લઈને આવ્યો છું – મનહર મોદી

સરસ આંખો વિના કારણ રડેલી લઈને આવ્યો છું.
બધી ખોટી વ્યથા સાચી ઠરેલી લઈને આવ્યો છું.

તમારી રાહ જોઈ થાકવામાં પણ મજા લે છે,
બધીયે સાંજ ઠેકાણે પડેલી લઈને આવ્યો છું.

જગત આખું ચળકતું સ્વપ્ન છે કોઈક આંખોનું,
મને એ બાતમી એમ જ મળેલી લઈને આવ્યો છું.

ભલી થઈ લાગણી દેખાવના દરિયે ડૂબી ગઈ છે,
અને ત્યાંથી ફરી બેઠી થયેલી લઈને આવ્યો છું.

અહીં એવા ય લોકો છે કે અડધું ઊંઘવા દે છે,
અને હું ઊંઘ પણ અડધી વધેલી લઈને આવ્યો છું.

હકીકત જો કહું તો જિંદગી બળતી બપોરો છે,
અને એમાંય હું સંધ્યા ઢળેલી લઈને આવ્યો છું.

તમારા સમ હવેથી હું નથી કોઈ જ ઠેકાણે,
મને નશ્વર જગા વળગી ગયેલી લઈને આવ્યો છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાળકો સાથે શી રીતે વાત કરશું ? – મૂળશંકર પ્રા. ભટ્ટ
આગળ ઉપર જોયું જશે – સંજુ વાળા Next »   

23 પ્રતિભાવો : લઈને આવ્યો છું – મનહર મોદી

 1. Hiral Thaker "Vasantiful" says:

  “સરસ આંખો વિના કારણ રડેલી લઈને આવ્યો છું.
  બધી ખોટી વ્યથા સાચી ઠરેલી લઈને આવ્યો છું.”

  સરસ રચના

 2. Niraj says:

  સુંદર…

 3. nayan panchal says:

  સરસ કાવ્ય.

  નયન

 4. નિર્લેપ ભટ્ટ - દોહા says:

  ગહન વાત.

 5. narendrashingala says:

  ખુબજ સુન્દર રચના આપના દ્વારા આપવા મા આવતા લખાણો સુન્દર હોય વાચવા નિ મઝા પડે
  તે માટૅ ખુબજ અભિન્દન

 6. Pinki says:

  ‘લઈને આવ્યો છું’ -નવા જ રદ્દીફવાળી મજાની ગઝલ…..

 7. ભાવના શુક્લ says:

  બધીયે સાંજ ઠેકાણે પડેલી લઈને આવ્યો છું.
  ………
  કદી એક વિચાર અને વહાલનુ અવલંબન અને જીંદગીની બધીજ સાંજો ઠેકાણે પડી જાય..
  સુંદર વ્યથા નિરુપણ

 8. vipul patelia says:

  બહુ સરશ્

  IT ; TO NICE AS THIU, 3RD PORTION , WORLD IS ALLU, FOIL, I LIKE THAT
  THANKS
  VIPUL

 9. pragnaju says:

  સરસ રચના
  તમારા સમ હવેથી હું નથી કોઈ જ ઠેકાણે,
  મને નશ્વર જગા વળગી ગયેલી લઈને આવ્યો છું.
  ગમી

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.