ઓનલાઈન મુલાકાત – પંકિતા ભાવસાર
[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ પંકિતાબેનનો (હૈદ્રાબાદ, ભારત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો. pankita.b@gmail.com]
ટેલિફોનની ઘંટડી વાગી રહી હતી. પ્રાચીએ બાથરૂમની બહાર નીકળી પગલૂછણિયાં પર પગ લૂછ્યાં અને ઝડપભેર દોડીને રિસીવર ઉપાડ્યું. સામે છેડેથી સરલાબેનનો અવાજ આવી રહ્યો હતો.
‘ક્યાં હતી બેટા ? ક્યારની ફોન લગાડું છું પણ કોઈ ઉપાડતું જ નથી !’
‘અરે મમ્મી, હું નહાવા બેઠી હતી. આજે તો મારે ઊઠવામાં મોડું થઈ ગયું. ગઈકાલના વરસાદી વાતાવરણથી એવી ઠંડક ફેલાઈ છે કે મારી આંખ તો સીધી આઠ વાગ્યે જ ખૂલી ! રીયા અને પૂજા તો તૈયાર થઈને ક્યારના નીકળી ગયા. મારે તો હજી ટિફિન બનાવવાનું પણ બાકી છે.’ પ્રાચીએ વાળ લૂછતાં કહ્યું.
‘સારું. સાચવીને સમયસર ઑફિસ પહોંચજે. ઉતાવળમાં દોડાદોડ ના કરતી. અચ્છા જો, મારી એક વાત સાંભળ…’
‘હા બોલ, મમ્મી.’
‘આપણા પેલા રાજકોટવાળા રસિકભાઈના ઓળખીતામાંથી એક છોકરાનો બાયોડેટા મળ્યો છે. ફોટો પરથી છોકરો દેખાવે સારો લાગે છે. ‘સમીર કોઠારી’ એનું નામ છે. આપણી જ્ઞાતિનો છે અને હાલમાં લંડન ફાર્મસીનો અભ્યાસ કરે છે. એના માતા-પિતા અહીં અમદાવાદમાં જ રહે છે. ગઈકાલે અમારે એમની સાથે ફોન પર વાત થઈ. કુટુંબ સારું લાગે છે. તારો બાયોડેટા એ લોકોને આપ્યો છે. કદાચ છોકરાનો ફોન તારી પર આવે તો વિગતે વાત કરીને પછી અમને જાણ કરજે… જોઈએ શું થાય છે… ઈશ્વર કરે ને આ વર્ષે બધું સમૂસુતરું પાર ઊતરી જાય તો સારું….’
‘ઠીક છે મમ્મી. બધું સારું જ થશે. તું ચિંતા ન કર. હું વાત કરીને પછી તને જણાવીશ. અત્યારે જરા જલ્દીમાં છું પછી નિરાંતે ફોન કરીશ…. આવજે….’ પ્રાચી ફોન મુકીને ટિફિન બનાવવા રસોડા તરફ દોડી ગઈ.
અમદાવાદના મધ્યમવર્ગીય પરિવારનું પ્રાચી એકમાત્ર સંતાન હતી. માતાપિતાએ તેને ભરપૂર લાડકોડમાં ઊછેરી હતી પરંતુ તે સાથે જીવનની તમામ વિષમ પરિસ્થિતિઓનો હસતા મુખે સામનો કરી શકે તેવી કેળવણી તેને બાળપણથી આપી હતી. શીલ અને સંસ્કાર તો જાણે પહેલેથી એના લોહીમાં હતા. અભ્યાસમાં તેજસ્વી હોવાની સાથે પોતાના જીવનનો પથ પોતાની રીતે કંડારવામાં તે સાહસી હતી. કદાચ એ કારણથી જ MCA પૂરું કર્યા બાદ પૂજા અને રીયા સાથે નોકરીની શોધમાં તે એકલી અહીં પૂના આવી પહોંચી હતી. આજે આ વાતને એક વર્ષ વીતી ગયું. પ્રાચી હવે આર્થિક રીતે તો પગભર બની ચૂકી છે પરંતુ સમયસર લગ્ન કરીને જીવનમાં સ્થાયી થવાનો પ્રશ્ન છેલ્લા કેટલાક સમયથી તેના ચિત્તનો કબજો કરી રહ્યો છે. અભ્યાસકાળથી જોડે રહેલી સખીઓ – પૂજા અને રીયા – એ બાબતમાં એનાથી આગળ નીકળી ગઈ છે. પૂજાને તેની સાથે કામ કરતો નિલેશ પસંદ છે અને બંને પક્ષે આ બાબતે સંમતિ મળી ગઈ છે. બસ, સગાઈની તારીખ નક્કી થાય એની જ રાહ જોવાય છે. રીયાનું એક ઉદ્યોગપતિના પુત્ર જોડે નક્કી થયું છે. એકાદ વર્ષમાં એ પણ સાસરે સિધાવશે. પચ્ચીસમું વર્ષ પસાર કરી રહેલી પ્રાચીને તેના માતા-પિતા તરફથી લગ્ન બાબતે ગંભીરાથી વિચારવાના સૂચનો અપાઈ રહ્યા છે. એને ગમતું પાત્ર હોય તો એ બાબતે પરિવારજનો સાથ આપવા તૈયાર છે પરંતુ પ્રાચીના દિલમાં વસે એવો કોઈ રાજકુમાર હજુ સુધી તેને જડ્યો નથી. બલ્કે, પ્રાચી તો એમ માને છે કે પરંપરાગત રીતે માતાપિતાના અનુભવની એરણમાંથી પસાર થયેલું જ્ઞાતિનું કોઈ પાત્ર મળી આવતું હોય તો એ અતિ ઉત્તમ છે. જ્ઞાતિ તરફથી આવતા દરેક માંગાંનો પ્રાચી વ્યવસ્થિત જવાબ આપે છે અને પોતાનાથી બનતું બધું કરી છૂટે છે. તેમ છતાં કોણ જાણે કેમ હજુ કોઈ તરફથી હકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો નથી.
