અગ્નિપરીક્ષા રામની – મોક્ષેશ શાહ

[ ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય ગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા-2008’માં પ્રાપ્ત થયેલી કૃતિઓ પૈકી આ કૃતિના સર્જક શ્રી મોક્ષેશભાઈ અભ્યાસે B.E. (Instrumentation) અને વ્યવસાયે ખાનગી કંપનીમાં સિનિયર મેનેજરની ફરજ બજાવે છે. તેઓનું માનવું છે કે સદીઓ સુધી સ્ત્રીઓ પર થયેલા અત્યાચારના વળતરરૂપે સમાજમાં તેમને માનભર્યું સ્થાન મળે તથા તેઓની સંવેદનાનાને લોકો સમજે તે જરૂરી છે પરંતુ તે સાથે એ પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે કે તેમ કરવા જતાં બીજા પક્ષને આપણે અન્યાય ન કરી બેસીએ. ત્રાજવાનાં બંને પલ્લાંને સમાન રાખવાની આવશ્યકતા છે. મોક્ષેશભાઈ કહે છે કે ‘સ્ત્રી-પુરુષ સમાનતાની સાથે સ્ત્રીપુરુષ ‘સભાનતા’ ની પણ એટલી જરૂર છે. પુરુષને પણ સંવેદનાઓ હોય છે તે બાબતની ગુજરાતી સાહિત્ય અને સમાજે નોંધ લેવી પડશે, અને માટે જ છે અગ્નિપરીક્ષા રામની….’ તેમની આ પ્રસ્તુત વાર્તા સાંપ્રત પરિસ્થિતિમાં વ્યથિત થયેલા પુરુષ હૃદયની લાગણીઓને વાચા આપી રહી છે, જે તેની એક વિશેષતા છે. આ તેમની પ્રથમ કૃતિ છે. આપ મોક્ષેશભાઈનો (અમદાવાદ) આ સરનામે સંપર્ક કરી શકો છો : moxesh@gmail.com ]

રાતના બરાબર અગિયાર વાગ્યા છે અને વરસાદ તો જાણે થોભવાનું નામ જ નથી લઈ રહ્યો. છેલ્લા ચાર દિવસથી એકધારા વરસતા મૂશળધાર વરસાદની સાથે, આજે વધી ગયેલા વીજળીના કડાકા-ભડાકાથી વરસાદી રાતનો માહોલ વધુ ભયાનક બની રહ્યો છે. કુદરતના રૌદ્ર રૂપથી ડરીને નાનકડી આર્થી એના પિતા અર્થની સોડમાં ભરાઈ ગઈ છે. અર્થ છેલ્લા એક કલાકથી તેની એકની એક વહાલસોયી દીકરી આર્થીની બીક દૂર કરીને તેને સુવડાવવાની મથામણ કરી રહ્યો છે. આ એક નવા જ પ્રકારની આવી પડેલી જવાબદારીએ તેને જરાપણ વિચલિત નથી કર્યો પરંતુ મનને ડહોળી રહેલા તેના વિચારતંત્રને વિહવળ જરૂરથી બનાવી મૂક્યું છે. રોજ રાતની જેમ આજે પણ તે વિચારોના ચગડોળે ચડ્યો છે. બે મહિના પહેલા જ પત્ની આકાંક્ષાનું મૃત્યુ થયું. બરાબર એ દિવસથી તે શાંત ચિત્તે સૂઈ પણ નથી શક્યો. તેની આંખો અને થાકેલું શરીર હવે આ વાતની ચાડી ખાઈ રહ્યું છે.

અને હા, સૂઈ પણ કેવી રીતે શકે ? કેટકેટલા અણિયાળા પ્રશ્નો, આક્ષેપો અને વહેમીલી નજરોનો તે સામનો કરી રહ્યો છે. તે પણ એકલે હાથે. કોઈક તો હોય જે તેને સમજી શકે. કોઈક તો એવો ખભો તેને મળે કે જ્યાં તે માથું ટેકવીને સહારો લઈ શકે અને દિલ ખોલીને હળવો થઈ શકે.

