માણેક મળે મલકતાં – નસીર ઈસમાઈલી

[તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘માણેક મળે મલકતાં’ માંથી સાભાર. આપ લેખકશ્રીનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 25358903. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

manek[1] બેવકૂફ

નોકરી માટેનો ઈન્ટરવ્યૂ આપવા ગયેલા મુલ્લાં નસરુદ્દીનને એક ઈન્ટરવ્યૂઅરે પ્રશ્ન પૂછ્યો :
‘મુલ્લાં, દરિયાની વચ્ચે એક લીંબુનું ઝાડ છે, એના પરના લીંબુ તમે કઈ રીતે તોડી લાવશો ?’
‘પક્ષી બનીને !’ મુલ્લાંએ ઉત્તર આપ્યો.
‘તમે તદ્દન બેવકૂફ છો મુલ્લાં ! માણસ ક્યારેય પક્ષી બની શકે ખરો ?’
‘યસ સર ! દરિયાની વચ્ચે જો લીંબુનું ઝાડ ઊગી શકતું હોય તો માણસ પક્ષી કેમ ના બની શકે ?’ મુલ્લાંએ ‘ગોલીબાર’ કર્યો.

(આપણા બેવકૂફી ભર્યા અધ્યાત્મ પ્રશ્નોના ઉડાઉ ઉત્તરો સત્પુરુષો આ રીતે જ આપે છે ને ?)
.

[2] પુસ્તક વિ. કેલેન્ડર

એક રાતે મુલ્લાં નસરુદ્દીન એક ધ્યાનથી ન્યુર્યોક ટાઈમ્સનું બેસ્ટ-સેલર બનેલું, એકહાર્ટ ટોલ લિખિત, અધ્યાત્મ-વિજ્ઞાનનું અદ્દભુત પુસ્તક ‘ધ પાવર ઑફ નાઉ’ વાંચી રહ્યા હતાં, ને ખિજાઈને એ પુસ્તક મુલ્લાંના હાથમાંથી ખેંચી લેતાં બીબીએ કહ્યું :
‘કાશ પ્યારા નસરુદ્દીન ! હું એક ઓરત હોવાના બદલે કિતાબ હોત તો હર વક્ત તમારી આંખોની સામે ને તમારા હાથમાં તો રહી શકત !’
‘એના બદલે કાશ પ્યારી બેગમ ! તું એક કેલેન્ડર હોત તો કેવું સારું હોત, જેથી વર્ષ પૂરું થયે તને હું બદલી નાખી તો શકત !’ મુલ્લાએ વળતો શોટ માર્યો.

(દર વર્ષે કેલેન્ડર બદલાય ત્યારે, મૃત્યુ વધુ એક વર્ષ આપણી નજીક આવી ગયું છે, એ અહેસાસ આપણને કેમ નહીં થતો હોય ?)
.

[3] સગપણ ચક્ર !

અમેરિકાના ફિલાડેલ્ફીયા પ્રાંતના એક નિવાસીએ પોતાના નવા સગપણોની ગૂંચથી ત્રાસી જઈને આત્મહત્યા કરીને મરતાં પહેલાં નામદાર કોર્ટને નીચે મુજબનો પત્ર લખતો ગયો,

‘મેં એક વિધવા સાથે પુન:લગ્ન કરેલું જેને આગલા પતિથી થયેલી એક તરુણી પુત્રી હતી. મારા વિધૂર પિતા એ પુત્રીને પરણી બેઠા. ત્યારથી મારી સગપણ ગૂંચની શરૂઆત થઈ કેમ કે આ લગ્નથી મારા પિતા મારા જમાઈ થયા ને મારી પુત્રી મારી સાવકી મા થઈ. વિધવા સાથેના લગ્નથી મારે પણ એક પુત્ર થયો જે મારા પિતાનો પૌત્ર અને સાળો બંને થયો, અને તેથી મારો જ પુત્ર મારો મામો પણ ઠર્યો. મારી સાવકી માને એક પુત્ર થયો ને મારી ગૂંચવણ ઓર વધી ગઈ. એ નવજાત પુત્ર મારો ભાઈ પણ થયો અને દોહિત્ર પણ અને મારી પત્ની ઓટોમેટીક મારી દાદી બની ગઈ. આથી હું મારી પત્નીનો પતિ પણ થયો ને દોહિત્ર પણ. ઉપરાંત મારી માનો પતિ દાદો કહેવાય એ સંબંધે હું પોતે જ મારો દાદો પણ ઠર્યો.

