પ્રેમનું પીછું – અનિલ ચાવડા

લ્યો અમારા પ્રેમને પીંછું કહી દો,
એ ન ફાવે તો કશું બીજું કહી દો.

ફેરવો નહિ આમ અમને ગોળગોળ,
જે કહેવું હોય તે સીધું કહી દો.

પ્રેમ, નફરત, ધૂળ, ધાણી કે કશું પણ,
શું અમારી આંખમાં દીઠું ? કહી દો.

આપ બોલી ના શકો ઊંચા સ્વરે તો,
કાનમાં આવી ધીમું ધીમું કહી દો.

સાચવે છે આપનાં સઘળાં સ્મરણને,
આ હૃદયને લ્યો હવે ખિસું કહી દો.

શક્ય છે હું વૃક્ષ માફક જાઉં ખીલી,
જો તમે કાંઈક લીલું લીલું કહી દો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માગું છું – વર્ષા ગોંડલિયા ‘અશરવ’
કૃષ્ણલીલા પ્રસંગ – શ્રીમદ્ ભાગવત Next »   

19 પ્રતિભાવો : પ્રેમનું પીછું – અનિલ ચાવડા

 1. Himanshu says:

  વાહ વાહ….. Amazing….. the ‘Feel Good Factor’ works here…

 2. nilam doshi says:

  ખૂબ સુન્દર

 3. nayan panchal says:

  ખૂબ જ સરસ રચના.

  નયન

 4. નિર્લેપ ભટ્ટ - દોહા says:

  પીછા જેવી હળવી અને સરસ રચના.

 5. pragnaju says:

  પ્રેમ, નફરત, ધૂળ, ધાણી કે કશું પણ,
  શું અમારી આંખમાં દીઠું ? કહી દો.
  ખૂબ સરસ
  યાદ આવી
  આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
  પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.

 6. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ રચના.

 7. Geetika parikh dasgupta says:

  અતિ ઉત્તમ …..

 8. Jayesh Thakkar says:

  ખૂબ સરસ અભિવ્યક્તિ. અનિલભાઈને વિનંતિઃ બીજું કાવ્ય આપો અને એમાં કહો કે પછી શું થયું – એમણે શું કહ્યું?

 9. satvik shah says:

  વાહ વાહ ! શું કહું હવે અધુરા પ્રેમ ને ભાષા કેમ કરી ને નઇ મળે ? … આજ તો શબ્દો હતાં મરી ગયા તા બનાવતા બનાવતા… આ તો અહીં ક્યારનાય કવિતા માં ઢળી ચુક્યા હતા.

 10. ભાવના શુક્લ says:

  અરે આ તો વળી બહુ મજાનુ !!!!!
  …………………………..
  સાચવે છે આપનાં સઘળાં સ્મરણને,
  આ હૃદયને લ્યો હવે ખિસું કહી દો.

 11. સુંદર ગઝલ.. વિચારનું નાવીન્ય અને અભિવ્યક્તિની તાજગી અનિલની કલમનું સબળું પાસું છે…

 12. અનિલ ચાવડા !
  ગુજરાતી કવિતા-ખાસ કરીને ગઝલ ક્ષેત્રે નવી અને તાજગીસભર કલમ….
  – અભિનંદન.

 13. સુંદર ગઝલ !
  ગુજરાતી ગઝલ ક્ષેત્રે ઉભરતી,સક્ષમ પ્રતિભા.

 14. UDAY CHAUDHARI says:

  સરસ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.