બાબુભાઇએ પુસ્તક લખ્યું ! – નીલમ દોશી

[શ્રીમતી નીલમબેને ગુજરાતી ભાષાને વૈવિધ્યસભર સાહિત્ય પૂરું પાડ્યું છે. સુપ્રસિદ્ધ સામાયિકોમાં પ્રકાશિત થતાં તેમના બાળનાટકો, વાર્તાઓ, નવલિકાઓ તથા હાસ્યલેખોથી સૌ વાચકો પરિચિત છે. તાજેતરમાં પ્રકાશિત થયેલ તેમના પુસ્તક ‘દીકરી મારી દોસ્ત’નું વિમોચન આજે પૂ. મોરારિબાપુના હસ્તે મહુવા ખાતે યોજાનાર છે, જે માટે તેમને અનેક શુભકામનાઓ. પુસ્તકમાંની કેટલીક કૃતિઓ આપણે ટૂંક સમયમાં માણીશું પરંતુ આજે માણીએ તેમનો એક હાસ્યલેખ. રીડગુજરાતીને આ સુંદર હાસ્યલેખ મોકલવા બદલ શ્રીમતી નીલમબેન દોશીનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@yahoo.com સંપર્ક કરી શકો છો.]

બાબુભાઇ ખૂબ મહત્વાકાંક્ષી માણસ અને મહેનતુ પણ ભારે. પાછા નીકળ્યા નસીબના બળિયા ! પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેનો જયારે સંગમ થાય ત્યારે વિધાત્રી નવેસરથી લેખ લખવા આવી જ પહોંચે ને ? નવેસરથી લખાયેલ એ લેખમાં બાબુભાઇના ચરણમાં લક્ષ્મીનો ભંડાર ભર્યો હતો. આમ તો તેમના ચરણમાં અને મસ્તકમાં એવા બીજા ઘણાં ભંડાર ભર્યા હતાં, પણ તેની વાત વળી કયારેક કરીશું. આજે તો વાત કરવી છે ‘લેખક બાબુભાઇની’. બાબુભાઇના ‘એવોર્ડ વિનિંગ’ મહાન પુસ્તકની. તેમના અદ્દભૂત સર્જનમાંથી કોઇને પ્રેરણા મળી શકે તેવા ઉમદા હેતુથી હું આ લખવા પ્રેરાઇ છું. અત્યાર સુધી બાબુભાઇ પૈસા કમાવાની ધૂનમાં મશગૂલ હતા. તેથી આડીઅવળી બીજી કોઇ વાતો ન સૂઝે તે સ્વાભાવિક છે. વળી, માનવી પાસે પૈસા આવી જાય પછી બીજી ભૂખ જાગે કીર્તિની. કીર્તિ એટલે પ્રસિધ્ધિ. (કોઇ ‘કીર્તિ’ નામની છોકરી નહીં. સ્પષ્ટતા કરી લેવી સારી !) શ્રીમંત બનવાની બાબુભાઇની એક મહત્વાકાંક્ષા તો પૂરી થઇ પરંતુ માનવીની ઇચ્છાઓનો કયાં કદી અંત હોય છે ? ‘એક પછી બીજી ઇચ્છાઓ રોજ નવી અહીં ઠલવાય છે…..’ની જેમ. સમુદ્રમાં એક પછી એક મોજા જેમ ઉછળતાં રહે તેમ માનવમનમાં પણ એક પછી એક ઇચ્છારૂપી મોજાઓ સતત ઊછળતા જ રહે છે. કોઇ આરા કે ઓવારા વિના ચારે તરફ પરથારા કરતાં રહે છે અને એ ઇચ્છાઓ જ માનવીને દોડતો રાખે છે….જીવંત રાખે છે એની ના પાડી શકાય ખરી ?

