નાઉ, ઈટ ઈઝ યોર પ્રૉબ્લેમ – ડૉ. અજય કોઠારી
[‘જન્મભૂમિ- મધુવન’ માંથી સાભાર.]
‘મોટી બેબીના ગોળધાણા કર્યા.’
‘વધાઈ હો. મારી સલાહ છે કે આજે ને આજે જ લગ્નની તારીખ નક્કી કરો. આજના જમાનામાં વિવાહ અને લગ્ન વચ્ચે બહુ ગાળો સારો નથી. મારી જ બેબીનો દાખલો લો ને ! મને કહે કે વિવાહ થયા એટલે એને જ પરણવું જોઈએ એ જૂના ખ્યાલો છે. થોડું ફરીશું, એકમેકને જાણીશું. મનમેળ થશે તો ઠીક નહિતર કપુત. બેમાંથી કોણ કપુત કરી નાખે કહેવાય નહિ. મારી એ તો બે વાર કરી નાખ્યું.’
‘લો મુરબ્બી, તમારી સલાહ મુજબ લગ્ન ડિસેમ્બરમાં નક્કી કર્યા. મો મીઠું કરો.’
‘ડિસેમ્બરને ભલે ચાર મહિના છે પણ અત્યારે ને અત્યારે જ જઈ હૉલ કે ગ્રાઉન્ડ નોંધાવો નહિતર રસ્તા પર લગ્ન કરવા પડશે. આ મુંબઈ છે.’
‘વડીલ, તમારી વાત સાચી નીકળી. કોઈ જગ્યા મળતી નથી. બ્લૅકમાં જગ્યા આપે છે. કહે છે કે ઈન્વેસ્ટરોએ આખા વર્ષના બુકિંગ કરેલા છે. જોઈએ તો ઊંચા ભાવે તારીખ મળશે.’
‘હા તે આપો. બાળો મૂઆઓને. દોડો નહિતર સાંજ સુધીમાં એ જગ્યા પણ હાથમાંથી જશે. લોકો કહે છે મંદી છે, પૈસાની ખેંચ છે પણ બ્લૅકના પૈસા મોં પર ફટકારવાવાળાઓની લાઈન છે. દોડો જલ્દી…’
‘હાશ. તમે કહ્યું તેમ ઉપરના આપી ગ્રાઉન્ડ બુક કરાવ્યું.’
‘હવે મંડપવાળાને પકડો. મંડપવાળો નખરા કરશે કે ડિસેમ્બરમાં બહુ લગ્ન છે. ફ્રી નથી… વગેરે. ગમે તેવું ડેકોરેશન ઠોકશે. ટોપ ક્લાસ જોઈતું હોય તો એને પણ ઉપરના પૈસા આપશો એટલે થઈ જશે. આ મુંબઈ છે.’
‘મંડપ બુક કરી દીધો. હવે શાંતિ થઈ.’
‘શેની શાંતિ થઈ ? છોકરા છોકરીને પૂછો કે હનીમૂન માટે ક્યાં જવા માગે છે. ખણખણિયા તમારે જ આપવાના છે. પરદેશ મોકલવા જેટલા ન હોય તો સલાહ આપો કે ઉત્તર ભારતમાં જશો તો ઠરીને ઠીકરું થઈ જશો. પરદેશીઓ ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઉત્તર ભારતમાં ચારે બાજુ પ્રસરેલા હોય છે. જાઓ. ઊભા છો શું ? પૂછો એ લોકોને કે તેઓ ક્યાં જવા માંગે છે ?’
‘બધુ બુક થઈ ગયું. લગ્ન પણ સાંગોપાંગ પાર ઊતર્યા. હનીમૂન પર પણ એ લોકો આજે ગયાં. હવે પગ વાળીને બેસીશું… હાશ.’
‘પગ છૂટા કરો. જઈને કોઈ સારી મેટરનિટીમાં ખાટલો બુક કરાવો ને એડવાન્સ આપી આવો.’
‘પણ જરૂરી નથી કે હનીમૂન પર જ….’
