કૉલેજ કે કતલખાનાં ? – વેલજીભાઈ દેસાઈ

[‘ફૂલછાબ’ દૈનિક એપ્રિલ-2008માંથી સાભાર.]

જેમનો દીકરો ઉંમરલાયક થયો છે અને સગાઈ કરવી છે તેના માબાપ બહુ ચિંતામાં હોય છે. વહુ કેવી મળશે ? સંસ્કારી નહીં હોય તો ? કોઈ કુપાત્ર ઘરમાં આવી જશે તો ? ઘર સંભાળવાને બદલે બહાર રખડવામાં રસ હોય એવી આધુનિક જમાનાની છોકરી આવી જશે તો ? સુંદર રસોઈ કરીને બધાને જમાડે, સાસુ-સસરાને સાચવે, માન આપે એવી નહીં મળે તો ? નમ્ર, વિવેકી, સહનશીલ નહીં હોય તો ? કોઈ છોકરા સાથે લફરું હશે તો ? આવી ચિંતાઓ દીકરાના માબાપને સતાવે છે.

જેમની દીકરી ઉંમર લાયક થઈ છે અને સગાઈ કરવી છે તેના માબાપ પણ બહુ ચિંતામાં હોય છે. જમાઈ કેવો મળશે ? અસંસ્કારી અને દીકરીને હેરાન કરે એવો મળશે તો ? કમાઉ અને શક્તિશાળી નહીં હોય તો ? કમાણી કરવાને બદલે બાપની મિલ્કત પણ ખોઈ બેસે એવો મળશે તો ? વ્યસન, દારૂ, જુગાર જેવા કોઈ અવગુણ વળગેલા હશે તો ? રખડું અને ખોટી સોબત હશે તો ? કોઈ છોકરી સાથે લફરું હશે તો ? આવી ચિંતાઓ દીકરીના માબાપને થતી હોય છે.

આ બન્ને પ્રકારની ચિંતાઓનું મૂળ કારણ આજનું શિક્ષણ છે. વિમલા તાઈ કહે છે કે ‘આજની આપણી તમામ શિક્ષણ સંસ્થાઓ આપણી સંસ્કૃતિના કતલખાના છે.’ આ કતલખાનામાં દીકરા દીકરીઓ વરસો સુધી ભણે, તેમના સંસ્કારોની કતલ વરસો સુધી થયા કરે અને ઉંમરલાયક થાય ત્યાં સુધીમાં ઘણા બધા સંસ્કારોની કતલ થઈ ગઈ હોય છે. આર્ટસ, કૉમર્સ જેવી કૉલેજોમાં કોઈપણ ઉપયોગી ભણવાનું હોતું જ નથી. તેથી બે જવાબદારી, મોજ, મસ્તી, આળસ, ખોટા ખર્ચા, છોકરીઓને ફસાવવી, છોકરાઓ સાથે મોજ કરવી અને બાઈક પર ફરવું, મોબાઈલ પર ગપ્પાં મારવાં, સાથે રખડવું અને અંતે વ્યભિચાર, આવું બધું જ શીખે છે. ભારતીય સંસ્કારો અને સંસ્કૃતિની એસી તેસી.

જ્યાં સુધી ઘરના સંસ્કારો પ્રબળ હોય છે અને કૉલેજમાં જે દુર્ગુણો વિકસે છે તેની અસરમાં ઓછી આવે છે ત્યાં સુધી સંસ્કારી છોકરા છોકરીઓ મળી રહે છે. પરંતુ કૉલેજના વાતાવરણની અસર પ્રબળ થાય અને ઘરના સંસ્કારો નબળા પડે એ જ મિનિટે એ ઘરમાં પશ્ચિમી વિકૃતિઓ ઘૂસી જાય છે અને ભારતીય સંસ્કૃતિ એ ઘરમાં નાશ પામે છે. તો એટલું પાકું છે કે આજની કૉલેજમાંથી ભણીને નીકળતી યુવતીઓ કંઈ પણ સારું શીખીને આવતી નથી, પણ ન શીખવાનું ખોટું શીખીને આવવાનાં સંજોગો ભારોભાર છે. વળી રસોઈ, ઘરકામ પણ શીખતી નથી. તો આનો ઉકેલ એ જ છે કે આવી કૉલેજોમાં દીકરીઓને ન ભણાવવી. કૉલેજોમાં દીકરીઓને ભણાવવાને બદલે ઘરમાં તાલીમ આપવી. રસોઈ, ઘરસંભાળ વગેરે શીખવવું. ગાંધીજીએ કીધું છે કે રામાયણ, મહાભારત, ભાગવત અને ગીતાનો જે અભ્યાસ કરી લ્યે, તેણે પશ્ચિમના કોઈ પણ શાસ્ત્રો ભણવાની જરૂર નથી. તો દીકરીઓને રામાયણ, મહાભારત અને ગીતા વગેરે વંચાવવું. તેમાંથી જે પવિત્રતા અને હૃદયની શુદ્ધિ થાય છે તે જીવનમાં અતિ ઉપયોગી થઈ પડે છે. આ ગ્રંથોમાં ઉત્તમ જ્ઞાન પડેલું છે. એને આપણે સાવ ભૂલ્યા છીએ એ જ આપણી મુશ્કેલી છે. આવી રીતે ઘરે તૈયાર થયેલી દીકરીઓને ઉચ્ચ કુટુંબોમાં ઠેકાણા ચોક્કસ મળી જશે. જે દીકરી કૉલેજમાં ભણેલી જ નથી, પરંતુ ગીતાના શ્લોકો અને રામાયણની ચોપાઈઓ કંઠસ્થ કરીને ગાઈ બતાવે, સુંદર રસોઈ કરીને બધાને જમાડી શકે તેને કરોડપતિ કુટુંબોમાં તરત જ સ્થાન મળવું જોઈએ. કારણ કે સગાઈ કરતી વખતે દીકરાનાં માબાપને જે કાંઈ ચિંતાઓ સતાવે છે તે બધાનું અહીં સંપૂર્ણ સમાધાન મળી રહે છે. એટલે જેવી દીકરી કે વહુ તેઓ શોધે છે એવી જ મળી રહે.

કૉલેજમાં દીકરીઓને ના ભણાવવી એનો અર્થ એવો નથી કે તેમને જ્ઞાન ના આપવું. ઉલ્ટું તેમને વધારે સારું, જીવનમાં ઉપયોગી થાય એવું વિશિષ્ટ જ્ઞાન આપવું જોઈએ. આને માટે ગામેગામ અને શહેરોમાં ઠેકઠેકાણે સંસ્કૃતિ વિદ્યાપીઠો સ્થાપવી. સંસ્કૃતિ વિદ્યાપીઠો હોશિયાર ઘર ચલાવતી બહેનો જ ખાનગી ધોરણે પરંતુ સમાજસેવાની દષ્ટિથી ચલાવે અને તેમાં દીકરીઓને રામાયણ, મહાભારત, ગીતા, ભાગવત વગેરેનું ધાર્મિક જ્ઞાન આપવામાં આવે. રસોઈકળા અને ગૃહવ્યવસ્થાનું જ્ઞાન આપવામાં આવે. પ્રસૂતિવિજ્ઞાન અને બાળઉછેરનું જ્ઞાન અપાય. આયુર્વેદ અને આરોગ્ય જાળવણીનું જ્ઞાન અપાય. આવી એક સંસ્કૃતિ વિદ્યાપીઠમાં દસથી વધારે દીકરીઓ ના હોવી જોઈએ અને આ વિદ્યાપીઠ બપોર પછી બે થી ત્રણ કલાકથી વધારે ના ચાલવી જોઈએ. આ રીતે ભણનારી દીકરીઓને જરાપણ ભણવાનો બોજો ના લાગે. પરંતુ ભણવામાં રસ પડે, ભણાવનાર બહેનને પોતાનું ઘર ચલાવતા બપોર પછી જે બે થી ત્રણ કલાક સમય ફાળવી શકે તેનો ઉપયોગ કરી લ્યે અને તેને પણ બોજો ના લાગે. આ રીતે જે દીકરીઓ બારમા ધોરણ પછી ત્રણ વરસ સુધી સંસ્કૃતિ વિદ્યાપીઠમાં ભણે તે સુસંસ્કૃત આર્યનારી થશે. તે ઉત્તમ સંસ્કારો પામી હોવાથી જે ઘરમાં જશે તે આખા ઘરને સુખી કરશે અને ઘરને સ્વર્ગ બનાવી દેશે. આવી દીકરીઓ સાથે સગાઈ કરવા માટે પડાપડી થશે એમાં જરાય શંકા નથી. એટલે લાખોપતિ અને કરોડપતિ સુખી કુટુંબોમાં આવી દીકરીઓને ઠેકાણા મળી જશે અને તેની પાસે યુનિવર્સિટીની ડીગ્રી નથી એવો વસવસો કોઈને નહીં રહે.