બરાબર બે મહિના પહેલા જ્યારે આકાંક્ષાનું તેના પિયરમાં મૃત્યુ થયું ત્યારે અર્થ તો તેની ધંધાકીય મુલાકાત અર્થે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. અંતરિયાળ વિસ્તારની પૂરું નેટવર્ક ન ધરાવતી સાવ નિર્જન જગ્યાએથી પસાર થતા જ્યારે તેના મોબાઈલની રીંગ વાગી ત્યારે સ્ક્રીન પર સસરાના ઘરનો નંબર જોઈ મનોમન ખુશ થઈ ગયો. હાશ, ચલો આજે તો દીકરી આર્થી સાથે વાત થશે. પરંતુ, સામે છેડેથી સાળાના રડમસ અવાજમાં અપાયેલા આકાંક્ષાના મૃત્યુના સમાચારે તેને ટ્રેનની સીટ પર જ ભાંગી નાખ્યો હતો. એ તો સારું થયું કે એ.સી. કોચમાં બેઠેલા સુશિક્ષિત સહપ્રવાસીઓએ તેને સંભાળી લીધો હતો. એક વડીલે તેને આગળના સ્ટેશને ઉતારી અમદાવાદની ટેક્ષી ભાડે કરી આપી. રાજસ્થાનનાં એ અજાણ્યા સ્ટેશનથી અમદાવાદની એ સાત કલાકની સફરમાં તે કેટકેટલી માનસિક સ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યો હતો. ટ્રેન અને સમયની ગતિ કરતાં પણ જાણે તેનું મન વધુ ઝડપથી દોડી રહ્યું હતું. એમાં પણ, તેની બહેન અને નજીકના મિત્રોએ જ્યારે ફોન પર સમાચાર આપ્યા કે આકાંક્ષાના પિયરપક્ષનાં સગાવહાલાં આકાંક્ષાનું પોસ્ટમોર્ટમ કરાવવાનો અડગ નિર્ણય લઈને બેઠાં છે ત્યારે તો તેનું મન ખિન્ન થઈ ગયું. આકાંક્ષાના માતા-પિતા અને પિયરનાં સગાવહાલા માટે તેના મનમાં રહેલી કટુતા વધુ ઘેરી બની. તેના મનને વલોવતી આ કષ્ટદાયક સફરે, તેના માનસપટ પર અંકાયેલા તેના ભૂતકાળને તેની નજર સમક્ષ લાવી મૂક્યો હતો…

કેટકેટલા અરમાનો સાથે તેણે આકાંક્ષા સાથે લગ્ન કર્યા હતાં. સમાજે કેમ ફક્ત ‘કોડભરી કન્યા’ નો જ શબ્દસમૂહ બનાવ્યો છે ? શું ફક્ત કન્યાઓને જ લગ્ન પછીનાં સુખી વિવાહિત જીવનનાં કોડ હોય છે ? કેમ, પુરુષોને કોઈ અરમાન જ નથી હોતાં ? લગ્ન પછીનાં થોડાક જ મહિનાઓમાં તેની નજર સમક્ષ તેનાં અરમાનોનાં શિખરો કેવા કડડભૂસ થઈને વિખેરાઈ ગયા હતા !

અર્થની એન્જિનિયરિંગની ડીગ્રીએ તેને કાયમ માટે લોજીકલી વિચારતો કરી દીધો હતો. આથી, તેની વાત અને વિચાર હંમેશાં તેના નામ પ્રમાણે અર્થપૂર્ણ રહેતા. તે કોઈપણ નિર્ણય સમજી વિચારીને લેતો. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવાની તેનામાં એક સમ્યક સમજ હતી. શરૂઆતમાં તો આકાંક્ષાના બેહૂદા વર્તનને અર્થનું પોઝીટિવ અને લોજીકલ માઈન્ડ સંસ્કાર અને સંસ્કૃતિનો ‘ટ્રાન્ઝીશન પિરિઅડ’ ગણીને નિભાવી લેતું. લગ્ન પછીનાં કેટલાક મહિનાઓ સુધી લંબાયેલા મધુરજનીના એ દિવસો બાદ શરૂ થયેલા વૈચારિક મતભેદો, તેમના જીવનમાં ખીલેલી માસૂમ કળી ‘આર્થી’ની વધતી જતી ઉંમરની સાથે વધતા ચાલેલા. એક પિતા તરીકેની જવાબદારી સાથે પરિપક્વ થયેલું અર્થનું સંસ્કારી મન, હવે તે વિચારવા મજબૂર બની ગયું હતું કે તેની અને આકાંક્ષાની વચ્ચે ફક્ત મતભેદ નથી, પરંતુ મનભેદ પણ છે જ. આ મનભેદના મૂળ સુધી પહોંચી આવેલી તેની વિશ્લેષ્ણાત્મક બુદ્ધિએ એવું તારતમ્ય કાઢ્યું હતું કે આકાંક્ષાના માતાપિતા દ્વારા થયેલું તેનું ઘડતર, ગળથૂથીમાં અપાયેલા ખોટા સંસ્કારો તથા પિયરનું સંકુચિત વાતાવરણ જ તેના અત્યારના વર્તન માટે કારણભૂત છે. અર્થનો ઉછેર એવા વાતાવરણમાં થયો હતો કે જ્યાં દરેકને પોતાની વૈચારિક સ્વતંત્રતા હતી. ઘરના પરસ્પરના સભ્યો વચ્ચે મુક્તતા હતી. ભણવું એ ભાર નહીં પણ ઘડતર માટેનું માધ્યમ હતું. પરમેશ્વરને આસ્થાના પ્રતિકરૂપે પૂજતા હતાં અને તે સાથે પોતાનાં કાર્યોમાં શુભનિષ્ઠા રાખવા પ્રત્યે જાગૃત હતાં. સામાજીક અને વ્યાવહારિક રીતરિવાજો ક્યારેય બોજારૂપ નહોતાં. જ્યારે બીજી બાજુ, આકાંક્ષાને માટે ભગવાન એ તો જાણે પાપ-પુણ્યની કોર્ટનાં ડરામણા જજ હતાં ! ધર્મ ફક્ત ઉપવાસો અને બાધા-આખડીઓ માટે હતો. તેનાં ઘરનાં સભ્યોના સંબંધોમાં ભારેખમ આદર સાથેની સંકુચિતતા વર્તાતી હતી. ભણતર એ જિંદગીની સૌથી મોટી કસોટી અને સફળતા માપવાનું માપદંડ હતું.