‘ખબર છે પણ એડવાન્સ આપ્યા હશે તો મહિનો બદલી આપશે. પછી બેબી સમાચાર આપે એના જાપ જપો. જુઓ, તમને બેબી નહિ કહે. તમારી પત્નીને કહો કે સમાચાર મળતા જ તમને ઈશારો કરે.’
‘મારી પત્ની કહે છે કે સમાચાર નથી પણ બેબીએ બાળઉછેરની ચોપડીઓ વાંચવાનું શરૂ કરી દીધું છે. અરે, એના કલાસીસ પણ ભરવા માંડ્યા છે. મારી પત્નીને જમાઈરાજ કહે છે કે તમારી સ્ટાઈલથી એમને બાળકોનો ઉછેર નથી કરવો.’
‘જમાઈને કહો કે ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ટાંટિયામાં ધમાધમ. એના કરતાં આવનારનું નામ શોધ.’
‘મને કહે કે હનીમૂન પર ગયા ત્યાં જ નામ નક્કી કરી નાંખ્યા છે. બાળક જન્મતાની સાથે જ હૉસ્પિટલ રજિસ્ટરમાં નામ લખાવી નાખશું, નહિતર તમે ‘બેબી’ લખાવેલું એ બદલતા બિચારીને તકલીફ પડી એવું ન થવું જોઈએ. મોર્ડન નામો શોધ્યા છે. કહે કે કોઈના ન હોય એવા નામ પાડવા છે. મેં પૂછ્યું કે આ નામોના અર્થ શું ? કહે કે અર્થ જાણીને શું કરવું છે ?’
‘લો પેંડા વડીલ. બેબીને બેબી આવી.’
‘અરે છોકરી આવે તો બરફી અપાય. છોકરો આવે તો જ પેંડા અપાય.’
‘મેં ઘરે કહ્યું. તો મને કહે કે આજે તો છોકરીઓ પુત્રસમોવડી છે. બલ્કે પુરુષો કરતાં આગળ વધી ગઈ છે. મને સોનિયા ને મનમોહન સિંઘનો દાખલો આપ્યો. હું ચૂપ થઈ ગયો. મીઠાઈવાળો પણ કહે છે કે અમે હવે ‘પેંડા-બરફી’ બનાવી છે. પેંડાનો પેંડો ને બરફીની બરફી. વડીલ, આ એ જ પેંડા-બરફી છે.’
‘સ્વાદિષ્ટ છે. પણ હવે એમને કહો કે સ્કૂલમાં એડમિશનનું નામ નોંધાવો. ભલે ત્રણ વર્ષ પછી બાળકીને મૂકશે પણ એડવાન્સ બુકિંગ કરે. ડોનેશનના પૈસા આપવા પડે તો દલીલ ન કરે.’
‘દીકરી-જમાઈ કહે છે કે “ડેડ તમે આ ચિંતા છોડો. અમે એને અંગ્રેજી સ્કૂલમાં જ મૂકીશું. અને હા, તમે પણ ઘરમાં અંગ્રેજીમાં જ વાત કરજો. મમ્મી પણ શીખી જશે ને બાળકને પણ એક જ ભાષા શીખવા મળશે, નહિતર બિચારીને ગૂંચવાડો થશે…” બોલો, શું દશા બેઠી છે ! આ ઉંમરે આટલા વર્ષથી માતૃભાષા છોડી અંગ્રેજીમાં ફાડફાડ કરવાની. જરાક ભૂલચૂક થાય તો કહેશે – સરખું ગ્રામર બોલો. ડિક્ષનરી વાપરો. અમારું બાળક નહિતર તમારા જેવું જ અંગ્રેજી બોલશે. ઘરજમાઈ વંઠી જાય છે.’
‘ઘરજમાઈ ?’