મોડી સાંજે ઑફિસેથી થાકીને પરત ફરેલી પ્રાચીએ ડૉરબેલ વગાડતાં રીયાએ દરવાજો ખોલ્યો.
‘લો ! આવી ગયા મેડમ ! આમ ઢીલાઢીલા કાં દેખાવ છો ?’ રીયા હસીને બોલી.
‘તને શું ખબર કે ઑફિસમાં કેટલું કામ હોય છે… ઊંચું જોવાનીયે ફૂરસદ નથી મળતી. આ પંદરમી તારીખે પ્રોજેક્ટ પૂરો કરી આપવાની છેલ્લી તારીખ છે. બૉસ તો જાણે અમારા પર તૂટી જ પડ્યા છે ! પછી ઢીલા તો થઈ જ જવાયને…’ પ્રાચીએ પર્સ પલંગમાં મૂકી ખુરશીમાં બેસતાં કહ્યું.
‘અચ્છા તો એમ વાત છે ! કંઈ નહિ. આપણે મેડમને ઢીલામાંથી હમણાં કડક કરી દઈએ… બોલ કૉફી પીવી છે ?’
‘હા. તું કૉફી મૂક. હું જરા ફ્રેશ થઈને મારા ઈ-મેઈલ જોઈ લઉં છું. આજે તો સવારથી ઈન્ટરનેટ ખોલવાનો સમય જ નથી મળ્યો. આખો દિવસ કામ… કામ.. અને કામ…’
‘ઓકે મેડમ. જાઓ તમે ફ્રેશ થઈ જાઓ, હું ગરમાગરમ કૉફી લાવું છું.’ રીયા રસોડામાં જતાં બોલી.
થોડી વારમાં ફ્રેશ થઈને પ્રાચીએ તેનું લૅપટોપ ચાલુ કર્યું. મિત્રોએ મોકલેલા રમુજી ટૂચકાઓ અને ભાત-ભાતની અજાયબ માહિતીઓથી ભરેલા ઈ-મેઈલ વાંચીને કંઈક હળવાશ અનુભવી. જે અગત્યનાં હતાં તેનો જવાબ પાઠવ્યો અને જે નકામાં ઈ-મેઈલ હતાં એને દૂર કર્યા. એટલામાં રીયા કૉફી લઈને આવી પહોંચી. કૉફીનો ઘૂંટ લેતાં એણે ‘ઓનલાઈન’ થવા માટે મેસેન્જર ખોલ્યું ત્યાં એને એક મેસેજ દેખાયો :
‘Samir Kothari wants to add you in his firend’s list. Do you want to accept it ?’ ઓહ ! ક્ષણેક માટે પ્રાચી વિચારમાં પડી ગઈ…. આ તો એ જ નામ છે જેની મમ્મીએ સવારે વાત કરી હતી. કદાચ મારો બાયોડેટા એમને મળ્યો હશે. ઠીક છે. આ બહાને કંઈક વાત થઈ શકશે…
‘Yes’ પર ક્લિક કરીને પ્રાચીએ આમંત્રણ સ્વીકાર્યું અને એક સંદેશો મૂક્યો : ‘I am going for dinner. I will be online after one hour.’ ઈન્ટરનેટ બંધ કરીને પ્રાચી ઊભી થઈ. એટલામાં પૂજા ઑફિસેથી આવી જતાં ત્રણેય જણ ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયા.
‘આજે મમ્મીનો ફોન હતો…’ પ્રાચીએ શરૂઆત કરી.
‘શું કહે છે આન્ટી ? ફરી કોઈ બાયોડેટા આવ્યો કે શું ?’ પૂજાએ આંખ મિચકારતાં કહ્યું.
‘હા યાર, હમણાં એની સીઝન ચાલે છે ! આવે ત્યારે બધાના એક સાથે આવે. નોકરીની સાથે એની માટેનો સમય કાઢીને ચાલવું પડે. અમારે કંઈ તારી જેમ નિરાંત થોડી છે….’
‘બટ યુ નો,’ પૂજાએ જમવાનું પીરસતા કહ્યું, ‘એરેન્જ મેરજની આજ તકલીફ છે. કેટલાય છોકરાઓ જોવા પડે. એમાંય ઘણાં તો દૂરથી આવતા હોય તો એક જ વાર મુલાકાત થાય. કેટલાક તો વળી દશ મિનિટ વાત કરે અને નક્કી કરી નાંખે ! મને સમજ નથી પડતી કે દશ મિનિટમાં તમે સામેના વ્યક્તિને કેવી રીતે ઓળખી શકો ? અને એ પણ એક જીવનસાથી તરીકે ? નોટ પોસિબલ ! દશ મિનિટમાં તો હું કયું મૂવી જોઉં એ પણ નક્કી ન કરી શકું. શું માને છે રીયા ?’
‘એવું કંઈ નથી પૂજુ. ઘણીવાર અમુક વ્યક્તિને જોઈને અંત:સ્ફૂરણા થાય. તમને એમ લાગે કે એ તે જ છે જેની તમને તલાશ હતી. કેટલાય લોકો આવી રીતે લગ્ન કરીને સફળ જિંદગી જીવે જ છે ને ? દાયકાઓ પહેલા કેટલાય લગ્નો આ રીતે થતા હતાં અને આજે પણ ક્યાંક થતા હશે. એ તો આપણે નસીબદાર છીએ કે આપણને એકબીજાને ઓળખવાનો પૂરતો મોકો મળી રહે છે.’
