પરમ સમીપે – કુન્દનિકા કાપડીઆ

paramsamipe

[સાહિત્યરસિક મિત્રોને આમ તો ‘પરમ સમીપે’ પુસ્તકનો પરિચય આપવાની જરૂર ન પડે. વિવિધ દેશોની અનેક પ્રકારની ભાષાઓ અને ત્યાં જન્મેલા મહાપુરુષોની 101 જેટલી સુંદર પ્રાર્થનાઓનું સંપાદન કરીને કુન્દનિકાબેને ગુજરાતી સાહિત્યને એક અમૂલ્ય પુસ્તકની ભેટ આપી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર +91 2632 267245 પર સંપર્ક કરી શકો છો. 15થીયે વધુ આવૃત્તિઓ ધરાવનાર આ પુસ્તક મેળવવા માટેની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]  

 

 

[1]

આ રહ્યું તારું પુણ્ય, આ રહ્યું તારું પાપ;

બન્ને લઈ લે અને મને કેવળ,

તારા તરફનો વિશુદ્ધ પ્રેમ આપ.

 

આ રહ્યું તારું જ્ઞાન, આ રહ્યું તારું અજ્ઞાન;

બન્ને લઈ લે અને મને કેવળ,

તારા તરફનો વિશુદ્ધ પ્રેમ આપ.

 

આ રહી તારી પવિત્રતા અને આ રહી તારી અપવિત્રતા,

બન્ને લઈ લે અને મને કેવળ,

તારા તરફનો વિશુદ્ધ પ્રેમ આપ.

 

આ રહ્યો તારો ધર્મ અને આ રહ્યો તારો અધર્મ;

બન્ને લઈ લે, મા !

અને મને કેવળ તારા તરફનો વિશુદ્ધ પ્રેમ આપ.

 

(રામકૃષ્ણ પરમહંસ)

 

[2]

હે નમ્રતાના સ્વામી,

હરિજનની રંક ઝૂંપડીના વાસી

ગંગા, બ્રહ્મપુત્ર અને જમુનાનાં જળથી સિંચિત

આ સુંદર ભૂમિમાં સર્વ સ્થળે તને શોધવામાં અમને મદદ કર.

 

અમને ગ્રહણશીલતા આપ, ખુલ્લું હૃદય આપ,

અમને તારી નમ્રતા આપ.

ભારતના લોકસમુદાય સાથે અમારી જાતને એકરૂપ કરવા માટે

શક્તિ અને તત્પરતા આપ.

 

હે ભગવાન,

માણસ પોતાને સંપૂર્ણપણે દીન અનુભવે

ત્યારે જ તું મદદ કરે છે.

 

અમને વરદાન આપ

કે સેવક અને મિત્ર તરીકે અમારે જે લોકોની

સેવા કરવાની છે, તેમનાથી ક્યારેય અમે અળગા

ન પડી જઈએ.

 

અમે મૂર્તિમંત આત્મસમર્પણ બનીએ

મૂર્તિમંત દિવ્યતા બનીએ

મૂર્તિમંત નમ્રતા બનીએ

જેથી આ દેશને વધુ સમજી શકીએ

અને વધુ ચાહી શકીએ.

 

(ગાંધીજી)

 

[3]

આ જીવનમાં આ વખતે જો તમને જોવા ન પામું,

હે પ્રભુ ! તો તમને હું પામ્યો નથી એ વાત હંમેશાં

મને યાદ રહો, એ હું કદી ભૂલી ન જાઉં, શયનમાં

સ્વપ્નમાં એની વેદના ખૂંચ્યા કરો.

 

આ સંસારના હાટે મારા જે દિવસો જાય,

ધનથી મારા બેઉ હાથ ભરાઈ જાય, ત્યારે

હું કશું જ પામ્યો નથી એ વાત મને હંમેશાં

યાદ રહો, હું કદી ભૂલી ન જાઉં, ઊંઘમાં

સ્વપ્નમાં એનું શલ્ય રહ્યા કરો.

 

આળસભાવે હું રસ્તાને કાંઠે બેસી પડું

જતન કરીને ધૂળમાં હું પથારી પાથરું

ત્યારે, આખોયે પથ હજી બાકી છે એ વાત મને

યાદ રહો, હું કદી ભૂલી ન જાઉં, ઊંઘમાં સ્વપ્નમાં

મને એનું શલ્ય વાગ્યા કરો.

 

હાસ્યની છોળો ઊડે, ઘરમાં બંસી વાગે, મહેનત

કરીને ઘર સજાવું, ત્યારે તને ઘરમાં લાવી શક્યો

નથી એ વાત મને હંમેશાં યાદ રહો, કદી ભૂલી ન જાઉં,

શયનમાં સ્વપ્નમાં એ વેદના કોર્યા કરો.

 

(રવીન્દ્રનાથ ટાગોર)

 

[4]

હે નાથ,

અમે દુનિયાના કીચડમાં ફસાયેલા છીએ, એમાંથી તમે જ

અમને બહાર કાઢી શકો તેમ છો. હે પ્રભુ, કૃપા કરો.