હવે આપ જ કહો સર ! હું મરું નહીં તો શું કરું આ સગપણ-ચક્રમાંથી મુક્ત થવા ?’

(આપણે પણ છેક મરતાં સુધી ‘સગપણચક્ર’માંથી ક્યાં મુક્ત થઈએ છીએ, જેને મૃત્યુ એક ક્ષણમાં વિસર્જિત કરી નાંખે છે ?)
.

[4] જટિલતા

નવરાશનો સમય કાપવા મુલ્લાં નસરુદ્દીન એક સાંજે આર્ટ ગેલેરીની મુલાકાતે ગયા, જ્યાં એક મોડર્ન આર્ટિસ્ટના ચિત્રોનું પ્રદર્શન હતું. એક ચિત્ર સમક્ષ મુલ્લાંને ઘણી વારથી ઊભેલાં જોઈને મોડર્ન આર્ટિસ્ટ મુલ્લાંની પાસે આવ્યો ને બોલ્યો :
‘કેવું લાગ્યું આ ચિત્ર મુલ્લાં સા’બ’
‘અરે વાત ન પૂછો બંધુ ! શું સરસ ચિત્ર બનાવ્યું છે ! એ જોતાં જ મારા મોઢામાં તો પાણી આવી રહ્યું છે !’ મુલ્લાંએ ભાવુક સ્વરે કહ્યું.
‘મોઢામાં પાણી ? અરે બડેમિયાં આ તો આધુનિક માનવીની મનોજટિલતાનું પ્રતીક-ચિત્ર છે !’
‘અચ્છા એમ છે ? હું તો સમજ્યો કે આ જલેબીનું ચિત્ર છે !’ મુલ્લાંએ હોઠ પર જીભ ફેરવતાં કહ્યું.

(આપણે પણ કોઈ વ્યક્તિ યા વસ્તુનું મૂલ્યાંકન, એ ‘જેમ છે તેમ’ કરવાના બદલે આપણાં મનો-પ્રક્ષેપણો અનુસાર જ કરતાં હોઈએ છીએ ને !)
.

[5] જાહેરાત

પોતાના કર્મચારીઓ પ્રત્યે ખૂબ જ ખરાબ વર્તન રાખનાર એક કંજૂસ માલિકે કંપનીની રજતજયંતિ પ્રસંગે જાહેર કર્યું કે, કંપનીની જાહેરાત માટે નીચેની શરતોએ જે કોઈ કર્મચારી સારામાં સારો કીમિયો શોધી લાવશે તેને રૂપિયા પાંચ હજારનું ઈનામ આપવામાં આવશે.
શરત આટલી : ‘કીમિયો સસ્તો હોવો જોઈએ. આખું શહેર એની જ વાત કરતું થઈ જાય એવો હોવો જોઈએ, અને એનાથી દરેકને આનંદ થવો જોઈએ.’

કંપનીના એક કર્મચારી મુલ્લાં નસરુદ્દીને એ જ રાતે પોતાના માલિકને, અવાજ બદલી મોબાઈલ માર્યો.
‘આપે માગેલો કીમિયો મને જડ્યો છે. આપ શહેરની સૌથી ઊંચી ઈમારત પર ચડી નીચે ભૂસકો મારો. એના પૈસા નહીં પડે. આખું શહેર એ વાત જાણશે ને એની ચર્ચા કરશે અને આપની કંપનીના બધા જ કર્મચારીઓને આનંદ થશે.

(મારો જ ધર્મ સૌથી સહેલો-સસ્તો, સૌથી વધુ પ્રચલિત અને સૌથી વધુ આનંદ આપનારો છે – એવા ભ્રમથી આપણે સહુ પણ પીડાતા-ઝઘડતા રહીએ છીએ ને !)
.

