બારાખડી છે… – મોહમ્મદઅલી ભૈડુ”વફા”

[રીડગુજરાતી.કોમને આવી સુંદર રચના લખી મોકલવા બદલ શ્રીમોહમ્મદઅલીભાઈનો ખૂબ ખૂબ આભાર]

સમયની આ પાંખો કયાં ક્યાં ઉડીછે.
છતાંયે આ દુનિયા બારાખડી છે.

ઉછીના બે શ્વાસો અર્પી શકે ના,
પગે બેડી મજબુર કેવી પડી છે.

કોઇ ચાંદ તારા ની વાતો નથી આ,
જુઓ ભુખ કોની આ ભીખે ચડી છે.

જરા સુરજને કોઇ જઈને તો પુછો;
અંધારાની ફીરકી કયાં,માથે મઢી છે.

બધા બાગ સુકા ,બધી આંખ તરસી
વરસો હવે તો ત્રુષા ની ઘડીછે.

ઉદાસીના વાવો ઊલેચી જુઓને,
“વફા” ત્યાં અમારી રંગોળી ઢળી છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કળિયુગના લક્ષણોનું વર્ણન – શ્રીમદ્ ભાગવત મહાપુરાણ
આજના લગ્નજીવન સામે પડઘાતા પ્રશ્નો : જયવતી કાજી Next »   

12 પ્રતિભાવો : બારાખડી છે… – મોહમ્મદઅલી ભૈડુ”વફા”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.