તો આપણા બાબુભાઇ પણ આ સામાન્ય નિયમમાંથી કેમ બાકાત રહે ? માનવી પાસે પૈસા આવી જાય પછી પૈસા તેને બહુ કામના નથી લાગતા. પૈસા તો હાથનો મેલ છે એ વિશે હવે તે આરામથી ભાષણ આપી શકવાની ક્ષમતા મેળવી લે છે. બાબુભાઇને પણ થયું કે પૈસા તો ઠીક મારા ભાઇ, પરંતુ માનવીમાં સંસ્કારિતા આવવી જોઇએ. કદાચ આવે નહીં તો ચાલે પરંતુ દેખાવી તો જરૂર જોઇએ ! નાનપણમાં ગોખેલ એક સંસ્કૃત શ્લોક તેમની સ્મૃતિમાં ઝબકી ગયો : ‘साहित्य संगीत कला विहीन, साक्षात् पशु, पूच्छविश्नहीन’ એટલે કે સાહિત્ય કે સંગીત વિનાનો માનવી સાક્ષાત પશુ સમાન છે અને બાબુભાઇને પશુ થવું કેમેય ગમ્યું કે ફાવ્યું નહીં. તો હવે ?….. હવે તેમના ફળદ્રૂપ ભેજામાં તરત વિચાર આવ્યો. પુસ્તકો…..યસ, પુસ્તકો !! ઘરમાં સારા પુસ્તકોનો કબાટ ભર્યા હોય તો પહેલી દ્રષ્ટિએ જ ‘પ્રથમ દ્રષ્ટિના પ્રેમ’ની જેમ દરેકને ખ્યાલ આવી જાય કે આ કોઇ સંસ્કારી વ્યક્તિનું ઘર છે. શંકાને કોઇ સ્થાન જ નહીં ને ! પુસ્તકો ઘરમાં હોવા એ સંસ્કારિતાની પ્રથમ નિશાની છે. તો હવે ?….

હવે પ્રથમ પગલું ભરવું કયાં અઘરું હતું ? પુસ્તકો વસાવવા એટલું જ ને ? વાંચવા કે નહીં એ તો અલગ વાત છે. વાંચ્યા કે નહીં એની કોને ખબર પડવાની છે ? બસ, ફટાફટ પુસ્તકો ખરીદાઇ ગયા. એમાં બાળઉછેર કે પાકશાસ્ત્રથી માંડીને શ્રી ટાગોર, વિવેકાનંદ, ગાંધીજી અને રજનીશ સુદ્ધાં સરસ મજાના કબાટમાં શોભી ઉઠયા. ફેશન, ફિલ્મ, ફિલોસોફી કે રાજકારણ – કોઈ વિષય બાકાત ન રહ્યા. ઑફિસના માણસો એ જે જે પુસ્તકોના લિસ્ટ આપ્યા તે બધા જ પોતપોતાની જગ્યા શોધી શૉ-કેસમાં ગોઠવાઇને શોભી ઉઠયા. આમ, બાબુભાઇ પૂરેપૂરા સંસ્કારી બની ગયા !