‘તારી વાત સાચી છે રીયા…’ પ્રાચી બોલી અને ઉમેર્યું, ‘આજે મમ્મીએ સમીર કોઠારી નામના જ્ઞાતિના એક છોકરા વિશે વાત ચલાવી છે. મેં હમણાં આવીને મેસેન્જર ખોલ્યું તો એમાં એમની ‘ફ્રેન્ડ રિક્વેસ્ટ’ હતી. હું એમની સાથે વાત ચોક્કસ કરીશ પણ જાતે જોયા વગર ક્યારેય ‘હા’ પાડવાનું જોખમ ના લઈ શકું. આ બધા સાધનો એકબીજા સંપર્ક માટે ઉપયોગી ખરા પણ એના આધારે કંઈ અંતિમ નિર્ણય ના લઈ લેવાય…’
‘હા, એક તો શું દશવાર જોજે પ્રાચી…. એકદમ કંઈ ઉતાવળ ન કરાય. આ તો જિંદગીભરનો સવાલ છે. અમારી ઑફિસમાં પેલી તામિલ છોકરી પ્રતિમાની મેં તને વાત કરી હતી ને ? છોકરો અમેરિકા છે અને બંને જણે અત્યાર સુધી માત્ર એકબીજાના ફોટા જોયા છે. થોડી ચેટ-ફોન પર વાટ કરી હશે. બંનેની સંમતિ મળતાં એ લોકોના માતાપિતાએ એકબીજાનું ઘરબાર જોઈને બધું નક્કી કરી નાખ્યું ! હવે છોકરો જાન્યુઆરીમાં સીધો જાન લઈને આવી પહોંચશે ! લો બોલો ! મને એમ થાય છે કે જેની સાથે આપણે આખી જિંદગી કાઢવાની છે એને તમે રૂબરૂ મળ્યા વગર ‘હા’ કઈ રીતે પાડી શકો ?’ જમતાં જમતાં પૂજાએ પોતાની વાત કહી.
‘હાસ્તો વળી, આ કંઈ ગુડ્ડા-ગુડ્ડીના ખેલ છે ? સો વાર વિચાર કરીને જ આગળ વધવું જોઈએ…’ રીયા બોલી.
‘આપણે ત્યાં લોકો જોયા વગર ‘હા’ પાડી દે છે અને પછી છેતરપિંડી થાય ત્યારે માથે હાથ મૂકીને પસ્તાય છે. અમેરિકા અને લંડનના નામથી લોકો મોહિત થઈ જાય છે. છોકરો બીજા દેશમાં જઈને શું કરે છે એની બરાબર તપાસ કર્યા વગર આગળ વધવાનું જોખમ લેવું એ અંધારામાં ભૂસકો મારવા જેવું છે. છેવટે ગમે એટલી માહિતી મળી જાય તો પણ રૂબરૂ મળ્યા સિવાય કંઈ વિચારી ન શકાય… હું તો એમ માનું છું. ’ પ્રાચીએ ઊભાં થતાં કહ્યું.
‘એ તો છે જ વળી. એની વે, ઑલ ધ બેસ્ટ ડિયર….’ બંને જણ એક સાથે બોલી ઊઠ્યાં. પ્રાચી હસીને અંદર ગઈ.
સૌ પરવારીને પોતપોતાના કામમાં પરોવાયા. પ્રાચીએ ફરી લૅપટૉપ ચાલુ કર્યું. મેસેન્જરમાં પાસવર્ડ નાખીને જેવી તે ‘ઓનલાઈન’ થઈ કે તરત સમીર કોઠારીનો મેસેજ આવ્યો.
‘હેલ્લો’
‘હેલ્લો. નમસ્તે’ પ્રાચીએ ટાઈપ કર્યું.
‘નમસ્તે. મેં તમારી વિગત ઘરે મમ્મી-પપ્પા પાસેથી મેળવી છે. આપની સાથે વાત કરવા માંગું છું પરંતુ મારી પાસે માત્ર અડધો કલાક જ છે. તમારે જે પ્રશ્નો પૂછવા હોય તે પૂછી શકો છો.’ સામે છેડેથી લખાણ પ્રાચીના સ્ક્રીન પર આવ્યું. બંને જણે એકબીજા સાથે ફોટોગ્રાફની આપ-લે કર્યા બાદ પ્રાચી બોલી : ‘આપ પૂછવાનું શરૂ કરો એટલે હું વચ્ચે વચ્ચે વાત કરતી જઈશ.’
‘ઓકે. તમારા મનમાં જીવનસાથી માટેની શું કલ્પના છે ?’
‘વેલ, તે શિક્ષિત હોય, સમજુ-સંસ્કારી અને પ્રેમાળ હોય તેવું હું ઈચ્છું છું. મારે મન દેખાવનું બહુ મહત્વ નથી. પોતાના જીવનસાથી પ્રત્યેની તેની લાગણી અને સ્નેહાળ સ્વભાવ મને વધારે મહત્વના લાગે છે. આપ શું માનો છો ?’
‘હંમ્મ્મ. હું ઈચ્છું છું કે મારી પત્ની શિક્ષિત અને પ્રેમાળ હોય પરંતુ તે સાથે તે દેખાવે સુંદર અને આજના સમયને અનુરૂપ સ્માર્ટ અને તીવ્ર બુદ્ધિશાળી પણ હોવી જોઈએ. અચ્છા, વચ્ચે આપને જરા એક વાત પૂછી લઉં. શું આપને રસોઈ બનાવતા આવડે છે ?’
