સહિયારું કર્તવ્ય – મૃગેશ શાહ

માતા-પિતા બાળકને જીવતાં શીખવે છે અને એ જ બાળક મોટો થઈને માતા-પિતાના જીવનનો સહારો બને છે. કંઈક આવી જ વાત આપણા સાહિત્યના સામાયિકોની છે. કેટકેટલાં સામાયિકો બાળપણથી આપણા વિચાર વારસાને સમૃદ્ધ કરી આપણા જીવનનું સાચું ઘડતર કરે છે. બદલાતા સમય સંજોગોને પરિણામે કદાચ કોઈ સામાયિકને તેના સંતાનોના સહારાની જરૂર પડે ત્યારે દયાભાવથી નહીં, પરંતુ કર્તવ્યભાવથી પ્રેરાઈને આપણે સૌ તેમની મદદે જઈ પહોંચીએ તે આપણું પ્રથમ કર્તવ્ય છે.

હમણાં એક સત્યઘટના જાણવા મળી. એકવાર એક વિદ્યાર્થીએ ઘરે આવીને તેની માતાને ત્રણ-ચાર મનીઑર્ડરની રસીદ આપી. તેની મમ્મીએ તેને પૂછ્યું કે, ‘બેટા, આ શું છે ?’
‘મમ્મી, મેં થોડા પૈસા બચાવીને ‘અખંડ આનંદ’, ‘નવનીત સમર્પણ’ વગેરે સામાયિકોના લવાજમ ભર્યા તેના મનીઑર્ડરની રસીદ છે.’
‘પણ બેટા, તું બારમા ધોરણમાં છે. તને ખબર છે ને કે તારે કેટલું બધું હોમવર્ક હોય છે. તને વાંચવાનો ક્યાં સમય મળવાનો છે ?’
‘મમ્મી, ભલે ને મને સમય ન મળે. પરંતુ આપણા સામાયિકોને લવાજમ તો મળશે ને ! હું તો સામાયિકોને મદદ કરવાના હેતુથી મારી ફરજ સમજીને લવાજમ ભરું છું. વેકેશન પડશે ત્યારે વાંચી લઈશ, એમાં ક્યાં ઉતાવળ છે ?’

વાત છે આપણા ગૌરવવંતા સામાયિકોને મદદરૂપ થવાની. એમાં પણ આજે ખાસ વાત કરવી છે ‘નવનીત સમર્પણ’ની. આપણે સૌ જાણીએ છીએ કે ‘નવનીત સમર્પણ’ એ જીવન, સાહિત્ય અને સંસ્કારનું માસિક છે. કનૈયાલાલ મુનશી જેવા સાહિત્યકાર દ્વારા પ્રગટેલો એ જ્ઞાન-દીપ છે. કલા, સાહિત્ય, સંસ્કૃતિ અને સંગીતનો રસથાળ પીરસતું આ માસિક નવેમ્બર-2008માં 50 વર્ષ પૂરાં કરે છે. ઘણાં વડીલોએ બાળપણથી તેનો સંગાથ સેવ્યો છે. રીડગુજરાતી પર પણ આપણે તેમાંથી અનેક લેખો માણ્યા છે. પરંતુ દુ:ખની વાત એ છે કે આજે આ માસિક આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. પ્રત્યેક ગુજરાતી સામાયિકને (રીડગુજરાતી સહિત) ક્યારેકને ક્યારેક તો સંઘર્ષકાળમાંથી પસાર થવું પડ્યું છે; અને એ સમયે તેનો એક માત્ર સહારો બની રહે છે તેના સંતાનો; તેના વાચકો. નવનીત સમર્પણ આજે તેના સંતાનોને સાદ કરે છે… ચાલો વાંચીએ, ભારતીય વિદ્યા ભવનના કાર્યકારી સચિવ શ્રી હોમીભાઈ દસ્તુરનો જુલાઈ-2008/સપ્ટેમ્બર-2008ના અંકમાં અપાયેલો વાચકોને નામ સંદેશ.

તમારો થોડોક સમય અને શક્તિ ન ફાળવો ?

navneetfinalએક સમય એવો હતો જ્યારે ભારતીય વિદ્યા ભવનનાં પ્રકાશનોના સંચાલક તરીકે સમર્પણની પ્રશંસા કરતાં હું થાકતો ન હતો. આજે નવનીત સમર્પણની પ્રશંસા સાંભળતાં હું થાકતો નથી. જ્યાં જાઉં છું ત્યાં એનો જયજયકાર સંભળાય છે. દેશ-વિદેશના વાચકોના પત્રરૂપી પુષ્પો તંત્રી ઉપર વરસતાં જ રહે છે. અને શા માટે ન વરસે ? કનૈયાલાલ માણેકલાલ મુનશીની અદ્દભુત સર્જનાત્મક ઊર્જામાંથી જન્મેલા ભારતીય વિદ્યા ભવનનું આ બાળક છે.

