માંહેલી ચિનગારી જાળવી રાખો – ચેતન ભગત

[ઉપરાઉપરી ત્રણ વિશ્વ વિક્રમી વિક્રેતા (world best seller) પુસ્તકો આપનારા ચેતન ભગતે ભારતીય અંગ્રેજી લખાણને નવો આયામ આપ્યો છે. ‘ફાઈવ પોઈન્ટ સમવન:’, ‘વ્હોટ નોટ ટુ ડુ એટ આઈઆઈટી’, ‘વન નાઈટ એટ કોલ સેન્ટર’ અને ‘ધ થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઈફ’ નામની આધુનિક ભારતને નિરૂપતી નવલકથાના લેખક ચેતન ભગતને ફક્ત તેત્રીસ વર્ષની ઉંમરે વિવેચકોએ પ્રશંસ્યા છે. પ્રસ્તુત છે સિમબાયોસિસ બી.બી.એ.ના 2008ના વિદ્યાર્થીઓ સામે આપેલું તેમનું ઉદ્દઘાટન-પ્રવચન ‘નવનીત સમર્પણ’ સપ્ટેમ્બર-2008માંથી સાભાર. અનુવાદ : દીપક દોશી.]

chetanbhagatસર્વને શુભ-પ્રભાત અને તમારી સાથે વાત કરવાનો મોકો આપવા માટે આભાર. ઘરની સુવિધાઓ (કેટલીક તકલીફો) છોડીને અહીં આ કૉલેજમાં કંઈક બનવા આવ્યા છો. મને ખાતરી છે કે તમે બધા ખૂબ ઉત્સાહમાં છો. માનવજીવનમાં ખરી ઉત્તેજનાના દિવસો ખૂબ ઓછા હોય છે. કૉલેજનો પહેલો દિવસ એમાંનો એક છે. આજે તૈયાર થતી વખતે તમારા હૃદયમાં આછી ઝણઝણાટી થઈ હશે. સભાગૃહ કેવું હશે, શિક્ષકો કેવા હશે. મારા નવા કલાસ-મિત્રો કેવા હશે. આ બધી ઉત્સુકતાઓની ભરમાર હશે. તમારી આ ઉત્સુકતા, આ ચિનગારી તમને આજે સાચા અર્થમાં જીવંત બનાવે છે. આજે હું આ ચિનગારીને કઈ રીતે ચેતેલી રાખવી એના વિશે વાત કરવાનો છું. બીજા શબ્દોમાં કહું તો, કઈ રીતે સૌથી વધુ આનંદમાં રહેવાય. ભલે એ હંમેશ માટે ન પણ હોય.

આ ચિનગારીનો આરંભ ક્યાંથી થાય છે ? મને લાગે છે કે આપણે એની સાથે જ જન્મ્યા છીએ. મારા ત્રણ વર્ષનાં જોડિયાં બાળકોમાં હજારો ચિનગારી ભરી છે. એક સાદા સ્પાઈડરમેનનું રમકડું એને પથારીમાં કૂદતો કરી દે છે. બગીચાના કર્કશ હીંચકામાં એમને આનંદ આવે છે, પપ્પા પાસેથી વાર્તા સાંભળવા તેઓ સદા ઉત્સુક છે. એમના જન્મદિવસની પાર્ટીના તેઓ દરરોજ દિવસ ગણતાં હોય છે. મહિનાઓ પહેલાં પોતાના જન્મદિવસની કેક કાપવાનો દિવસ રટ્યા કરતાં હોય છે. તમારા જેવા વિદ્યાર્થીઓને જોઉં છું ત્યારે મને હજી કોઈ ચિનગારી જડી જાય છે પણ મોટી ઉંમરના લોકોમાં આ ચિનગારી જડવી મુશ્કેલ છે. એનો અર્થ એ કે ઉંમર વધતાં ચિનગારી ઝાંખી પડી જાય છે. જેમની ચિનગારી સાવ ઝાંખી પડી જાય છે તેઓ સાવ હતાશ, દુ:ખી, ધ્યેયહીન અને કડવા થઈ જાય છે. ‘જબ વી મેટ’ની ઉત્તરાર્ધ પહેલાંની કરીનાને યાદ કરો અને પછીની યાદ કરો. બસ, ચિનગારી બુઝાઈ જાય ત્યારે આવું જ થાય છે. તો એ ચિનગારી બચાવી રાખવા શું કરવું ?