‘ઓહ યસ ! વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવાની હું શોખીન છું. નોકરીને કારણે જો કે એટલો સમય ફાળવી શકતી નથી પરંતુ નવી રેસિપી શીખવા સદા તત્પર રહું છું.’
‘અચ્છા. હું અહીં વેમ્લીમાં મિત્રો સાથે ભાડે રહું છું તેથી જમવાનું અમારે જાતે બનાવવું પડે છે. શું તમે મને જરા કઢી બનાવવાની રીત કહી શક્શો ? આજે અમારે કઢી બનાવવાની છે….’
‘વ્હોટ ?’ પ્રાચીને આશ્ચર્ય થયું.
‘કેમ ? તમને કઢી બનાવતા નથી આવડતી ?’ સમીરે ઊલટાવીને પૂછ્યું.
‘આવડે છે ને, પણ હું તમને હમણાં ચૅટ પર એકદમથી કેવી રીતે કહી શકું ?’
‘ઓકે…ઓકે… રહેવા દો… મને એ કહો કે તમારો શોખ શું છે ?’
‘અગાઉ કહ્યું તેમ કે મને રસોઈકામ ગમે છે. નવરાશના સમયમાં ઈતર વાંચન કરવું, ઈન્ટરનેટ પર સર્ફીંગ કે ફૂલછોડની માવજત કરવી મને વધારે ગમે. મિત્રો સાથે બહાર ફરવાનો પણ આનંદ આવે.’ પ્રાચીએ લખીને ઍન્ટર-કી દબાવી.
‘ઓહ ! તો તમારે બૉયફ્રેન્ડ પણ છે ?’
‘મેં એમ તો નથી કહ્યું ! જો એમ હોય તો હું ‘એરેન્જ મેરેજ’ માટે શા માટે તૈયાર થાઉં ? હું બૉયફ્રેન્ડ રાખવામાં નથી માનતી. જો ખરેખર કોઈ પાત્ર મારી નજરમાં આવ્યું હોત તો મેં એ બાબતે જરૂરથી વિચાર્યું હોત…’ પ્રાચીએ ઠંડે કલેજે ઉત્તર આપ્યો.
‘ઓકે… ઠીક છે. અત્યારે હું એક કામે બહાર જાઉં છું, આપણે પછીથી વાત કરીએ. બાય.’
‘ઓકે. બાય.’ કહી પ્રાચીએ સાઈન-આઉટ કર્યું.
આ વાતને બે દિવસ થયા બાદ એક સાંજે સમીરનો પ્રાચી પર ફોન આવ્યો. બંને જણ વચ્ચે દશ-પંદર મિનિટ વાત થઈ પરંતુ એ દરમ્યાન સમીર એક પછી એક પ્રશ્ન પૂછતો રહ્યો અને પ્રાચીને કંઈ વિચારવાનો કે પૂછવાનો સમય જ ન રહ્યો. બંને જણ વચ્ચે લાંબા સમય સુધી ચૅટ પર વાતો થતી રહી. જ્ઞાતિનો યુવક હોવાથી પ્રાચીને કોઈ ઉતાવળ નહોતી પરંતુ તે હજી સમીરના સ્વભાવ વિશે કંઈ નક્કી નહોતી કરી શકતી. એ પ્રશ્નો પૂછતો ત્યારે એકદમ હળવાશથી વાતને શરૂ કરતો, પરંતુ પ્રાચીને સતત એમ લાગતું કે એ જાણે કોઈ ઈન્ટરવ્યૂ આપી રહી હોય ! શરૂઆતમાં તો પ્રાચીને એમ લાગ્યું કે એ માત્ર મજાક કરે છે, પણ પછી એ તેના પ્રશ્નોની વણથંભી વણઝારથી કંઈક મૂંઝવણ અનુભવવા લાગી.
એક રાત્રે પ્રાચીએ મેસેન્જર ચાલુ કર્યું એટલે સામેથી સમીરનો સંદેશો આવ્યો :
‘હેલો પ્રાચી, શું ચાલે છે ?’
‘બસ. કંઈ નહિ. રોજબરોજનું એ જ કામ. તમે કહો, તમારો દિવસ કેવો રહ્યો ?
‘અરે, હજી દિવસ ક્યાં પૂરો થયો છે ! હજી તો બપોરનાં ત્રણ થયાં છે.’
‘ઓહ ઓકે. સોરી.’ પ્રાચીએ લખ્યું.
‘વાંધો નહિ. શું હું તમને કેટલાક પ્રશ્નો પૂછી શકું ?’ સમીરે સંમતિ માંગી.
‘હા, જરૂર.’ પ્રાચીએ ક-મને હા ભણી.
‘ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ શું હતો ? તમે એ વિશે કંઈ જાણો છો ?’
‘હેં હેં હેં ? આ વળી તમારો કઈ રીતનો પ્રશ્ન છે ?’ પ્રાચી અકળાઈ ઊઠી.
‘ના.. ના.. હું તો ખાલી બસ આમ જ પૂછું છું, જનરલ નોલૅજ માટે… મેં આપને અગાઉ કહ્યું હતું ને કે હું સ્માર્ટ અને એકટીવ જીવનસાથીની ઝંખના રાખું છું.’
‘ભલે.’ કહી પ્રાચીએ વાતને ટૂંકાવી. પરંતુ સમીર તેને છોડે એવો નહોતો. સમીર પાસે તો બીજા અનેક સામાન્ય જ્ઞાનના પ્રશ્નો તૈયાર હતાં. DNA નું પૂરું નામ શું છે ?…. સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ?….. UNO નું પૂરું નામ શું છે ?….. વગેરે વગેરે….
