દુલારું દાંપત્ય – સં. મહેન્દ્ર મેઘાણી

[ લગ્ન, સ્ત્રી, માતા, કુટુંબ અને પ્રેમ જેવા વિષયો પર વિવિધ વિદેશી લેખકોના સુવાક્યોનો અનુવાદ રૂપે રજૂ કરતી ખિસ્સામાં સમાઈ જાય તેવડી પુસ્તિકા (એટલે કે ખિસ્સાપોથી) ‘દુલારું દાંપત્ય’ માંથી સાભાર. 32 પાનાંની પુસ્તિકાની કિંમત રૂ. 3 છે અને તે લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર ખાતેથી મેળવી શકાય છે.
સંપર્કસુત્ર : ફોન – (0278) 256 6402. ઈ-મેઈલ : lokmilaptrust2000@yahoo.com ]

dampatya[1]
લગ્ન એટલે પુરુષ અને સ્ત્રી વચ્ચેનો એ સંબંધ
જેમાં ઉભયની સ્વતંત્રતા સમાન હોય છે;
પરસ્પરની પરાધીનતા હોય છે,
અન્યોન્ય પ્રત્યેનું કર્તવ્યપાલન હોય છે.

[2]
સાચી ગૃહિણી જ્યાં જાય છે ત્યાં સદાય
તેની આસપાસ ગૃહ રચાઈ જાય છે.
એના મસ્તક ઉપર ખુલ્લું આકાશ જ ભલે હોય,
પણ જ્યાં ક્યાંય એ હશે ત્યાં ઘર હોવાનું જ.

[3]
હે બાળકો,
સહુથી મહામૂલી એક સોગાદ
હજી તમારી પાસે રહેલી છે ત્યાં જ
એનો જેટલો લેવાય તેટલો લહાવો લઈ લેજો –
એ છે પ્રેમાળ માતા.
મોટાં થશો ત્યારે તમને મિત્રો મળશે –
માયાળુ, મહોબતીલા ભેરુઓ મળશે –
પણ એકમાત્ર મા સિવાય બીજું કોઈ
જે આપી શકતું નથી એવી,
શબ્દોથી અવ્યક્ત મમતા ને શીતળતા તો
ફરી ક્યારેય તમને સાંપડવાની નથી.

[4]
યૌવન એ જિંદગીનો કોઈ કાળ નથી;
એ ચિત્તની એક અવસ્થા છે.

[5]
દીકરીઓને આપણે ચાહીએ છીએ,
એ જેવી છે તેને માટે;
દીકરાઓને ચાહીએ છીએ તે જેવા બનવાના છે એને માટે.

[6]
જીવનમાં બીજી કેટલીયે સુંદર સુંદર વસ્તુઓ થોકબંધ મળે છે :
આટલાં બધાં ગુલાબો, તારાઓ, સૂર્યાસ્તો, મેઘઘનુષો;
પણ દુનિયા આખીમાં માતા તો એક જ હોય છે.

[7]
ઘર એટલે –
આપણા પગ જેનાથી વિખુટા પડી શકે,
પણ આપણું હૈયું કદી નહિ.

[8]
હે ભાગ્યદેવતા,
એટલું વરદાન માગું છું કે મારી વાંછના રહે –
સાંત્વન પામવાની નહિ, પણ અન્યને આપવાની;
મારી વાત સમજાવવાની નહિ, પણ કોઈની સમજવાની;
બીજાનો પ્રેમ પામવાની નહિ, પણ પ્રેમ આપવાની.
કારણ કે આપીએ છીએ, ત્યારે જ અમે મેળવીએ છીએ,
ક્ષમા કરીએ છીએ, ત્યારે જ ક્ષમા પામીએ છીએ,
અને મૃત્યુ પામીએ છીએ ત્યારે જ
અમૃત જીવનમાં જન્મ પામીએ છીએ.

[9]
જેની સાથે હાસ્ય-કિલ્લોલ કરેલાં હોય,
તેને આપણે કદાચ ભૂલી જઈએ;
પણ જેની સાથે આંસુ સારેલાં હોય, તેને કદી નહિ.

[10]
સફળ લગ્ન એ એક એવી ઈમારત છે,
જેને રોજેરોજ નવેસર ચણવી પડે છે.

[11] ચાહે તેવા પુરુષમાંથી પણ સારો પતિ નિપજાવવાની કલા
સુલક્ષણા નારીને વરેલી હોય છે.

[12]
દુલારા દાંપત્ય માટે
અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે –
હંમેશા એની એ જ વ્યક્તિ સાથે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તો ખરા ! – ‘પથિક’ પરમાર
રોટલા બાવા – રમણલાલ સોની Next »   

23 પ્રતિભાવો : દુલારું દાંપત્ય – સં. મહેન્દ્ર મેઘાણી

 1. nayan panchal says:

  સરસ સંકલન.

  નયન

  “યૌવન એ જિંદગીનો કોઈ કાળ નથી;
  એ ચિત્તની એક અવસ્થા છે.”

  “દુલારા દાંપત્ય માટે
  અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે –
  હંમેશા એની એ જ વ્યક્તિ સાથે.”

 2. Rekha Sindhal says:

  સરસ સઁકલન !

 3. Niraj says:

  મજાનું…

 4. Sanjay Patel says:

  Prem ma ekj var paday che, pachi emaj rehvay che…mane to atlij khabar pade che….pachi kavi ni bhasa judi hoi sake…baki prem ma to ekj var paday…

 5. pragnaju says:

  અદભુત
  બીજાનો પ્રેમ પામવાની નહિ, પણ પ્રેમ આપવાની.
  કારણ કે આપીએ છીએ, ત્યારે જ અમે મેળવીએ છીએ,
  ક્ષમા કરીએ છીએ, ત્યારે જ ક્ષમા પામીએ છીએ,
  અને મૃત્યુ પામીએ છીએ ત્યારે જ
  અમૃત જીવનમાં જન્મ પામીએ છીએ.
  મઝાનું સંકલન

 6. papu says:

  Saras sankalna , sir , Thank you!

 7. NARENDRA says:

  નરેન્દ્ર ચેવલિ

  ઇ મૈલ સુરર્તિલાલા

  Please give detail instructions on how to write to you in Gujarati. Thank you.

 8. Nidhee Vyas says:

  Not comparable…

 9. સુંદર વાતો …

 10. Ranjitsinh Rathod says:

  મજા આવી.

 11. અતુલ જાની (આગંતુક) says:

  સુંદર સંકલન – અને મારા ગામમાં જ. બનશે તો આજે જ પુસ્તક મેળવી લઈશ. ગુજરાતમાં કોઈને જોઈતું હોય તો મને ઈ-મેઈલ કરશો તો હું મેળવીને મોકલી આપીશ. મારું ઈ-મેઈલ એડ્રેસ નીચે પ્રમાણે છે.

  atuljaniagantuk@gmail.com
  atuljaniagantuk@ymail.com

 12. ભાવના શુક્લ says:

  સરસ સંકલન!

 13. Ashish Dave says:

  યૌવન એ જિંદગીનો કોઈ કાળ નથી;
  એ ચિત્તની એક અવસ્થા છે.

  A man is not old until regrets take the place of the dreams…

  Ashish Dave
  Sunnyvale, California

 14. Param says:

  મઝા નો Article. અદ્ ભુત site.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.