હવે ? હવે સ્ટેપ નંબર બે….આટલું બધું અને આટલી બધી ભાષાઓના (અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બંગાળી, તામિલ) પુસ્તકો વાંચ્યા પછી કે વસાવ્યા પછી આગળ શું ? એમ કંઇ ખાલી વસાવવાથી બાબુભાઇ સંતોષ માનીને બેસી રહે નહીં હોં !! (વાંચવું કે વસાવવું – બંને એક જ ને ? શો ફરક પડે છે ? આમેય બાબુભાઇને ગુજરાતી સિવાય બીજી ભાષા ન જ આવડતી હોય એ તો સામાન્ય બુદ્ધિની જ વાત છે ને !) આગળ બીજા પગલાં તરીકે બાબુભાઇને થયું કે ખાલી વાંચવાથી કંઇ ન વળે. લોકોને ખબર કેમ પડે ? એ માટે તો લખવું જ રહ્યું. ‘લેખક’ બનીએ તો સમાજમાં કંઇક માન-સ્થાન મળે. (લેખકના માનપાન કેવા ને કેટલા હોય છે એ વિષે આપણે બાબુભાઇનો ભ્રમ શા માટે ભાંગવો ?) અને તેમને થયું કે લખવામાં વળી શું મોટી ધાડ મારી છે ? આટલા બધા પુસ્તકો કયારે કામ આવશે ? …..અને તરત દાન અને મહાપુણ્ય ! શુભ વિચારને અમલમાં મૂકતાં વાર કેટલી ? અહીં તો મનમાં વિચાર ઉગ્યો કે તુરંત જ એ આથમે તે પહેલાં જ કલમ ચાલુ. બાબુભાઇની કંઇ વાત થાય ? બાબુભાઇએ તો બધા પુસ્તકોમાંથી જે હાથ ચડયું એ થોડું થોડું લઇને ઢસડી માર્યું એક દળદાર પુસ્તક !! લખવામાં વળી કંજૂસાઇ કેવી ? वचनेशु किम दरिद्रताम ની માફક બાબુભાઇને થયું કે लेखनेशु किम दरिद्रताम् ? પૂરા પાંચસો પાનાનું ભવ્ય વાંચન (!) ધરાવતું પુસ્તક તૈયાર થઇ ગયું અને બાબુભાઈએ જીવનની પરમ કૃતાર્થતા અનુભવી. ધન્ય ધન્ય થઇ ગયા. ખુશખુશાલ થઇને હરખથી છલકતા હૈયે બાબુભાઇ પુસ્તક સામે જોઇ જોઇને ગાતા રહ્યા :
‘આજની ઘડી રળિયામણી રે, અમે પુસ્તક લખ્યાની વધામણી રે….’ બચીબહેનને ડર લાગ્યો કે આમ જ કયાંક…..

પરંતુ ફકત પુસ્તક લખવાથી શું વળે ? એ છપાવું પણ જોઇએને ? પરંતુ છપાવવું એ વળી કયાં મોટી વાત હતી ? પૈસા દેખી મુનિવર ચળે એ કંઇ અમસ્તુ થોડું કોઇએ કહ્યું હશે ? તો પ્રકાશક વળી કઇ વાડીનો મૂળો ? શેઠ બાબુભાઇને કોણ ના પાડે ? શા માટે ના પાડે ? પરંતુ બાબુભાઇને થયું કે ઉતાવળે આંબા ન પાકે. એમ તો બાબુભાઇ વિચાર્યા સિવાય કંઇ ન કરે. તેમને થયું એમ તરત ન છપાવાય. દરેક મહાન લેખક કેટલા વરસોની મહેનત બાદ સુધારીને, વારંવાર મઠારીને પછી જ પુસ્તક બહાર પાડે છે. (આ બાબુભાઇએ આવું કયાંક ભૂલથી વાંચી લીધું હતું.) તેથી તેમને થયું કે મારાથી ભલે ગમે તેટલી ઝડપે મહાન કૃતિ સર્જાઇ ગઇ હોય, પણ એમ ઉતાવળ ન કરાય. પહેલાં તેને બરાબર ‘મેચ્યોર’ થવા દેવી જોઇએ. તો બાબુભાઇ એ તો પુસ્તક લખીને તેને ‘મેચ્યોર’ થવા માટે, પરિપકવ કરવા માટે તાળા-ચાવીમાં, મોટા કબાટમાં રાખી દીધું. જો કે તેમનો જીવ થોડો અધૂરિયો ખરો. બહુ ધીરજ રહે નહીં. થોડા દિવસો માંડ માંડ કાઢયા. દહીં મેળવવા મૂક્યું હોય એમ રોજ કબાટ ખોલીને જોઇ લે ! પાંચ-સાત દિવસ તો કાઢયા, પણ પછી થયું કે આ ફાસ્ટ જમાનામાં એક પુસ્તકને પરિપકવ થતાં આટલો બધો સમય થોડો લાગે ? તેથી પોતાનું પુસ્તક હવે છપાવવાને લાયક થઇ ગયું છે એમ જાતે જ સ્વીકારી લઇ (દલા તરવાડીએ બધાને સારી સગવડ કરી આપી છે ને !) તેમણે હોંશે હોંશે પુસ્તક પ્રકાશકને આપ્યું. પુસ્તક વાંચી પ્રકાશક બેભાન થઇ ઢળી પડવાની તૈયારીમાં જ હતા. પણ ત્યાં બાબુભાઇની પૈસાની મસમોટી કોથળીની મધમીઠી સુવાસથી તેઓ બેહોશ થવાને બદલે જાતે જ પુસ્તક છાપવા બેસી ગયા !

