વૃદ્ધ માતાપિતા અને તમે – અનુ. મૃદુલા એમ. દેસાઈ

[સૌજન્ય : ‘રીડર્સ ડાઈજેસ્ટ’ની ‘ચેક યોર રિલેશનશિલ ઈ.કયુ’ પુસ્તિકા. ‘અખંડ આનંદ’ માંથી સાભાર.]

માબાપ અને યુવાવયનાં સંતાનો વચ્ચેના સંબંધો હંમેશાં સરળતાભર્યા નથી હોતા અને સંતાનો જ્યારે પુખ્ત અને મોટા બને તેમ જ માબાપ જ્યારે વૃદ્ધ બને ત્યારે તો આ સંબંધો વધુ મુશ્કેલ બની જાય છે. આ કસોટી તમે તમારા વૃદ્ધ માબાપ સાથે કેટલી સાલસ રીતે વર્તો છો તેનું મૂલ્યાંકન કરવામાં તમને મદદરૂપ બનશે.

[1] તમારાં માતાપિતા બીજા શહેરમાં રહે છે. તમે એક વ્યસ્ત, વ્યાવસાયિક વ્યક્તિ છો પરંતુ તમે નક્કી કર્યું છે કે અઠવાડિયામાં એક વાર તમે તેમને ફોન કરશો, પત્ર લખશો કે ઈ-મેઈલ કરશો. શું આમ તમે કરો છો ?
(અ) ઘણી વાર (બ) પ્રસંગોપાત્ત (ક) ભાગ્યે જ.

[2] તમને એમ લાગે છે કે તમારાં માતાપિતા તમારી જિંદગીમાં વધારે પડતી દખલ કરે છે ?
(અ) ઘણી વાર (બ) પ્રસંગોપાત્ત (ક) ભાગ્યે જ.

[3] તમારો પુત્ર તમે મંજૂરી આપી હોય તેના કરતાં વધારે ચોકલેટ ખાવા દેવાનું તેના દાદીમાને કહે છે ત્યારે તમે….
(અ) કંઈ નહીં કરો (બ) તમારા પુત્રને ઠપકો આપી ફરી તેમ ન કરવા કહેશો. (ક) આ અંગે તમે તમારી માતા સાથે શાંતિથી પણ દઢતાથી ખુલ્લા દિલે ચર્ચા કરી તેમનો સહકાર માગશો.

[4] તમારા માતાપિતા તેઓનો મોટા ભાગનો સમય પોતાની સાથે જ વિતાવે છે. તમને લાગે છે કે તેઓએ પોતાના મિત્રો સાથે, નાના નાના મેળાવડાઓ/સંમેલનો યોજી વધારે સામાજિક થવું જોઈએ.
(અ) સંમત (બ) અસંમત (ક) તટસ્થ.

[5] તમારા પિતાએ તાજેતરમાં જ એક નિકટનો મિત્ર ગુમાવ્યો છે અને તેઓ વ્યાકુળ અને હતાશ છે. ત્યારે તમે….
(અ) એમને થયેલ દુ:ખ અંગે ખુલ્લા દિલે વાત કરવા પ્રોત્સાહિત કરશો. (બ) આટલા દુ:ખી થવાનું બંધ કરવા કહેશો. (ક) કંઈ જ નહીં કરો.

[6] તમારા ઘરમાં તમે નવા ફેરફાર કરાવવા માગો છો અને તે માટે શું કરવું જોઈએ તે અંગે ચર્ચા કરવા તમે આર્કિટેકને બોલાવ્યા છે ત્યારે…
(અ) તમે તમારા માતાપિતાને આ વાતચીતમાં ભાગ લેવા બોલાવશો અને સૂચન કરવા કહેશો. (બ) તમે એવું ધારો છો કે આ બાબતે તેઓએ ચિંતા કરવી જોઈએ નહીં. (ક) તમે એમ કહેશો કે તેઓએ જ્યાં રહેવાનું છે તેટલા પૂરતાં જ સૂચનો તેઓએ કરવાનાં છે.