પ્રાચી હવે કંટાળી ગઈ હતી. તે જેમ ટાળવાનો પ્રયત્ન કરતી તેમ સમીરના પ્રશ્નો વધતા જતાં. છેવટે હદ તો ત્યારે થઈ કે જ્યારે એકવાર સમીરે તેને કહ્યું :
‘પ્રાચી, મેં તો તમને એક વાર ફોન કર્યો હતો. એટલે હવે ફોન કરવાનો વારો તમારો. હમણાં હું ભણવાની સાથે પાર્ટ-ટાઈમ નોકરીમાં કરું છું એટલે રાત્રે દશેક વાગ્યે નવરો પડું છું. તો તમે મને એ સમયે ફોન કરી શકશો ?’
‘રાત્રીના દશ ત્યાંના કે અહીંના ?’ દ્વિધા અનુભવતા પ્રાચીએ પૂછ્યું.
‘ઑફકોર્સ લંડનના…. અહીં દશ થયા હશે ત્યારે ત્યાં રાત્રીના સાડા ત્રણ વાગ્યા હશે.’ સમીરે સ્મિત સાથે કહ્યું.
‘જુઓ મિ. સમીર,’ પ્રાચીનો ગુસ્સો હવે સાતમે આસમાને પહોંચી ગયો, ‘હું છેલ્લા કેટલાય દિવસથી વિનમ્રતાથી તમારા પ્રશ્નોના ઉત્તર આપ્યા કરું છું એનો મતલબ એ નથી કે હું તમારી દરેક વાતને માની લઈશ. દરેક વાતની એક હદ હોય છે. તમે વિષયની કોઈ ગંભીરતા અને સહજીવન જીવવાની વાતને સમજ્યા વગર તમારા મનમાં જે આવે એ પ્રમાણે તુક્કાઓ દોડાવ્યે જાઓ છો. તમારે ‘લાઈફ પાર્ટનર’ જોઈએ છે કે ‘બિઝનેસ પાર્ટનર’ ? તમને બહુ સ્માર્ટ અને એકટિવ જીવનસાથીની જરૂર હોય તો તમારા એ માપદંડ તમને મુબારક. મને તમારી જોડે સંબંધ આગળ વધારવામાં કોઈ રસ નથી. તમારા હજારો પ્રશ્નો ઉકેલવા માટે મને મારી ઊંઘ કે ઈન્ટરનેશનલ કૉલના પૈસા બગાડવામાં કોઈ જ રસ નથી.’
‘માફ કરો, પણ મારે માટે એ બધું જાણવું ખૂબ જરૂરી છે.’ સમીર બોલ્યો.
‘જો તમારે માટે એ બધું જાણવું જરૂરી હોય તો વધારે સારું એ રહેશે કે તમે કોઈ લાઈબ્રેરીયન સાથે લગ્ન કરી લો. એ તમને આખી જિંદગી ‘કોન બનેગા કરોડપતિ’ની જેમ રમાડ્યા કરશે. જીવન એક બીજાને પ્રશ્નો પૂછીને નથી જીવાતું મિ. સમીર ! એક બીજાના અંતરમનને ઓળખતા શીખીએ તો બધા જવાબો આપોઆપ મળી જતા હોય છે. સમજદાર માટે ઈશારો કાફી છે, બાકી તો તમારું તમે જાણો. મને તમારી સાથે વધુ વાત કરવામાં કોઈ રસ નથી. હવે પછી આગળ મારો સંપર્ક કરવાનો પ્રયત્ન ન કરશો.’ પ્રાચીએ આક્રમક બનીને સંભળાવી દીધું.
‘ભલે. જેવી તમારી મરજી. આવજો.’ કહીને સમીરે જાણે કંઈ બન્યું જ નહોય એમ વાતને અટકાવી દીધી.
બીજે દિવસની વરસાદી સાંજે પૂજા અને રીયા ઘરમાં પ્રવેશ્યાં ત્યારે પ્રાચી ડાઈનિંગ ટેબલ પર માથું ટેકવીને બેઠી હતી. આંખોનાં ખૂણાં ભીંજાયેલા હતા. તેની આ હાલત જોઈને પૂજા તેના ખભે હાથ મૂકતાં બોલી :
‘અરે પ્રાચી, જે થયું એ ભૂલી જવામાં મજા છે. જીવનની મુશ્કેલીઓ સામે બાથ ભીડવામાં તો તું એકદમ મક્કમ છે, તો પછી આટલી નાની અમથી વાતમાં આમ ઢીલા થઈ ગયે કેમ ચાલશે ? તું તારા વિચારોમાં સ્પષ્ટ છે અને તેં સમીરને આજ સુધી બધા જ જવાબો વ્યવસ્થિત આપ્યા છે. એ તારી વિનમ્રતાનો દૂરઉપયોગ કરવાનો પ્રયત્ન કરે પછી લાલ આંખ કરવી પડે એમાં ખોટુંયે શું છે ?’
‘મને દુ:ખ એ વાતનું નથી… પૂજુ’ પ્રાચી આંખો લૂછતાં બોલી, ‘વાત તો છે માણસની બેવફાઈની…’
‘બેવફાઈ ? કઈ વાત, પ્રાચી ? તું કંઈ ફોડ પાડે તો ખબર પડે.’ રીયાએ પ્રાચીની પાસે બેસતાં કહ્યું.
‘આજે સવારે મમ્મીનો ફોન આવ્યો હતો. પપ્પાએ લંડનમાં રહેતા એક મિત્ર દ્વારા તપાસ કરાવતાં ખબર પડી કે સમીરને ત્યાં પહેલેથી વ્હાઈટ ગર્લફ્રેન્ડ છે. એને કોઈ ભારતીય છોકરી સાથે લગ્ન કરવામાં રસ નથી. આ તો એના માતાપિતા ખૂબ દબાણ કરે છે એટલે એ છોકરીઓ જોવાનું નાટક ચાલુ રાખે છે. છેવટે પોતાની યોજનામાં સફળ થવા માટે આડાઅવળા પ્રશ્નો પૂછીને કોઈ પણ બહાને છોકરીઓ પાસેથી જ ના કહેવડાવે છે….’
