પદ્યપુષ્પો – સંકલિત

[1] આવચી બાવચી – સુમન અજમેરી

આવચી બાવચી નાગરવેલ
ઊભી રો’ સૈયરું કૂવે છે હેલ.

ગાગર ભરું ત્યાં બેડું છલકાય,
ઈંઢોણીએ કાં ના ઠેર્યું ઠેરાય ?

સીંચણિયું પાવલે આવી ભરાય;
કોના તે પગલે આ મારગ અટવાય ?

ચૂંદડીનો છેડો માથેથી સરી જાય;
નેણાં આજે કાં આઘાં-પાછાં થાય ?

આગળ ધર્યાં ડગ પાછાં ઠેલાય,
મનમાં તે અણખટ એવી શી થાય ?

સહિયર, જો, કોની આ નજરું હરખાય ?
આજે નમન જરી વશ રે’ જરાય !
.
[2] ગઝલ – સુભાષ પંચોલી ‘અક્ષર’

સાવ ઠાલા શબ્દનો આ ખત નથી,
આ શરાબી જામ છે, શરબત નથી.

ગટગટાવીને કદી પીતા નથી,
આ અમારો શોખ છે, આદત નથી.

પ્રેમની ક્યાં ખોટ છે ? માંગો તમે,
આપવા માટે બીજી દોલત નથી.

એમનું હસવુંયે કાતિલ હોય છે,
આ અનુભવ છે, કોઈ તહોમત નથી.

આશરો ‘અક્ષર’ મળ્યો તો ક્યાં મળ્યો ?
બારણું, દીવાલ કે જ્યાં છત નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માનો ગુણ – દલપતરામ
બહુત શર્મિંદા હૂં, ગુરુદેવ ! – અમૃતલાલ વેગડ Next »   

15 પ્રતિભાવો : પદ્યપુષ્પો – સંકલિત

  1. અતુલ જાની (આગંતુક) says:

    પ્રભાતમાં જ પદ્યપુષ્પો માણીને મનડું મહોરી ઉઠ્યુ.

  2. Keval Rupareliya says:

    પુષ્પની સુગંધના વખાણ ન હોય
    એ અનુભવવાના હોય

  3. pragnaju says:

    મઝાની રચનાઓ

  4. nayan panchal says:

    સરસ રચના.

    નયન

    “પ્રેમની ક્યાં ખોટ છે ? માંગો તમે,
    આપવા માટે બીજી દોલત નથી.

    એમનું હસવુંયે કાતિલ હોય છે,
    આ અનુભવ છે, કોઈ તહોમત નથી.”

  5. ભાવના શુક્લ says:

    સાવ ઠાલા શબ્દનો આ ખત નથી,
    આ શરાબી જામ છે, શરબત નથી.

    …………
    ભૈ વાહ!!

  6. Apeksha Hathi says:

    સુન્દર….

    આનન્દ આવ્યો…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.