પરંતુ દોસ્તો, સંસ્કૃતિ, સાહિત્ય, સંગીત અને વિવિધ કલાની સેવા કરતાં, મનુષ્યની ચેતનાની સપાટીને ઊંચે ઉઠાવતાં આ સામાયિકનું પેટ માત્ર પ્રશંસાના વાળુથી ભરાતું નથી. એ માટે જરૂર છે સક્રિય પ્રશંસાની. ભારતીય વિદ્યા ભવન ભારતીય સંસ્કૃતિની સેવા કરવા પ્રત્યે પ્રતિબદ્ધ છે અને જ્યાં સુધી સૂર્ય નારાયણ પૃથ્વીને એમના પ્રકાશ વડે ભીંજવતા રહેશે ત્યાં સુધી આ યજ્ઞની જ્યોત પણ ઝળહળતી જ રહેવાની છે. એ માટે પોતાની જાતને ઘસવાની પ્રક્રિયાને જારી રાખવા મુનશીનું ભવન વચનબદ્ધ છે. એના આ કાર્યમાં ભવન નવનીત-સમર્પણના વાચકો-ચાહકોને મદદની આરઝૂ કરે છે.

વાચકો સાથે એક સિક્રેટ શૅર કરું છું. ચોંકતા નહીં. નવનીત સમર્પણ ભારે ખોટ ખમી રહ્યું છે – વર્ષે લાખો રૂપિયાની ખોટ. તો ભવનના આ યજ્ઞમાં જો નવનીત સમર્પણના વાચકોએ મદદરૂપ થવું હોય તો તમારી પ્રશંસાને પ્લીઝ સક્રિય બનાવો, નક્કર બનાવો.

એ કેમ કરી શકાય ? એક રસ્તો છે ગ્રાહકો વધારવાનો, તમારાં મિત્રો-ઓળખીતાંઓમાં નવનીત સમર્પણનો પ્રચાર કરવાનો અને તહેવારોના દિવસોએ નવનીત સમર્પણનું લવાજમ એમને ભેટ આપવાનો. આનાથી ખૂબસૂરત સાહિત્યનો પ્રચાર થાય જે ભવનનો એક ઉદ્દેશ છે. અલબત્ત, અત્યારની પરિસ્થિતિ એવી છે કે નવનીત સમર્પણની જેમ વધુ નકલો ખપે એમ એની ખોટ પણ વધે. પણ પોતાના ઉસૂલોને ખાતર ભવન આ સહન કરવા તૈયાર છે.

વધુ અસરકારક રસ્તો એ છે કે નવનીત સમર્પણને વધુ ને વધુ જાહેરખબરો મળવા માંડે. કોઈ કંપની કે સંસ્થામાં આપની ઓળખાણ હોય તો એનો સંપર્ક કરી આપ જાહેરખબરના કોન્ટ્રાક્ટ્સ મેળવી શકો. આપ નાણાંકીય દષ્ટિએ સશક્ત હો તો ડોનેશન આપી શકો કે જાહેરખબર પણ આપી શકો. (કોઈ સારો વિચાર કે અવતરણ આપી નીચે ‘અ,બ,કના સૌજન્યથી’ એવું લખી શકાય.) ‘ભારતીય વિદ્યા ભવન’ને અપાયેલા દાનની રકમ આવકવેરાની 80(G) (29) (iiif) કલમાનુસાર ટેક્સમાંથી 100% બાકાત મળે છે.

તમે મોટી કંપનીઓના ગુજરાતીભાષી માલિકો-સંચાલકોને સાહિત્ય, સંસ્કૃતિ ને સંસ્કારની જે સેવા કરી રહ્યું છે એનો ખ્યાલ આપી જાહેરખબરના કોન્ટ્રાક્ટ્સ મેળવી શકો. તમે જે મંડળ, સમાજ, ઍસોસિએશનના સભ્યો હો ત્યાં આ વાત ઉપાડી શકો. બીજા પણ ઘણા રસ્તા હશે જે નવનીત સમર્પણના વાચકોની સર્જનાત્મક કલ્પનાશક્તિ ઉપર છોડું છું. તમે બધાં ઘણું બધું કરી શકો છો. તો પ્લીઝ આ ઉમદા કાર્ય માટે તમારો થોડોક સમય અને શક્તિ ન ફાળવો ?