પુસ્તક છપાઈને આવ્યું એટલે બાબુભાઇ તો છુટે હાથે, પરમ ઉદારતાથી, પોતાના પુસ્તકની લહાણી કરવા માંડી. એટલે એ અદ્દભૂત પુસ્તકની એક મહિનામાં જ બીજી આવૃતિ છાપવી પડી ! બધા પસ્તીવાળા સુધ્ધાં પાસે આ પુસ્તકની એક-એક નકલ પહોંચી ગઇ અને સીંગ-દાળિયાના પડીકામાંથી પણ દરેકને બાબુભાઇની પ્રતિભાનો લાભ મળવા લાગ્યો. કોઇ સગા-સ્નેહીઓ તેમને ઘેર આવતાં પણ ગભરાતા હતાં. વળી ક્યાંક પુસ્તકની એકાદ નકલ લઇ જવી પડશે ને ખોટા વખાણ કરી કરીને થાકી જવાશે ! જોકે કોઇ ન જાય એથી કંઇ ફરક નહોતો પડવાનો એ અલગ વાત હતી. કેમકે બાબુભાઇને પોતાને ઘેર આવતાં તો રોકી શકાય નહીં. અને હવે આગળ ?

બાબુભાઇને થયું કે આટલા ઓછા સમયમાં જે પુસ્તકની બીજી આવૃતિ છાપવી પડે તેને એકાદ એવોર્ડ ન મળે એ કેમ ચાલે ? આવું મહાન પુસ્તક એકાદ ઇનામમાંથીયે જાય ? તો હવે બાબુભાઇ એવોર્ડની વ્યવસ્થામાં પડયા. બહુ તપાસ કર્યા બાદ તેમને જાણ થઇ કે એવોર્ડ કયાંય વેચાતો મળશે નહીં પણ બાબુભાઇને એથી બહુ ફરક કયાં પડવાનો હતો ? તેમના ફળદ્રૂપ ભેજામાં મૌલિક આઇડીયાઓની કયાં કમી હતી ? તેમને તરત સ્ફૂર્યું કે આડીઅવળી મહેનત કરવાને બદલે પોતે જ એકાદ એવોર્ડની વ્યવસ્થા કરી નાખવી સારી. (બીજા બધાને તો એવોર્ડ માટે કેટકેટલી વ્યવસ્થાઓ કરવી પડે છે એ તો એવોર્ડ મેળાવનારાઓ જાણે છે જ. બાંધી મુઠી લાખની.) આપણે એવી કોઇ માથાકૂટ જ નહીં. ‘અપના હાથ જગન્નાથ’. કોઇને કહેવા કરતાં, એવી લાચારી કરતાં, પોતાનું કામ જાતે કરી લેવું સારું. બાબુભાઇમાં ખુદનો ભરોસો એટલો બધો કે તેમને ખુદાના ભરોસાની જરૂર જ ન પડે ને ? ‘એકલો જાને રે….’ આપણે તો ખાલી વાંચેલ કે સાંભળેલ, બાબુભાઇ તો બધી વાતનો અમલ કરવાવાળા. ફટાફટ તેમણે ‘બાબુભાઇ સુવર્ણચંદ્રક ટ્રસ્ટ’ની સ્થાપના કરી નાખી. જેના અન્વયે દર વરસે એક શ્રેષ્ઠ પુસ્તકને આ એવોર્ડ એનાયત કરવામાં આવવાનો હતો. શ્રેષ્ઠ પુસ્તકના નિર્ણય માટે એક કમિટિની પણ વિધિવત રચના કરવામાં આવી. બાબુભાઇનું કામ બધું પરફેકટ હોં ! ગમે તેમ ચલાવી ન જ લેવાય ને ? આ કમિટીમાં બાબુભાઇ, તેમનાં ધર્મપત્ની બચીબહેન (તેમને ગુજરાતી પણ વાંચતા બરાબર નહોતું આવડતું એ અલગ વાત છે.) અને બાબુભાઇની ઓફિસનો મેનેજર – એમ ત્રણ જણા નિર્ણાયકો હતાં. ઘણાં બધા પુસ્તકોની આકરી સમીક્ષા કર્યા બાદ કમિટિએ સર્વાનુમતે જાહેર કર્યું કે એકમાત્ર બાબુભાઇ જ આ ઇનામને પાત્ર ઠરે છે. આ જાહેરાતને બાબુભાઇએ પરમ વિનમ્રતાથી સ્વીકારી લીધી. હવે આ માટે તો બાબુભાઇનું સન્માન થવું જ જોઇએ ને ? તેમની ઓફિસનો આખો સ્ટાફ આ મહોત્સવની તૈયારીમાં લાગી ગયો.