તમારી ચિનગારી કે ઊર્જાને દીવારૂપે કલ્પો. પહેલું પાસું છે એની જાળવણી કરવાનું. તમારી ચિનગારીને સતત બળતણ મળવું રહેવું જોઈએ. બીજું છે એને તોફાનથી બચાવવાનું. એની જાળવણી માટે જરૂરી છે જીવનમાં ધ્યેય હોવાં. કઠિન પુરુષાર્થ દ્વારા કુશળતા પ્રાપ્ત કરી સર્વોત્તમ હાંસલ કરવું એ માનવસહજ પ્રકૃતિ છે. ખરેખર તો એ જ સફળતા છે. એ તમારા માટે પણ એટલું જ શક્ય છે. એ કોઈ બાહ્ય પરિમાણ નથી જેમ કે કંપની તરફથી મળતો સારો પગાર, ખાસ પ્રકારની ગાડી કે બંગલો. આપણામાંના મોટા ભાગના મધ્યમ વર્ગના પરિવારમાંથી છે. આપણા માટે ભૌતિક ઉપલબ્ધિઓ સફળતાનો માપદંડ છે – એમાં કશું ખોટુંય નથી. આર્થિક અછતને લીધે તમે દરરોજ મન મારીને જીવ્યા હો ત્યારે આર્થિક સદ્ધરતા મોટી ઉપલબ્ધિ ગણાય. પણ એ જ માત્ર જીવનઉદ્દેશ નથી. જો એમ જ હોત તો અંબાણી ક્યારેય કામ ન કરત. શાહરૂખ ખાન નાચવાનું બંધ કરીને ઘેર બેસી રહત. પિક્સારના વેચાણમાંથી અબજો ડૉલર મળ્યા બાદ સ્ટીવ જોબ્સ વધુ સારા આઈફોન બનાવવાની મહેનત ન કરત. તેઓ આ બધું શા માટે કરે છે ? દરરોજ કામ કરવા તેમને કોણ મજબૂર કરે છે ?

તેઓ કામ કરે છે, કારણ કે તેમને આનંદ આવે છે. કામ કરવાથી એમને જીવંતતા લાગે છે એટલે કરે છે. આજે છીએ એના કરતાં વધુ સારી સ્થિતિ ખુશી આપે છે. તમે વધુ ભણશો તો તમારા માર્ક સારા આવશે. તમે લોકો સાથે હળશોમળશો તો ઈન્ટરવ્યુમાં તમે આગળ આવશો. દરરોજ પ્રેક્ટિસ કરશો તો ક્રિકેટમાં ઝળકશો. તમને ખબર હશે કે હું તેંડુલકર નહીં બની શકું પણ હશો એના કરતાં આગળ જરૂર વધશો. અને છીએ એના કરતાં આગળના સ્તર પર જવાની મહેનત કરવી એ મહત્વનું છે. પ્રકૃતિદત્ત જનીનના ખાસ બંધારણ અને સંજોગવશ આપણો જન્મ થયો છે. આનંદમાં રહેવા માટે આપણે એનો સ્વીકાર કરી એમાંથી ઉત્તમ સર્જવાનું છે. આમ કરો છો ? ધ્યેય તમને એમાં મદદરૂપ થશે. મારે ઉમેરવું જોઈએ કે માત્ર કારકિર્દી કે શૈક્ષણિક ધ્યેય ન સેવો. ધ્યેય એવું હોવું જોઈએ કે સમતુલિત અને સફળ જીવન આપી શકે. સફળ પહેલાં મેં સમતુલિત શબ્દ મૂક્યો છે. સમતુલિત એટલે સ્વાસ્થ્ય, સંબંધો, માનસિક શાંતિ – એ બધું આપે એવું. તમારો સંબંધ તૂટી ગયો હોય તે દિવસે પ્રમોશન મળે તેનો શો અર્થ ? તમારી પીઠ દુ:ખતી હોય ત્યારે ગાડી ચલાવવાનો શો આનંદ ? તાણયુક્ત મગજ સાથે ખરીદી કરવાનું કોને ગમે ?