હોમી દસ્તુર
કાર્યકારી સચિવ,
ભારતીય વિદ્યા ભવન.

તો મિત્રો, આ વાત છે આપણા સહિયારા કર્તવ્યની કારણ કે સામાયિકને કોઈ ‘માર્કેટિંગ ટીમ’ હોતી નથી કે જે આ વાત લોકો સુધી પહોંચાડે. આ તો પરસ્પરની સદભાવનાથી ચાલતી પ્રવૃત્તિ છે. નવનીત સમર્પણના વાચકો જાણે છે કે છેલ્લાં કેટલાક વર્ષોથી સામાયિકના છાપકામની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરાયો છે. આકર્ષક મુખપૃષ્ઠ, મલ્ટીકલર પ્રિન્ટિંગ, ગ્લૉસી-પેપર્સ સહિત તેના પ્રત્યેક અંક આજીવન સાચવી રાખવા પડે તેટલા નયનરમ્ય બન્યાં છે. સામાયિકના યુવા સંપાદક શ્રી દીપકભાઈ દોશી અપ્રતિમ કાર્ય કરીને તેમનું સ્થાન શોભાવી રહ્યા છે. જ્ઞાન-વિજ્ઞાનની વાતો, વાલ્મીકી રામાયણના શ્લોકો, રમુજી ટૂચકાઓ, ‘મરમ ગહરા’ જેવા થોડામાં ઘણું કહી જતા બોધપ્રદ લેખો, ધ્રુવ ભટ્ટની લઘુનવલ અને ગઝલ-કાવ્ય સહિત નવનીત-સમર્પણનો એક-એક અંક કેટકેટલું આપણને આપી જાય છે. તો શું આપણે તેને આ સમયે કંઈ આપીને મદદરૂપ ન થઈ શકીએ ? મને આશા છે રીડગુજરાતીના વાચકો આ બાબતે આપણા આ ગૌરવવંતા સામાયિક માટે કંઈક કરી છૂટશે.

‘નવનીત સમર્પણ’ના ઓનલાઈન લવાજમ ભરવા સહિત તમામ વિગતો માટે :

http://www.bhavans.info/periodical/samarpan.asp

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અગ્નિપરીક્ષા રામની – મોક્ષેશ શાહ
માંહેલી ચિનગારી જાળવી રાખો – ચેતન ભગત Next »   

22 પ્રતિભાવો : સહિયારું કર્તવ્ય – મૃગેશ શાહ

 1. nayan panchal says:

  મૃગેશભાઈ, તમારા આ લેખ બદલ આભાર. ક્યારેક આવી ટકોરની જરુર પડે છે, પણ મને ગુજરાતી વાચકો પર વિશ્વાસ છે કે તે તમારી સાદનો બમણા ઉત્સાહથી પ્રત્યુતર આપશે.

  વાચકમિત્રો,
  નવનીત સમર્પણનુ વાર્ષિક લવાજમ માત્ર રૂ. ૨૨૦/- છે. યુવા વાચકોને વિનંતી છે કે મલ્ટીપ્લેક્સમાં એક મૂવી skip કરી દેવુ.
  કોઈક પ્રસંગે gift તરીકે લવાજમ (ફૂલોને બદલે) પણ આપી શકાય.
  અને તમારા અતરંગ મિત્રવર્તુળમાં કે સગા સંબંધીઓમાં જો કોઈ વાંચનના શોખીન હોય તો તેમને પણ આવુ લવાજમ ભેટ આપીને એક સુખદ સરપ્રાઈઝ આપી શકાય.

  મૃગેશભાઈએ એક મીણબત્તી સળગાવી છે, આપણે તેમાંથી બીજી શક્ય એટલી વધુ મીણબત્તીઓ સળગાવવાની છે. કોને ખબર, આપણુ એક નાનુ પગલુ કોઈકનુ આખુ જીવન બદલી નાખે.

  નયન

 2. કલ્પેશ says:

  નયનભાઇની વાત સાથે હુ સહમત છુ.

  અમૅરિકામા પણ પબ્લિક ટી.વી આવે છે જેમા જીવનને ઉપયોગી એવા પ્રોગામ (જાહેરખબર વગર) દેખાડવામા આવે છે. અને આ બધુ થોડુ સરકારની મદદથી અને મોટે ભાગે શ્રોતાઓના યોગદાનથી ચાલે છે.

  કઇ સર્જનાત્મક વિચારીને એવુ કરીએ કે આ સારી વાતોને પૈસા માટે અટકવુ ન પડે. આપણે ત્યા સારા વાંચનની ભૂખ જગાડવી જરુરી છે.

