સ્મિતનું સરવર – વર્ષા તન્ના

[રીડગુજરાતીને આ સુંદર કાવ્યો મોકલવા માટે શ્રીમતી વર્ષાબેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર.]

[1]
તમારી યાદોનું પોટલું ઉચકીને ચાલ્યા અમે
કદી હળવાફૂલ તો કદી ભારેખમ લાગ્યા તમે

પોટલીમાં બાંધી કેટલીયે સાંજ
પગલાની ભાતને ટહુકાની વાત,
હથેળીમાં ઉગેલું સ્પર્શનું વન
રોમરોમ ઉગેલી મહેકતી રાત,

થોડા શબ્દો થોડું મૌન ઉચકીને ચાલ્યા અમે
કદી ગમતીલું ગીત કદી કસુંબલ કેફ લાગ્યા તમે.

લીલીછમ લાગણી લાગે ભારે
મોરપિંછી રાતે ડંખ વાગે,
સ્મિતનું સરવર બાંધ્યું ગાંઠે
એકલતામાં મેળાનો અવસર લાગે,

થોડા રીસામણાં થોડા મનામણાં ઉચકીને ચાલ્યા અમે
કદી ચાતકની પ્યાસ કદી ઝરમર વરસાદ લાગ્યા તમે.
.

[2]
સંબંધોનું તો એવું ભાઈ ઉડતાં પતંગ જેવું,
કાબરચિતરા રંગો પહેરી આકાશે વિહરવું.

આમતો સાથે ઉડતા જાયે એકમેકમાં એ પોરવાયે,
શબ્દોની કાની બાંધીને અદ્ધરતાલે એ અટવાયે,
એકમેકની સાથે તોયે એકલા એકલા રહેવું….

કાપાકાપીને ગુંચવાડો એકમેકનો છૂટ્યો સથવારો,
પૂછીને લગાવ્યો પેચતો લાગણીએ કીધા સંથારો,
રંગ બદલાયે તોયે કાગળની માયા જેવું….

રંગરાગની માયા તોયે ઉંચે ઉંચે ઊડે,
પળમાં કપાય દોરી રક્ત જરીના ઊડે,
કપાય તોયે અકબંધ ઈશ્વરની માયા જેવું….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સવાયો દીકરો – ડૉ. ભૂપેન્દ્ર રાવલ
કાવ્યસંચય – સંકલિત Next »   

12 પ્રતિભાવો : સ્મિતનું સરવર – વર્ષા તન્ના

 1. pragnaju says:

  બન્ન્ને સરસ રચના
  રંગરાગની માયા તોયે ઉંચે ઉંચે ઊડે,
  પળમાં કપાય દોરી રક્ત જરીના ઊડે,
  કપાય તોયે અકબંધ ઈશ્વરની માયા જેવું…
  વાહ્

  ….

 2. nayan panchal says:

  “એકલતામાં મેળાનો અવસર લાગે,”

  અને ક્યારેક “મેળામાં પણ એકલતા લાગે..”

  બંને રચનાઓ ખૂબ જ સરસ.

  નયન

 3. sujata says:

  કપાય તોયે અકબંધ ઈશ્વરની માયા જેવું….

  અતિ સું દ ર્………

 4. ભાવના શુક્લ says:

  પૂછીને લગાવ્યો પેચતો લાગણીએ કીધા સંથારો,
  …………………………………………..

  બહુ ગહન અર્થ લઈ આવ્યા અહી “સંથારો” શબ્દ લઈને..
  વાહ!!!

 5. p.p.balsari says:

  VERY GOOD ‘I REALLY APPRECIATE YOUR POEMS ABOUT RELATIONS . YOUR COMPARISION WITH KITES IS THE BEST .IT IS A MUST FOR MY PERSONAL DIARY.SORRY TO EXPRESS MY COMMENT IN ENGLISH.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.