તમે અવતરણો વાંચ્યાં હશે ‘જીવન એક કઠોર સ્પર્ધા છે.’ કે ‘જીવન એક દોડ છે.’ વગેરે… ના, મારો અનુભવ છે કે જીવન બાળમંદિરની લીંબુ-ચમચીની દોડ જેવું છે. મોઢામાં મૂકેલી ચમચીમાંથી લીંબુ અધવચ્ચે પડી જાય તો દોડમાં પહેલા આવવાનો અર્થ ન સરે. જીવનમાં પણ એવું જ છે. સ્વાસ્થ્ય અને સંબંધો લીંબુ જેવા છે. તમારી કોશિશ તો જ સાર્થક લેખાય જો લીંબુ ચમચીમાં જ રહે. તમારા જીવનમાં સર્વાંગીણ સુમેળ રહે. નહીં તો, સફળ થશો ખરા પણ એ જીવનઊર્જા, ચિનગારી, ઉત્સાહ અને જીવંતતા મરી પરવારશે.

ચિનગારીની માવજત કરવાની એક છેલ્લી વાત. જીવનને બહુ ગંભીરતાથી ન લો. મારા એક યોગશિક્ષક વર્ગમાં વિદ્યાર્થીઓને હસાવતા. એક વિદ્યાર્થીએ એમને પૂછ્યું કે આ હાસ્યને લીધે આપણા યોગમાં કંઈ ખામી તો નહીં રહી જાયને ! શિક્ષકે કહ્યું (‘don’t be serious, be sincere’) ગંભીર થવાની જરૂર નથી, સહજ થવાની જરૂર છે. ત્યારથી મારા કાર્યની દિશા નક્કી થઈ ગઈ છે. એ પછી મારું લેખન હોય, નોકરી હોય, મારા સંબંધો હોય કે મારાં ધ્યેય હોય. દરરોજ મને મારા લખાણ બાબતે હજારો અભિપ્રાય મળતા હોય છે. ઢગલા મોઢે વખાણ પણ હોય અને ધારદાર ટીકા પણ હોય. જો હું એ બધાંને ગંભીરતાથી લઉં તો લખી કઈ રીતે શકું ? અને એ તો જવા દો, જીવી કઈ રીતે શકું ? જીવનને ગંભીરતાની જરૂર નથી, કારણ કે આપણે ખરેખર અહીં બહુ ઓછા સમય માટે છીએ. આપણે ઓછી સમયમર્યાદાવાળા પ્રિપેઈડ કાર્ડ જેવા છીએ. આપણું નસીબ હશે તો બીજાં 50 વર્ષ જીવીશું. 50 વર્ષ એટલે માત્ર 2,500 શનિ-રવિ. તમને લાગે છે કે આપણે માત્ર કામથી લદાયેલા રહેવું જોઈએ ? ઠીક છે યાર, થોડા વર્ગમાં દાંડી મારી, ઈન્ટરવ્યુમાં કંઈક બાફ્યું, પ્રેમમાં પડ્યા ! આખરે આપણે માણસ છીએ, પહેલેથી પ્રોગ્રામ કરેલા કોઈ સાધન નથી !

મેં તમને ત્રણ વાત કરી. પહોંચી વળી શકાય એવાં વાજબી ધ્યેય, સમતુલન અને જીવનને બહુ ગંભીરતાથી ન લેવાની વાત. આને લીધે તમારી ચિનગારીને પોષણ મળશે. જોકે જીવનમાં ચાર પ્રકારનાં તોફાન આવે છે જે ચિનગારી સામે ભય ઊભો કરી શકે અથવા એને સાવ ઓલવી નાખી શકે. આની સામે એનું રક્ષણ કરવું જોઈએ. એ તોફાન એટલે નિરાશા, હતાશા, બિનવાજિબપણું અને એકલતા.

આપણા પ્રયત્નો જ્યારે અપેક્ષા પ્રમાણેનું ફળ નથી આપતા ત્યારે નિરાશા થાય છે. ધાર્યા પ્રમાણે કામ ન થાય કે નિષ્ફળ જવાય. નિષ્ફળતા પચાવવી અઘરી હોય છે, પણ જે એ પચાવીને એમાંથી બહાર આવી ગયા છે તેઓ વધુ શક્તિશાળી બને છે. આ નિષ્ફળતાએ મને શું શીખવ્યું એ પ્રશ્ન તમારી જાતને પૂછવો જોઈએ. તમને અસહ્ય દુ:ખ થશે. એમાંથી ભાગી છૂટવાનું મન થશે. મારું પહેલું પુસ્તક નવ પ્રકાશકોએ નકાર્યું ત્યારે મને પણ આવું જ થયું હતું. કેટલાક આઈ.આઈ.ટી.ના વિદ્યાર્થીઓ ઓછા માર્કને લીધે આત્મહત્યા કરી લેતા હોય છે. કેટલું મૂર્ખામીભર્યું લાગે પણ નિષ્ફળતા તમને ખરેખર ખૂબ દુ:ખ આપે છે. પણ આ જ જીવન છે. પડકારની સામે આપણી હંમેશાં જીત થતી હોત તો એ પડકાર કઈ રીતે કહેવાય ? અને યાદ રાખો – તમે જ્યારે ક્યાંક નિષ્ફળ જાઓ છો ત્યારે તમને તમારી મર્યાદા કે ક્ષમતા સમજાય છે. અને એ કંઈ ઓછું ન કહેવાય.