 3. VB says:

  મનમાં વાત ચાલતી હતી તેનો પડઘો પડ્યો.
  અભિનંદન આવા સર્વોત્તમ કાર્ય બદલ.

 4. maurvi pandya vasavada says:

  We all know the “Om Sahnavavatu…”…but how many of us timely follow it?

  thank you mrugeshbhai for rejevunate the old thought in our mind….

 5. sudhakar hathi says:

  i read samarpan when i was at bombay then it became navnit samarpan till to day i contact with n s aava megezin no khub prachar thavo joiye navnit samarpan aame friend ma cerculate kariye chhiye lastly every gujarati must read navnit samarpan dr sudhakar hathi jam nagar

 6. Phoenix says:

  Mrugeshbhai,

  Sure I ensure to help Naveent Samarpan in both the ways Donation as well as Ads.
  I have few suggestions which may result in sending fresh life into publication.
  1. IF we know any big magazines like Gurathi Mid-day, Abhiyaan and Chitrlekha which totally targetted towards Gurathi readers who recognizes the need and make public appeal – I have seen good results of that in mid-day and Chitrlekha.
  2. Big corporate houses like Reliance (Mukesh likes to read Chitrlekha as per his interview) ORPAT, ASMI, who belongs to Gujrathi community for ads or any other assistance.

  I will try to put across the same in contacts but, WAKE up Influential guys.

  Long Live Navneet Samarpan.

  Best regards,
  Phoenix.

 7. ભાવના શુક્લ says:

  અહિ લખવા કરતા ચાલો કઈક કરીએ…

 8. parikhupendra says:

  I had re3cently came from ahmedabad . i was the regular reader for some 4o years . as i am retired gov”t servant i can not m be helpful by donation or advertisement . really very sorry . eventhough i will definitely keep in mind if i can do something in future whwnever i came to india . if possible pl. i can get website of navnntsamaparn & akhandanand if they they are having . thanks . upendra .

 9. સુજ્ઞ વાચક says:

  નવનીત સમર્પણ બહુજ સારુ મેગેઝીન છે અને એ બંધ ના થવું જોઈએ.
  તમારી ટહેલ અસર સારી એવી અસર કરે એવી આશા રાખીએ.

  આ સાથે બીજા ભયસ્થાનો-

  – રીડગુજરાતી એક નિષ્પક્ષ વાચનની સાઈટ હતી અને હજી પણ છે. કોઈ એક મેગેઝીન માટે તમે ટહેલ નાખો અને બીજા માટે ન નાખો તે તમારા ઉભા કરેલા વ્યક્તિવ્ય સાથે મેળ ખાતી નથી. કુમાર જેવું કુમાર પણ બંધ પડેલું. કોઈ એક કે બે મેગેઝીનૢ તંત્રીઓૢ સાહિત્યકારો માટે મમત રાખ્યા વગર સાહિત્યના આ કુદરતી ચક્રોને એની મેળે ચાલવા દેવા.
  – તમારા શરૂઆતના લેખો અને વિચારધારથી જુદું એવું એક કોમર્શિયલ અને પોલિટિકલ રૂપ તમારી જાણ બહાર તમારી અંદર પ્રગટી રહ્યું છે. સ્વસ્થ રીતે એના પર વિચાર કરજો.
  – રીડગુજરાતી અને તમને ઘરના સમજું છું એટલે લખ્યું. બાકી વાહ મૃગેશભાઈ વાહ લખવું સહેલું અને ઝડપી છે.

 10. Editor says:

  માનનીય સુજ્ઞ વાચક ભાઈ/બહેન

  આપે ઘરના જ સમજીને આપનું સાચું નામ, ઈ-મેઈલ એડ્રેસ આપ્યું હોત તો સારું થાત. પરંતુ તેના અભાવમાં આપને અહીં પ્રત્યુત્તર પાઠવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