[6] પ્રયોજન

કેટલાંક વર્ષો સુધી એક જ ઑફિસમાં સાથે નોકરી કર્યા પછી નટખટ નખરાળ નીનાનું ઑફિસના અનઑફિસિયલ હીરો સ્માર્ટ શૈલ સાથે લગ્ન નક્કી થયું. અને સગાઈ પછી બંને એક દિવસ સાથે ફરવા નીકળ્યા ત્યારે શૈલે નીનાને પૂછ્યું :
‘સાચું કહેજે નીની, મેં તને લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે તને પહેલો વિચાર કયો આવ્યો હતો ?’
‘સાચું કહું ?’ નીનાએ નખરાળા સ્વરે કહ્યું, ‘મને થયું કે હાશ, આખરે નોકરી કરવાનું મારું પ્રયોજન સફળ થયું ખરું. બાકી મારી મમ્મીને તો ‘મારી આ કાળકીને કોણ પસંદ કરશે ?’ ની ચિંતા જ કોરી ખાતી હતી !’

(ઈશ્વર-પ્રાર્થનાનું આપણું પ્રયોજન પણ ઈશ્વરની પ્રાપ્તિ કરવા કરતાં ઐશ્વર્ય કે કોઈ ‘ઐશ્વર્યા’ની જ પ્રાપ્તિ કરવાનું નથી હોતું ?)
.

[7] પ્રાઈઝ-સરપ્રાઈઝ

મુલ્લાં નસરુદ્દીન એકવાર એમનો ગધેડો વેચવા ઢોરબજારમાં ઊભા હતા.
‘મુલ્લાં સાહેબ શું છે આની કિંમત ?’ એક ખરીદદારે પૂછ્યું.
‘છસ્સોને સાઈઠ રૂપિયા !’
‘ઘણી વધારે કિંમત કહેવાય મુલ્લાં સા’બ !’
‘ના વધારે નથી. આમ તો એની કિંમત એકસો સાઈઠ રૂપિયા જ છે, પણ આજે સવારે એ મારી પાંચસો રૂપિયાની નોટ ગળી ગયો છે. એટલે જનાબ આ કિંમત ગધેડાની નથી એના પેટમાં રહેલી નોટની છે.’ મુલ્લાંએ સ્પષ્ટતા કરી.

(આ દુનિયાના બજારમાં ગમે તેવા ‘ગધેડા’ની કિંમત સિર્ફ એની પાસે કેટલી ‘નોટો’ છે એના આધારે જ અંકાય છે, એટલે લાપરવાહ ફકીરી મિજાજના, એડવર્ટાઈઝમેન્ટ્સથી અનભિજ્ઞ એવા સત્પુરુષની ‘ઓળખ’ દુનિયાને ક્યાંથી થાય ?)
.

[8] આંખો મીંચીને !

એક કાર-રેસર યુવાન ખૂબ સ્પીડમાં કાર ચલાવતો હતો. પડખે એની પત્ની બેઠેલી હતી. કારની ઝડપથી ભયભીત બનેલી પત્નીએ યુવાનને કહ્યું :
‘પણ કમસે કમ વળાંક આવે, ત્યારે તો કારની સ્પીડ ઘટાડો. મને બહુ બીક લાગે છે.’
‘ડાર્લિંગ ડરવાનું નહીં’ યુવાને પત્નીને ઉત્તર આપ્યો, ‘વળાંક આવે અને બીક લાગે ત્યારે તારે આંખો મીંચી દેવાની, એટલે વળાંક આપણને દેખાય જ નહીં. હું પણ એમ જ કરું છું – ગાડી ચલાવતી વેળા !’

(કોઈના મૃત્યુ પછી આપણે સ્મશાનયાત્રામાં જઈએ ત્યારે, ‘એ મારું મૃત્યુ નથી’ એવું છેતરામણીભર્યું આશ્વાસન જાતને આપીને, જીવનના એક માત્ર અંતિમ સત્ય મૃત્યુ પ્રત્યે આપણે પણ ‘આંખ’ ને ‘મીંચેલી’ જ રાખીએ છીએ ને !)
.