નિરાશાની બહેન છે હતાશા. બીજું તોફાન. તમે ક્યારેય હતાશ થયા છો ? જ્યારે બધું અટકી પડે છે. ભારતમાં તો એ ખાસ પ્રસ્તુત છે. ટ્રાફિક જામથી લઈને યોગ્ય નોકરીની શોધમાં એટલો વિલંબ થાય કે તમને સમજાય નહીં કે મેં સાચું કર્યું કે નહીં ? પુસ્તકો પછી મેં બોલીવુડ માટે લખવાનું નક્કી કર્યું. મને હતું કે એમને લેખકોની જરૂર છે. હું એ બાબતે ખૂબ ભાગ્યશાળી લેખાઉં છું પણ ફિલ્મ રિલીઝ થવામાં પાંચ વર્ષ વીતી ગયાં. હતાશા ઉત્સાહને કોરી ખાય છે અને આપણી જીવનશક્તિને નકારાત્મક બનાવીને આપણને કડવા બનાવી દે છે. હું એનો સામનો કઈ રીતે કરું છું ? કેટલો સમય આપવો પડશે એનો યથાર્થ અડસટ્ટો લગાવું. ફિલ્મ બનાવવામાં લાંબો સમય લાગે, ભલે એ તરત જોવાઈ જતી હોય. એના અંતિમ પરિણામ કરતાં પ્રક્રિયામાંથી આનંદ લેવાનો અભિગમ. ગમે તેમ તોય હું સ્ક્રિપ્ટ કઈ રીતે લખાય તે શીખ્યો, વળી સમાંતરે મારે ત્રીજું પુસ્તક લખવાનું ચાલુ હતું. મિત્રો, ખાનપાન, પ્રવાસ જેવો શોખ તમને સરળતાથી આનંદમય અવકાશ આપી શકે છે. યાદ રાખો. જીવનમાં કાંઈ પણ વધુ ગંભીરતાથી નથી લેવાનું. ક્યાંક વધુ પડતા ગંભીર થયા છો એનો પુરાવો છે – હતાશા.

બિનવાજિબપણું : સૌથી અઘરી વાત આ છે અને કમભાગ્યે આપણો દેશ એ રીતે જ ચાલે છે. સાઠગાંઠવાળા, પૈસાદાર બાપના, સુંદર ચહેરાવાળા, નાતીલાઓ સરળતાથી ઘૂસી જાય છે – માત્ર બોલીવુડમાં જ નહિ, બધે જ. ક્યારેક માત્ર નસીબના જોરે. ભારતમાં એટલી ઓછી તકો છે કે ટૂંક સમયમાં સફળતા મેળવવા આકાશ-પાતાળ એક કરવાં પડે. પણ લાંબા ગાળામાં કામ થતું હોય છે ખરું. સમજી લો કે કેટલાક લોકો તમારા કરતાં વધુ નસીબદાર છે. જો કે તમને કૉલેજમાં અભ્યાસ કરવાનો મોકો મળ્યો અને મારું અંગ્રેજીમાં આપેલું ભાષણ સમજી શકો છો એટલે ભારતીય સ્તરે ખાસા નસીબદાર કહેવાઓ. જે મળ્યું છે એ માટે આભાર માનો અને જે નથી મળ્યું તેને સ્વીકારવાનું આત્મબળ. મારા વાચકો માટે મને એટલો બધો પ્રેમ છે કે બીજા લેખકોને એની કલ્પના પણ નહીં આવે. તેમ છતાં મને સાહિત્યિક પ્રશંસા નથી મળતી. તો ભલે એમ ! હું ઐશ્વર્યા રાય જેવો રૂપાળો નથી લાગતો, પણ મારા બન્ને દીકરા મને એના કરતાંય વધારે રૂપાળા લાગે છે ! બરાબર છે ? ટૂંકમાં તમારી ચિનગારી બિનવાજિબપણાને લીધે ઓલવાઈ ન જાય તેનું ધ્યાન રાખો.