સંસ્કૃતિ વિદ્યાપીઠો જુદા જુદા ઘરોમાં ચાલશે. એટલે તેને માટે ક્યાંય મકાનની જરૂર નહીં પડે. વળી સદ્ધર ઘરની સુસંસ્કૃત બહેનો જ તે ચલાવશે અને દેશસેવાની ભાવનાથી ચલાવશે તો કોઈપણ જાતની ફી વગર બીલકુલ મફત ચાલશે. એટલે સંસ્કૃતિ વિદ્યાપીઠો વગર પૈસે ચાલશે. તેમાં ભણનાર દીકરીઓ બપોર સુધી પોતાના ઘરે જ રહેશે અને પોતાની માતાને ઘરકામ, રસોઈ વગેરેમાં મદદરૂપ થશે. એટલે તેને ઘર ચલાવવાની તાલીમ તો પોતાના ઘરમાં જ મળશે. તેથી દીકરીઓ આળસુ નહીં થાય. આ રીતે કૉલેજના બધા દુષણોથી બચી જનાર, છતાં ગૃહવ્યવસ્થામાં હોશિયાર અને જીવન ઉપયોગી જ્ઞાનમાં નિપુણ દીકરીઓને યુનિવર્સિટીની ડીગ્રી ન હોવા છતાં ઉચ્ચ કુટુંબોમાં ઠેકાણા મળી જશે. એટલું જ નહીં ઉચ્ચ કુટુંબોને આવી દીકરી મળતી હશે ત્યાં સુધી કૉલેજોમાં ભણેલી દીકરીઓ નહીં લ્યે.

હવે વાત રહી ડીગ્રીની. દીકરીને કૉલેજમાં સાવ ના ભણાવી તો ડીગ્રી તો ન જ હોય. પણ છોકરી ગ્રેજ્યુએટ થયેલી હોવી જોઈએ એવી આજની માંગ છે. તે છોડવી જોઈએ. ઉલ્ટુ દીકરાના માબાપોએ એવી માગણી કરવી જોઈએ કે અમારે એવી કન્યા જોઈએ જે કૉલેજમાં ભણેલી ના હોય, પણ ઘરે જ સાહિત્ય-સંસ્કાર પામેલી હોય અને ઘરસંભાળવાની તાલીમ મેળવેલી હોય. જો દીકરાના માબાપ આવી માંગણી કરતા થઈ જાય તો સમાજમાં ચમત્કાર થઈ જાય. સૌ સમજે છે કે આજનું શિક્ષણ નુકશાન કરે છે. છતાં બજારમાં એની જ માંગ છે. માટે છોકરીઓને તેમાં ભણાવવી પડે છે. કૉલેજમાં ભણેલી દીકરી અમારે ના જોઈએ એવી માગણી દીકરાના માબાપ કરતાં થઈ જાય તો મહિલા કૉલેજના નામે ચાલતા સંસ્કૃતિના કતલખાના બંધ પડી જાય. જેમની આર્થિક સ્થિતિ સારી છે, જેમને વહુ પાસે નોકરી કરાવીને વધારાની આવકની જરૂર નથી એવા સદ્ધર કુટુંબોએ આવી શરૂઆત કરવી જોઈએ. જેઓ આમ કરશે તેના ઘરમાં સંસ્કારી છોકરી આવશે અને સુખી થશે. પરંતુ એનાથી વિશેષ ભારતીય સંસ્કૃતિને બચાવવાનું મોટું કામ થશે અને યુવાનીનો બગાડ અને સંસ્કૃતિની કતલ કરતી કૉલેજો બંધ થશે તો આપણો દેશ બચી જશે.

જેમ દીકરીઓને કૉલેજમાં ના ભણાવવી એ જ રીતે દીકરાઓને પણ આર્ટસ, કૉમર્સ જેવી કૉલેજમાં તો ના જ ભણાવાય. એને બદલે ત્રણ વરસ સુધી વેપાર ધંધાની પેઢીમાં, કારખાનામાં કે દુકાનોમાં કામ કરાવવું. આમ કરવાથી કૉલેજમાં જેટલું જાણવાનું મળે છે તેનાથી અનેકગણું ઉપયોગી જ્ઞાન યુવાનોને મળશે. કૉલેજમાં ભણીને તે સાવ બિનઉપયોગી કશા પણ વ્યવહારુ જ્ઞાન વિનાનો આવડત વગરનો થઈને નીકળે છે. તેની જગ્યાએ ત્રણ વરસ કોઈ કારખાનામાં કે વેપારી પેઢીમાં કામ કરશે તો જો તે બુદ્ધિશાળી હશે તો ધંધાનું ઘણું જ્ઞાન મેળવીને નીકળશે. કૉલેજનાં ખર્ચા બચશે. કોલેજના અપલક્ષ્ણોથી તે બચી જશે. કૉલેજમાં ભણીને બેકાર ગ્રેજ્યુએટ થાય અથવા નોકરી મેળવે તો જેટલું કમાય તેના કરતાં ત્રણ વરસના અનુભવે અવશ્ય વધુ કમાશે. જે ખરેખર બુદ્ધિશાળી અને મહેનતુ હશે એ વગર પૈસે વેપાર કરતા પણ શીખી જશે. પોતાના સ્વતંત્ર ધંધા સ્થાપતા શીખી જશે અને કૉલેજમાં ભણેલાને ક્યાંય હરાવી દેશે. જેમને પ્રામાણિક પણે જીવવું છે, પ્રામાણિક પણે કમાવું છે અને હરામનું જોઈતું નથી એને યુનિવર્સિટીની ડીગ્રીની ક્યાંય જરૂર પડતી નથી. તો શા માટે એમાં વરસો બગાડવા ?

જો આપણે ડીગ્રીના આંધળા મોહમાંથી છૂટીએ, તો ઘણા બધા દુ:ખોમાંથી બચી જઈએ. 100માંથી 90માણસોને પોતાની ડીગ્રી કાંઈ જ કામમાં આવતી નથી. સરકારી નોકરીમાં પણ જે ભણ્યા તે કાંઈ ખાસ કામમાં આવતું નથી. પરંતુ ડીગ્રીને સરકારે જરૂરી ગણી છે માટે સરકારી નોકરીની મધલાળથી લોકો ભણીને ડીગ્રી મેળવવા મથે છે. નોકરી તો થોડાકને જ મળે છે. બાકીનાને ડીગ્રી નકામી થઈ જાય છે. તો ભારતીય સંસ્કૃતિનો કચ્ચરઘાણ વાળતી કૉલેજોનો આપણે બહિષ્કાર કરવાનું જો નહીં શીખીએ તો આપણે દુ:ખી દુ:ખી થઈ જઈશું. ભારતનો ગરીબમાં ગરીબ મજૂર માણસ પણ પત્નીની વાતમાં અમેરિકાના પ્રમુખ કરતાં સુખી છે. આવી અમૂલ્ય સુખ આપનારી સંસ્કૃતિને જાળવી રાખવા માટે કૉલેજોનો બહિષ્કાર જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ રાજકોટ શહેરમાં બહેનો દ્વારા 20 જેટલી સંસ્કૃતિ વિદ્યાપીઠો સ્થાપવાની શરૂઆત થઈ ચૂકી છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ધડો – રાજુ પરીખ
બે વાર્તાઓ – લતા હિરાણી Next »   

69 પ્રતિભાવો : કૉલેજ કે કતલખાનાં ? – વેલજીભાઈ દેસાઈ

 1. nayan panchal says:

  સાહિત્યલેખ કે હાસ્યલેખ?

  કોઈ પણ જાતની કટ્ટરતા હંમેશા અવગણવા યોગ્ય છે. અહીં લેખકે આધુનિક્ શિક્ષણની માત્ર નબળી બાજૂ જ દર્શાવી છે. Every coin has two sides…

  છાપા, ટીવી, ફિલ્મો, internet, મિત્રો, સંબંધીઓ.. આ દરેકમાં કોઈક ગુણ અને અવગુણ છે, તમારે તેમાંથી શુ લેવુ એ તમારી પસંદગી છે.

  અને આપણા વેદો પણ કહે છે કે અમને દસે દિશાઓમાંથી જ્ઞાન પ્રાપ્ત થાઓ. સંસ્કૃતિ વિધાપીઠો આવકારવા લાયક પરંતુ કોલેજો બંધ કરીને માત્ર તેમા જ શિક્ષણ લેવાની વાત પચાવવી મુશ્કેલ છે. રામ અને કૃષ્ણની જેમ રાવણ અને કંસ પણ આપણી જ સંસ્કૃતિના ભાગ છે, તેઓ કંઈ કોલેજમા શિક્ષણ લેવા નહોતા ગયા.

  જેમની પાસે પોતાનો કોઈ વ્યવસાય નથી તેઓ શાળા-કોલેજના શિક્ષણ વગર કઈ રીતે સ્વનિર્ભર થઈ શકે?