આર્થી માટેની આકાંક્ષાની વધારે પડતી સારસંભાળ અર્થને ક્યારેય માફક નહોતી આવી. આખો દિવસ આકાંક્ષાનું આર્થી સાથે બેડરૂમ બંધ કરીને બેસી રહેવું, ઘરના અન્ય સભ્યો સાથે ન તો પોતે હળવુંમળવું કે ન તો આર્થીને મળવા દેવું – આ બધી વાતો અર્થને હંમેશા ખટકતી. નાનકડી આર્થી પર આખો દિવસ ભણતરનો બોજ નાંખીને આકાંક્ષા તેનું બાળપણ જે રીતે છીનવી રહી હતી તે અર્થ માટે અસહ્ય હતું. પોતાની નજર સામે જ આર્થીનું ખોટી રીતે થઈ રહેલું ઘડતર અને આકાંક્ષાનો બદલાતો જતો સ્વભાવ, તેમની વચ્ચે રોજિંદા વાદ-વિવાદનું કારણ બની ચૂક્યા હતાં. અર્થ આકાંક્ષાને સમજાવવા ખૂબ મથતો પરંતુ ખોટી કેળવણીથી સંકુચિત બની ગયેલું આકાંક્ષાનું મન જડમાન્યતાઓ અને પૂર્વગ્રહોને જળોની જેમ વળગી ચૂક્યું હતું. તે અર્થની કોઈપણ બાબતને ખુલ્લા મને સમજવાની કે સ્વીકારવાની સ્વસ્થતા ગુમાવી ચૂકી હતી.

આર્થીના જન્મદિવસની ઘટનાએ અર્થને એવા ત્રિભેટે લાવીને મૂક્યો હતો કે તે કોઈ નક્કર નિર્ણય લેવા માટે મજબૂર બની ગયો હતો. વાત એમ બની હતી કે તે દિવસે સોમવાર હતો. આકાંક્ષાએ આદત મુજબ નકોરડો ઉપવાસ કર્યો હતો. સવારથી ભૂખ્યા પેટે પાર્ટીની દોડધામ કરવાથી બપોર બાદ તેનું માથું દુ:ખવા લાગ્યું. પરંતુ માથાના દુ:ખાવાનું સાચું કારણ સમજ્યા વગર, ગળથૂથીમાંથી સેવેલી પિતૃપક્ષની સલાહને અનુસરીને આકાંક્ષાએ દુ:ખાવો દબાવવાની ત્રણ-ચાર ગોળીઓ એક સામટી લઈ નાંખી ! ભૂતકાળમાં પણ છીંક આવે તોય દવાઓ લેવાની ખોટી આદત બંને વચ્ચે વાક્યુદ્ધનું કારણ બની ચૂકી હતી. અંતે જે બનવાનું હતું એ જ થયું. બરાબર કેક કાપવાના સમયે જ આકાંક્ષા ચક્કર ખાઈને પડી ગઈ. અર્થ અને તેનો મોટોભાઈ તાત્કાલિક તેને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે ઈમરજન્સી સારવાર શરૂ તો કરી દીધી પરંતુ બે દિવસ બાદ અર્થને એકાંતમાં બોલાવીને ડોક્ટરે આકાંક્ષાની માનસિક બિમારીની જ્યારે વાત કરી ત્યારે અર્થને માથે મોટો જાણે વજ્રઘાત થયો.

