માનો ગુણ – દલપતરામ

હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

લઈ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજું મને કોણ દેતું ?
મને કોણ મીઠાં મુખે ગીત ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

પડું કે ખડું તો ખમા આણી વાણી,
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતતણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

મને કોણ કે’તું પ્રભુ ભક્તિ જુક્તિ,
ટળે તાપ-પાપ, મળે જેથી મુક્તિ;
ચિત્તે રાખી ચિંતા રૂડું કોણ ચા’તું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

તથા આજ તારું હજી હેત તેવું,
જળે માછલીનું જડ્યું હેત તેવું;
ગણિતે ગણ્યાથી નથી તે ગણાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

અરે ! એ બધું શું ભલું જૈશ ભૂલી,
લીધી ચાકરી આકરી જે અમૂલી;
સદા દાસ થૈ વાળી આપીશ સાટું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

અરે ! દેવતા દેવ આનંદદાતા !
મને ગુણ જેવો કરે મારી માતા;
સામો વાળવા જોગ દેજે સદા તું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

શીખે સાંભળે એટલા છંદ આઠે,
પછી પ્રીતથી જો કરે નિત્ય પાઠે;
રાજી દેવ રાખે સુખી સર્વ ઠામે,
રચ્યા છે રૂડા છંદ દલપતરામે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જ્યાં લગની છે – મકરન્દ દવે
પદ્યપુષ્પો – સંકલિત Next »   

14 પ્રતિભાવો : માનો ગુણ – દલપતરામ

 1. અતુલ જાની (આગંતુક) says:

  અરે ! દેવતા દેવ આનંદદાતા !
  મને ગુણ જેવો કરે મારી માતા;
  સામો વાળવા જોગ દેજે સદા તું,
  મહા હેતવાળી દયાળી જ મા તું.

  બસ આ ભાવ દરેક સંતાનોમાં આવી જાય તો આજે મા-બાપને સંતાનો હયાત હોવા છતાં વૃદ્ધાશ્રમમાં રહેવા ન જવુ પડે.

  પોતાની જનની પ્રત્યે તો દરેક સંતાનોને સ્વાભાવિક પ્રેમ મોટા ભાગે હોય છે. પરંતુ તે પ્રેમ નો વિસ્તાર કરવાની આવશ્યકતા છે. અને જ્યાં જ્યાં પણ માતૃ-તુલ્ય વડીલો છે તેમની પણ પોતાના જ માતા-પિતા સમાન સેવા કરવાની ભાવના વિકસાવવાની આવશ્યકતા છે.

 2. mukesh thakkar says:

  excellent. made me cry as i have lost my maa 07 years before. pranaam to every mother on this earth

 3. pragnaju says:

  ડાહ્યો ડાહ્યાલાલનો ડાહ્યો દલપતરામ
  અરે ! એ બધું શું ભલું જૈશ ભૂલી,
  લીધી ચાકરી આકરી જે અમૂલી;
  સદા દાસ થૈ વાળી આપીશ સાટું,
  મહા હેતવાળી દયાળી જ મા તું.

  અરે ! દેવતા દેવ આનંદદાતા !
  મને ગુણ જેવો કરે મારી માતા;
  સામો વાળવા જોગ દેજે સદા તું,
  મહા હેતવાળી દયાળી જ મા તું.
  કેટલું સરસ

 4. nayan panchal says:

  ખૂબ જ સરસ પંક્તિઓ.

  દરેકે દરેક પંક્તિ ખૂબ જ ભાવસભર.

  નયન

 5. Dhaval B. Shah says:

  ખૂબજ સરસ રચના.

 6. ભાવના શુક્લ says:

  વર્ગખંડમા સમુહગાન કરતા કરતા “મહા હેતવાળી દયાળીજ મા તુ” જોર શોર થી ગાતા અને માનુ મુખ સામે તરવરતુ…
  ખરો આનંદ તો હવે માતા બન્યા પછી જે હેત અને દયા (અહી દયા નો અર્થ કાળજી ગણીએ) નિજ સંતાન માટે અનુભવાય છે તેને શબ્દોમા કેમ મઠારવી…

 7. Ashish Dave says:

  I remember the poem from my school days…

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.