બાબુભાઇને શાલ ઓઢાડીને સન્માન કરવાનું હતું તેથી સૌ પ્રથમ શાલની પસંદગી ચાલી. કાશ્મીરી વણાટની મુલાયમ, રેશમી શાલ આવી ગઇ અને બાબુભાઇએ ખભે નાખીને જોઇ પણ લીધી કે પોતાને કેવી શોભે છે !
અને દબદબાભર્યા સમારંભમાં જયારે એ શાલ બાબુભાઇને ઓઢાડવામાં આવી ત્યારે ખબર નહીં કેમ પણ જેટલી થવી જોઇએ તેટલી પ્રસન્નતાનો અનુભવ તેમને થયો નહીં. છતાં બાબુભાઇ તો મનના મોટા. શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ લઇ વિજયીમુદ્રા સાથે બાબુભાઇ ઘરે આવ્યા. હવે આગળ શું કરવુ જોઇએ ? – તેની વિચારણા તેમના મગજમાં ન ચાલે એવું તો બને જ નહીં ને ? તેમને થયું, દેશમાં તો ઠીક પણ વિદેશમાં કોઈ સાહિત્યસભાનું કે એવું કોઈ આમંત્રણ મળી જાય તો…! વાહ કયા કહેના !

અને પૈસો હોય તો શું નથી થઇ શકતું ? પછી બાબુભાઇ કેવી રીતે વિદેશમાં પહોંચ્યા અને ત્યાં શું શું કર્યું એ બધી વાતો અત્યારે કહેવાની ફુરસદ બાબુભાઇ પાસે નથી જ. કેમકે હમણાં તેઓ બીજા એક પ્રોજેકટમાં વ્યસ્ત છે. તેમણે સાંભળ્યુ છે કે સાહિત્યમાં ‘નોબેલ પ્રાઇઝ’ મળે છે. હવે એ ગુજરાતી પુસ્તકને મળી શકે કે કેમ ? અને એ માટે શું કરવું જોઇએ ? ક્યા ક્યા પગલા લેવા જોઇએ…. એના સંશોધનમાં બાબુભાઇ વ્યસ્ત છે. આપ કોઈ બાબુભાઇને જાણકારી આપવામાં મદદ કરી શકો તેમ છો ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વૃદ્ધ માતાપિતા અને તમે – અનુ. મૃદુલા એમ. દેસાઈ
સુખનું કિરણ – જીતેન્દ્ર જે. તન્ના Next »   

37 પ્રતિભાવો : બાબુભાઇએ પુસ્તક લખ્યું ! – નીલમ દોશી

 1. Viren Shah says:

  Had read good stories from Neelam Doshi previosuly.
  Dissapointed to read this story.

  Comedy stories also have some sense in the story so when you read them, you feel like real enjoyment. For example, a “Friends” show on CW33 or “Every body loves Raymond”. The events do make sense still it gives lots of fun.

  Now what happens in this story: If you have seen some Hindi comedy serials where the director feels the Laughing clips at every few minutes. The director enforces the audience to laugh or reminds that it is now time to laugh. That is exactly what has happened in this story where laughing at every few interval is reminded.

 2. nayan panchal says:

  હસાવવાનો સારો પ્રયાસ કર્યો છે, નીલમબેને. તમારા બીજા લેખોની રાહ જોઈશ.