‘હા. મારી દીકરી કહે છે કે એના બદલામાં અમને પુત્ર થયો હોત તો વહુ ઘરમાં આવત ને ? તો પુત્રસમોવડી હું મારા વર સાથે ઘરમાં કેમ ન રહી શકું ? એટલે એ અમારે ઘરે રહે છે. એકવાર મેં પૂછ્યું કે દરરોજ તમે બે જણા આ શેના ચોપડાઓ વાંચો છો ? મને કહે કે સારી અંગ્રેજી સ્કૂલમાં હવે માતા-પિતાના ઈન્ટરવ્યૂ લેવામાં આવે છે. “કૌન બનેગા કરોડપતિ”ની જેમ જનરલ નોલેજના સવાલો પૂછે છે. બાળકો માટે આ બધું કરવું પડે.’
‘શું કરો છો આજકાલ ?’
‘બસ વડીલ. મજામાં. બાળકીને અંગ્રેજી સ્કૂલમાં મોકલી છે. પાંચ વર્ષમાં તો મોઢામાં સોપારી મૂકી હોય તેમ ગોટપીટ અંગ્રેજી બોલે છે. વાક્યે વાક્યે મારે મારી પત્નીને ભાષાંતર કરી કહેવું પડે છે. છોકરી-જમાઈ હવે નવા પ્રકારાના કલાસમાં જાય છે. અંગ્રેજી સ્કૂલમાં અપશબ્દો બોલતા, નાઈટ કલબોમાં ચક્કર મારતા છોકરાઓ સાથે કંઈ ન થવાનું થઈ જાય, દારૂ કે ડ્રગ્સને રવાડે ન ચઢી જાય એના ટ્યુશન લે છે. એ કલાસ પતે પછી 12મી પછી આગળ ઉપર કયો કોર્સ કરવો, કમાણી શેમાં વધારે થશે, ફોરેનમાં ક્યા ભારતીય કોર્ષ માન્ય છે – તેના કાઉન્સેલર પાસે જાય છે. મને પણ આ કલાસમાં ઢસડ્યો છે. કહે છે રિટાયર્ડ થયા છો તો અમને મદદ થશે જેથી અમે ઓવરટાઈમ કરી દીકરીને પરદેશ ભણવા મોકલવાના પૈસા ભેગા કરી શકીએ. શું દશા બેઠી છે.’
‘ઓ હો….હો, આ વખતે તો વરસોના વહાણા વાયા પછી દેખાયા ?’
‘હા. શું કહું ? દોહિત્રીએ બોયફ્રેન્ડ પકડ્યો છે.’
‘ગુજરાતી તો છે ને ?’
‘અમને કહે છે – અંગ્રેજીમાં ભણ્યા છીએ… વ્હી ટોક ઈંગ્લિશ, થીંક ઈન ઈંગ્લિશ, રાઈટ ઈન ઈંગ્લિશ. અમને ગુજરાતી હોય કે ન હોય શું ફરક પડે છે. કાળો આફ્રિકન પકડ્યો છે. ઝાંઝીબાર સ્થાયી થવાની વાત કરે છે.’
‘યહ હુઈ ના બાત !’
‘હવે મારી પુત્રી-જમાઈ કહે છે કે ડેડી, તમે એને સમજાવો કે આવું આંધળું પગલું ન લે. તમારું જ માનશે.’
‘તો તમે શું કહ્યું ?’
‘મેં છેવટે શુદ્ધ અંગ્રેજીમાં કહી નાખ્યું: ‘Now its your problem.’
Print This Article
·
Save this article As PDF
અરે વાહ ,
ખુબ જ મજા આવી ગઇ ,
દર વખતે મા – બાપ પર હક જતાવવા જતાને આવો જ જવાબ અપાય,
now its your problem ,
હા હા હા…..
સમાજ ની નરવી વાસ્તવિકતા નુ નિરુપણ ,
મા બાપે પણ પોતાના સંસ્કાર ની જાળવણી માટે આવો માર્ગ અપનાવવો જ પડે,
સરસ. હાથના કર્યા હૈયે વાગ્યા. 🙂
As you sow – so shall you reap (vavo tavu lano) – good for parents to say now ‘ it is your problem’
ખુબ મજા આવી ….જેવા સન્સ્કાર આપશો એવુ ઘડતર થશે
સાચે જ… ગમ્મત સાથે જ્ઞાન આપતી વાર્તા..
