માનવીય સંબંધોની દુનિયા – તન્વી બુચ

[નવોદિત લેખિકા તન્વીબેનની કૃતિ ‘વિચારજગતમાં વિચરણ’ આપણે થોડા સમય અગાઉ માણી હતી. આજે તેમની કલમે માણીએ બે સામાજિક નિબંધો. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે તન્વીબેનનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tanvi123485@yahoo.com અથવા આ નંબર પર +91 9924022929 સંપર્ક કરી શકો છો.]

[1] માણસ ક્યાં બદલાયો છે ?

કુદરતનું કોઈ પણ સર્જન બદલાયું છે ખરું ? સૂર્ય અને ચંદ્ર તેનાં સમયે ઊગે છે. ફૂલોનો રંગ પણ એનો એ જ છે. વૃક્ષો અને વાદળો પણ હજુ એવાં જ છે. તો પછી માણસ કેવી રીતે બદલાઈ શકે ? હા, સમય જરૂર બદલાયો છે. આથી માણસની રહેણીકરણી બદલાઈ ગઈ છે. માધ્યમ બદલાયું છે. સંવેદનાઓને વાચા આપવા માટેનાં સાધનો બદલાયાં છે. બાહ્ય પરિબળો બદલાયાં છે. સદીઓ ભલે ફરી જાય. પરંતુ વ્યક્તિનું હૃદય તો તેનું તે જ છે. માનવીની બુદ્ધિમતાનું પ્રમાણ વધ્યું છે, ટેકનોલોજીનો વિકાસ થયો છે; પરંતુ તેથી કરીને માણસની સંવેદનશીલતા અને આધ્યાત્મિકતામાં એટલો કંઈ બદલાવ આવ્યો નથી.

પહેલાં માણસ ભગવાનનાં મંદિરે જઈને દર્શન કરતો, પરંતુ આજે કાર્યની વ્યસ્તતાને કારણે મોટાં શહેરોમાં ઈન્ટરનેટ પર દર્શન કરીને ધન્યતા અનુભવે છે. પોતાને જેમાં શ્રદ્ધા હોય તે દેવ કે દેવીની આરતી સાંભળીને શાંતિ પ્રાપ્ત કરે છે. ભક્તિનું સ્વરૂપ બદલાયું છે. એ જ રીતે અગાઉ લોકો પોસ્ટકાર્ડ દ્વારા એકમેકના સંપર્કમાં રહેતા, આજે એ સ્થાન ઈ-મેઈલે લીધું છે. વ્યક્તિ ક્યારેક મોબાઈલ પર મેસેજ મોકલીને પોતાની લાગણીઓને વાચા આપે છે. તો વળી ક્યાંક પરદેશમાં વસતા સંતાનો સાથે સંપર્કમાં રહેવા માટે માતા-પિતા વેબ-કેમેરાનો ઉપયોગ કરી લે છે. પૃથ્વીનાં સીમાડાં ભલે દૂર રહ્યાં પરંતુ લોકો એ મળવાનાં કિનારા તો શોધી જ લીધાં છે.

બળદગાડીનું સ્થાન સાયકલ, સાયકલનું સ્થાન સ્કૂટર અને સ્કૂટરનું સ્થાન મોટરકારે લીધું છે. સવારી ફરી ગઈ છે પરંતુ એનાં પર સવાર કરનાર આજે પણ એ જ છે; રસ્તો પણ એ જ છે. કદાચ રસ્તો બદલાય તો પણ મંઝીલ તો એક જ છે. માધ્યમ બદલાય છે, અભિવ્યક્તિ અને સંવેદના તો એની એ જ છે. થોડાં વર્ષો અગાઉ ઓટલાપ્રથા હતી. ઓટલાપ્રથા એટલે મનને હળવું કરવાનો સમય. લોકો મંદીરના ઓટલે કે ઘરના ઓટલે બેસીને સુખ-દુ:ખની વાતો કરી લેતાં. હવે એ રીત ઓછી થતી જાય છે અને એનું સ્થાન ઈન્ટરનેટ ચેટિંગે લઈ લીધું છે. ચેટિંગ પર લોકો એકમેક સાથે, અરે ! ક્યારેક તો વળી સાવ અજાણ્યા સાથે પણ ગપસપ કરી લે છે. કારણ કે મૂળમાં માણસને માણસની જરૂર છે. એકવીસમી સદીની આડપેદાશ છે ડિપ્રેશન. માણસના મન પર બોજો વધી જાય ત્યારે તે એનો શિકાર બને છે. ડિપ્રેશનનાં દર્દીઓને કાઉન્સેલિંગની સલાહ અપાય છે. કાઉન્સેલિંગ પણ આમ તો વાતચીતનું જ એક આધુનિક સ્વરૂપ છે ને ? છેવટે ખિસ્સુ હળવું કરીને પણ માણસે પોતાના મનને તો હળવું કરવું જ પડે છે. સમય પ્રમાણે વ્યક્તિએ પોતાની જરૂરિયાત સંતોષી લીધી છે, એક નહીં તો કોઈ બીજી રીતે.