  નયન

 3. Niraj says:

  મજા આવી…

 4. Sarika Patel says:

  Very nice story. You know when i was reading this story i was laughing
  lonley. Nilamben, i will be expect you the next part of this story, i believe
  that ,there is no end of this story because babubhai thoughts will never
  finish.

  Sarika Patel

 5. Bhavin Kotecha says:

  we will wait for better story

 6. નીરજ says:

  અગાઉ તેમનાં જ બ્લૉગ પર વાંચેલો લેખ ફરી માણ્યો.. મઝા આવી.. 🙂

 7. Ambaram K Sanghani says:

  નીલમબેન, તમારો આ હાસ્યલેખ વાંચીને અમુક વ્યક્તિઓ યાદ આવી ગઈ, જે બાબુભાઈનાં વ્યક્તિત્વને એકદમ મળતી આવે છે. ખૂબ જ સરસ લેખ. લખતા રહેશો; અમે વાંચતા રહીશુ.
  આભાર.

 8. Vishal Patel says:

  I personally thought it was pretty good article.

  “Everybody Loves Raymond” or “Friends” represent situational comedy while this was humourous. I bet you anyone who had played this in their mind would have enjoyed this story.

  Keep it up,

  Vishal

 9. ABC says:

  સરસ લેખ છે. નિલમબેનના બ્લોગની લિન્ક આપું છું. (એમના બ્લોગ પરની કોમેંટ પણ મસ્ત છે)

  http://paramujas.wordpress.com/?s=%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AC%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%87

  ABC

 10. Rekha Sindhal says:

  બાબુભાઈ તો સર્વવ્યાપી છે. એમને નોબેલ પ્રાઈઝ લેતાં કોઈ અટકાવી શકે તો તો પુસ્તકોની પસ્તી કરતાં જ ન અટકાવ્યા હોત ?

 11. નિરજ says:

  બિચારા વાચકો શું કરે? બીજુ કશું ના મળતુ હોય ત્યારે આને સારુ કહેવું જ રહ્યું….!!!!!!!!!!!!

  –Dissapointed to read this story.
  –we will wait for better story

 12. ભાવના શુક્લ says:

  સાહીત્ય ક્ષેત્રે ઘુસી ગયેલા અને “તુ મારો બરડો પંપાળ… હુ તારો” કહી બની બેઠેલા મહાન કવિઓ અને લેખકો (૪૯૯ કચરા કાવ્યો કે ૨૦-૨૫ પસ્તી પુસ્તકો લખ્યા બાદ હજુ પણ પોતાને ઉગતા કવિ કે લેખક ગણાવનારા દરેક) પર સરસ કટાક્ષ.
  નિલમબહેન મજા આવી વાચવાની…

 13. harin patel says:

  સરસ લેખ છે.

 14. papu says:

  Lage che ke Nilam Ben potez “Babu bhai” Che. Bhagvan Bachave ava Faltu Lekhko thi.

 15. nilamhdoshi says:

  વાચકોને વખાણવાનો કે ટીકા કરવાનો બંને હક્ક છે જ. અને દરેકની પસંદગી અલગ અલગ હોય તે સ્વાભાવિક છે. કોઇ પણ લેખકની દરેક વસ્તુ ન ગમે એવું પણ બની શકે.
  પરંતુ કોઇ એક વ્યક્તિને ન ગમ્યું તેથી બીજાએ પણ તેવું જ કહેવું એવું જરૂરી નથી હોતું. જેને ગમે તે પોતાનો સ્વતંત્ર અભિપ્રાય આપી શકે છે. દરેક પાસે પોતાનો જ અભિપ્રાય હોવો જોઇએ..કોઇથી દોરવાયેલો નહીં જ.