સાથે સાથે એ સંદેશ પણ આપવામાં આવ્યો છે કે આંધળુ અનુકરણ હંમેશા નુકસાનકારક જ હોય છે.
પરંતુ એ કડવી વાસ્તવિકતા છે કે આજકાલ બધા જ મા-બાપ આ બધી જ વસ્તુઓ ઉપર ખૂબ જ ભાર આપતા થઈ ગયા છે.
કયારેક પછી ના ઘરનું ના ઘાટનું એવો જ ઘાટ થઈ જાય છે.. read a funny incident below that depicts the same thing –
This is a true story from the Japanese Embassy in US. A few years ago, Prime Minister Mori was given some Basic English conversation training before he visits Washington and meets president Bill Clinton . The instructor told Mori “Prime Minister, when you shake hand with President Clinton, please say ‘how are you’. Then Mr. Clinton should say, “I am fine, and you?” Now you should say ‘me too’. Afterwards we, translators, will do all the work for you.” It looks quite simple, but the truth is…. When Mori met Clinton , he mistakenly said “Who Are You?” Mr. Clinton was a bit shocked but still managed to react with humor: “Well, I am Hilary’s husband, ha-ha….” Then Mori replied confidently “Me too, ha ha ha.” Then there was a long silence in the meeting room, nobody knew what to do!!!!!!!!!!!!!
ખૂબ જ રમૂજી વાર્તા.
‘મોટી બેબીના ગોળધાણા કર્યા.’
જો આ દુર્ઘટના જ ન થઈ હોત તો આમાનુ કશુ ન થાત.
નયન
ખુબજ સુન્દર વાર્તા ….. in this time parents have to think about maintanance of our indian culture….. its a time of combination of good education with good culture…
its perfactly suties with the saying “tit for tat”
Vary good story.
hardik I like your story about Mori. Hilarious.
સુંદર વાર્તા.
મજા આવિ ગયી.
No problem with the story 😉 ….
It is a nice one…. specially I liked this sentence where I laughed out loud ….
મને પણ આ કલાસમાં ઢસડ્યો છે. કહે છે રિટાયર્ડ થયા છો તો અમને મદદ થશે જેથી અમે ઓવરટાઈમ કરી દીકરીને પરદેશ ભણવા મોકલવાના પૈસા ભેગા કરી શકીએ. શું દશા બેઠી છે.’
યહી હે સંસાર….પહેલા મારો હતો ને હવે તારો એ પ્રશ્ન… ક્યારેક ને ક્યારેક આ વમળમા દરેકનો વારો એક વાર ફરવાનો આવે જ છે અને પછી કાઠે બેસીને તાલી દઈને ચિડવીએ કે લે બાપા..” ઈટ્સ યોર પ્રોબ્લેમ” … અહિ પ્રોબ્લેમને બદલે “ઈટ્સ યોર ટર્ન” વધુ ઉચીર રહે.. મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડીયા… હસવા પર કોઈ ટેક્સ નથી.
હવે શુ કહેવાનુ બાકી છે?
સાંપ્રત સમયની રમુજી વાસ્તવિક વાત
ાભિનંદન્
વાહ ખુબજ મજા આવિ ગઈ.
mazza aavi gai dr.saheb tame to khichadi jevi vaat kahi sadi ni sadi ane paustik ni paustik.
વાર્તા ખુબજ સુન્દર .
Hey some one can’t uderstad what I am talking , do you thinnk it’s my problem.
No it’s your problem ! otherwise I know what m talking !
sorry, I have yet to learn and practice Gujarati fonts. Article is perfectly
narrating the foolish Ghelchha of blind imitation. Awareness and proper understanding plays important role in shaping life.
nice one 🙂
[…] Readgujarati.com ” નાઉ, ઈટ ઈઝ યોર પ્રૉબ્લેમ – ડૉ. … […]