  મારા કરતા વધુ અનુભવી અને સમજદાર વાચકોના મંતવ્યો જાણવા ઉત્સુક.

  નયન

  “વિમલા તાઈ કહે છે કે ‘આજની આપણી તમામ શિક્ષણ સંસ્થાઓ આપણી સંસ્કૃતિના કતલખાના છે.’”

  “જેમને પ્રામાણિક પણે જીવવું છે, પ્રામાણિક પણે કમાવું છે અને હરામનું જોઈતું નથી એને યુનિવર્સિટીની ડીગ્રીની ક્યાંય જરૂર પડતી નથી. ”

  “આવી રીતે ઘરે તૈયાર થયેલી દીકરીઓને ઉચ્ચ કુટુંબોમાં ઠેકાણા ચોક્કસ મળી જશે. જે દીકરી કૉલેજમાં ભણેલી જ નથી, પરંતુ ગીતાના શ્લોકો અને રામાયણની ચોપાઈઓ કંઠસ્થ કરીને ગાઈ બતાવે, સુંદર રસોઈ કરીને બધાને જમાડી શકે તેને કરોડપતિ કુટુંબોમાં તરત જ સ્થાન મળવું જોઈએ.”

  “આવી દીકરીઓ સાથે સગાઈ કરવા માટે પડાપડી થશે એમાં જરાય શંકા નથી. એટલે લાખોપતિ અને કરોડપતિ સુખી કુટુંબોમાં આવી દીકરીઓને ઠેકાણા મળી જશે અને તેની પાસે યુનિવર્સિટીની ડીગ્રી નથી એવો વસવસો કોઈને નહીં રહે.”

  “નોકરી તો થોડાકને જ મળે છે. બાકીનાને ડીગ્રી નકામી થઈ જાય છે. તો ભારતીય સંસ્કૃતિનો કચ્ચરઘાણ વાળતી કૉલેજોનો આપણે બહિષ્કાર કરવાનું જો નહીં શીખીએ તો આપણે દુ:ખી દુ:ખી થઈ જઈશું.”

  and the best one

  “ભારતનો ગરીબમાં ગરીબ મજૂર માણસ પણ પત્નીની વાતમાં અમેરિકાના પ્રમુખ કરતાં સુખી છે. “

 2. Niraj says:

  ૧૦૦% વિશ્વાસ સાથે આ લેખ માં સામાન્ય માણસ ને ઊંધા ધંધે ચઢાવવા ની વાત છે.
  વેલજીભાઈ તમે તો ભારે કરી…

 3. jignesh says:

  આજના જમાનામા ડીગ્રીની જરુર પડે જ છે. મારો પોતાનો અનુભવ કહુ તો એક જાણીતી કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે પ્રથમ ચરણ જ એ હતુ કે ગ્રેજ્યુએટની ફસ્ટક્લાસની ડીગ્રી જોઇએ. મારા એક મિત્રને ફક્ત અડધો ટકો ઓછો હતો છતાં તેને ઇન્ટરવ્યૂ પણ આપવા ન દેવાયો.

 4. અતુલ જાની (આગંતુક) says:

  * સુંદર રસોઈ કરીને બધાને જમાડે, સાસુ-સસરાને સાચવે, માન આપે એવી નહીં મળે તો ? નમ્ર, વિવેકી, સહનશીલ નહીં હોય તો ? કોઈ છોકરા સાથે લફરું હશે તો ? આવી ચિંતાઓ દીકરાના માબાપને સતાવે છે.

  મા-બાપની ચિંતા સાચી છે પરંતુ કોલેજમાં જવાથી સુંદર રસોઈ કરતા કોઈ ભુલી નથી જતુ, ઉલટાનું સુંદર રસોઈ કેમ કરવી તે હોમ-સાયન્સમાં ભણાવવામાં આવે છે. નમ્રતા, વિવેક અને સહનશીલતાને ગુમાવવાનું કોલેજમાં ભણાવવામાં આવતુ નથી. કોલેજમાં જે ઉંમરે વિદ્યાર્થિઓ પ્રવેશે છે તે ઉંમર ખુબ જ સંભાળવી પડે તેવી ઉંમર છે તેથી કોલેજ માં જાય કે ઘરે રહે પણ આ ઉંમરે દરેક વાલીએ બાળકોની વ્યવસ્થિત દેખરેખ રાખવી આવશ્યક છે.

  * આર્ટસ, કૉમર્સ જેવી કૉલેજોમાં કોઈપણ ઉપયોગી ભણવાનું હોતું જ નથી.

  બીલકુલ બે-જવાબદારીભર્યુ વિધાન. ઉપરોક્ત વિષયોમાં ઉપયોગી ભણતર હોય જ છે અને જે નિષ્ઠાપુર્વક ભણે છે તેને અને અન્યને પણ તે ભણતર ઉપયોગી થાય છે.

  * ગાંધીજીએ કીધું છે કે રામાયણ, મહાભારત, ભાગવત અને ગીતાનો જે અભ્યાસ કરી લ્યે, તેણે પશ્ચિમના કોઈ પણ શાસ્ત્રો ભણવાની જરૂર નથી. તો દીકરીઓને રામાયણ, મહાભારત અને ગીતા વગેરે વંચાવવું. તેમાંથી જે પવિત્રતા અને હૃદયની શુદ્ધિ થાય છે તે જીવનમાં અતિ ઉપયોગી થઈ પડે છે.

  વાત સાચી છે પરંતુ આ શિક્ષણ તો બાળકને બાળપણથી જ મળવું જોઈએ છેક કોલેજકાળમાં પહોંચે ત્યાં સુધી રાહ ન જોવાની હોય.

  જો કે એક વાત તો વીચારવાલાયક છે જ ને તે એ કે કોલેજના શિક્ષણના માળખામાં અને પધ્ધતિમાં રચનાત્મક ફેરફાર કરવાની આવશ્યકતા છે – કારણકે જીંદગીના જે મહામુલા વર્ષો તે ગ્રહી લે છે તેના બદલામાં તે શું ખરેખર પુરતા પ્રમાણમાં કેળવણી આપે છે? મારા મતે તો આજની કોલેજો અને અધ્યાપકો તે બાબતમાં ઘણાં જ ઉણા ઉતર્યા છે. અલબત્ત ખામી ને સુધારવી તેમાં જ શાણપણ છે નહી કે કોલેજના શિક્ષણને જ છોડી દેવું.

 5. Nimish says:

  Mrugeshbhai, for the first time, I believe you’ve put an article that should not have been put on the site.

 6. Pratik says:

  વેલજીભાઈની વાત સાથે કદાપિ સહમત થઈ શકાય એવુ નથી. કોલેજો આમે એવુ શિક્ષણ આપવા માટે છે કે જે તમને કમાણી કરવામાં અને સારી રીતે જીવન જીવવામાં ઉપયોગી થાય. કેળવણી આપવાની અને સાચુ – ખોટુ નક્કી કરવાની તાલીમ આપવાની જવાબદારી માતાપિતાની છે.

  વેલજીભાઈ કહે છે એવી બહેનો શું ઇજનેરી કે મેડીકલ સાયન્સ ભણાવી શકશે ?!!!

  આમ થશે તો કોઈ દીકરીઓ ડોક્ટર કે એન્જીનિયર થઈ જ નહીં શકે.

  મ્રુગેશભાઈ, પ્લીઝ, આવા હાસ્યાસ્પદ લેખો રીડગુજરાતી પર ન મૂકો.

  પ્રતીક.

 7. Ranjitsinh Rathod says:

  આજ ના આધુનીક જમાના મા જમાના સાથે ચાલવા માટે ઉચ્ચ શીક્ષણ ની જરુર પડે છે.

  અને કોઇપણ ઉચ્ચ શીક્ષણ મેડવવા માટે કોલેજ નો અભ્યાસ તો પ્રથમ પગથીયુ છે.

  હા,

  અતુલ ભાઇ સાથે સમત,

  * આર્ટસ, કૉમર્સ જેવી કૉલેજોમાં કોઈપણ ઉપયોગી ભણવાનું હોતું જ નથી.

  બીલકુલ બે-જવાબદારીભર્યુ વિધાન. ઉપરોક્ત વિષયોમાં ઉપયોગી ભણતર હોય જ છે અને જે નિષ્ઠાપુર્વક ભણે છે તેને અને અન્યને પણ તે ભણતર ઉપયોગી થાય છે.

  અને

  કોલેજના શિક્ષણના માળખામાં અને પધ્ધતિમાં રચનાત્મક ફેરફાર કરવાની આવશ્યકતા છે – કારણકે જીંદગીના જે મહામુલા વર્ષો તે ગ્રહી લે છે તેના બદલામાં તે શું ખરેખર પુરતા પ્રમાણમાં કેળવણી આપે છે? મારા મતે તો આજની કોલેજો અને અધ્યાપકો તે બાબતમાં ઘણાં જ ઉણા ઉતર્યા છે. અલબત્ત ખામી ને સુધારવી તેમાં જ શાણપણ છે નહી કે કોલેજના શિક્ષણને જ છોડી દેવું.