  બાકી આવા કોઇ પપુઓ ગમે તે લખે તેનાથી મને કોઇ ફરક પડતો નથી. હું બાબુભાઇ છું કે નહી તે મારે કોઇ બીજા પાસે પુરવાર કરવાની જરૂર નથી જ.
  આવા ફાલતુ લોકોને હુ જવાબ પણ આપતી નથી જ. પરંતુ રીડ ગુજરાતી જેવી પ્રતિષ્ઠિત સાઇટ ઉપર પોતાનું સાચું નામ લખવાની પણ જેનામાં હિમત નથી..એવા લોકોને જવાબ આપવાનો હોય જ નહીં.

  આભાર સૌનો…

 16. papu says:

  Kem tikka kari atle marcha lagya, 2~3 samiko ma bhool thi lekho chapy jay, atle pota ne sahitykar gnavi devani ajj kal fashion chali che. Am ek aur no umero shri ” nilam Doshi” no. Reader gujarti potanu star uttartu jay che. kai chpva na male atle game te lekh leva karta to ava lekh na chapi ni sahity ni vadhu seva thi sake che.

 17. જીતેન્દ્ર જે. તન્ના says:

  સરસ હાસ્ય લેખ.

 18. one reader says:

  લેખ કરતા ઝઘડા મા વધુ હસવુ આવ્યુ.

 19. pragnaju says:

  ફરી વાંચતા એટલો જ આનંદ થયો
  સંતને હાથે દીકરી મારી દોસ્ત’નું વિમોચન બદલ ધન્યવાદ

 20. manvantpatel says:

  કોકવાર સમય મળે તો….બાબુભાઇના વિદેશગમન
  વિશે છ્પાવી આનંદમાં ઉમેરો કરવા વિનંતી …….
  આ લેખ આનંદદાયક ને પ્રેરક લાગ્યો ! આભાર !
  પુસ્તક વાંચવા આતુર છું …દીકરી મારી દોસ્ત !

 21. DEVINA says:

  good article neelam ben ,keep it up.

 22. papu says:

  Mrugesh bahi ekdam dil par hath rakhi ne kehjo , koi ne khotu lage ke saru lage eno vichar karya vagar, ek JUDGE tarike ke shu aa varta book ma publish karva ne layak che?

  Mrugesh bhai aa jetla vkhan karti comment che ena Ip check karo ne emathi ketla same IP parthi che?

  ‘દીકરી મારી દોસ્ત’ nu publisher kon che tatha ketli copies bhar padi che ane shu price che eNilam ben janavsho to maherbani

  Nilamben kaya ane ketla ‘સુપ્રસિદ્ધ સામાયિકો’ tamara “બાળનાટકો ,વાર્તાઓ નવલિકાઓ, તથા હાસ્યલેખો” publish thya che e janavjo ne.

  tamri webs-te par j aa varta vachi tyare it feels different like Not too bad, May be on readgujarati width is small so formatting is changed.

  Anayways Best wishes for your New book.

 23. પપુ ભાઇ,
  મને એ ખ્યાલ ના આવ્યો કે રીડ ગુજરાતી પરના આટલા બધાં લેખોમાંથી નીલમબેનના ખાલી આ જ એક લેખ પર તમે શા માટે આટલો પ્રેમ વરસાવ્યો? જો તમને આ રજૂઆત ના ગમી હોય તો તમે પોતાનો પ્રતિભાવ સકારાત્મક રીતે મૂકી શકો પણ લેખકને જ ટાર્ગેટ બનાવાનું કોઇ કારણ?
  “મરચાં લાગ્યાં” જેવી અસભ્ય ભાષાનો ઉપયોગ કેટલો વ્યાજ્બી છે? વળી મૃગેશભાઇ શા માટે લોકોના આઇપી એડ્રેસ ચેક કરવા જાય? એમણે ગુજરાતી ભાષા માટે રીડ ગુજરાતી દ્વારા એક સારુ પ્લેટફોર્મ પૂરુ પાડ્યું છે હવે એને લોકો કઇ રીતે વાપરે છે એ લોકો પર નિર્ભર કરે છે. વળી રીડ ગુજરાતી પર માત્ર પ્રસિધ્ધ લેખકોના જ લેખ આપવા એ કોઇ વણલખ્યો નિયમ નથી. રીડ ગુજરાતી હંમેશા નવોદિતોને તેમની રચનાઓ પ્રકાશિત કરીને પ્રોત્સાહન આપે છે. માટે મૃગેશભાઇને કોના લેખો રજૂ કરવા કે નહીં આ વિશે સલાહો આપવાનું ટાળો.