[7] તમારાં માતાપિતા તમારા માટે જીવનસાથીની શોધમાં છે. તમારો જીવનસાથી તમે પોતે જ પસંદ કરવા ઈચ્છો છો તેથી તમે…
(અ) તમારાં માતાપિતાને આ બાબતે દખલ ન કરવા કહેશો. (બ) તમારાં માતાપિતાને આ બાબતે આગળ વધવા કહેશો કારણ કે તેઓ આ બાબત સારી રીતે જાણે છે. (ક) તમે કહેશો કે તમારો જીવનસાથી તમે પોતે જ પસંદ કરવા ઈચ્છો છો તેમ છતાં તેઓની સલાહને તમે લક્ષમાં લેશો.

[8] તમારાં માતાપિતા તેઓની યુવાવસ્થાની વાતો વારંવાર કરે ત્યારે આ વાતો પહેલાં પણ તમે સાંભળી છે એવું જણાવા દીધા વગર તેમની વાતો આદરપૂર્વક સાંભળશો.
(અ) મોટે ભાગે (બ) ક્યારેય નહીં. (ક) ક્યારેક.

[9] તમારી માતાના મૃત્યુ પછી તમારા પિતા સતત માંદા રહે છે પરંતુ તમે તમારા કામમાં અતિ વ્યસ્ત હોઈને તેઓની સાથે સમય ગાળવાનું તમારા માટે મુશ્કેલ છે.
(અ) સંમત (બ) અસંમત (ક) તટસ્થ.

[10] તમે જ્યારથી માતા/પિતા બન્યાં ત્યારથી તમે તમારાં માતાપિતાની વધુ કદર કરો છો.
(અ) સંમત (બ) અસંમત (ક) તટસ્થ.

[11] તમે તમારા બીજા કુટુંબીજનો સાથે કેરમ, પત્તાં કે બીજી કોઈ ઘરમાં રમાતી રમત રમતા હો ત્યારે તમારાં માતાપિતાને રમવા બોલાવો છો.
(અ) ઘણી વાર (બ) ભાગ્યેજ (ક) કોઈક વાર.

[12] તમે નક્કી કરો છો કે તમારી માતાને આનંદ આવતો હોય તેવાં કાર્યો કરવામાં તમે તમારી માતા સાથે સમય વિતાવશો.
(અ) ઘણી વાર (બ) ભાગ્યે જ (ક) કોઈક વાર.

[13] વૃદ્ધાવસ્થામાં નિર્બળ બનેલી તમારી માતા, પોતે આશ્રિત બની ગઈ છે એ પરિસ્થિતિ વિષે રંજ કરે અને તમે જ્યારે મદદ કરવા જાવ ત્યારે વડચકું ભરી લે છે ત્યારે તમે….
(અ) સામું વડચકું ભરશો. (બ) તમારા મોટાભાઈને મધ્યસ્થી કરવા કહેશો. (ક) તેની ઉદ્દંડ ટીકાઓને તમે તમારા મન ઉપર લેશો નહીં.

[14] તમારા માતાપિતા તમારાં બાળકોનું ધ્યાન રાખવા જેવી કેટલીક બાબતોમાં તમને મદદ કરી શકે તેમ છે પરંતુ આ પ્રમાણે કરવા તમે તેઓને નહીં સૂચવો. કારણ કે તમને એમ લાગે છે કે તમે એમના પર બોજો નાખો છો.
(અ) સંમત (બ) અસમંત (ક) તટસ્થ.

[15] હવે તમે પુખ્ત ઉંમરના થઈ ગયા છો, છતાં તમારા માતાપિતા આગ્રહ રાખે છે કે તમે કિશોરાવસ્થામાં હતાં ત્યારે તેઓએ ઘડેલા નિયમોને તમારે અનુસરવું. તમે….
(અ) તમારા માતાપિતાને સમજાવશો કે આ નિયમો તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં દખલરૂપ બને છે. (બ) તણાવ નિવારવા તમે નિયમો પાળશો. (ક) જે નિયમો તમને નહીં ગમે તેની તમે અવજ્ઞા કરશો.

[16] તમે તમારાં બાળકોને પોતાના દાદા-દાદીનાં નાનાં નાનાં કામો કરવા કહો છો જેથી તેઓ વચ્ચેનો સ્નેહ જળવાઈ રહે.
(અ) ઘણી વાર (બ) ભાગ્યે જ (ક) કોઈક વાર.

[17] તમે તમારાં માતાપિતાને કેટલું ચાહો છો તે કહી શકો તેવું તમે ઈચ્છો છો.
(અ) સંમત (બ) અસંમત (ક) તટસ્થ.