  મ્રુગેશભાઈ,

  કોઇક વાર આવા લેખો પણ રજુ કરવા જ જોઇએ,

  મારુ માનવ છે કે ઃ – એવુ જરુરી નથી કે દરેક વાચન આપણ ને ગમવુ જ જોઇએ – અને આ પ્રકાર ના લેખો અગે ના વાચકોના મંતવ્યો પર થી સમાજ કઇ દીશા મા વીચારી રહ્યુ તે પન જાન્વા મલે છે.

 8. bhavin says:

  without – B. SC / B.A. / B. Com any student will be able to learn doctores/ Professor, or commerce student. by only learning ramauyan, mahabhart and gita will it possible to do accounts, surgery or teaching ?

  for girls alos without going in collage for three years is it possible to them to walk with today’s world ? 100% disagree with authors think that it’s only enough.

  ya, accepted that we need to improv our teaching mehod, teachiing subject but ” improv – not remove ”

  my mom says ” આજ ના જમાના મા ભણ્વુ અનૅ ગણ્વુ બનૅ જરુરિ chhe ”

  waiting for other’s view

 9. Maulik Dave says:

  Good Joke ! Please avoid this kind of articles on readgujarati.com.
  This writer needs to live in the current scenerio not in past.
  Change is life. We must have to accept this. And find the new ways to adopt the good things in life. In today’s world knowledge is power, take the current scenerio that if girls are not educated with current trends, how can they explore the knowledge base of Gujarati sahitya on readgujarati.com

 10. without being hypocrite જો કોઇ વ્યક્તિ સાચે જ આજની કોમર્સ/આર્ટ્સ કોલેજ વિશે અભિપ્રાય આપે તો એ લેખકે અહીં જે પણ કહ્યું છે તેને મળતો જ આવવાનો … એમાં કોઇ બે મત નથી …

  અને ફક્ત શિક્ષણ સંસ્થાઓ જ શું … કોઇ પણ એના જેવી સંસ્થાઓમાં આજે બિનજરૂરી અને કુમળા માનસને ગેરમાર્ગે દોરે એવી ઘણી બધી શક્યતાઓએ પગપેસારો કર્યો જ છે … !!! અને એને જો નકારવામાં આવે તો એ નકરી hypocracy સિવાય બીજું કશું જ નહિ હોય …

  કશે વાંચવામાં આવ્યું હતું કે જેટલા પણ વિદેશી આક્રમણો થયા(મોગલો થી લઈને અંગ્રેજો સુધી) એ દરેકે આપણી પ્રાચીન શૈક્ષણિક પધ્ધતિનું નિકંદન કાઢીને … સમજી વિચારીને આપણી પેઢીઓના પાયાનું ઘડતર કરનાર મૂળભૂત સિસ્ટમનો જ નાશ કરી દીધો …

  અહીં વેલજીભાઈએ જે સૂચનો કર્યા છે .. એ કદાચ એ જ રીતનું – ઘણેખરે અંશે એના જેવું – વાતાવરણ અને માનસ સર્જી શકાય એ દિશામાં ધ્યાન દોરે છે …. અને એ વિચારોને practical નથી કે આજના જીવનમાં ઉપયોગી નથી એવું કહીને ધુત્કારી દેવામાં કોઇ જ સમજદારી નથી …

  પ્રશ્ન એ છે કે શું આપણે ફરીથી આપણી જૂની શિક્ષણ પધ્ધતિ ( જેની દક્ષતા વિદેશીઓએ પણ સ્વીકારી છે) તેને વેલજીભાઈએ દર્શાવેલા એ અથવા કોઇ પણ બીજા (જો કોઇને સૂઝતા હોય તો) ઉપાયો થી પુનઃસ્થાપિત કરી શકશું ????

  અને એના પહેલાં તો એ જરૂરી છે કે આપણે બધાએ જવાબદારી પૂર્વક એ સ્વીકારવું રહ્યું કે આજના સમયમાં આ દુષણોનો પગપેસારો છે અને તેનાથી આવનારી પેઢી ની માનસિકતાને અસર પહોંચી રહી છે … !!!

  વેલજીભાઈએ આજના સમયને અનુરૂપ અને પરીસ્થિતીની નબળાઈને ઉજાગર કરતી વાત કરી … ખુબ ખુબ અભિનંદન … અને મૃગેશભાઈને પણ શાબાશી કે એઓ આ રીતનો જાગૃત પ્રયત્ન કરી રહ્યા છે …

 11. Hardik says:

  ખરેખર આ લેખ વાંચીને પ્રથમ વખત એવું લાગ્યું કે રીડગુજરાતી પર ના વાંચવા જેવું કંઈક વંચાઈ ગયું છે.

  એકવીસમી સદીમાથી અઢારમી સદીમા જવા જેવી ને ગુજરાતને બિહાર બનાવવા જેવી વાત..

  Without being hypocrite none can digest this thing. To be practical, none would be able to earn bread and butter by learning Ramayana and Mahabharata. I don’t say it is not necessary but it’s not sufficient too. In fact I think the author of this article is the biggest hypocrite who tries to mislead the society by this kind of childish rubbish thinking.

  I advise the author and the people with this mentality to watch the movie “Swadesh” once and I am sure if you are sensitive enough and not *hypocrite* you will turn back with changed attitude and mentality and look down at this article. Reading this article made me remind of ‘Swadesh’. Exactly same story.

  જે દેશના રાષ્ટ્રપતિપદ એક મહિલા બિરાજમાન હોય ત્યાં આ વિચારોને કોઈ અવકાશ ન હોવો જોઈએ..

  Better to forget this article as a nightmare and keep moving!

 12. Pratibha says:

  What a ridiculous article! How can one infere that the girls with higher education are not with Indian cultural values? I have serious objection of using the quote of Mahartam Gandhi in this article. Gandhiji was a great believer in Education for women himself. My request to Mr. writter to think twice before using quote from a respected figure and before misinterpreting it.

  It is very sad to see such articles on read gujarati.

  Pratibha Joshi, Ahmedabad

 13. An article written by a frustrated writter I guess. Or he was forced to write anything on the subject and he came up with this 🙂

  I am happy to see the response from other readers.

 14. Rekha Sindhal says:

  “ભારતનો ગરીબમાં ગરીબ મજૂર માણસ પણ પત્નીની વાતમાં અમેરિકાના પ્રમુખ કરતાં સુખી છે.” આવા ખોટા ભ્રમમાઁ રાચનારા લોકોને અમેરીકાની ઊજળી બાજુની ખબર જ નથી. અમેરીકાના લોકો આપણી સંસ્કૃતિ વખાણે છે કારણ કે તેઓ ત્યાંના ઢેઢવાડાની ચર્ચા નથી કરતાં જ્યારે ભારતના કેટલાક લોકો અહીના ગેરકાયદે વસેલા લોકોના ગુનાઓને સંસ્કૃતિનું લેબલ લગાડીને વાતો કરતા હોય છે. કદાચ સંસ્કૃતિની વ્યાખ્યા જ આપણે ભૂલી ગયા છીએ. કોઈને પરાણે ન બાંધતી આ મુકત પ્રજામાં છૂટાછેડા લીધેલા પતિપત્ની ફરી અન્ય સાથે પરણીને અકસ્માતે કોઈ પ્રસંગે મળી જાય તો નવા પતિ કે પત્નીની હાજરીમાં નિર્મળ મનથી ભેટીને વાત કરતા હોય છે અને એકબીજાને નવા જીવનસાથી સાથે ખુશ જોઈ સાચા દિલથી ખુશ થઈ અન્યોન્યનો પરિચય કરાવી મિત્રોની જેમ વર્તતા હોય છે. સંબંધોમાં જે માલિકીભાવ આપણે ત્યાં ભારતમાં જોવા મળે છે તે અહીંના ઉચ્ચ વર્ગના લોકોમાં નથી જોવા મળતો. હાં ! અહીંના નિમ્ન રહેણીકરણીવાળા સમાજ એવું જોવા મળે. ભારતમાં બહારથી ટકેલા પણ અંદરથી ભાંગેલા લગ્નજીવનની ટકાવારી કેટલી? સુખ અને દુ:ખની બંને દેશોની વ્યાખ્યા અલગ છે. એટલે સંતરા સાથે સફરજનની સરખામણી જ ખોટી.

 15. Malay says:

  આજે readgujarati.com ને પહેલિ વાર frustration દરશાવાનુ સાધન બનતા જોઇ.
  લેખક ના વિચાર જાનિ ને લાગે ચ્હે કે તેઓ પાચ્હ્લલા ઘના years થિ newspapers અને બહારનિ દુનિયા થિ cut off થઇ ગયા che.