છેલ્લે, તમારે ચેતવાનું છે એકલતાથી. એ પણ ચિનગારી બુઝાવી શકે છે. જેમ તમે મોટા થાઓ છો એમ લાગશે કે હું કંઈક અલગ છું. નાના હો ત્યારે બધાં બાળકોને આઈસ્ક્રીમ અને સ્પાઈડરમેન જોઈતાં હોય. મોટા થાઓ, કૉલેજમાં આવો ત્યારે પણ મિત્રો ગમતા હોય છે. પણ દસ વર્ષ પછી તમને ખ્યાલ આવે છે કે તમે કંઈક જુદા છો. તમારી જરૂરિયાતો, માન્યતાઓ, લાગણીઓ તમારા નજીકનાથી પણ જુદાં છે. બીજાનાં ધ્યેય સાથે તમારાં ધ્યેય સરખાવતાં તમને આંતરિક સંઘર્ષ થશે. એટલે કેટલાંક ધ્યેય તમે પડતાં મૂકશો. કૉલેજનો બાસ્કેટબોલ ચેમ્પિયન મોટે ભાગે એને ત્યાં બીજું બાળક થાય ત્યાં સુધીમાં રમવાનું છોડી દેતો હોય છે. જેને માટે એક સમયે ખૂબ લગાવ હતો હવે તેને માટે બેધ્યાન છે. પોતાના પરિવાર માટે એ કામ કરે છે. પણ આમ કરવામાં ચિનગારી બુઝાઈ જાય છે. ક્યારેય આવી બાંધછોડ ન કરશો. પહેલાં પોતાને પ્રેમ કરો અને પછી બીજાને.

તો આ ચાર તોફાન વિશે મેં તમને કહ્યું. નિરાશા, હતાશા, બિનવાજિબપણું અને એકલતા. એનાથી અળગા નહીં રહી શકો. ચોમાસાની જેમ એના સમયે એ આવશે જ. તમારે માત્ર રેઈનકોટ તૈયાર રાખવાનો છે જેથી ચિનગારી બુઝાઈ ન જાય.

ફરી જીવનનાં આ સૌથી અદ્દભુત વર્ષોમાં તમારું સ્વાગત છે. જો મને સમયમાં પાછા ફરવાની છૂટ મળે તો ચોક્કસ કૉલેજના દિવસો પસંદ કરું. પણ મને આશા છે કે આજથી દસ વર્ષ પછી પણ તમારી આંખો આજ જેટલી જ ચમકતી હોય. તમે ચિનગારી જાળવી રાખો. માત્ર કૉલેજકાળ પૂરતી નહીં પણ આવતા 2500 શનિ-રવિ સુધી. અને હું એવી પણ આશા રાખું છું કે માત્ર તમે નહીં પણ આપણો આખો દેશ આ ચિનગારીનું જતન કરે, કારણ કે અત્યારે એની સૌથી વધુ જરૂર છે. મને એમ કહેવું ગમશે કે હું એક અબજ ચિનગારીઓના દેશમાંથી આવું છું.

આભાર !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સહિયારું કર્તવ્ય – મૃગેશ શાહ
બાળવાર્તાઓ – સંકલિત Next »   

23 પ્રતિભાવો : માંહેલી ચિનગારી જાળવી રાખો – ચેતન ભગત

 1. nayan panchal says:

  ખૂબ જ સરસ અને સચોટ લેખ. ચેતન ભગત આજના યુવાનોની નાડ સારી રીતે પારખે છે અને તેથી જ તેમના ત્રણે ત્રણ ‘મસાલેદાર’ પુસ્તકો બેસ્ટ સેલર નીવડ્યા છે.

  IIT અને IIM-Ahmedabad માં અભ્યાસ કરી ચૂકેલા આ લેખક્નો આ લેખ સમયાંતરે વાંચતા રહેવો પડશે. આપણા પ્રિ-પેઈડ કાર્ડ જેવા જીવનમાં જો ચિનગારીઓનુ balance ઓછું થતુ જાય તો આ લેખ વાંચીને થોડુ રિચાર્જ થઈ જવાય.

