કાવ્યસંચય – સંકલિત

[અ] બે અછાંદસ કાવ્યો – પ્રીતમ લખલાણી

[રીડગુજરાતીને આ કાવ્યો મોકલવા માટે શ્રી પ્રીતમભાઈનો (ન્યુયોર્ક, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો +1 585-334-0310 પર સંપર્ક કરી શકો છો.]

[1] ક્યાં

કદાચ
આ નગરમાં
મને ક્યાંય
એકાદ ખુલ્લી બારી નજરમાં ચઢી જાય
ને
ત્યાં
જો
પંખી
ટહુકતું બેઠું હોય તો ?
હું
તેને
હોંશે હોંશે પૂછી જોઉં,
કે
‘દોસ્ત !
આ ઊંચા મકાનમાં….,
આ વિશાળ સોસાયટીમાં…,
અને
આ રૂપાળા બંગલા વચ્ચે
મારું ઘર ક્યાં હશે ?

[2] ફર્ક

નાતાલની સવારે
બાળકોને
ઈશુનો ઉપદેશ સમજાવતા
શિક્ષક બોલ્યા,
‘જો કોઈ
તમારા એક ગાલે
લાફો મારે તો !
તમારે તેની સમક્ષ
બીજો ગાલ ધરવો !’
બરાબર એ જ વખતે
વર્ગની બારી બહાર
આંગણામાં
લચી પડેલ આંબા પર
એક રાહદારીએ
પથ્થર ફેંકી
બે ચાર
કેરી ખેરવી નાંખી !
આ જોઈ
બાળકે શિક્ષકને પૂછ્યું !
‘સાહેબ !
ઈશુ
અને વૃક્ષમાં
શું ફર્ક ???’
.

[બ] બે કાવ્યો – અશોક દક્ષિણી

[રીડગુજરાતીને આ કાવ્યો મોકલવા માટે શ્રી અશોકભાઈનો (અબુધાબી, યુ.એ.ઈ.) ખૂબ ખૂબ આભાર. અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો હોવાથી ગુજરાતી કાવ્ય લખવાનો આ તેમનો પ્રથમ પ્રયત્ન છે. આપ તેમનો આ સરનામે dax_ashu@yahoo.com સંપર્ક કરી શકો છો.]

[1] દીકરી

દીકરી છે ઘરમાં સહુની સખી
વાત એ રાખજો તમે જરૂર લખી
કદાચ હોય પોતે એ આંતરમુખી
પણ જોવા ઈચ્છે એ ઘરના સહુને સુખી !

ઘરમાં જો ન હોય દીકરી
તો ચાંદીની થાળી પણ લાગે ઠીકરી
કરે ભલે એ સહુની મશ્કરી
પણ જાણશો એને ના તમે નિફિક્રી !

કોણે કહ્યું દીકરી છે પારકી થાપણ
એ તો છે આખા કુટુંબનું ઢાકણ
પ્રભુ દીકરીને આપે છે એવું ડહાપણ
એટલે એની વિદાયમાં સહુની ભરાય છે પાપણ !

દીકરી તો છે મમતા નો ભંડાર
એનાથી રહે પ્રફુલ્લિત ઘર સંસાર
માતા-પિતા ને માટે એ મીઠો કંસાર
છતાં કેમ દીકરા-દીકરીમાં ભેદભાવનો વ્યવહાર ?
.

[2] અલવિદા

કહેવી છે તને ઘણી બધી વાત
ગણી રહ્યો છું હું દિવસ અને રાત
સમય ને હું આપી માત
ક્યારે વિતાવીશ તારી સાથે પ્રભાત ?

સારી પેઠે ખબર છે મને
આખર મળીશ જ્યારે તને
સમય રહેશે નહીં મારી કને
અફસોસ રહેશે ફક્ત તને-મને !

છતાં મનડું એ પલ ઝંખે છે
તારી જુદાઈ મને બહુ ડંખે છે
હાલ તો તારી યાદ જ મારી સંગે છે
તારો જ ખ્યાલ મારા એકએક અંગે છે !

હશે એ મંજુરે-ખુદા
કે રહિએ આપણે જુદા
ભલે હું તારા પર ફિદા
હાલ તો તને ફક્ત અલવિદા !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્મિતનું સરવર – વર્ષા તન્ના
તું પીજે વળી પાજે…. – અરુણા જાડેજા Next »   

28 પ્રતિભાવો : કાવ્યસંચય – સંકલિત

 1. નિર્લેપ ભટ્ટ - દોહા says:

  ફર્ક – કાવ્ય બહુ ચોટદાર છે.

 2. RAZIA MIRZA says:

  ખુબજ સુંદર રચના.

 3. vijay shah says:

  સરસ કાવ્યો..

 4. chi says:

  All poems are great. Asokabhai really nice poems on very first time.

 5. pragnaju says:

  ચારેય સરસ રચનાઓ

 6. કલ્પેશ says:

  સચોટ. ઇશુ અને વૃક્ષમા શો કરક?
  એમ લાગે છે કે હુ માણસ જ સુધર્યો નથી (હા, મૉર્ડન – એટલે કે બીજાનુ આંધળુ અનુકરણ કર્યુ. પણ માણસ કરતા પણ નીચે ઉતરી ગયો)

 7. nayan panchal says:

  ખૂબ જ સરસ રચનાઓ.

  દરેક સર્જકને અભિનંદન.

  નયન

 8. Dhaval B. Shah says:

  શ્રી પ્રીતમભાઈ, “ફર્ક” કાવ્ય ખૂબ ગમ્યુ. કેટલી નિખાલસતા!!!

 9. preetam lakhlani says:

  આભાર માટે શ્બ્દ નથિ મલતા…..

 10. haresh thacker says:

  the two poems written by ashok dakshini are really touching, and show the feelings of a true family man who has understood and experiences the true essence of FAMILY and especially are expressive of the feelings of men away from home. Keep it up

 11. Geetika parikh dasgupta says:

  ખુબ જ સરસ કાવ્યરચના…. ફર્ક અને દીકરી તો ખાસ…..

 12. ભાવના શુક્લ says:

  સરસ રચનાઓ..

 13. Seema says:

  The poems by ASHOK DAXINI were very realistic and expressive, depicting what true love can be towards your daughter and beloved. Keep it up. All the best.

 14. Jay Gajjar says:

  Excellent poem. Fine selection of words. Creates a touchy image. Congratulations.

 15. RAJU says:

  ASHOK BHAI,
  REALY GOOD POEM, I M WAITING FOR NEXT KAVITA, I HOPE U MAKE ME HAPPY SOON, BY UR NEXT POEM, KIP IT UP.

 16. Ashish Dave says:

  Too good…

  Ashish Dave
  Sunnyvale, California

 17. rajesh says:

  very nice poems. Today i have opened this sight first time and i have got what i want thanks for that.

 18. ASHOK DAXINI says:

  વચકો & મિત્રો,

  મારા બન્ને કવ્યો ના વિમોચન & સરાહ્નના માટે ખુબ ખુબ આભાર્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.