 16. kuamr says:

  મહદ્ અંશે લેખક દવારા આજ ની કોલેજો વિશે વધારે લખઈ ગયુ હોય તેવુ લાગ્યુ.

  ફકત સંસ્કારીક વહુ/પત્ની, ઍ જ સ્ત્રી નુ કામ નથી. Study and education are also required. And that is their right to get them. Nobody should stop them for getting it.
  And denying Technology/science ….that is rubbish thing………because today if we can see the growth in india…….that is just because of that…

  And we can’t assure that if a woman don’t study then she won’t have any pre-merital affair or whatever it is……that be done by uneducated woman also……..That everything depends on the culture provided by their parents. you can’t blame on education. May be at little extent system can be responsible, but you can also not blame it 100% for that.

  અને રામાયણ, મહાભારત, ભાગવત અને ગીતાનો અભ્યાસ જરુરી છે પણ ફક્ત તેનાથી જીંદગી ના જીવ શકાય્ તેના માટે ભણતર પણ જરુરી છે… અને આજના સ્પર્ધાત્મક યુગ મા આવા લેખો….વિચાર શક્તી નૂ થોડુ નબળુ પાસુ દેખડે છે.

  degree may not be useful for the small business……….if everybody will became business man…then who will do the service…for that degree is a must thing.

 17. DEVINA says:

  while reading the article i went frustrated and surprised of the thinking of a writer, today our society feel proud of our daughters and encourage them to lead the world,myself being a girl i feel one who is enough educated being girl or a boy is able to understand each and every part-work of the life in well manner.

  after reading all those responses against the article now i feel like peace.

 18. સશક્ત અભિપ્રાયો વાંચીને આનંદ થયો. ભલે મફતમાં વાંચીએ પણ ગમે તેવું વાંચી લઈએ એટલા નિર્બળ નથી, અમારા સમય અને વિચારો અમને વ્હાલા છે એની પ્રતીતિ થઈ. આ સાથે તંત્રીની જવાબદારી બેવડાઈ જશે! એમનો વિશાળ વાંચકવર્ગ એ વર્ષોથી સારુ વાંચીને ઘડાયેલો પિંડ છે, એ પિંડની ગતિ (વિચારોની) અવરોધાય એટલે એનો જવાબ અને આ જવાબો (અભિપ્રાયો) ઘણીવાર લેખકને પણ કલમ ચલાવતા શીખવી શકે એટલા ઉચ્ચકક્ષાના હોય શકે છે! આપણે સૌ વાંચકો પક્ષે પણ એક બાબત ધ્યાન રાખવી રહી કે, આપણા વિચારો-અભિપ્રાયો એટલી સરસ રજુઆત કરીયે કે કયારેય કોઈને લાફો વાગ્યાની લાગણી ના થાય, પ્રેમથી ‘ચીંટયો ખણશું’ તો સમતુલન જળવાય રહેશે!

 19. Moxesh Shah says:

  Whenever, we have ache in any part of the body, we never cut and throw away that organ but we do proper treatment for that (and if we treat as per Aaurveda, we go to the root of the cause of that ache and do its treatment to get out of it for ever). Here author has adopted short cut to run away from the problem. If school or college education system has corrupted in India, that does’nt mean that we all should stop going to School or college, instead we shall make our education system more fruitful and cultured, as per the requirement of the time.

  There is one rule of the Supreme Power – Nature:- “One who doesn’t change with the time, will not be able to get synchronised with the universe and hence will destroy”.

  We should always remember this and should not think for “Talibanisam” of our education system. We should never criticise the technology blindly, when we are also dependent on it and using it extensively. This article reach to all of us just because of the technology. So we should enjoy the advantage and shall avoid its side effects, smartly.

  College education can not be directly useful in your profession always, but the eduation opens the window for lateral thinking and help to think and analyse different situations from multiple angles. Your vision becomes wide open and that’s what our ‘Sashtra’ also says: to acquire knowledge from all the directions.

  One more thing, Gandhiji, to whom author has quoted, was also educated and nobody has any doubt about his culture and values.

 20. NamiAnami says:

  Untill I started reading the comments, I thought this is a light humor and was thinking what a cheap shot. This “Veljibhai”, is he anyway related to ‘education system’ at all? I hope not. I hope he does not have children and no children are under his influence. If he does, I would like to know what kind of education he has given them.

  Or may be we are all wrong and this is really a humor. Or for “Veljibhai” this education system was ખાટી દ્રાક્ષ.

  Mrugeshbhai, I know you don’t support the views of authors. But still, being so experienced in editorship how can you choose this article for readgujarati? I hope this is not an indication of changes in your personal views.

 21. dipika says:

  આનો ઊકેલ એક જ શબ્દમાં છે, સ્વ અધ્યયન = સ્વાધ્યાય = પરિવાર, ભાવ, પ્રેમ, વેદોનુ ગ્યાન, ઉપનિષદ, શ્રુતિ, પુરાણ, સ્મ્રુતિ, ગીતા, ભાગવત … ના વિચારો . શું નથી સ્વાધ્યાયમાં તે કહેવું જ મુશ્કેલ છે.

 22. Mausami says:

  I dont think so that that all educated Girls and boys are like valjibhai’s imagination .Yeah everybody should respect their culture and try to accomadate as much as they in real life. but it dosn’t mean that we should not get along with new technology and culture. Change is a law of universe everybody has to adapt it to survive.Only sanskrit for girls !!!! come on we r not in satyug. I haven’t take any classic for Making food and doing house hold but still i beleive after marrige i m making edible and healthy food and taking care of my family( as much as i can with my job).

 23. Jini says:

  wow, what a joke, Can you even imagine that even in 2008, while woman are leading in every field, this fellow wants to turn them down, how many of women and childs are saved because of Gynecologiest ( compare to male, there are more female gynecologist) and this fellow doesn’t understand that even, and even if male were to gain more skills and education in field, there is alwan women behind successfull man, and man who talk like this has definately ego problem and I bat he could never understand the importace and feelign of his mother, daughter, daugher-in-law or granddaughter, totally skrewed up mentality. women should be able to stand with husband and be his friend, mentor, teammate and strong support, fi she doesnt’ knwo what is happening in outside world, there is no way she could understand what he is going through. Thank God I am not around any man, who has such a mentality to turn down women.

 24. dipika says:

  બધાની comments વાચીને મારે ફરી લખવું પડ્યું. તમે બધા જરા ઠંડા પડો. વાત સાચી છે કે છોકરીઓને ભણાવવી જરુરી છે, પણ સાથે એ પણ સાચું છે કે જીવન ઉપયોગિ શિક્ષણ કોલેજમાં શીખવામાં આવતૂં નથિ.
  જેમકે,
  ઘરકામ, વડીલોને માન, કુટુંબને સાથે રાખીને જીવવાનું
  ભગવાનની ભાવપુર્વક પુજા (પોતાની ઈચ્છાપુર્તિ માટે નહિં)
  નિઃસ્વાર્થ ભાવે સેવા (સાસૂ-સસરાની)
  પોતાનો લાભ અને અહમ છોડીને સંપ માટે જતુ કરવની ભાવના – સહનશિલતા, ત્યાગ (ઘરની શાંતિ, એકતા માટે)
  આ ગૂણોનૂ વર્ણન , વિચાર ગીતા, ભાગવત, વેદો મા છે, તેથી લેખક તે વાચવાનૂ સુચન કરે છે. સ્ત્રિ ઘરની મોભ છે. વેદ મા કહ્યું છે તેમ, “માતૃ હસ્તેન ભોજનમ, માતૃ મુંખેણ શિક્ષણમ”. એક માતા સો (૧૦૦) શિક્ષકની ગરજ સારે, તે પ્રમાણે લેખકે છોકરીઓને કોલેજ ને બદલે ગીતા, ભાગવત વાંચવાનૂ સુચન કર્યૂ.
  પણ સવાલ થાય કે શું છોકરાઓએ ગીતા, ભાગવત વાંચવા જરુરી નથિ? છે. આખરે તે પણ પિતા બનશે. વેદોમા કહ્યું છે કે પિતા બાળકને જિવનનો ધ્યેય આપે છે. તારે ક્ષુદ્ર, દીન, હીન, લાચાર જિવન જિવવાનૂ નથી. માટે પિતાએ પણ ગીતા, ભાગવત વાંચવા જરુરી છે.

  સાચૂ શિક્ષણ એ જે જ્ઞાન આપે. સાચું જ્ઞાન એ જે મુક્તિ આપે. આજનૂ શિક્ષણ ફકત “રોટલી કેમ કમાવવી (how to earn for bread)” શીખવે છે. પણ આ સવાલોના જવાબો નથી આપિ શકતુ.
  હું કોણ છું? કોનો છું? હું ક્યાથી આવ્યો છું? મારે કેવૂં જિવન જિવવાનું છે? મારે ક્યાં જવાનૂં છે?