[18] ઘણા મહિનાઓ સુધી તમારા બિમાર પિતાની સારસંભાળ રાખ્યા પછી તમે થોડા દિવસોની રજા લેવા ઈચ્છો છો અને તમારા એક સંબંધીને થોડા દિવસો માટે તમારા પિતાની સંભાળ રાખવા માટે કહો છો. તમારા સંબંધી આ કાર્ય કરવા રાજી છે પરંતુ તમારા પિતા આ વિશે અસ્વસ્થ છે તો તમે શું કરશો ?
(અ) તમે રજાઓ લેવાનું મોકૂફ રાખશો. (બ) તમે તમારા પિતાને સમજાવશો કે તમે તેમની કાળજી રાખો જ છો પરંતુ તમે ખૂબ જ થાકી ગયા છો અને થોડા દિવસ રજાની તમને જરૂર છે. (ક) તમારા પિતાને અવગણીને તમે જતા રહેશો.

[19] તમે તમારા તરુણવયના બળવાખોર પુત્ર અંગેની કઠોર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો ત્યારે તમે…
(અ) તરુણાવસ્થાના મનોવિજ્ઞાનને લગતું ‘સેલ્ફ હેલ્પ’ પુસ્તક વાંચશો. (બ) તમારા માતાપિતાની મદદ માંગશો. (ક) પુત્ર પર વધારે સખત નિયંત્રણો લાદશો.

[20] તમને એમ લાગે છે કે તમે તમારાથી બનતા ઉત્તમોત્તમ અને સખત પ્રયત્નો કરો છો છતાં પણ તમારાં માતાપિતા તમારો વાંક શોધતા હોય છે.
(અ) સંમત (બ) અસંમત (ક) કંઈ કહી શકાય નહીં.

[21] તમારાં માતાપિતા ટી.વી. પર કબજો જમાવીને બેસી જાય છે અને તમારાં પત્ની અને બાળકો આ કારણે વ્યગ્ર છે. તો તમે….
(અ) તમારાં માતાપિતાને સમજાવશો કે ટી.વીમાં બધાંની ભાગીદારી છે. (બ) તમારાં પત્ની/પતિ અને તમારાં માતાપિતાને પોતાની મેળે આ સમસ્યા ફોડી લેવા દેશો. (ક) દરેકને વ્યક્તિગત રીતે ટી.વી. જોવાનો સમય તમારી ઈચ્છા મુજબ તમે વહેંચી દેશો.

[22] તમારા બાળકે શાળામાં ત્રીજી ભાષા કઈ રાખવી તે અંગે તમારી અને તમારાં માતાપિતા વચ્ચે મતભેદ છે. તમે અંગ્રેજી પસંદ કરો છો જ્યારે તમારાં માતાપિતા તમારી માતૃભાષા પસંદ કરે છે ત્યારે….
(અ) તમારી પસંદગી ઉપર ભાર મૂકશો. (બ) તમારા બાળકને જાતે પસંદ કરવા કહેશો. (ક) તમારાં માતાપિતા ઉપર નિર્ણય છોડશો.

[23] તમારા શિશુવયના બાળકમાં તમારાં માતાપિતા કેટલાંક મૂલ્યો કેળવે છે તે તમને ગમતું નથી. તેથી તમે….
(અ) તમારા બાળકને દૈનિક સંભાળ કેન્દ્રમાં લઈ જશો. (બ) તમારા અને તમારાં માતાપિતાના જુદાં પડતાં મૂલ્યો અંગે ચર્ચા કરીને કોઈ સમાધાન પર આવશો. (ક) તમારાં માતાપિતાને તેમ ન કરવા કહેશો.

[24] તમે ખૂબ જ વ્યસ્ત રહો છો અને ઘણીયે વાર તમારાં બાળકો અને ઘરની જવાબદારીના કાર્યબોજમાંથી મુક્ત થવા ઈચ્છો છો. આવા સમયે તમારાં માતાપિતાનો તમને ઘણો સહિયારો મળી શકે.
(અ) સંમત (બ) અસંમત (ક) તટસ્થ.