આ ઘટના બાદ અર્થ હવે ખૂબ ગભરાઈ ગયો હતો. માનસિક અસ્વસ્થતામાં આકાંક્ષા ક્યાંક આત્મહત્યા જેવો કઠોર નિર્ણય લઈ બેસે તો ? અર્થને આવા વિચારમાત્રથી પરસેવો છૂટી જતો. નજીકનાં સમયમાં શરૂ થતાં આર્થીના સ્કૂલ વેકેશનનો ફાયદો લઈને તે આકાંક્ષા અને આર્થીને થોડા દિવસ માટે તેના પિયરમાં મૂકી આવ્યો હતો. કચવાતા મને તેણે આકાંક્ષા સાથે ઝઘડાનો એવો ડોળ કર્યો કે કદાચ આ ઘટના આકાંક્ષામાં સુધાર લાવવાનું એક કારણ બની શકે. થોડા સમય માટે કદાચ પોતાના પરિવારજનો સાથે રહે તો આકાંક્ષાનો સ્વભાવ સૌમ્ય બને, પરંતુ અર્થના તમામ પાસા અવળા પડ્યાં. તે પછી તો જે બનવા જોગ હતું એ બધું જ સમાજીક રીતરિવાજો પ્રમાણે શરૂ થઈ ચૂક્યું હતું. બંને કુટુંબો વચ્ચેની ખાઈ વધુ ને વધુ ઊંડી થઈ રહી હતી. આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો મારો ચાલતો જ રહ્યો. અંધ માન્યતાનાં શિકારથી જડ થઈ ગયેલા અર્થના કેટલાક મિત્રો અને તેમની પત્નીઓ – સૌનાં મગજ એક જ દિશામાં વિચારી રહ્યાં હતાં કે પતિ-પત્ની વચ્ચેનાં અણબનાવમાં વાંક તો હંમેશાં પુરુષનો જ હોય ! તેઓ અર્થને સમજાવવાનો પ્રયત્ન કરતાં. અર્થ વિચારતો કે આ તો કેવી વિડંબણા છે મારા જીવનની ? જેને ખરેખર સમજવાની જરૂર છે એ તો સહાનુભૂતિનો આંચળો ઓઢીને પિયરમાં શાંતિથી બેઠી છે અને સમજણનાં ઘૂંટ પી-પીને સંતૃપ્ત થઈ ગયેલા મારા મનને લોકો સમજવાની સલાહો આપી રહ્યાં છે ?

પોતાના નિશ્ચિત કરેલા કાર્યક્રમ મુજબ આર્થીનું વેકેશન પૂરું થતાં અર્થ તેમને બંનેને ફરી પાછો ઘરે લઈ આવ્યો. તેને આશા હતી કે વીતી ગયેલા બે મહિનાઓમાં ઘટી ગયેલી ઘટનાઓએ આકાંક્ષાને થોડી સમજુ બનાવી હશે અને પાટા પરથી ઊતરી ગયેલું તેમનું દાંપત્ય જીવન વળી પાછું પાટે ચઢીને પૂરપાટ દોડતું થશે. એ જ આશાઓના સહારે અર્થ લાંબી રજાઓ લઈને આકાંક્ષા અને આર્થી સાથે લંડન સુધી ફરી આવ્યો. કાશ ! વિદેશની આ સફર તેમની વચ્ચે પ્રેમનું એક બીજ અંકુરિત કરીને જીવનને નવપલ્લવિત કરી મૂકે… પણ, એ બધું વ્યર્થ હતું. હકારાત્મકતા પર નકારાત્મકતા એવી હાવી થઈ ગઈ હતી કે વળી પાછી એ જ ઘટમાળ શરૂ થઈ જતી. આકાંક્ષાની સંકુચિતતા દિવસે ને દિવસે વધતી જતી.