 

અમે દુનિયા ભણી કેટલું બધું તાકી રહેતાં હોઈએ છીએ !
આ તાકવાનું ક્યારે બંધ થશે ? ક્યારે અમે તમારા ભણી તાકતાં શીખીશું ?

 

અમે તમારા ભણી એક ડગલું ભરીશું, તો તમે દોડીને દસ

ડગલાં આગળ આવશો. કદાચ અમે આ નાનું ડગલું ભરતાં

પડી જઈએ,

એટલે તમે અમને તમારા ખોળામાં ઊંચકી લો, અને અમે

તમને વળગી પડીએ, એવું થાઓ.

 

અમે તમારા બની જઈશું અને તમે અમારા.

 

તમારી કૃપા હશે તો એક દિવસ અમે પણ તમારી તરફ આવીશું.

તમારી કૃપા અમારા પર સદૈવ છે, એમાં કોઈ સંદેહ નથી,

પણ અમને એનો અનુભવ નથી થતો. તમે જ અમારા

સાથી છો, સહાયક છો, એવું અમે જાણીએ,

 

એવી કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો.

 

(ગુરુદયાળ મલ્લિક)

 

[5]

પ્રભુ, તારી પાસે શું માગવું તેની મને ખબર નથી.

ઓ પિતા, તારા બાળકને જેની માગણી કરતાં આવડતું નથી.

તે વસ્તુ આપ.

 

તું મને વધસ્થંભે જડી દે

અથવા મને શાતા આપ –

બંનેમાંથી કાંઈ પણ માગવાની મારી તો હિંમત નથી.

 

હું તો મારી જાતને તારી સમક્ષ ખડી કરું છું.

 

મને પણ જેની ખબર નથી એ મારી જરૂરિયાત સામે જો,

અને તારી કોમળ કૃપા દ્વારા જે કરવાનું હોય તે કર.

 

મારા પર પ્રહાર કર કે મને ચંદનનો લેપ કર,

મને ભોંયભેગો કર કે અદ્ધર ઊંચકી લે,

તારા સર્વ ઉદ્દેશોને

જાણ્યા વગર હું વધાવી લઉં છું.

 

હું મૂક છું, મારી જાતને હોમી દેવા હું તત્પર છું,

હું મને તારે ચરણે સમર્પી દઉં છું,

તારી ઈચ્છા પૂર્ણ કરવા સિવાય મારી બીજી કશી ઈચ્છા ન હો.

 

મને પ્રાર્થના કરતાં શીખવ,

મારામાં રહી તું પ્રાર્થના કર.

 

(ફેનેલોન)

 

[6]

મેં ભગવાન પાસે શક્તિ માગી

કે હું સિદ્ધિ મેળવી શકું,

પણ મને નિર્બળ બનાવવામાં આવ્યો

જેથી હું આજ્ઞા પાળવાનું શીખી શકું.

 

મેં તંદુરસ્તી માગી

કે હું મોટાં કામ કરી શકું.

મને અપંગ અવસ્થા આપવામાં આવી

જેથી હું વધારે સારાં કામ કરી શકું.

 

મેં સમૃદ્ધિ માગી

કે હું સુખી થઈ શકું,

મને દરિદ્રતા આપવામાં આવી

જેથી હું સમજુ બની શકું.

 

મેં સત્તા માગી

કે લોકો મારી પ્રશંસા કરે,

પણ મને નિર્બળતા આપવામાં આવી

જેથી હું ભગવાનની જરૂર અનુભવી શકું.

 

મેં વસ્તુઓ માગી

કે હું જીવનને માણી શકું,

પણ મને જીવન આપવામાં આવ્યું

કે હું બધી વસ્તુઓ માણી શકું.

 

મેં માગ્યું હતું એ કશું જ મને ન મળ્યું,

પણ મેં જેની આશા રાખી હતી તે મને મળ્યું

મારી પ્રાર્થનાઓનો મને પ્રત્યુત્તર મળ્યો.

 

(અજ્ઞાત સૈનિક)

 

 

[7]

રોજેરોજ હું પ્રાર્થના કરું છું –

હે ભગવાન,

જે કામ કરવાની મારી ઈચ્છા ન હોય, તે કામ

કરવા માટે મને ફરી શક્તિ આપો.

 

‘શા માટે ?’ – એમ પૂછ્યા વિના આજ્ઞાધીનપણે નમવાની,

સત્યને ચાહવા ને સ્વીકારવાની

અને જૂઠાણાને ધુત્કારી કાઢવાની

આ ટાઢીહિમ દુનિયા સામે

        આંખમાં આંખ માંડીને જોવાની

સ્પર્ધામાં જેઓ મારાથી આગળ નીકળી જાય

        તેમને માટે આનંદ મનાવવાની

મારો બોજો આનંદથી, ભય વિના ઉપાડવાની

અને જેમને મારી મદદની જરૂર હોય

તેમના ભણી હાથ લંબાવવાની,

હું શું છું – તેનું માપ

હું શું આપું છું તેના પરથી કાઢવાની

        મને શક્તિ આપો, ભગવાન !

        જેથી હું સાચી રીતે જીવી શકું.