  સુંદર અનુવાદ બદલ દીપકભાઈનો આભાર.

  નયન

 2. Pratik says:

  ખૂબ જ સરસ લેખ આપવા બદલ મ્રુગેશભાઈ ને અભિનંદન.

  દીપકભાઈ દોશી અને ચેતનભાઈ ભગત તો અભિનંદનના હકદાર ખરા જ !!

 3. સુરેશ જાની says:

  અત્યંત સુંદર લેખ. દરેક ઉમ્મરની વ્યક્તીને માટે પ્રેરણાદાયી છે. એમનાં અંગ્રેજી લખાણો નેટ ઉપર વાંચવા હોય તો ક્યાંથી મળે તે માહીતી આપી શકશો?

 4. Hardik says:

  Keep the Spark

  Inaugural Speech for the new batch at the Symbiosis BBA program 2008

  © Chetan Bhagat

  Good Morning everyone and thank you for giving me this chance to speak to you. This day is about you. You, who have come to this college, leaving the comfort of your homes (or in some cases discomfort), to become something in your life. I am sure you are excited. There are few days in human life when one is truly elated. The first day in college is one of them. When you were getting ready today, you felt a tingling in your stomach. What would the auditorium be like, what would the teachers be like, who are my new classmates – there is so much to be curious about. I call this excitement, the spark within you that makes you feel truly alive today. Today I am going to talk about keeping the spark shining. Or to put it another way, how to be happy most, if not all the time.

  Where do these sparks start? I think we are born with them. My 3-year old twin boys have a million sparks. A little Spiderman toy can make them jump on the bed. They get thrills from creaky swings in the park. A story from daddy gets them excited. They do a daily countdown for birthday party – several months in advance – just for the day they will cut their own birthday cake.

  I see students like you, and I still see some sparks. But when I see older people, the spark is difficult to find. That means as we age, the spark fades. People whose spark has faded too much are dull, dejected, aimless and bitter. Remember Kareena in the first half of Jab We Met vs the second half? That is what happens when the spark is lost. So how to save the spark?

  Imagine the spark to be a lamp’s flame. The first aspect is nurturing – to give your spark the fuel, continuously. The second is to guard against storms.

  To nurture, always have goals. It is human nature to strive, improve and achieve full potential. In fact, that is success. It is what is possible for you. It isn’t any external measure – a certain cost to company pay package, a particular car or house.

  Most of us are from middle class families. To us, having material landmarks is success and rightly so. When you have grown up where money constraints force everyday choices, financial freedom is a big achievement.

  But it isn’t the purpose of life. If that was the case, Mr Ambani would not show up for work. Shah Rukh Khan would stay at home and not dance anymore. Steve Jobs won’t be working hard to make a better iPhone, as he sold Pixar for billions of dollars already. Why do they do it? What makes them come to work everyday?

  They do it because it makes them happy. They do it because it makes them feel alive. Just getting better from current levels feels good. If you study hard, you can improve your rank. If you make an effort to interact with people, you will do better in interviews. If you practice, your cricket will get better. You may also know that you cannot become Tendulkar, yet. But you can get to the next level. Striving for that next level is important.

  Nature designed with a random set of genes and circumstances in which we were born. To be happy, we have to accept it and make the most of nature’s design. Are you? Goals will help you do that.

  I must add, don’t just have career or academic goals. Set goals to give you a balanced, successful life. I use the word balanced before successful. Balanced means ensuring your health, relationships, mental peace are all in good order.

  There is no point of getting a promotion on the day of your breakup. There is no fun in driving a car if your back hurts. Shopping is not enjoyable if your mind is full of tensions.

  You must have read some quotes – Life is a tough race, it is a marathon or whatever. No, from what I have seen so far, life is one of those races in nursery school. Where you have to run with a marble in a spoon kept in your mouth. If the marble falls, there is no point coming first. Same with life, where health and relationships are the marble. Your striving is only worth it if there is harmony in your life. Else, you may achieve the success, but this spark, this feeling of being excited and alive, will start to die.

  One last thing about nurturing the spark – don’t take life seriously. One of my yoga teachers used to make students laugh during classes. One student asked him if these jokes would take away something from the yoga practice. The teacher said – don’t be serious, be sincere. This quote has defined my work ever since. Whether its my writing, my job, my relationships or any of my goals. I get thousands of opinions on my writing everyday. There is heaps of praise, there is intense criticism. If I take it all seriously, how will I write? Or rather, how will I live? Life is not to be taken seriously, as we are really temporary here. We are like a pre-paid card with limited validity. If we are lucky, we may last another 50 years. And 50 years is just 2,500 weekends. Do we really need to get so worked up? It’s ok, bunk a few classes, goof up a few interviews, fall in love. We are people, not programmed devices.