  કાલે શું ભણ્યાં હતા? તે યાદ કરાવવૂં પડે, અને ના યાદ રહે તો ગોખવું પડે. ભણાવીને શિખવામાં આવે તે શિક્ષણ. પણ કોઈનું સાભળીને તેના જેવા થવાનૂં મન થાય તે સંસ્કાર. ઋષિ વનમાં આકાશ નીચે, કુદરતનાં ખોળે રમત-રમતમાં, હરતા-ફરતા શિક્ષણ (સંસ્કાર) આપતા. મહર્ષિ વ્યાસે ભાગવતમાં ધ્રુવ, પ્રહલાદ્ , જડભરત, પરિક્ષિત, દેવહૂતિ, ગોકર્ણ, હરિશચંદ્ર, રોહિદાસ એવા અનેક મોહક, શુરવીર, ધ્યેયનિષ્ઠ, દ્રઢ મનોબલ વાળા ચરિત્રો કહ્યાં છે કે બસ વાચીં ને તેના જેવા જ થવાનૂં મન થાય. તે દરેકે વાંચવા જરુરી છે.

  “યુવાસ્યત સાધુ યુવાધ્યાયક્ આશિષ્ઠો, દ્રઢિષ્ઠ, બલિષ્ઠ,
  સ્તસ્યેયમ પ્રુથવી સર્વા વિતસ્ય પુર્ણાસ્યાત”

  યુંવાન કેવો હોવો જોઈએ?
  સાધું – સરળ, આશાવાન, અધ્યયન કરનાર, દ્ર્ઢ , બલવાન (મનથી), તપસ્વિ, તેજસ્વી, તત્પર.
  યુંવાન શું ના કરી શકે? ધારે તો પત્થરમાંથિ પાણી પ્રગટાવિ શકે. પણ તે તેજ, શૌર્ય માટે ગીતા, ભાગવત, રામાયણ, વેદો વાંચવાં જરુરી છે. તે માટે દરેક માતા-પિતાએ ઉજાગર થવૂં પડશે.

 25. Niraj says:

  મિત્રો હવે આ સ્પર્ધા વાંચકોના પ્રતિભાવોની છે, તો કરો મોજ! તમને સૌથી વધરે ગમતો પ્રતિભાવ ક્યો છે???

 26. pragnaju says:

  વિમલા તાઈ મહાન છે જ તેથી તેમના દરેક વિચાર સાથે સમ્મત થઈ શકાય નહીં.
  વળી સમય સમયે એક જ વ્યક્તીના વિચારો પણ બદલાય.
  વળી દરેક વખતે ઉચ્ચ આદર્શની વાત કરવામાં સામાન્યનુ અહિત પણ થઈ શકે!

 27. sweety says:

  Of course the article was disgusting enough for any intellect to abhor the same.

  Miss Dipika meanwhile tries to advertise swadhyay. The article doesn’t even mention anything about Swadhyay. May I ask you then, why are you trying to promote the most hypocritical, goon system who kills a person when he tries to speak truth? If you believe in Swadhyay, thats your problem; don’t try to spread it around like contagious disease.

  I think ReadGuajrati is above all the religions and one should never try to advertise his/her beliefs in here.

  Mrugeshbhai,
  Kindly see that this kind of rubbish and useless articles never make it to readgujarati. Also, a kind request you to block the comments of the users who try to promote the religion/sect they believe in.

 28. Pratik says:

  ભાગ્યે જ એવુ બને છે કે લેખ કરતા એની કોમેન્ટ્સ લાંબી થઈ જાય !!

  આ કોમેન્ટ્સ વાંચ્યા પછી એક વાતનું આશ્વાસન લઈ શકાયુ કે રીડગુજરાતી ના વાચકો જાગૃત છે

 29. ભંગાર લેખ. મૃગેશભાઇ, યાર કોઇ વખત લેખ વાંચીને મૂકવાનું રાખો.

 30. કલ્પેશ says:

  કદાચ આ લેખ સો ટકા સાચો નથી. પણ સાવ ખોટો પણ તો નથી જ ને?

  અને પ્રતિભાવ આપનારા દરેક સમજુ વાચકોને વિનંતી – લેખ માટે પોતાના વિચારો આપે, નહી કે લેખક માટે. લેખકના વિચારો કદાચ કોઇને આ સદીને યોગ્ય ના લાગે અને બીજી દ્ર્ષ્ટિએ વાચકોના વિચારો ગુલામીના માનસમાથી ઉપજતા હોય એમ લાગે.

  લેખક આપણા વિચારો સાથે સહમત થાય તો સારુ અને થોડો અલગ થઇ જાય તો?

  વાચકમિત્રો, પોતાના પ્રતિભાવ વાંચે અને જુએ કે એમના ભણતર (ડીગ્રી) પ્રમાણે એમના પ્રતિભાવ કેવા છે (અગર ડીગ્રી જ મૉર્ડન હોવાની નિશાની હોય તો)?

 31. કલ્પેશ says:

  મોટા ભાગના લોકો (હુ પણ) આ નકામી પ્રથા (ડીગ્રી) ના ભોગ છીએ.
  આપણે કદાચ એમ માનતા થઇ ગયા છીએ કે જે ભણ્યો નથી કે ડીગ્રી નથી એ પુરુષ/સ્ત્રી લાયક નથી (હા, નોકરી કરવી હોય તો આજે આ જરુરી છે).

  આપણી પોતાની મા (મમ્મી) વિશે લોકો શુ વિચારે છે? (જો એ બહુ ભણેલી ના હોય તો)
  જીવનમા ઘણુખરુ પાયાનુ શિક્ષણ સ્કુલ/કૉલેજમા શિખવાડાતુ નથી. ધ્યાનથી જોઇશુ તો લાગશે કે ભણતર થયુ છે પણ ધડતર નથી થયુ.

 32. Bhumi says:

  Every one said something about this. (Mostly negative response). But, we should try a little to understand. The writer is almost gone to the first stair. But we can saw some maturity. Like we can think that directly these all can’t happen. We have to go step by step & we can do something different from he said . Exactly like he say, we can’t go for it. But, we can consider the message which he wants to give us. We all know that he is not wrong completely. Yes, but as I say earlier, he has gone directly to the first stair. We should not say like this, This is “Hasya Lekh”. The message on which he is focuses is dam true. That’s up to us that how we are taking this matter. This is not good that everyone is responding – attacking on writer’s thought. It also saws our youngsters’ immaturity. (This also belongs to our wrong system of education; we are loosing our “Vivek” here). If we are well educated then we should take this matter for debate & try to know each others thoughts & also put our points. But, the way guys are responding it’s not good.

 33. Rahul M Pandya (રાહુલ) says:

  વેલજિ ભાઈ,
  ફક્ત ૫૦% યુવા પેઢિ ને જોઇને તમે આખિ યુવા પેઢિ માટે આવુ ન કહિ શકો.

  સૌ ને રામાયણ, મહાભારત, ભાગવત અને ગીતાનો વારસો મલ્વો જ જોઇએ.

  ૧૦૦% કબૂલ કે ઘણા લોકો ને આ અમુલ્ય વારસાનુ મહત્વ નથિ સમજાયુ, તેઓ વિદેશિ સન્સ્ક્રુતિ નુ આન્ધળુ અનુકરણ કરે છે.
  પણ તેના માટેનિ જવાબદારી તેમના માતા પિતા ની Chhe.

  કોલેજો બન્ધ કરાવવા થિ કોઇ બદલાવ થવાનો નથિ.

 34. धर्मेश पटेल says:

  “ભારતનો ગરીબમાં ગરીબ મજૂર માણસ પણ પત્નીની વાતમાં અમેરિકાના પ્રમુખ કરતાં સુખી છે”. આ વાત પચાવવી મૂ્શ્કેલ છે. પત્ની ના પૈસે દારુ પીને પત્ની ને મારઝુડ કરવા વાળા માણસો મે જોયા છે. આવી પરિસ્થીતી મા પત્ની જો ડીવોર્સ ના આપી શકે એ સ્વસ્થ સમાજ ના કહેવાય. વેલજીભાઈ ના મતે આર્થિક પરાવ્લમ્બી (અભણ?!!) સ્ત્રી જ સારુ લગ્ન જીવન આપી સકે અને જો સ્ત્રી પુરૂષો ની જોહુકમી સહી સકે તોજ લગ્ન જીવન અખંડ રહે.આ વાત સાથે હૂં બિલકૂલ અસહમત છું. માતા પિતા પોતા નો quality time બાળક ને આપે અને આપણિ સંસ્કૃતિ ના સંસ્કાર આપે એ જરુરી છે. (શીખવવૂ પડે એ શિક્ષણ અને ઊપાડવા માં આવે એ સંસ્કાર.) શિક્ષણ પધ્ધતિ મા બદલાવ જરૂરી છે. પરીક્ષા લક્ષી શિક્ષણ મા આખા વરસ નૂ સ્વસ્થ મુલ્યાંકન નથી થતૂ. અમેરીકા મા વપરાય છે એવી ગ્રેડ પધ્ધતિ આપણા શિક્ષણ મા દાખલ કરી શકાય જેમાં આખા વરસ ના performance થી ગ્રેડ નક્કી થાય છે.