 

(અજ્ઞાત)

 

[કુલ પાન : 160. કિંમત રૂ. 90. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 202, પેલીકન હાઉસ, નટરાજ ટોકીઝ સામે, આશ્રમ રોડ. અમદાવાદ-380 009. ફોન : +91 79 26589671 , +91 79 26583787. ઈ-મેઈલ : info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દેવુ….દીકરા, મમ્મી બોલાવે – મીનાક્ષી દીક્ષિત
પસંદગી – છગનલાલ પરમાર Next »   

21 પ્રતિભાવો : પરમ સમીપે – કુન્દનિકા કાપડીઆ

 1. nayan panchal says:

  આ પુસ્તક તો ઘરે ઘરે હોવુ જોઈએ.

  મૃગેશભાઈનો ખૂબ આભાર, આ બધી પ્રાર્થનાઓ અમારા સુધી પહોંચાડવા બદલ.

  નયન

 2. Niraj says:

  અતિસુંદર…

 3. નિર્લેપ ભટ્ટ says:

  આ પુસ્તક તો ઘરે ઘરે હોવુ જોઈએ.

  – 100% agree.

 4. સુરેશ જાની says:

  કુન્દનિકાબેનની જીવનઝાંખી વાંચો –
  http://sureshbjani.wordpress.com/2006/11/14/kundanika_kapadia/

 5. ભાવના શુક્લ says:

  સદાયનુ મહામુલુ!!!!

 6. નવભારતની વેબસાઈટમા આ પુસ્તક સર્ચમાં દેખાતુ નથી.

  જુઓ આ બીજી લીંક
  http://www.mydreambook.in/bookDetail.php?id=402

 7. Rekha Sindhal says:

  આ બધી પાર્થનાઓ સાથે મારા પણાનો ભાવ બંધાઈ ગયો છે. આથી અહીં વાંચી ખુબ આનંદ થયો. મારી પાસે આ પુસ્તકની બે કોપી છે. કોઈ વાંચવા લઈ જાય તો મારી પાસે એક રહે તે માટે બે રાખી છે. મને સૌથી ગમતી આ પંક્તિઓ ‘પરમ સમીપે’ માંથી
  “મારું સઘળું છે – માની જીવનને સ્વીકારીશ :
  મારું કાંઇ જ નથી – માની મૃત્યુ માટે તૈયાર રહીશ.”
  કુન્દનિકા બહેનને મળવાની વર્ષોથી ઈચ્છા છે,સંજોગ નથી. એમના લખાણોથી મને ઘણી પ્રેરણા મળતી રહી છે.
  મૃગેશભાઈ, એમના ફોન નંબર માટે આભાર! અને અહીં એમની રચનાઓ મૂકવા માટે પણ આભાર! જાણે કોઈ અતિપરીચિત ઓચિંતુ મળે એવી ખુશી થઈ.

 8. Himsuta says:

  કુન્દનિકાબહેન નુ ગુજરાતી વિશ્વ અને સહ્રદયિ માનવ જાત ને અમુલુ નજરાણu એટલે પરમ સમિપે…………….

 9. Ashish Dave says:

  Beautiful prayers. Need to buy the book at the next opportunity.

  My school teacher used to say that God does not ask for you ability or your inability. He asks only your availability.

  Ashish Dave
  Sunnyvale, California

 10. ખુબ સુન્દર પ્રાથના રોજ વાચવા જેવિ સુધાકર હાથિ

 11. અતુલ જાની (આગંતુક) says:

  સુંદર પ્રાર્થનાઓનો સંગ્રહ.

  એક વધુ પ્રાર્થના મને પણ કરવાની ઇચ્છા થાય છે.

  હે પ્રભુ મને પ્રાર્થના કરતા શિખવ કે જેથી મારી અહંતા ઓગળી શકે
  મારી અલ્પ બુદ્ધિ તારો પાર કદીએ પામી શકે તેમ નથી
  પરંતુ હે ઈશ્વર મને એવો બુદ્ધિ યોગ આપ કે હું તારી મહત્તા સમજી શકું.
  હે પ્રભુ મને પ્રાર્થના કરતા શિખવ.

  કુંદનિકા બહેનને ધન્યવાદ.

 12. Rashmin Adhvaryu says:

  Dear Mrugeshbhai,

  Thank you very much for posting “Param Samipe” on your website. Last week when i was communicating with you on the phone for this only and i am very much glad that you have posted on your site for many people like me

  Thank you very much

  Kind Regards

  Rashmin Adhvaryu
  Sydney

 13. anu says:

  bahu shresth prathana no sangrah chhe. sache j vanchi ne aankh ma ti aansu tapkya. sacha dil thi aa prathana kariye to prabhu chhokkas aapni sathe j rahe.
  anu,canada

 14. pragnaju says:

  સર્વાંગ સુંદર કાવ્યો
  પ્રસંગે વહેંચવા જેવુ પુસ્તક

 15. parikhupendra says:

  this is really very wonderful book . i had already purchased this book long back . i am regularly very fonmd of reading her such articles whenever i am getting chance . hearty congratulations for so many aditions . upendra.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.