એક વર્ષના અંતરાલ બાદ હવે આર્થ હારી-થાકી-કંટાળીને આકાંક્ષા અને આર્થીને ન છૂટકે ફરી તેના પિયર મૂકી આવ્યો. આ વખતે કોઈ વેકેશનના બહાને નહીં, હંમેશને માટે. પરંતુ અર્થને ક્યાં ખબર હતી કે આકાંક્ષાને તેના પિયરમાં મૂકવા જવાની આ યાત્રા જ આકાંક્ષા માટે અર્થના ઘરેથી નીકળેલી જિંદગીની અંતિમયાત્રા પણ હતી ! બંનેને મૂકી આવ્યા પછીનાં એક મહિના સુધી અર્થ રોજ પોતાની દીકરી આર્થી સાથે ફોન પર લાંબી વાતો કરતો રહેતો. આર્થી માટે થઈને તેનું પિતૃહૃદય ખૂબ જ ચિંતિત રહેતું. તેનું વાત્સલ્યભર્યું હૃદય, આર્થીની સાથે વાત કરી ભીનું થઈ જતું. આર્થીના સંસ્કારસિંચન તથા ઉમદા ઉછેર માટે તે ઝૂરતો રહેતો. અને તે દિવસે અર્થ ખુશ થઈ ગયો હતો કારણ કે આર્થીએ ફોન પર જણાવ્યું હતું કે આવતીકાલે તે, મામા અને મમ્મી સાથે મુંબઈ એસેલવર્લ્ડ ફરવા જવાની છે. પરંતુ તે દિવસે અર્થને વહેલી સવારે ધંધાકિય પ્રવાસ અંગે વહેલા નીકળવાનું હોવાથી તેણે આર્થીને આગલા દિવસે રાત્રે જ સલાહ-સૂચનાઓ આપીને ખૂબ મજા કરવાની શુભેચ્છાઓ આપી. તે હળવાશ અનુભવી રહ્યો હતો. પણ છેવટે આકાંક્ષાએ વાત ન કરતાં તેના મનમાં ભરાઈ ગયેલો મૌન ડૂમો, બીજા દિવસેની ટ્રેનની સફર, આકાંક્ષાના મૃત્યુના સમાચાર – આ બધી ઘટનાઓથી આક્રંદ દ્વારા પણ તે બહાર ન આવી શક્યો.

‘અહમદાબાદ મેં કહાં જાના હૈ, સા’બ ?’ ટેક્સી ડ્રાઈવરની આ પૃચ્છાએ તેને ભૂતકાળમાંથી એકદમ વર્તમાનમાં લાવી મૂક્યો હતો. તે સીધો જ આકાંક્ષાને ઘરે પહોંચ્યો ત્યારે શીખાઉ ડોક્ટરો દ્વારા પીંખી નંખાયેલો આકાંક્ષાનો મૃતદેહ – પોસ્ટમોર્ટમની લાંબીલચક વિધિઓમાંથી પસાર કરીને થોડા સમય પહેલા જ લાવવામાં આવ્યો હતો. આકાંક્ષાના અચાનક મૃત્યુ અને ત્યાંના ગમગીનીભર્યા વાતાવરણ કરતાં પણ ત્યાં રહેલા સગાવહાલાં અને મિત્રોના સૂચક મૌન તેમજ વેધક નજરથી તે વધુ ભાંગી પડ્યો. તેની મનોવેદના અસહ્ય બની. આર્થીને છાતીસરસી ચાંપીને તે ખૂબ જ રડ્યો અને સ્મશાનમાં જલી રહેલા આકાંક્ષાના મૃતદેહની સામે તે એક કલાક સુધી નતમસ્તક ઊભો રહી તેની જાતને જિંદગીની આગળની અગ્નિપરીક્ષા માટે તૈયાર કરતો રહ્યો. સપ્તપદીની અગ્નિની સાક્ષીએ લેવાયેલા વચનો તો આ જન્મ પૂરતાં પૂરા થયાં હતાં, પણ આકાંક્ષાની જલતી ચિતાની અગ્નિની સાક્ષીએ હવે ફક્ત આર્થી માટે જ જીવવાની અને માતા તથા પિતાની બેવડી જવાબદારી નિભાવવાની તે કસમ ખાઈ રહ્યો હતો.

બરાબર એક મહિના પછી જ્યારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો ત્યારે પુરુષ તરીકે વેઠવી પડેલી અગ્નિપરીક્ષાની ઝાળથી દાઝેલા તેના દિલને ઠંડક પહોંચી હતી. આકાંક્ષાનું મૃત્યુ તદ્દન ખાલી પેટે લીધેલી દવાઓના ઓવરડોઝને કારણે થયું હતું. અર્થના કેટલાક મિત્રો અને સગાવહાલાં હજુ પણ આ કારણ સ્વીકારવા તૈયાર નહોતા કારણ કે તેમની સંકુચિત વિચારધારા મુજબ તો આકાંક્ષાએ આત્મહત્યા કરી હતી અને તે પણ અર્થને કારણે ! અર્થ તો હવે આ બધાથી ઉપર ઊઠીને ફક્ત આર્થીના જીવન માટે સમર્પિત થઈ ચૂક્યો હતો.

અને… કુદરત પણ કેટલી ન્યારી હતી કે અર્થની તરફેણમાં ખુલ્લેઆમ બહાર આવીને, સામાજીક અગ્નિપરીક્ષાની ગરમીથી અર્થને ટાઢક પહોંચાડવા મન મૂકીને વરસી રહી હતી. વીજળીઓનાં કડાકા-ભડાકા જાણે સૂઈ ગયેલા સમાજને પોકારી-પોકારીને જગાડી રહ્યા હતાં કે જડતાની દિગ્મૂઢતામાંથી બહાર આવી, આર્થીનાં સોનેરી ભવિષ્ય માટે અર્થને સમજાવો કે તે આર્થી માટે બીજી મમ્મી લાવે, કારણ કે તે તો પોતાની નિષ્કલંકતા સાબિત કરવા માટે બીજા લગ્ન ન કરવાની કસમ ખાઈને બેઠો છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મળવા જેવા માણસ – કૌશિક મહેતા
સહિયારું કર્તવ્ય – મૃગેશ શાહ Next »   

39 પ્રતિભાવો : અગ્નિપરીક્ષા રામની – મોક્ષેશ શાહ

 1. Megha Kinkhabwala says:

  Really nice story with totally different aspect of our society.