 35. Geetika parikh dasgupta says:

  Every one has his own way of thinking. If writer has a different perspective, let it be. To agree with the article or not is completely a self decision. so, lets not criticize the article. Nevertheless, it is more prudent to express our own thoughts rather than criticizing.

 36. Ambaram K Sanghani says:

  લેખકનો પોતાનો અનુભવ, અભિપ્રાય હોય તેમ લખે. આપણને વાંચવુ ગમે તો વાંચીએ અને ન ગમે તો છોડી દઈએ.
  અલ્પેશભાઈએ લખ્યુ એમ, લાફો મારવા કરતા ચૂંટીયો ખણી લઈએ!

 37. jugalkishor says:

  તા.૫ અને ૬ સપ્ટેમ્બરના બે જ દી’ ના ગાળામાં કેટલી બધી કોમેન્ટ્સ આવી ગઈ ? મ્રુગેશભાઈનો હેતુ સફળ !! એમણે વાંચ્યા વગર જ લેખ ઠઠાડી દીધો હોય એવી પણ શંકા વ્યક્ત થઈ !!

  પણ આ બહાને સૌને એમણે જાણ્યા-માણ્યા એમ માનું છું. એક વાત કદાચ કોઈના ધ્યાને નથી આવી એમ નથી લાગતું ? ક્યાંય કોઈએ છોકરાઓ અંગે સવાલ કર્યો જણાતો નથી. લેખમાં પણ છોકરીઓને જ શીખામણના ઢગલા નીચે ઢબુરી દીધી છે; છોકરાને તો આ લાગુ પડતું જ નથી જાણે !

  હકીકતે આ લેખ સૌને લાગ્યું છે તેમ, આત્યંતીકતાથી ભરેલો, કેવળ નકારાત્મક રહ્યો…

  મ્રુગેશભાઈ સહ સૌને ધન્યવાદ.

 38. Ashish Dave says:

  Education is ability to listen to almost anything without losing your temper or your self-confidence. And we must respect the liberty of an author. Saying that we do not have to agree at all with what author says here, just the same way that we usually do not agree with some very expansive paintings that artist puts in Bombay…

  Unfortunately any problems in Indian society is some how blamed on the western culture. Probably Jai dev and kalidas were born in the west!!!

  Cannot agree any more with what Rekhaben has to say above in terms of American values…

  Gandhiji once said that you must be the change you wish to see in the world. I am sure this change comes from the education.

  One more thing…this article was published in the month of April.

  Ashish Dave
  Sunnyvale, California

 39. સુરેશ જાની says:

  લેખ કરતાં તો કોમેન્ટો વાંચવાની બહુ મજા આવી. હવે આ મહાન ચર્ચામંચમાં ન જોડાઉં તો રીડ ગુજરાતી’ નો બહુ જુનો વાચક શાનો? !!

  તો લ્યો , ભાયું ને બેન્યું ! અને વ્હાલા મૃગેશભાઈ – આ એક બાળકની કોમેન્ટ્યું ! ( હું મારી 65 વરસની જાતને બાળક કહેવાનું પસંદ કરું છું ……. કારણકે… બાળક અભણ હોય છે – તે શીખી શકે છે !! અને મને લાગે છે કે, મારે હજુ ઘણું શીખવાનું બાકી છે. )
  —————————–
  1. કોઈ પણ જાતની અતીશયતા હાનીકારક હોય છે.
  2. દરેક ચીજમાં સારાં અને નરસાં બન્ને પાસાં હોય છે. કોઈ ચીજ સર્વાંગ સમ્પુર્ણ કે સર્વાંગ હાનીકારક હોતી નથી . ઝેરના પણ ઉપયોગ હોય છે !!
  3. નકારાત્મક લેખો સૌથી વધુ ચર્ચાતા હોય છે – સ્વાનુભવે કહું છું !!!
  4. સમગ્ર શીક્ષણ પધ્ધતી સાવ નવેસરથી ઓવરહોલ કરવાની તાતી જરુર મને લાગે છે. આ તો એક જ પાસું છે.
  5. છોકરી શું કે છોકરો – બન્નેને સમાજોપયોગી અને જીવન / કુટુમ્બને ઉપયોગી, બે ચાર શાણી વાત શીખવવાની જરુર છે. આ માટે આપણી સડેલી ધાર્મીક સંસ્થાઓ/ મંદીરો/ આશ્રમો અને તેના વડાઓ ( ધારે તો ! ) બહુ જ ઉપયોગી કામ કરી શકે છે. સામૈયાઓ અને યજ્ઞો ની જગ્યાએ આવી સમાજસેવા એ લોકો કરે તો?
  ૬. આ માટે આપણે સૌ શીક્ષીતોએ જ એમને એમ કરવા મજબુર કરવા જોઈએ. આપણે તેમ કરવા સમર્થ છીએ. કે નથી?

  શીક્ષીતોએ સમાજને સાચી દીશામાં વાળવાનો સમય પાકી ગયો છે.
  મૃગેશભાઈને હું તો અભીનંદન આપું.
  આવાં ઘણાં ઘમ્મર વલોણાં આપતાં રહો . તો જ આપણે નવેસરથી અભણ બનીને, કાંઈક નવું અને જરુરી શીખી શકીશું.

 40. Megha Kinkhabwala says:

  A gentle question to Mrugeshbhai what made you put this artcile on readujarati and a polite request as well that please write something and give your views on this article and the comments above. (I am asking so because he must have some reason to put this on web and I trust that he would have never put anything without even reading it)

 41. sujata says:

  GANESH CHATURTHI CHAALE CHHEY……… GYAAN NI VAATO THAAYE CHHEY…..GANESH JI NU WAHAN MUSHAK CHHEY JE TARK-VITARK NU PRATIK CHHEY……….JETLI COMMENTS CHAPAAI CHHEY ENA PARTHI JAANI SAKAYE KE VELJIBHAI NA PIRSAAYELA MODAK BADHANE KEVA LAAGYA CHHEY…………

 42. kuamr says:

  યાર લેખ ભલે સાચો કે ખોટો …….પણ એક વાત નીતો ગેરંટી કે આ લેખ થોડા સમય મા ખુબજ પોપ્યુલર થયી જાશે ..:)……….

 43. Kavita says:

  We do need to make changes in our educational system there is no doubt about it. And I strongly belive that only educated people can make necessary changes to that. As a woman of todays I am glad that I was given the education by my parents as well as my teachers. I belive that because of that education, today I can understand my husband & children better. Today I can educate my children at home thus spending my time with the children. Also brings harmony in the family. Author’s view can be his personal and he should be free to think the way he wants but this kind of article should not be pulbished through “morden” technology. I think author might get offended by it as he strongly supports older system.

 44. ભાવના શુક્લ says:

  સંસ્કૃતી અને સંસ્કારોની શરુઆત બાળપણ મા અને ઘર અને આસ-પાસથી જ થતી હોય છે. દ્રષ્ટિમા ને વિચારોમા વિશાળતા ના કેળવી શકાય તો દોષનૉ ટોપલો ઉચ્ચ શિક્ષણ ઉપર ના જ ઢોળી શકાય. કેળવણી ક્યારેય વ્યર્થ હોઇ શકે નહી અને તેને કદાપી સંકુચિત વિચારોથી પ્રેરાઈને વેડફી શકાય નહી. ભુલ ત્યાજ થાય કે સ્ત્રી માટેના અને પુરુષમાટેની કેળવની અને સંસ્કારોની વ્યાખ્યા અલગ કરીએ. લેખના વિચારોની અંદર જે દ્રષ્ટિની વિશાળતાનો અભાવ ઉડીને આખે વળગે છે તેના માટે વાચકોના પ્રતિભાવોમા ઘણુ કહેવાઈ ગયુ છે માટે વધુ લખવુ અસ્થાને રહેશે. સુશિક્ષિત સમાજ સમજે છે કે શુ યોગ્ય અને શુ અયોગ્ય છે અને બદલાવીની ખરી જરુર ક્યા છે.

 45. Nishant says:

  Please this kind of artical not good for the new world, We shoul keep our past in out mind but out vision should be on future only. Hope this thing clear my point,
  Dear Mrugeshbhai, kindly next time do not post this kind of artical, and I pry to good that god give some sence to Mr.Veljibhai.

 46. Ashish says:

  સલામ આ રીડ ગુજરાતી ના વાચકો ને…..જેમને સાચા ખોટા નુ પુરેપુરુ ભાન છે.

 47. Indian says:

  What a stupid writer

 48. SURESH TRIVEDI says:

  God has given us wisdom and senses to know and understand what is GOOD and what is BAD.so I would request our GUJARATI people to stop commenting and criticizing over this.We have enough of for and against about this writing.