  મારા મતે નીલમબેન એક ઉત્તમ લેખિકા છે. એમની રચનાઓ તેમના બ્લોગ (http://paramujas.wordpress.com) પર વાંચી શકાય છે.

  તમારા પોતામાં ગુજરાતી ભાષામાં કમેન્ટ લખવાની પણ આવડત નથી. વળી તમારી ભાષા પર પણ કોઇ સંયમ નથી. તમારા પોતાના કેટલા લેખો તમે લખ્યાં છે અને ક્યાં તે છપાયાં છે એ જણાવશો.

  જો તમને રીડ ગુજરાતીની ગુણવત્તા વિશે કોઇ શંકા હોય તો તમે એને વાંચવાનું માંડી વાળો અને જો રીડ ગુજરાતીના સ્તર વિશે ખરેખર ચિ
  તા થતી હોય તો પોતાની કોઇ ઉત્ત્કૃષ્ટ કૃતિ રીડ ગુજરાતીને મોકલી આપો જેથી બધાં એને માણી શકે.

  – કૃણાલ

 24. nilamhdoshi says:

  કુણાલભાઇ..આભાર…

 25. Dipesh says:

  Nilamben, really nice short story.

 26. Viren Shah says:

  Nilamben:

  See, point is that when ever a person creates something or does something, there shall be people favoring or going against. You tend to agree on this statement as I derived from your first comment.

  But your comment seems that you don’t like what Papu says. Even though you accept that there is no need to respond to such Papu sort of people, you still responded and your response does sound “Angry” as if you can not accept the bad feedback or probably the way a feedback is expressed. In the first response Papu has not put any thing bad that shall enable you to respond harshly as you have done.

  However why shall you be upset upon receipt of a feedback? You are in the field where you shall expect tons of varied responses. Then why to lose your temper. Doesn’t it show your immaturity as an author?

  You tend to become happy on positive responses and even pet on back to your people whom you think that they are favoring you like Krunal. However as a note, Krunal’s opinion is much balanced and not favoring anyone.

  It is disappointing that you have not reached to a level of maturity that an author or a writer shall have. Why you shall expect every thing “Shusthu Shusthu” as a response then?

 27. nilamhdoshi says:

  Lage che ke Nilam Ben potez “Babu bhai” Che. Bhagvan Bachave ava Faltu Lekhko thi.

  વિરેનભાઇ, કોઇ પપુભાઇએ લખેલ ઉપરની કોમેન્ટ મારા લેખ વિશે નહોતી. વાર્તા વિશે તો સૌ પ્રથમ આપે જ ટીકા કરેલી તે સામે મને કોઇ પ્રોબ્લેમ નહોતો.. ન જ હોય..વાચકોને કશું ન ગમે તો ટીકા કરવાનો પૂરો હ્કક છે. પરંતુ એ ટીકા વાર્તા કે લેખ વિશેની હોઇ શકે…

  જયારે અહીં તો પપુભાઇએ લેખક્ને સીધું બાબુભાઇ કહી દીધું…તમારી જેમ વાર્તાની ટીકા કરી હોત તો યોગ્ય લેખાય. આપણને કોઇ વાર્તા ન ગમે એ આપણી અંગત પસૅંદગી હોઇ શકે જેનો કોઇ વિરોધ ન હોય. પરંતુ કશું ન ગમે ત્યારે લેખકને ફાલતુ કહી દેવામાં કોઇ ઔચિત્ય ખરું ? ટીકા કરતી વખતે પણ વિવેક તો જળવાવો જ જોઇએ.

  આટલી સ્પષ્ટતા કરવી જરૂરી લાગી તેથી…
  અને હવે અહી પૂર્ણવિરામ.

 28. Ranjitsinh Rathod says:

  મજા આવી..

 29. chirag sharma says:

  jai shri krishna
  hi nilamben it’s very nice story.
  best of luck.
  with best wishes

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.