  સમાજે કેમ ફક્ત ‘કોડભરી કન્યા’ નો જ શબ્દસમૂહ બનાવ્યો છે ? શું ફક્ત કન્યાઓને જ લગ્ન પછીનાં સુખી વિવાહિત જીવનનાં કોડ હોય છે ? કેમ, પુરુષોને કોઈ અરમાન જ નથી હોતાં ?

  Well said. Congrats to Moksheshbhai, keep it up.

 2. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ. પહેલો પ્રયત્ન ખુબ જ સારો છે. લખતા રહો. ખુબ ખુબ અભિનંદન.

 3. urmila says:

  beautiful story –

  ત્રાજવાનાં બંને પલ્લાંને સમાન રાખવાની આવશ્યકતા છે. મોક્ષેશભાઈ કહે છે કે ‘સ્ત્રી-પુરુષ સમાનતાની સાથે સ્ત્રીપુરુષ ‘સભાનતા’ ની પણ એટલી જરૂર છે. પુરુષને પણ સંવેદનાઓ હોય છે તે બાબતની ગુજરાતી સાહિત્ય અને સમાજે નોંધ લેવી પડશે, well said

 4. nayan panchal says:

  કહેવાતા પુરુષપ્રધાન સમાજની ક્દાચ આ એક side-effect છે કે સહાનુભૂતિ હંમેશા નારીના પક્ષે હોય છે.

  પ્રથમ કૃતિ અને તે પણ આવા નવતર વિષય ઉપર લખવા બદલ અભિનંદન. સરસ વાર્તા.

  નયન

 5. Paresh says:

  સુંદર કૃતિ મોક્ષેશભાઈને અભિનંદન

 6. ખુબ જ સુંદર વાત અને સાચે જ પ્રામાણિક પ્રયત્ન … !! અને જે વિષય લીધો છે એ તો સાચે જ ખુબ સરસ છે … hypocracy થી બહાર આવી ને સાચે જ એક એવા વિષયને વાચા આપી કે જેના પ્રત્યે હંમેશા દુર્લક્ષ જ સેવાતું આવ્યું છે …

  મોક્ષેશભાઇ .. ખુબ ખુબ અભિનંદન …

 7. shruti says:

  nice story….. the subject is really a different one….
  keep it up…
  shruti

 8. Dhaval B. Shah says:

  Nice story.

 9. કેયુર says:

  ખુબ જ સરસ વાર્તા.

  એક નવો વિષય લઇ ને ખુબ સારી રીતે રજુ કર્યો છે આવી સુંદર ક્રુતિઓ નો લાભ આપતા રહેજો.

  કેયુર

 10. Natver Mehta;Lake Hopatcong, New Jersey says:

  સરસ વાર્તા, પણ હજુ જરા સારી માવજત થઈ હોત તો મજા આવતે!
  ખાસ તો થોડાં સંવાદોની જરૂર હતી એવું મને લાગે છે. વાર્તાના પિંડમાં સંવાદોનું મહ્ત્વ ઘણુ હોય છે..
  બાકી વિષયવસ્તુ સાવ નવો છે.

  મેં એક આના કરતાં પણ વિષમ પરિસ્થિતીમાંથી પસાર થતા આધુનિક રામને જોયો છે.
  એની પ્રેમિકા બનેલ પત્નીએ કોઇ વિષમ માનસિક પરિસ્થિતીમાં આત્મદાહ કર્યો ને મોત માટે નિર્દોષ પરુષને -પતિને કારણભુત બનાવતી મરણ નોઁધ લખતી ગઈ પત્ની તો મરતાં મરી ગઈ પણ એ પુરુષ આજે પણ રોજ રોજ રોજ બળે છે. મરે છે.

  છતાં પણ મોક્ષેશભાઈને નવા વિષય લઇને આવવા બદલ અભિનંદન!
  લખવાનું ચાલુ જ રાખશો. તમારી કલમમાં દમ છે!! તાકાત છે!!
  નતવર મહેતા

 11. rutvi says:

  ખરેખર સાચી વાર્તા ,

  આપણા સમાજ મા હજુ પણ આવુ સંકુચિત માનસ ધરાવતા લોકો રહે છે,
  તેને બદલવુ જ રહ્યુ ,

 12. Sapna says:

  Totaly new subject, very very nice, keep it up.