 49. KS says:

  Dear all
  Why are you so negative?
  Tell me frankly if same above article is printed in Forbes or Times magazine would you believe it or not?
  I can bet most of us would accept it hesitantly.
  Thats b’coz our mentality is such. We always think english people are right. What they say is good, what they do true. B’coz we have studied what they wanted us to. Thats why we think like them. But look at the todays economy in US and UK. Its impossible looking at all you people comments but I would say if we put Chanakya and all our ancient scholars knowledge into practice we would never have to depend on other countries. We have to rely on other countries because of our countrys third class politics, which is India’s badluck.
  What world is looking in the news today about so called superpower same thing will happen in India as well because we follow their path BLINDLY.
  I can understand that most negative comments are written by people who love so called ‘English Culture’ and think their Grand parents were just stupid, uneducated and useless. You would never agree with my above statement but thats what you are saying in your above comments. The way you are expressing it by words.
  I am not in favour of illiterate people nor I favour keeping women uneducated. Type of education we are getting is todays demand but if
  we follow system of our ancient ‘shastra’ we all can live happily for whole of our life. Writer above is also not saying that keep women illiterate. But its you people either not reading properly or have failed to understand what he means.
  Why most of our dada and dadi live longer life? At that time there was no stress. Our system was made like that. People whether be rich or poor all were happy.
  Most people commenting above forgot that english type of education system is there in India from about 100 to 150 years at the most.
  But our culture is most ancient in the world. Dont believe everything what science says today. B’coz science and technology is still immature. Its statements keeps on changing. What it favours today, tommorow they are against it. But what our Shashtra has said is perfect even today. Its never wrong because our Rishimuni thousands of years ago saw everything due to their siddhis and powers which is full knowledge.
  We most Indians blindly believe Britishers, in everything what they say. B’coz we think they do so much research so they will be always right. Thats our mentality and our bad luck. Same is happening in most ancient cultures be it China or any other country. Most of us blindly believe english systems whether its medicines, schools, law system or the way we run our economy. But dont think that India’s economy is getting better. Why there is so much inflation today. Dont believe government figures. Its not true. Actual inflation is far more than that. Because India was based on agriculture previously and now we are running behind industries. But after another few decades people will be fighting each other for food and water.
  Todays India is free from British Raj but they are ruling us ‘our mind’ even today.
  But I can guarantee one day world will have to follow our ancient system and tradition to live happy life.

 50. KS says:

  Dear all
  Why are you so negative?
  Tell me frankly if same above article is printed in Forbes or Times magazine would you believe it or not?
  I can bet most of us would accept it hesitantly.
  Thats b’coz our mentality is such. We always think english people are right. What they say is true, what they do good. B’coz we have studied the way what they wanted us to. Thats why we think like them. But look at the todays economy in US and UK. Its impossible looking at all you peoples comments but I would say if we put Chanakya and all our ancient scholars knowledge into practice today we would never have to depend on other countries. We have to rely on other countries because of our countrys third class politics, which is our badluck.
  What world is looking in the news today about so called superpower same thing will happen in India as well because we follow their path BLINDLY.
  I can understand that most negative comments are written by people who love so called ‘English Culture’ and either say their Grand parents are stupid, uneducated and useless or think like that. Because otherwise you would never express your comments like this.
  I am not in favour of illiterate people nor I favour keeping women uneducated. Type of education we are getting is todays demand but if
  we follow system of our ancient ‘shastra’ we all can live happily for whole of our life. Writer above is also not saying that keep women illiterate. But its you people either not reading properly or have failed to understand what he means.
  Why most of our dada and dadi live longer life? At that time there was no stress. Our system was made like that. People whether be rich or poor all were happy.
  Most people commenting above forgot that english type of education system is there in India from about 100 to 150 years at the most.
  But our culture is most ancient in the world. Dont believe everything what science says today. B’coz science and technology is still immature. Its statements keeps on changing. What it favours today, tommorow they are against it. But what our Shashtra has said is perfect even today. Its never wrong because our Rishimuni thousands of years ago saw everything due to their siddhis and powers which is full knowledge.
  We most Indians blindly believe Britishers, in everything what they say. B’coz we think they do so much research so they will be always right. Thats our mentality and our bad luck. Same is happening in most ancient cultures be it China or any other country. Most of us blindly believe english systems whether its medicines, schools, law system or the way we run our economy. But dont think that India’s economy is getting better. Why there is so much inflation today. Dont believe government figures. Its not true. Actual inflation is far more than that. Because India was based on agriculture previously and now we are running behind industries. But after another few decades people will be fighting each other for food and water.
  Todays India is free from British Raj but they are ruling us ‘our mind’ even today.
  But I can guarantee one day world will have to follow our ancient system and tradition to live happy life.

 51. Rasik Butani says:

  અલ્યા મૂર્ખ સ્વજનો લિમીટમાં રહો. લેખકનું રિસ્પેક્ટ કરો. લેખકે સિક્કાની એક બાજુ કહી તો તમે બીજીબાજુ કહો. તેમાં લેખકને આટલા બધા ઉતારી પાડવાની શુ જરૂર છે ૵

 52. khyati says:

  Hi,

  Good to know that people value our culture today. But restricting or modifying women education? didn’t we have well learned women in ancient time? How can a society breathe and progress without education? How can one generalize that today’s education doesn’t give woman how to take care home and children?

  How about men’s education then? They do study in same education system, are they not influenced by it..why not even a single word for it..why only woman?
  I don’t agree with idea of being woman just as a homemaker role. Yes, if she likes it, enjoys it then live it. but how can you suppress induviduality? Are all women born to just to cook and take care of home?

  If same article has been in forbes or Time, I would equally disagree with it. As a woman, many times studying has opened my mind , encorage free thinking and to get to the heart of the problem.

  The writer should come out of his well and look around at real world!
  what a shame!

 53. અર્પિત says:

  લેખ થી પણ વધુ પ્રતિભાવ સારા લાગ્યા!!!

  લેખક શ્રી થોડુ લખ્યુ પણ ભાવ-પ્રતિભાવ વધિ ગયા,

  વાંચિ મન ચક્ડોળે ચડિ ગયુ

  ગુજરાતી વાચકો ની સભાંનતા પણ કેહ્વી પડે …

 54. BINDI says:

  I tottaly disagree with writer!!!!!!!

 55. dineshtilva says:

  Kharo mijaj lekhak karta vanchako no malyo

 56. Saumil says:

  Firstly, comparing a college to a slaughter house itself is derogatory and unacceptable. For me, and I am sure many more like me, education system including the schools and colleges, has been the foundation stone for success. It surely has brought light and happiness to too many households. Education is one of the very few tools available to the poor and lower income strata of society by means of which they lead a better life. I strongly agree with my fellow readers here and request Shri Mrugeshbhai to remove this article from such an esteemed site. And lastly I agree education system is not perfect, but what other systems are??? Infact, educational system is very healthy compared to politics, law and order or any other systems in our country.

 57. શ્રી વેલજીભાઈ દેસાઈના તાલિબાની વિચારો વાંચી દ્રથ પ્રતિતી થઈ કે ગુજરાત પણ કટ્ટ્રરપંથીઓથી વંચિત નથી. કોઈ આપણા વિચારો સાથે હંમેશા સંમત જ હોય એ પણ શક્ય નથી..મ્રુગેશભાઈએ આ લેખ અત્રે પ્રસ્તુત કરી આપણને તક પુરી પાડી કે આપણે કઈ દિશામાં જવું છે…તેમ છતાં વાસ્તવિકતા પણ ભુલવી ના જોઈએ કે નવરાત્રિના બે મહિના બાદ ગુજરાતભર માં અને મુંબઈમાં એબૉશનની મોસમ ખીલતી હોય છે…દિકરીઓના માબાપ પર શું ગુજરતી હશે તે કલ્પી શકવું કઠણ નથી.
  આજના વિશ્વમાં અશિક્ષીત દિકરીઓની કલ્પના પણ ના થઈ શકે..શિક્ષીત દિકરી જ્યારે માતા બનશે ત્યારે તે પોતે જ વિશ્વ વિધાલય બની બીજાને પ્રેરણા આપશે.

 58. vanrajsinh -Bangalore says:

  First of all thanks to all person who have put comment here…otherwise this article will surely missguide someone like me…..

  First of all I would like to tell you one story that I am unmarried guy and i am in search of my betterhalf…..!! Before reading the article, my mind set is to marry with atleast Graduate ……when I had completed the atricle I was thinking that what I am thinking is at risk….!!! then when I read the comments of all reader then I realize that author is not trustful…..!!!! ( whole story is jokes a part)

  Seriously I want to tell the owner of this website pls dont put such type of article on site as if someone halfminded will read article without comments then surely this article will missguide the someone.. then above jokes story may be true….!!!

  think it seriously… and request you to not spoil the trust on gujarati litrature….!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.