‘ઓહ માય ગોડ, આ તો રીતસર છેતરપીંડીં છે….’ પૂજા બોલી ઊઠી.
‘હદ કહેવાય આ તો પ્રાચી. શું કોઈ ખરેખર આવું કરી શકે ?’ રીયા આશ્ચર્યમાં પડી ગઈ.
‘એ જ વાત છે ને રીયા. કોણ વિશ્વાસ કરે ? લગ્નની વયે આવી પહોંચેલી કેટલીય કોટભરી કન્યાઓને આવા અનુભવોમાંથી પસાર થવું પડતું હશે. કોણ જાણે આવા કેટલાય સમીરો પોતાનો હેતુ પાર પાડવા સમય પસાર કરીને સામેના પાત્રની લાગણીઓ સાથે રમત રમતા હશે….. બેવફાઈના આવા કિસ્સાઓ પોલીસના ચોપડે ક્યાં નોંધાય છે ?’ પ્રાચી પોતાના મનનો આક્રોશ ઠાલવી રહી હતી.
‘સાચી વાત છે તારી. જીવનસાથી શોધવાની પ્રક્રિયા દિવસે ને દિવસે વધુ જટીલ બનતી જાય છે. જે સંબંધોમાં વિશ્વાસ અને લાગણીની નીવ મૂકવાની હોય ત્યાં શંકા અને એક-મેકની તપાસ કરીને દાંપત્યજીવનના શ્રીગણેશ કરવા પડે છે. એમાં જો વિશ્વાસઘાતની આવી ઘટનાઓ બનશે તો પરસ્પરનો પ્રેમ ક્યાંથી ઉદ્દભવશે ?’ પૂજા બોલી.
‘હં. આ અનુભવથી હું તો જીવનનો એક અગત્યનો પાઠ શીખી છું,’ પ્રાચી પૂજા અને રીયાનો હાથ હાથમાં લેતાં બોલી,’કે જીવનસાથીને પસંદ કરવાની વાતમાં સામેની વ્યક્તિનો સ્વભાવ જ મુખ્ય બાબત છે. બીજું બધું ગૌણ છે. ભણતર, નોકરી, પરદેશ-વસવાટ કે જ્ઞાતિના લેબલો વાગવાથી કોઈ વ્યક્તિ સારો બની જતો નથી. તેને સારો બનાવે છે તેની વિચારવાની, વાત કરવાની અને વર્તવાની રીત. વ્યક્તિનો પોતાના પરિવાર અને સમાજ પ્રત્યે કેવો દ્રષ્ટિકોણ છે એનાથી તે ઓળખાઈ જાય છે. ખરું ને ?’
‘અરે વાહ, આજે તો અમારા મેડમ કંઈ બહુ ડાહી ડાહી વાતો કરે છે ને !’ કહી બંને સખીઓ હસીને પ્રેમથી પ્રાચીને વીંટળાઈ પડી.
દૂર ક્ષિતિજમાં વરસાદી વાદળો વચ્ચે ડોકાતો સૂર્ય પોતાનાં તેજ કિરણો પ્રસરાવી રહ્યો હતો.
Print This Article
·
Save this article As PDF
સરસ વાર્તા.
આવુ આજકાલ ઘણીવાર બને છે. પોતે already કોઇની સાથે સંકળાયેલા હોય, માતાપિતાને જાણ કરી ન હોય તેથી સામેવાળા પાત્રને મળવુ પડે છે અને પછી કંઇક ગતકડા કરવા પડે કે જેથી સામેવાળુ પાત્ર ના પાડી દે. અથવા પોતે કંઇક બહાનુ કાઢીને સામેવાળા પાત્રને નકારવુ પડે છે જેમા સામેવાળાનુ અપમાન છે.
નયન
ઘણી વખત સગાઇ/લગ્ન થઇ ગયા પછી આવી જાહેરાત થાય અને છોકરો/છોકરી મા-બાપના દબાણમા આવી હા પાડે છે.
અને વાંક ના હોવા છતા સામેના પાત્રને યોગ્ય સાથી મળતા મુશ્કેલી પડે છે.
આપણા સમાજમા સગાઇ તૂટી ગયેલ પાત્રને (ભલે એમનો વાંક ન હોય) માન નથી મળતુ, જે બહુ જ દુઃખની વાત છે.
આ જાતના બનાવો હવે સામાન્ય બનવા લાગ્યા છે ત્યારે પાત્રને બરાબર ઓળખવા માટે, પારખવા માટે ઓનલાઈન મુલાકાત કેટલી વિશ્વસનિય ગણાય તે વિચારવું જોઈએ. રુબરુ
મુલાકાત જરુરી ગણાવી જોઈએ. આ પ્રકારના લેખો માર્ગદર્શક બની રહેશે.
પક્તિંબેનને અભિનંદન .
યોગેશ ચુડગર. (શિકાગો).
સરસ વાર્તા. Too close to reality. The story is woven very nicely by words. Congratulations to the writer.
વાર્તા જમાના નો ચિતર આપનારિ રહિ.