પ્રાપ્તાંકનો કોઠો :
નીચે આપેલો કોઠો જુઓ. દરેક વાક્યમાં તમે પસંદ કરેલ ઉત્તરને કોઠામાં બતાવેલ પદ્ધતિ પ્રમાણે ગુણ આપો. તમને મળેલા તમામ ગુણોનો સરવાળો કરો.

chart

પ્રાપ્તાંકોનું અર્થઘટન :
[1] જો તમારા પ્રાપ્તાંકો 48 થી 72 વચ્ચે હોય તો : તમારાં વૃદ્ધ માતાપિતા અને તમારી વચ્ચે સારા સંબંધો છે અને તમે તમારી જરૂરિયાત અને તમારાં માતાપિતાની જરૂરિયાત વચ્ચે સમતુલા કેમ જાળવવી તે જાણો છો.

[2] જો તમારા પ્રાપ્તાંકો 24 થી 47 વચ્ચે હોય તો : તમારી અને તમારાં માતપિતાની વચ્ચેના સંબંધો ઠીક ઠીક છે પણ જેટલા યોગ્ય રીતે જળવાવા જોઈએ તેટલા પ્રમાણમાં જાળવી રાખવામાં તમે સફળ નીવડ્યા નથી. તમારે તમારાં માતાપિતા સાથે ખુલ્લા દિલે વાતચીત કરવાની જરૂર છે. આ બાબત તમારા સંબંધો વધારે સારી રીતે જાળવવામાં મદદરૂપ બનશે. તમારે તેમના પ્રત્યે વધારે ખુલ્લા બનવું જરૂરી છે, તેમ જ તેઓના દષ્ટિબિંદુ પ્રત્યે તમારે વધારે સંવેદનશીલ બનવું જરૂરી છે.

[3] જો તમારા પ્રાપ્તાંકો 0 થી 23 વચ્ચે હોય તો : તમારે તમારાં માતાપિતા સાથેના સંબંધો સુધારવા જરૂરી છે. ધારો કે, આ બાબતમાં મોટે ભાગે તમારા માતાપિતાનો જ દોષ હોય તોપણ, તમારે તેમની સાથે વધારે ધીરજ અને નિખાલસતા દાખવવા કટિબદ્ધ થવું જોઈએ.

કેટલાંક સૂચનો :
[1] તમારાં માતાપિતાના નિવૃત્તિ, માંદગી કે મૃત્યુ જેવા સંક્રાંતિકાળ દરમ્યાન તમે તેઓને સાથ આપો.

[2] તમે તમારાં માતાપિતાની સારસંભાળ રાખો છો છતાં પણ તેઓના પ્રેમની અને તેઓની સંમતિની તમારે જરૂર છે તેવું તેમને અવશ્ય પ્રતીત કરાવતા રહો.

[3] તમારે એ સમજવું રહ્યું કે તમે નાના હતા ત્યારે તમારાં માતાપિતાએ યથાશક્ય જે આપ્યું તેટલું હવે તે આપી શકે તેમ નથી. આપવાનો વારો હવે કેવળ તમારો છે.

[4] તમારી લાગણીઓને તમારાં માતાપિતા સાથે વહેંચતા રહો.

[5] તમારાં માતાપિતા તથા તેમની જરૂરિયાતોની બાબતમાં તમે પૂરી સમજ અને સંવેદનશીલતા દાખવતા રહો.

[6] તમારાં માતાપિતાએ તમારા માટે જે કાંઈ કર્યું છે તે પ્રત્યે તમારી કૃતજ્ઞતા (ઋણભાવ) બતાવતા રહો.

[7] તમારાં માતાપિતાની ક્ષતિઓને ક્ષમ્ય લેખો.

[8] તમારાં માતાપિતા જો તમારી સાથે રહેતા હોય તો દરરોજ તેઓની સાથે થોડો સમય વિતાવો.

[9] તમે તેમને અવશ્ય પ્રતીત કરાવતા રહો કે તેઓ તમારા માટે કંઈક વિશેષ અને અગત્યનાં છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પસંદગી – છગનલાલ પરમાર
બાબુભાઇએ પુસ્તક લખ્યું ! – નીલમ દોશી Next »   

11 પ્રતિભાવો : વૃદ્ધ માતાપિતા અને તમે – અનુ. મૃદુલા એમ. દેસાઈ

 1. nayan panchal says:

  સરસ અને ઉપયોગી પ્રશ્નોત્તરી. આનાથી માતાપિતા અને સંતાનો વચ્ચેનુ અંતર ઘટશે એવી આશા રાખુ છું.