  I’ve told you three things – reasonable goals, balance and not taking it too seriously that will nurture the spark. However, there are four storms in life that will threaten to completely put out the flame. These must be guarded against. These are disappointment, frustration, unfairness and loneliness of purpose.

  Disappointment will come when your effort does not give you the expected return. If things don’t go as planned or if you face failure. Failure is extremely difficult to handle, but those that do come out stronger. What did this failure teach me? is the question you will need to ask. You will feel miserable. You will want to quit, like I wanted to when nine publishers rejected my first book. Some IITians kill themselves over low grades – how silly is that? But that is how much failure can hurt you.

  But it’s life. If challenges could always be overcome, they would cease to be a challenge. And remember – if you are failing at something, that means you are at your limit or potential. And that’s where you want to be.

  Disappointment’s cousin is frustration, the second storm. Have you ever been frustrated? It happens when things are stuck. This is especially relevant in India. From traffic jams to getting that job you deserve, sometimes things take so long that you don’t know if you chose the right goal. After books, I set the goal of writing for Bollywood, as I thought they needed writers. I am called extremely lucky, but it took me five years to get close to a release.

  Frustration saps excitement, and turns your initial energy into something negative, making you a bitter person. How did I deal with it? A realistic assessment of the time involved – movies take a long time to make even though they are watched quickly, seeking a certain enjoyment in the process rather than the end result – at least I was learning how to write scripts , having a side plan – I had my third book to write and even something as simple as pleasurable distractions in your life – friends, food, travel can help you overcome it. Remember, nothing is to be taken seriously. Frustration is a sign somewhere, you took it too seriously.

  Unfairness – this is hardest to deal with, but unfortunately that is how our country works. People with connections, rich dads, beautiful faces, pedigree find it easier to make it – not just in Bollywood, but everywhere. And sometimes it is just plain luck. There are so few opportunities in India, so many stars need to be aligned for you to make it happen. Merit and hard work is not always linked to achievement in the short term, but the long term correlation is high, and ultimately things do work out. But realize, there will be some people luckier than you.

  In fact, to have an opportunity to go to college and understand this speech in English means you are pretty darn lucky by Indian standards. Let’s be grateful for what we have and get the strength to accept what we don’t. I have so much love from my readers that other writers cannot even imagine it. However, I don’t get literary praise. It’s ok. I don’t look like Aishwarya Rai, but I have two boys who I think are more beautiful than her. It’s ok. Don’t let unfairness kill your spark.

  Finally, the last point that can kill your spark is isolation. As you grow older you will realize you are unique. When you are little, all kids want Ice cream and Spiderman. As you grow older to college, you still are a lot like your friends. But ten years later and you realize you are unique. What you want, what you believe in, what makes you feel, may be different from even the people closest to you. This can create conflict as your goals may not match with others. . And you may drop some of them. Basketball captains in college invariably stop playing basketball by the time they have their second child. They give up something that meant so much to them. They do it for their family. But in doing that, the spark dies. Never, ever make that compromise. Love yourself first, and then others.

  There you go. I’ve told you the four thunderstorms – disappointment, frustration, unfairness and isolation. You cannot avoid them, as like the monsoon they will come into your life at regular intervals. You just need to keep the raincoat handy to not let the spark die.

  I welcome you again to the most wonderful years of your life. If someone gave me the choice to go back in time, I will surely choose college. But I also hope that ten years later as well, you eyes will shine the same way as they do today. That you will Keep the Spark alive, not only through college, but through the next 2,500 weekends. And I hope not just you, but my whole country will keep that spark alive, as we really need it now more than any moment in history. And there is something cool about saying – I come from the land of a billion sparks.

  Thank You.

  —-

 5. Hardik says:

  http://chetanbhagat.com/ આ તેમની ઓફિસીયલ વેબસાઈટ છે.

  http://www.chetanbhagat.com/blog/ – આ બ્લોગ માટેની લિન્ક છે.

  But I am not sure we can read anything there except a sample chapter but yeah the blog contains other interesting information like the his books adapted movie – Hello, which will be released on September 19.