પરદેશ જવાની આંધળી દોટ અને સમૃદ્ધિ ને માપવાના સમાજના પાયા વગરના માપદંડોથી બંધાઈને જ્યારે કોઇ ભણેલી-ગણેલી અને બુદ્ધીશાળી છોકરીઓ આ રીતના બાલિશ પ્રવુત્તિમાં સંકળાય તો યાદ એ રાખવું ઘટે કે આ ચીજ કાંઈ હંમેશા આવી ચેતવણીરૂપ અનુભવમાં પરીણમતી નથી અને તેના લીધે ઘણી છોકરીઓ અને ખાસ તો એમના માતા-પિતાને ઘણું જ સહન કરવું પડતું હોય છે … અને તેમાં પણ જો બાળક આવી ગયા પછી સાથે રહેવું મુશ્કેલ પડી જાય તો એ અબૂધ બાળકની સ્થિતી શું થતી હોય એની તો ફક્ત કલ્પના જ કરવી રહી …. !!
અરે વાહ પંિક્તા , ખરેખર સિર કૂિત છે.
આિશ્ષ િક્ડેચા.
Yes, its nice story which surround reality.
Now a days same thing is happening frequently, but thing is that parents should be more responsible and active for this kind of scenario.
And its true that, diffucult to understand the person in 10 mins or with online conversation.
This story is alertness to each girls with this situation.
cute one – well narrated, well described! pankita rocks!
btw, i appreciate the viewpoint and there has to be a borderline, but i do believe there is nothing wrong in some harmless flirting with arranged marriage prospects! 😀 😀
very nice story…its reality…
congratulations pankita ben…
Hi..Good one..nice story..with narrated life message for everyone..n ya specially..for the one who wants everything perfect without seeing his/her faults..
Once again nice message for life .
” Be Alert Be Smart With Each New Experience.”
pankita,
good storey related with nowadays problem,narration is also live..successful relationship needs only one thing -understanding .
Hey Pankita.
you wrote very good story. story or reality… I really cauld not judge that!
there should some book of expriaces like this by reading that a girl or boy can find the not perfact by near perfact life partner. wish you all the best for career. great job! congrats once again…
-Vachi & Ravi
Great Story! Great story writing! Excellent Use of Gujarati vocabulary! Simple story, but great narrating!
In one sentence…. You simply rocks….
“જીવનસાથીને પસંદ કરવાની વાતમાં સામેની વ્યક્તિનો સ્વભાવ જ મુખ્ય બાબત છે. બીજું બધું ગૌણ છે. ભણતર, નોકરી, પરદેશ-વસવાટ કે જ્ઞાતિના લેબલો વાગવાથી કોઈ વ્યક્તિ સારો બની જતો નથી. તેને સારો બનાવે છે તેની વિચારવાની, વાત કરવાની અને વર્તવાની રીત. વ્યક્તિનો પોતાના પરિવાર અને સમાજ પ્રત્યે કેવો દ્રષ્ટિકોણ છે એનાથી તે ઓળખાઈ જાય છે”
well said Pankita!!!….I can say that this isnt a story but its a reality-fact.
congratulations!!! keep writing in future too!!!
I liked your article very much. It tells the truth of life.
it was an interesting story,
If there exists such a guy he should be showcased to public, atleast open a community “x” se bachke raho :))
and put his real story, so that such cowards who play with other’s emotions dont take other people for a ride.
Very nicely written,
keep writin
Kunal
Story is fantastic and close to reality, its a really a common matter is its explanation is marvalour. all the best and keep writing
Please before commiting into any relationship, get a third party professional background search and report done.. It is not that difficult these days. It is not a foolproof guarantee against failed marraiges but it can act as additional shield. A friend’s brother went through a messy divorce – it was only after he got married, he realized that girls’ brother was already divorced which they just didn’ realize because depended on relative / friend’s recommendation – such simple details can be easily revealed through a third party professional background search.
very nice. it shows the reality yes i am totally agree with this rather than everything happy marriage life is possible if you gets good life partner who has nothing but good nature is everything for good future . keep continuous your writing.
Nice try to look inside the current affairs of society. Also, the way of describing the facts was competent.
ખૂબ મઝાની વાર્તા
આ અનુભવથી હું તો જીવનનો એક અગત્યનો પાઠ શીખી છું,’ પ્રાચી પૂજા અને રીયાનો હાથ હાથમાં લેતાં બોલી,’કે જીવનસાથીને પસંદ કરવાની વાતમાં સામેની વ્યક્તિનો સ્વભાવ જ મુખ્ય બાબત છે. બીજું બધું ગૌણ છે. ભણતર, નોકરી, પરદેશ-વસવાટ કે જ્ઞાતિના લેબલો વાગવાથી કોઈ વ્યક્તિ સારો બની જતો નથી. તેને સારો બનાવે છે તેની વિચારવાની, વાત કરવાની અને વર્તવાની રીત. વ્યક્તિનો પોતાના પરિવાર અને સમાજ પ્રત્યે કેવો દ્રષ્ટિકોણ છે એનાથી તે ઓળખાઈ જાય છેઆ વાત વધુ ગમી
The story was very nice, & god knows it happens to how many girls. I think Girls Should be very careful while making this kind of decision.
વાસ્તવિકતાનુ ખુબ જ સરસ વર્ણન.
હું અહીં એક વાત ઉમેરવા માગુ છું કે આવુ છોકરાઓ સાથે પણ થાય છે. અને એ પણ જરૂરી નથી કે સામેવાળુ પાત્ર વિદેશમાં જ વસતુ હોય, ભારતમાં વસનાર પણ સામેવાળા વ્યક્તિને નકારવા આવા ગતકડા કરી શકે છે. હા, તે મુલાકાત ઓનલાઈનને બદલે ફેસ-ટુ-ફેસ હોય છે.
નયન
Hi Panki,
A very good story with a good message……
U have excellent command on Gujarati. Narration of the story is good too.
Do keep us updated with ur blogs.