 13. જીતેન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ મોક્ષેસભાઈ. અભિનંદન.

 14. ishawar t patel says:

  સરસ વાર્તા, પણ હજુ જરા સારી માવજત થઈ હોત તો મજા આવતે!
  ખાસ તો થોડાં સંવાદોની જરૂર હતી એવું મને લાગે છે. વાર્તાના પિંડમાં સંવાદોનું મહ્ત્વ ઘણુ હોય છે..
  બાકી વિષયવસ્તુ સાવ નવો છે

 15. Sanjay Patel says:

  SOCIETY BELIVES IN WORDS NOT IN TRUTH. RE THINK ON STORY IF IT IS IN REALITY…THEN ?

  GOOD AS STORY BUT NOT FOR SOCIETY

 16. Phoenix says:

  Sorry to write in English but more comfortable in typing.
  Moxeshbhai,
  good subject… story is quivering with points to ponder specially Earth’s emotions and feelings – pre – in – pro relationship as well as his situation moment their daughter starts growing up.

  I believe some of this would have been felt by each married man in his life span.

  Equilibrium or equality need to be replaced with Partnership/companionship. Marriage as institution in society needs another thinking.

  Someone has truly said about Marriage – Marriage is like drinking coffee together from same pot but, use your own mug to drink. Some mugs have hole in bottom and they don’t drink nectar of companionship.

  Ye Dil mange more Mokeshbhai..

 17. priya says:

  I come to know 2nd side of marriage life.

  Thanks a lot,

  When I feel some difficulties with my husband, I remind your story that Gents have also feelings, emotions and try to solve problems.

 18. Rekha Sindhal says:

  આભિનઁદન મોક્ષેશભાઈ,

  પુરુષની વ્યથા સમજવાનું હૈયું ન હોય અને પોતાના સ્વાર્થંમાં જ રાચતી હોય તેવી સ્ત્રીઓને નભાવી લેતાં પુરુષો માટે સમાજને ઓછી સહાનુભૂતિ હોય છે. પણ જો સ્ત્રી દુ:ખી હોય તો એ તરત દયાપાત્ર ગણાય છે. સમાજની દ્રષ્ટિ ન્યાયી થશે તો જ સમતુલન જળવાશે અને તંદુરસ્ત લગનસંબંધોને પોષણ મળશે. પ્રથમ પ્રયત્ન તરીકે વાર્તા ઘણી સારી છે. શુભેચ્છાઓ સાથે આભાર!

 19. Mahendi says:

  really nice story nobody can say this is ur first story
  keep it up 4 future & congrates 4 this one

 20. rita saujani says:

  Very well written! Keep it up with new subjects like this one!!

 21. સુરેશ જાની says:

  ઘણા વખતથી ઈચ્છા થતી હતી કે. પુરુષોના પ્રશ્નોને વાચા આપે તેવી વાર્તા વાંચવા મળે તો સારું. એ આનાથી પુરી થઈ. બહુ જ સરસ વીષય.
  થોડોક આના જેવો એક કીસ્સો અમારા એક ઓળખીતામાં મને ખબર છે. એટલે આ માત્ર કાલ્પનીક વાત નથી.
  આમ પણ હોઈ શકે છે.

 22. ભાવના શુક્લ says:

  પ્રશ્નો પુરુષ કે સ્ત્રીના એમ અલગ ગણીએ ત્યાજ મોટી રામાયણ આડે પાટે ચડે છે.
  પુરુષ કે સ્ત્રી બન્ને સમાજવ્યવસ્થાના પાયાના પ્રતિકો છે. બન્ને ને અલગ સમજી શકાય નહી. બન્ને ની પ્રકૃતિ અલગ હોઇ શકે પરંતુ સબળા સામાજીક ઘડતર દ્વારા એક સંતુલન લાવી મુકી શકાય છે. સમાજના ૮૦% ઘરો આ જ સંતુલન પર ચાલે છે. વાત છે અન્યાયી વલણને ઓળખવાની અને તેનો સાથ છોડવાની, પછી તે સ્ત્રી કે પુરુષ કોઈ પણ પરત્વે હોય.
  વાર્તાનો સુંદર પ્રયાસ અને તેના માટે લેખક ને અભિનંદન.

 23. આજે પહેલી વાર ગુજરાતી.કોમ વાચી. અને પહેલી જ વાર્તા મોક્શેશ ભાઈ ની વાંચી. હ્રુદય દ્ર્વી ઉઠયુ. કારણ હુ પણ એમાથી પસાર થઈ ગયો છુ. આપણો સમાજ પુરુષોની લાગણી સમજવા જ માગતો નથી.