બાળકો અને મોટેરાંઓને મેળામાં જવું ગમે છે. મેળા ભલે ઓછાં થયાં, પરંતુ આજકાલ બારેમાસ ચાલતાં ડિઝનીલેન્ડ કે ફનવર્લ્ડ મેળાની ગરજ સારે છે અને લોકો તેમાં ભરપૂર આનંદ મેળવે છે. કઠપૂતળીનો ખેલ જોનારા બાળકો હવે ‘કાર્ટુન નેટવર્ક’ જુએ છે. પંચતંત્રની બાળવાર્તાઓ વાંચનારને હવે ‘હેરીપોટર’નું ઘેલું લાગ્યું છે. માટીનાં કે પ્લાસ્ટીકના રમકડાંની બદલે હવે ધાતુનાં, ચાવીવાળાં, સેલવાળાં ચાઈનીઝ બનાવટના રમકડાંનું ચલણ વધ્યું છે. વસ્તુઓ બદલાયા કરે છે પરંતુ માનવીની અંતરંગ વૃત્તિ હજી તે જ છે. તેમાં કોઈ બદલાવ લાવવો શક્ય નથી કારણ કે માનવી આખરે પ્રકૃતિનું સંતાન છે.

ટેકનોલોજીએ જીવનનો રંગ બદલ્યો છે. જીવનને નવા રંગો દીધાં છે. માણસ બદલાયો નથી પરંતુ હા, યાંત્રિકીકરણની આંધળી દોટને કારણે વ્યક્તિમાં જીવંતતાનું તત્વ ઓછું થયું છે. માણસ હવે પ્રત્યક્ષ હાથ નથી મિલાવી શકતો પરંતુ કી-બોર્ડ કે મોબાઈલ પર આંગળીના ટેરવે દુનિયાના બીજા છેડે વસતા મિત્રોને મળવાનો પ્રયાસ કરી લે છે. એટલે જ, માણસ નથી બદલાયો પરંતુ માણસ માણસથી ક્યાંક વિખૂટો પડી ગયો હોય એવું નથી લાગતું ?
.
[2] સાચાં સગપણ

આંસુઓના પડે પ્રતિબિંબ એવાં દર્પણ ક્યાં છે ?
કહ્યા વિના સઘળું સમજે, એવાં સગપણ ક્યાં છે ? (કુમુદ પટવા)

શું તમારા સંબંધોની વેલ સુકાઈ રહી છે ? તો હવે જરૂર છે તમારા સંબંધોના સમીકરણને બદલવાની. સંબંધોને રીચાર્જ કરવા માટે મનીપાવર કે કોઈપણ પ્રકારનો પાવર કામે લાગી શકે તેમ નથી. સંબંધો માત્ર લાગણીઓની ભીનાશથી જ રીચાર્જ થઈ શકે.

એક ઘરનાં દીવાનખંડમાં ઘણા બધાં કુટુંબીઓ બેઠાં છે. દરેક વ્યક્તિ વચ્ચે કોઈને કોઈ પ્રકારનો સંબંધ છે. એક વ્યક્તિના મામા, કાકા, ફઈ, ફૂઆ, મા-બાપ બધાંજ સ્વજનો બેઠાં છે. સ્વજન એટલે પોતાનાં કહી શકાય તેવાં. તેમ છતાં આવાં સ્વજનોના ટોળામાં પણ એક વ્યક્તિ કોરી આંખો સાથે પોતાની એકલતા લઈને બેઠો છે. કારણ કે, આ સંબંધોમાં ક્યાંય જીવ નથી, પોતે મુસીબતમાં હોવા છતાં કોઈએ એક વખત પણ તેને કહ્યું નથી કે અમે તારી સાથે છીએ; તારો પડછાયો બનીને ઊભા છીએ. અંધારામાં જો સાદ પાડે તો પણ અમે હાજર છીએ.

