સાજ નથિ.સાઇ મકરન્દનિ કલ્પના મા ઇશ્વેર નિ અનુભુતિ થયા વગેર રહે નહિ.

 11. rahul says:

  દેશ મા તાજેતર મા ઘટૅલિ ઘટ્ના ઓ ના સન્દર્ભમા મકરન્દ દવે નિ એક કવિતા…… આ દેશનિ ખાજો દયા…..મુકવા વિન્નતિ……………….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.