 24. saurabh desai says:

  following sentences are the heart of the story….very good story

  સમાજે કેમ ફક્ત ‘કોડભરી કન્યા’ નો જ શબ્દસમૂહ બનાવ્યો છે ? શું ફક્ત કન્યાઓને જ લગ્ન પછીનાં સુખી વિવાહિત જીવનનાં કોડ હોય છે ? કેમ, પુરુષોને કોઈ અરમાન જ નથી હોતાં ?

  અને… કુદરત પણ કેટલી ન્યારી હતી કે અર્થની તરફેણમાં ખુલ્લેઆમ બહાર આવીને, સામાજીક અગ્નિપરીક્ષાની ગરમીથી અર્થને ટાઢક પહોંચાડવા મન મૂકીને વરસી રહી હતી. વીજળીઓનાં કડાકા-ભડાકા જાણે સૂઈ ગયેલા સમાજને પોકારી-પોકારીને જગાડી રહ્યા હતાં કે જડતાની દિગ્મૂઢતામાંથી બહાર આવી, આર્થીનાં સોનેરી ભવિષ્ય માટે અર્થને સમજાવો કે તે આર્થી માટે બીજી મમ્મી લાવે, કારણ કે તે તો પોતાની નિષ્કલંકતા સાબિત કરવા માટે બીજા લગ્ન ન કરવાની કસમ ખાઈને બેઠો છે.

 25. Ketan Lakhani says:

  ઍક્ષેલ્લેન્ત ંઓક્ષેસ્ભૈ. પેહ્લિ વાર મઆ આવુ સારુ લખો ચ્હો !!! લખ્તા રહો. અમારા સહુનિ ખુબ ખુબ સુબ્બહેચ્આ.
  સાચુ કહિયએ તો આ વાત દ્દરેક પુરુશ ને લાગુ પાદે ચ્હે.

 26. snehal says:

  ખુબ સરસ …

 27. Ashish Dave says:

  Really liked the names of the characters. They do tell a big portion of the story. Very nicely written…

  There is this saying…you can only be young once, but you can be imature for ever…

  Keep cranking Moxeshbhai.

  Ashish Dave
  Sunnyvale, California

 28. pragnaju says:

  સાંપ્રત પરિસ્થિતિમાં વ્યથિત થયેલા પુરુષ હૃદયની લાગણીઓને વાચા આપી રહેલી સુંદર વાર્તા
  અહીં વાઈસ-પ્રેસીડેન્ટ ઉમેદવાર તરીકે કદાચ ઈતિહાસ થશે…

 29. pranav says:

  ઍક સુધરાવાદિ વિચાર ચ્હે. આપના સમજે હવે જુનિ માન્યતાઓ માથિ બહાર આવિ ને બૌદ્ધિક રિતે વિચાર્વુ જોઇયે. આને એ દિશા મ તમારો આ પ્રયાસ બહુ આવકારિય ચ્હે. આવુ સરસ લખતા રહો હમેશા.

 30. shridevi says:

  ખુબ્જ સરસ

 31. Maitri says:

  aek ghani j sundar ne alag varta chhe… ne hu haji ghani nani chhu samaj ne badhu samjvama… atyar sudhi vanchti aayi hati k striao ne haq male ne badhu… kadach aek granthi mara pan bandhai gayi hati… ghana samay thi aek jan jode hu zagdti hati… pan aaje aa varta thi aehsas thayo k hu khoti chhu…. mari vicharsarani khoti chhe… aaje ghanu j dukh thay chhe me jene dukhi karyo tena mate ne mara mate mane aek ghinna aave chhe…
  Ek vat chhe chhokrao potani bhavna dekhadta nathi ne ame chhokriao tene nishthur ne nirdayi kahi daiae chhie te khotu chhe….

  Kharekhar khub j sundar varta chhe… tamaro aabhar aavi sachhai no aehsas karva badal…
  Jay shree krishna…

 32. dilip says:

  nice story.pan shikka ni be baju hoi chhe ane aa story ma ae baju batavi che je bhagyej pade chhe.

 33. Ranjitsinh L Rathod says:

  સરસ

 34. upendra jani says:

  Very Good effort, but I find that this story can go long way in form of Novel.Please keep it up.

 35. shalin says:

  Moxesh, a sensible and touching story, with spirit.

 36. chintan vyas says:

  GOOD ONE – – – A VERY GOOD STORY SIR,

  Human beings hardly ever learn from the experience of others. They learn; when they do, which isn’t often, on their own, the hard way.

  The best thing we can do for ourselves and the people in our lives is to love them unconditionally, forgive them without reservation and to accept them exactly as they are.

  The great and glorious masterpiece of man is to know how to live to purpose.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.