માણસને કેવા સંબંધોની જરૂર છે ? આ પ્રકારના – એક વિદ્યાર્થી ધોરણ બારની પરીક્ષામાં નાપાસ થાય છે. અને ઘેર આવીને પોતાનાં માતા-પિતાને વાત કરે છે. ત્યારે જો મા-બાપ થોડી ક્ષણો માટે પણ કહી દે કે, ‘દીકરા, અમારે આવાં માર્કશીટનાં કાગળની જરૂર નથી. તું તો સલામત છો ને ? તારાંથી વિશેષ અમારે કંઈ જોઈતું નથી. હવે ફરી વખત વધારે મહેનત કરજે.’ બસ, આટલાં જ સંવાદોથી મા-બાપ પૂરાં આયખા માટે દીકરાની લાગણીઓને જીતી લે છે. પરંતુ થાય છે ઊલટું. દીકરો નાપાસ થાય એટલે માતા-પિતા મોટું ભાષણ વરસાવી નાખતાં હોય છે. આમ કરવાથી સંતાનોને મા-બાપનાં સ્વાર્થનો અંદાજ આવી જતો હોય છે કે વડીલોને પોતાની નહીં પણ એક સારાં માર્ક્સ લઈ આવે તેવાં મશીનની અને એક કમાઉ દીકરાની જરૂર છે. આવો માણસ જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ તેને લાગવા માંડે છે કે આ દુનિયામાં નર્યો સ્વાર્થ જ છે. ધીમે-ધીમે તે ટોળામાં પણ એકલતા અનુભવે છે. હકીકતમાં માણસને મિત્રોના ટોળાઓની નહીં, પરંતુ એક એવાં સાચા મિત્રની જરૂર છે કે જેણે, તેને તેનાં ગુણદોષ સાથે સ્વીકાર્યો હોય અને મુસીબતમાં તેની પડખે ઊભો રહી શકે.

કોઈપણ વ્યક્તિ આત્મહત્યા શા માટે કરે છે ? શું તેની પાસે રૂપિયા નથી ? શું કોઈ વસ્તુ નથી ? શું તેને કોઈ મુશ્કેલી છે ? આ બધાં કારણો તો પછીનાં છે. મૂળ કારણ તો તેની પાસે પોતાની કહી શકાય તેવી કોઈ વ્યક્તિ નથી. જો આવું કોઈ હોત તો તો પછી ઉપરનાં બધા જ કારણો સાથે વ્યક્તિ લડી શકે છે. જો આત્મહત્યા કરવા જનારને કોઈ અમસ્તુ પણ કહી દે કે, ‘દોસ્ત ! હું હંમેશાં તારી સાથે છું.’ તો કદાચ તેનું આખું માનસ પરિવર્તન થઈ જાય. તેને જીવન જીવવાનું બળ મળી જાય છે.

શબ્દોમાં ઘણી જ તાકાત છે. શબ્દોથી માણસ કોઈપણને જીતી શકે છે. પરંતુ મોટે ભાગે આપણે સંબંધોમાં પ્રતિભાવો આપવાનું શીખ્યા જ નથી. આજકાલ લોકો ભૌતિક વસ્તુથી લદાયેલા છે અને આમ જોઈએ તો, એક મકાનમાં રહેતા હોય છે, છતાં ખાલી ખોખાની જેમ ફરતા હોય છે. ઘર તો એને કહી શકાય કે, જ્યાં સંબંધો જીવંત હોય. બાકી તો માત્ર મકાન જ કહેવાય છે. સંબંધોને જીવંત રાખવા માટે વસ્તુપૂજા નહીં પણ વ્યક્તિપૂજા એટલે કે વ્યક્તિને સન્માનિત કરવાની જરૂર છે. કારણ કે વ્યક્તિ હશે તો જ વસ્તુનું મહત્વ છે. કોઈને બે સારા વાક્યો કહેવાથી કે ‘હું છું ને’ આટલું કહેવાથી આપણું કંઈપણ જવાનું નથી, પણ એટલું જરૂર છે કે સામે વાળી વ્યક્તિને જીવન જીવવાનો ટેકો અવશ્ય મળી જશે. માટે જ, જો તમે ખરેખર કોઈના સાચા સાથી બની રહેવા માંગતા હો અને તેને તમારી જરૂર હોય તો તેને કહી દો કે, તમે તેની સાથે જ છો.

રમેશ પારેખ સરસ કહે છે :

‘પોતાની કડકડતી એકલતા લઈને,
સૌ બેઠાં છે, ટોળાંને તાપણે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આગળ ઉપર જોયું જશે – સંજુ વાળા
દેવુ….દીકરા, મમ્મી બોલાવે – મીનાક્ષી દીક્ષિત Next »   

41 પ્રતિભાવો : માનવીય સંબંધોની દુનિયા – તન્વી બુચ

 1. nayan panchal says:

  બંને લેખો સરસ.

  તન્વીબેનનો આભાર.

  નયન

  “..ક્યારેક તો વળી સાવ અજાણ્યા સાથે પણ ગપસપ કરી લે છે. કારણ કે મૂળમાં માણસને માણસની જરૂર છે.”

  “હકીકતમાં માણસને મિત્રોના ટોળાઓની નહીં, પરંતુ એક એવાં સાચા મિત્રની જરૂર છે કે જેણે, તેને તેનાં ગુણદોષ સાથે સ્વીકાર્યો હોય અને મુસીબતમાં તેની પડખે ઊભો રહી શકે.”