  આપને કદાચ ખ્યાલ નહીં હોય કે થોડા વર્ષો પહેલા રીડગુજરાતી તરફથી તમામ સામાયિકોના લવાજમ ભરવાની માહિતી વિષે એક લેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. વ્યક્તિગત રીતે મને કોઈ મેગેઝીન પ્રત્યે પક્ષપાત નથી. જેની વિગતો મારી જાણમાં આવે છે તેની વાત લોકો સુધી પહોંચે તેવી આ એક કોશિશ માત્ર છે. મારામાં કોમર્શિયલ અને પોલિટિકલ રૂપ પ્રગટી રહ્યું છે એમ જો આપને લાગતું હોય તો એ આપના વ્યક્તિગત વિચારો હોઈ શકે છે. હું કોઈ ગ્રુપ, પ્રકાશનસંસ્થા, સામાયિક કે કોઈ પણ પ્રકારની સાહિત્યિક સંસ્થાઓ જોડે કોઈ પણ રીતે સંકળાયેલો નથી. સારું વાંચવું અને વહેંચવું એ જ રીડગુજરાતીનો ઉદ્દેશ માત્ર છે જેની સ્પષ્ટતા વારંવાર તંત્રી લેખમાં કરવામાં આવે છે. તેમ છતાં જો આપને આમ લાગી રહ્યું હોય તો આપ એ રૂબરૂમાં મળીને આપની શંકાનું સમાધાન મેળવી શકો એ માટે આપને આમંત્રણ છે.

  ગુજરાતી સાહિત્યના અનેક સામાયિકોએ સારા લેખો વાચકગણ સુધી પહોંચાડવા માટે રીડગુજરાતીને સહયોગ અને સહકાર આપ્યો છે. એમાંનું કોઈ સામાયિક જ્યારે વર્તમાન પરિસ્થિતિમાં સંઘર્ષ કરી રહ્યું હોય ત્યારે તેને મદદરૂપ થવું એ માનવતા ને નાતે જરૂરી કર્તવ્ય છે. એમાં વ્યક્તિવાદ અને સંસ્થાવાદને ની કોઈ વાત જ નથી.

  આપને વધારે સ્પષ્ટાની અપેક્ષા હોય તો જરૂરથી મારો સંપર્ક કરી શકો છો. આપના સ્પષ્ટ સુચનો માટે આપનો ખૂબ ખૂબ આભાર.

  લિ.
  તંત્રી, મૃગેશ શાહ

 11. નિર્લેપ ભટ્ટ - દોહા says:

  Saheb, you have drawn attention of people at very relevant topic…Navneet Samarpan Guj. language na “Reader’s Digest” level nu magezine chhe.

  But, I am seeing this problem in a larger perspective. What made the magezine like Chitralekha so popular? It’s a pure family magezine – it contains something for every member of family, from every age-group, politics, movie, literature, light philosophy, current affairs, novel, humourous article, mahila-vibhaag, cartoon…….

  Navneet Samarpan, undoubtedly, the consistent & the best in quality, but according to time, it has to change itself little bit, so as to be acceptable, particularly in young generation. Something, indeed, to learn from Chitralekha & likes (especially, during such a time when the question of survival has arisen)…

  I am 26, and avid reader of Navneet, but I have not seen many people who knows even navneet…(this includes સાહિત્ય રસિક) also. Effective & aggressive marketing is also needed.

 12. Niraj says:

  અરે આ તો મજા આવી. “અખંદ આનંદ” નું પણ ઓન-લાઈન subscribe કરવા ની link હોય તો મજા પડી જાય.
  આભાર

 13. તંત્રી શ્રી,

  ચોખવટ બદલ આપનો ખુબ ખુબ આભાર. તમારી પાસે આ ચોખવટ એટલે કરાવી કે બીજા સામયિકોના તંત્રીઓને એમ ન થાય કે નવનીત સમર્પણ જ શું કામ, અમે કેમ નહીં? નવનીત સમર્પણે તમારા કામની નોંધ લીધી હતી એટલા માટે? તમને પણ ખબર છે અનેક ગુજરાતી સામયિકો ભીંસમાં છે. એમણે તમારા કામ્ની નોંધ ન લીધી હોય તો પણ તમે તેમના માટે પણ ટહેલ નાખો એવા સજ્જન છો એ વાત સ્પષ્ટ કરવાનો જ હેતુ હતો. ગેરસમજ ન કરશો.

  આવા સંવેદનશીલ મુદ્દા પર લેખ મુકતા જરા વધુ વિચાર કરજો અને બને તો લેખ સાથે ચોખવટ કરજો. લોકોની યાદશક્તિ બહુ ટુંકી હોય છે.

  સુજ્ઞ વાચક

 14. pragnaju says:

  આવા સરસ મેગેઝીનના લવાજમ ભરવા જોઈએ અને જેને પોષાય તેમ હોય તેની આપણું મેગેઝીન ન આપતાં તેની પાસે ખરીદાવવાનો આગ્રહ રાખવો જોઈએ
  પ્રસંગોએ તેના લવાજમની ભેટ પણ આપી શકાય

 15. Niraj says:

  “અખંદ આનંદ” નું ઓન-લાઈન subscribe કરવા ની link હોય તો nirajrm[at]gmail.com પર e-mail કરવા વિનંતી.
  આભાર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.