 6. જીતેન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ લેખ. I read english of this article yesterday only and I was planning to translate into gujarati but its done. Very great. Thanks

 7. pragna says:

  very good article,

  really, we all born with a spark within us but the most difficult thing is to keep it shining throughout the life.

 8. parikhupendra says:

  most respected bhagatsaheb, I upendra parikh most humbly state that i had come to atlanta U.S.A.in 2oo5 after retiorement from gov”t job at ahmedabad . iam really very very happy for this article . i also heartily appreciate services rendered by readgujarati.com . last many many thanks to u & to web site organiser . for any mistake pl. bear with me as this first experience for me . upendra .

 9. ભાવના શુક્લ says:

  ખુબ સરસ વાત્.

 10. Ashish Dave says:

  I have read this article on internet a while back. Thanks for a translation so that I can share this with my mother.

  Ashish Dave
  Sunnyvale, California

 11. Hiral Thaker "Vasantiful" says:

  “જીવન બાળમંદિરની લીંબુ-ચમચીની દોડ જેવું છે. મોઢામાં મૂકેલી ચમચીમાંથી લીંબુ અધવચ્ચે પડી જાય તો દોડમાં પહેલા આવવાનો અર્થ ન સરે. જીવનમાં પણ એવું જ છે. સ્વાસ્થ્ય અને સંબંધો લીંબુ જેવા છે. તમારી કોશિશ તો જ સાર્થક લેખાય જો લીંબુ ચમચીમાં જ રહે. તમારા જીવનમાં સર્વાંગીણ સુમેળ રહે. નહીં તો, સફળ થશો ખરા પણ એ જીવનઊર્જા, ચિનગારી, ઉત્સાહ અને જીવંતતા મરી પરવારશે.”

  ખુબ જ સરસ.

 12. Nishant says:

  બહુજ સરસ લેખ, વચિને ઘનિ પ્રેરના મલિ, અજ ના યુગ મા વધારે પોસિતિવ વાતો નિ જરુર ચે.

 13. Niraj says:

  અતિ સુંદર…

 14. અતુલ જાની (આગંતુક) says:

  સુંદર વાત.

  ઉત્સાહ, ઉત્કંઠા અને કશુંક કરવાની ઝંખનારૂપી ચીનગારીનું સુંદર વર્ણન.

  જીવન વીશે પણ સુંદર અભીગમ. જીવનને ગંભીર બનાવી મુકવા કરતા સહજ બનાવવા પર સારી રીતે પ્રકાશ પાડવામાં આવ્યો. વળી આ ચીનગારીને ઓલવી નાખતા પરીબળો વીશે પણ સુંદર સમજ આપીને તેને સતત જલતી કેમ રાખવી તેની પણ સુંદર છણાવટ.

  બસ આમ એક મેકની જીંદગીમાં દીવેલ પુરતા રહીએ અને આપણી તથા સહુની ચિનગારીઓ જલતી રહે તે માટે એક નવી ચીનગારી આપણા હ્રદયમાં પ્રગટાવીએ.

 15. CHetan Bhai,
  ફોઇ એ તમારુ નામ યથર્થ જ પાડ્યુ છે. આવા લેખો જ આજનિ યુવા પેઢિ ને યોગ્ય માર્ગદર્શન્ પુરુ પાડિ શકે છે.I had read your books and it is matched (the thought you have inspired) with thw one of the greatest guru on this world. (i will not mention the name)
  Thanks for the article.
  Read gujarati long live.

 16. nidhi says:

  ખુબ જ સરસ લેખ.શિક્ષક તરીકે મારા વીગ્યાન પર્વાહ્ના વીધ્યાર્થીઓ ને જ્યારે આ લેખ વ્ન્ચાવ્યો ત્યારે બીજા દિવસએ તેમના મા ન્વો ઉત્સાહ દેખાયો.તેમ્ની કાર્કિર્દ ઘ્ડ્વાની ચિનગારીને બળતણ મળ્યુ.

 17. Maitri Jhaveri says:

  Thanks a lot for this article Mrugeshbhai,
  Chetan Bhagat is my favourite author, I love his all 3 books..
  This article is really very inspiring…

 18. pragnaju says:

  આ સુંદર લેખ બે વાર વાંચ્યો
  હાર્દિકનો મૂળ લેખ વાંચી વધુ આનંદ થયો
  મિત્રોને ઈ મેઈલથી મોકલું છું

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.