 2. keyur says:

  both articles are very inspirable

  this is fact that through internet we can share our feelings with some specific media becasue of shortage of time

  have a nice day keep it up

  keyur

 3. નિર્લેપ ભટ્ટ - દોહા says:

  સરસ વિચારો, સરસ રીતે વ્યક્ત થયા છે….

 4. Raju says:

  Both essays are nice

  It’s my pleasure I want to again read on relation based topic

  thoughts are realy penetrating

  Raju

 5. Kirat says:

  Both articles are nice to read

  kirat

 6. મજાની વાતો …

 7. piyush says:

  Oh!!!!!!!!!!!!!! really strong thoughts about human nature

  piyush bhalodiya

 8. Sarika Patel says:

  very interesting and inspirable to new generation.

  thank you tanviben

 9. Dharmraj says:

  Very nice !!!!!!
  Good evening I realy get new vision by reading again your articles about human nature
  your ideas are very deep

  Dharmaraj

 10. Tejash says:

  Very strnong thoughts and it is fact that

  ” WORDS ARE REALLY WEAPONS ”

  TEJASH SHANGHVI

 11. Ashish Dave says:

  Sometimes change is needed for survival as well…

  Very dynamic

  Ashish Dave
  Sunnyvale, California

 12. mayuri says:

  સમય બદલાયો છે પણ લાગણિ ને પ્યાર નિ અભીયક્ત કરવા નિ રિત બદલાઈ ,લેખ ગણો સરસ

 13. Narendra says:

  well dynemic and provoking thoughts

  keep it up

  Narendra

 14. Abhishek says:

  both essays are really good……..

  Abhishek

 15. Falgun Desai says:

  Very impressive article.

 16. uma says:

  aabhar tanviben sundar vicharo.lekh vanchi ne vicharva ni ek navi drashtee malee….
  Uma
  Doha

 17. Raj says:

  Precise and Impressive thoughts about human nature
  both articles I like………….

  Raj
  Shingapur

 18. Piyush says:

  Hello, comparison between traditional culture and recent life style is really
  appreciable

  very strong ideas regarding life style

  Regards
  Piyush Bhalodiya

 19. anu says:

  Tanviben, vah shu vicharo chhe ! kharekhar manas na man ne samaje te to sacho manav . sundar vichar

 20. pragnaju says:

  દાંતરડા જેવો પ્રશ્ન-‘માણસ માણસથી ક્યાંક વિખૂટો પડી ગયો હોય એવું નથી લાગતું ?’
  અને
  ‘તમે તેની સાથે જ છો.’
  કેવી સરસ વાત
  અભિનંદન

 21. kirit says:

  Yes!!!!!!!!! It is fact that a person can not change but behaviour only change with respect to time

  Congrates!!!!!!!!!!!

  Kirit

 22. Kamaljitsinh says:

  Dynemic and strong thoughts about human nature

  keep it up Tanviben

  K B Sodha

 23. HETAL says:

  Nice articles I like second one

  First article is complex to understand but really touchable and fact

  Hetal

 24. SAMIR says:

  Dynemic thoughts
  First article is really fact

  Samir

 25. Mahesh Patel says:

  Tanviben your both articles are point out
  much more solution about day to day problems

  Thanks

  Mahesh Patel

 26. Pankita says:

  Nice article 🙂

 27. jay says:

  I like both articles TanviBen

  Jay patel

 28. Mayursinh says:

  Person can not change oonly media change to express themsoves or to survive themselves

  have a good day

  MAYURSINH

 29. Tushar says:

  Next both articles are also better
  I read previous articles also
  Ramesh Parekh’s line are good
  Person can not change????????? really good theme

  Tushar

 30. Bhavesh says:

  Fantastic article “MANAS KYA BADLAYO CHHE”
  GOOD NOON

  BHAVESH

 31. shailesh says:

  really good,
  we must first try to spread our mothertonge to all.
  both articals are impressive.

  shailesh

 32. Rupal Chhaya says:

  Thought Provoking! People have not changed, relationships, equations and times have change……emotions are and will remain the same. Good. Keep writing!

 33. ANIL CHHAYA says:

  બ હે ન્,
  સા રા વિ ચાર્ર આપ્યા
  માનાશ નથિ બદલાયો સજોગો બદલાયા જેનો સ્વિકાર કરિ સન્તિ અનુભવે તો જગત સન્ત થા
  let us hopefor better

 34. Manish Kanani says:

  I like to read this article about human relation great article

  Manish Kanani

 35. Mahendra says:

  Hello Tanviben I read all four articles

  enjoyed lot

  Mhendra

 36. Haresh says:

  ‘પોતાની કડકડતી એકલતા લઈને,
  સૌ બેઠાં છે, ટોળાંને તાપણે.’

  Haresh

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.