  મૃદુલાબેનનો આભાર.

  નયન

 2. Ambaram K Sanghani says:

  મારા મતે, આવી પ્રશ્નોતરીઓથી કોઇના પ્રશ્નો ઉકેલાતા નથી. થોડો અહમ ઓછો થાય ખરો.
  કૂવામાં હોય તો હવાડામાં આવે એમ દિલમાં જેવી સંવેદનાઓ તેવું જીવન.

 3. ભાવના શુક્લ says:

  જીવનભર જેમણે આપ્યુ જ હોય તે શુ માગે આપણી પાસે… જેને દખલ ગણતા હોઇયે તે તેમના અનુભવનો નિચોડ હોઇ શકે. માત્ર સમજીએ… મા-બાપને જેટલુ આપી શકીએ તો પુરતો રિસ્પેક્ટ આપીએ… આપણા સંતાનો પાસેથી જ એ ખાસ સમજીએ. જો જનરેશન ગેપ નુ રુપાળુ નામ આપવુ હોય તો તેન માતા – પિતા, દાદા-દાદી બનીને પૌત્રો-પૌત્રીઓ સાથે કેટલુ સંતુલન જાળવી શકે છે તે જોઇએ અને સમજીએ. દાદા-દાદી અને પૌત્રો-પૌત્રીઓ વચ્ચે ક્યારેય જનરેશન ગેપ જોવા મળતો નથી અને હોય તો પણ તે એક બીજાને નડતરરુપ ક્યારેય નથી હોતો. માટે જેટલુ માતા-પીતાને તેમના માગ્યા વગર આપી શકાય તેમાજ સંસ્કારોની સમૃધ્ધી સમજવી.. બાકી બધુ જીવનભરનુ મેળવ્યુ વ્યર્થ ગણવુ. કોઠામાથી મા-બાપ માટેનો સમય અને આદર જોખી શકાતો નથી. સમજવા કે આંખ ખોલવા અને વિચાર દ્રષ્ટી કેળવવા માટે બરાબર છે.

 4. Dpak says:

  The containt is useful for both side. At least all have to read it & to review it.

 5. pragnaju says:

  ‘ચેક યોર રિલેશનશિલ ઈ.કયુ’
  આપણા મનની વાત
  કોણે લખી છે? તેમને અને મૃદુલાબેનને ધન્યવાદ

 6. Ranjitsinh Rathod says:

  આપણે આપના જ્ન્મદાતા ને કેટલુ માન, સન્માન અને પ્રેમ કરીએ છીએ તેનુ મૂલ્યાકન થાય …

  ખરેખર ખુબ જ ખુબ જ દુખ દાયક…

  કાશ એવુ ભિવશ્ય જોવા મડે કે – દરેક વ્યક્તી પોતાના મા-બાપ ને જેટલુ માન, સન્માન અને પ્રેમ આપવૂ જોઇએ તેનાથી એટ્લુ વધારે આપે કે .. કોઇ પણ જણ ના મ્ન મા આવા મૂલ્યાકન કે આવો બીજો કોઇપણ વીચાર જ ના આવે.

 7. અતુલ જાની (આગંતુક) says:

  એક જ પ્રશ્નના જુદા જુદા સમયે જુદા જુદા ઉત્તરો હોઈ શકે. પરિસ્થિતિ પ્રમાણે પ્રતિક્રિયા બદલાતી હોય છે. આ પ્રકારનું વિશ્લેષણ આપણું સ્વ-મુલ્યાંકન કરવામાં કાઈક અંશે ઉપયોગી થઈ શકે ખરુ. પણ આપણે તો જવાબ પણ જે કરતાં હોઈએ તે નહીં પણ જે કરવું જોઈએ તે પ્રમાણે આપતાં હોઈએ છીએ અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરીને સંતોષ મેળવીએ છીએ. વધારે આવશ્યક બાબત છે પ્રેમની અને આદરની. મા-બાપ પોતાનું કર્તવ્ય બજાવે અને સંતાનો પોતાનું કર્તવ્ય એટલું જ પુરતું નથી પણ સાથે સાથે પ્રેમ, આદર અને વાત્સલ્ય પણ એટલા જ અકબંધ રહેવા જોઈએ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.