Take care
Ishita
આંખ ખોલનારી આડકતરી રીતે સાચી વાત. વાર્તા સ્વરુપે લાગણીભર્યું માર્ગદર્શન. પ્રેમાળપ્રસાદી આપતા રહો. હાર્દિક અભિનંદન.
પ્રત્યક્ષ મુલાકાતમાં પણ સાચી ખબર પડે જ એમ માનવાની જરૂર નથી, અને માત્ર છોકરાઓ જ છેતરપીંડી કરે છે એમ પણ નથી. ભારતથી છોકરીઓ પણ છેતરીને પોતાના પુરુષ મિત્રને પરદેશ લાવવાના હેતુથી લગ્ન કરીને આવવાના કિસ્સા બન્યા છે.
વાર્તા ઘણી સરસ છે. અભિનંદન.
Panki,
A very well written and a well conveyed story. Your command on gujarati language is really appreciable. Words and phrases used to describe the situation and feelings are very apt.
The gist of the story that you have given in the end gives a matured outlook to the whole thing.
Keep it up !! And keep me updated with your articles in future !
-Praks
“’કે જીવનસાથીને પસંદ કરવાની વાતમાં સામેની વ્યક્તિનો સ્વભાવ જ મુખ્ય બાબત છે. બીજું બધું ગૌણ છે. ભણતર, નોકરી, પરદેશ-વસવાટ કે જ્ઞાતિના લેબલો વાગવાથી કોઈ વ્યક્તિ સારો બની જતો નથી. તેને સારો બનાવે છે તેની વિચારવાની, વાત કરવાની અને વર્તવાની રીત. વ્યક્તિનો પોતાના પરિવાર અને સમાજ પ્રત્યે કેવો દ્રષ્ટિકોણ છે એનાથી તે ઓળખાઈ જાય છે. ખરું ને ?’” બે વાર વાન્ચવા જેવુ છે. Nice statement.
હું આને વાર્તા કરતા હકીકત વધારે કહું છું. આવું જ થતું હો છે જીદગીમાં.
મારો ૧૭ વર્ષ પહેલાનો પોતાનો અનુભવ એ હતો કે એક છોકરો ડોક્ટર હતો.. તેણે જ્યારે પુછ્યુ કે મને ગરમ રોટલી ખાવાની જ આદત છે જેનુ તમારે ખાસ ધ્યાન રાખવુ પડશે…અને મારો જવાબ એટલોજ હતો કે સારુ ચોક્કસ… માત્ર તમારે એટલુજ કરવાનુ રહેશે કે જે સમયે હુ રોટલી બનાવતી હોઉ તે સમયે પાતાળ માથી પણ હાજર થઈ જવુ…
અને પરિણામ શુન્ય…
જોક જેવી હાસ્યાસ્પદ વાત છે. આવા અનુભવો માથી એ જ શીખી શકાય કે સ્ત્રી કે પુરુષ.. જ્યા ડીગ્નીટી વસ્તુ શુ છે તેની સમજ ના હોય ત્યા ડીગ્રી કે ડોલરને મહત્વ આપી જીવનને બાંધી ના શકાય.
ભાવનાબેનની ડીગ્નીટીવાળી વાત એક્દમ સાચી …
good story with well-recitation.. yes, this is also one of the toughest decision that everyone has to make… where “જીવનસાથીને પસંદ કરવાની વાતમાં સામેની વ્યક્તિનો સ્વભાવ જ મુખ્ય બાબત છે. બીજું બધું ગૌણ છે. ભણતર, નોકરી, પરદેશ-વસવાટ કે જ્ઞાતિના લેબલો વાગવાથી કોઈ વ્યક્તિ સારો બની જતો નથી. તેને સારો બનાવે છે તેની વિચારવાની, વાત કરવાની અને વર્તવાની રીત. વ્યક્તિનો પોતાના પરિવાર અને સમાજ પ્રત્યે કેવો દ્રષ્ટિકોણ છે એનાથી તે ઓળખાઈ જાય છે” is essential… i enjoyed reading this story as i am reading a real story…
thank you Ms. Pankita… 🙂
Hey Pankita….
Really nice story very well written..
Perfectly close to reality..
Keep writing..All the best.
ખુબજ સરસ વાર્તા. દસ મિનિતનિ મુલાકાત મા કોઇ પન માનસ ને ક્યરેય ઓલ્ખિ જ ન શકાય.
આપનિ system મુજબ arranged marriage એક મોતો જુગર ચ્હે. લોતરિ લાગિ તો લાગિ નહિ તો જેવા જેના કર્મ
Nice story Pankitaben. Enjoyed it a lot.
Ashish Dave
Sunnyvale, California
Hey..Pankita…
The incident is amusing and very well narrated…
Cheers,
Keep up the good work!!
IN THIS METTER I AM WITH PRACHI.SHE IS WRIGHT
Samir should have made it clear at the first meeting. He’s such a coward.
All the best to Prachee!! She’s very sweet, and will definitely get someone who takes good care of her!!
’કે જીવનસાથીને પસંદ કરવાની વાતમાં સામેની વ્યક્તિનો સ્વભાવ જ મુખ્ય બાબત છે. બીજું બધું ગૌણ છે.
સાવ સાચી વાત. પણ સ્વભાવ અને ખાનદાનીયત પારખવાના મીટર મળતા હોય તો કેવું સારું? !
very nice story & end is best
EXCEELENT STORY.YOU HAVE SUCCEEDED IN NARRATING TRUE PICTURE OF MODERN COMMUNITY.
ok.. well going story…
Not any thing happen.
well also not bad.
Hi Pankita,
story was really nice. it’s really difficult to understand any person in 10 min.
Nice story, it is very difficult to understand any person……..arrange marriages are very difficult……i feel its like gambling. [:(]