[9] સોનાના દાંત

દાંતના અસહ્ય દર્દથી પીડાતી એક સ્ત્રી ડેન્ટીસ્ટ ડાહ્યાલાલના ક્લિનિક પર ગઈ. પરંતુ ત્યાં મોટું ટોળું જોઈ એ દર્દથી પીડાતા સ્વરે બોલી :
‘બાપ રે ! આજે તો ખૂબ ભીડ છે. અહીં મારો નંબર કોણ જાણે ક્યારેય આવશે ?’
‘ફિકર ન કરો બહેન !’ ટોળામાંથી એક યુવાને કહ્યું, ‘અમે બત્રીસ જણા તો અમારા દાદીની સાથે આવેલા છીએ. અમારા દાદીએ સોનાના દાંતનું ચોકઠું બનાવેલું છે. એટલે એ ચોકઠાને કાઢી લઈને દાંત અલગ અલગ કરાવવા અમે અહીં આવ્યા છીએ, જેથી બત્રીસેય જણ એક એક દાંત વહેંચી લઈ શકે !’

(લાશનો સોનાનો દાંત પણ કાઢી લેનાર આ સ્વાર્થી જગત પ્રત્યે આપણને વૈરાગ્ય કેમ નહીં ઊપજતો હોય ?)
.

[10] ચમત્કાર

આસ્તિક પત્નીએ નાસ્તિક પતિને એકવાર કહ્યું : ‘આપણે શહેર બહારની એક દરગાહ પાસે એવો ચમત્કારિક કૂવો છે કે એમાં રૂપિયો નાંખીને મનની જે મુરાદ માંગીએ તે મળે છે. ચાલો આપણે એ જોવા જઈએ.’

નાસ્તિક પતિને આવી અંધશ્રદ્ધામાં વિશ્વાસ નહોતો, પણ પત્નીના આગ્રહને માન આપી એ પત્નીની સાથે એ ચમત્કારિક કૂવા પર ગયો. પત્નીની સૂચના મુજબ પહેલાં એણે કૂવામાં રૂપિયો નાંખીને મનની મુરાદ માંગી. પછી પત્નીએ રૂપિયો નાંખ્યો ને આસ્તિક્તાથી ભાવવિભોર થઈ જઈએ કૂવાના કાંઠે આંખો બંધ કરી સહેજ ઝૂકી. પણ એમાં બેલેન્સ ગુમાઈ જતાં એ કૂવામાં પડી ગઈ ને ડૂબી ગઈ. અને…. પતિએ આશ્ચર્યભેર કૂવા સામે તાકી રહેતાં શ્રદ્ધાભર્યા ગળગળા સ્વરે કહ્યું : ‘આજના આ ચમત્કારે તો મને આજથી આસ્તિક બનાવી દીધો !’

(આપણી આસ્તિકતાની આંખ પણ સ્વાર્થી ચમત્કારોથી આગળ ક્યાં કશું જોઈ શકે છે ?)
.

[11] ભૂલક્ક્ડ

‘મારા પતિ તદ્દન ભૂલકણા માણસ છે.’ એક સખીએ બીજી સખીને કહ્યું, ‘હું ઑફિસે જતી વેળા એમની પાસે બજારમાંથી કંઈ વસ્તુ મંગાવું તો સાંજે એ લાવવાની ભૂલી જ ગયા હોય. એક વખત વળી યાદ રહ્યું તો મીઠું લાવવાના બદલે ખાંડ ઉપાડી લાવ્યા.’
‘અરે આ તો કંઈ નથી !’ બીજી સહેલીએ કહ્યું, ‘મારા પતિ તો એનાથીય મહા ભૂલક્ક્ડ છે. એક વાર ઑફિસેથી સીધા અમારે ફિલ્મમાં જવાનું નક્કી થયું હોઈ હું એમની ઑફિસે ગઈ તો મને આવતી જોઈને કહે, ‘આવો બહેન બેસો ! શું કામ છે, એવું લાગે છે કે આપને પહેલાં ક્યાંક જોયેલાં છે !’

(અહર્નિશ આપણા અંતરમાં બિરાજતા ઈશ્વરને તો આપણે એટલા ભૂલી ગયા છીએ કે એ સામે આવે તો આપણે એમ પણ કહી શકીએ તેમ નથી કે ‘આપને પહેલાં ક્યાંક જોયેલા છે.’)

[ કુલ પાન : 148. કિંમત રૂ. 65. પ્રાપ્તિસ્થાન : હર્ષ પ્રકાશન. 403, ઓમદર્શન ઍપાર્ટમેન્ટ, 7, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી. અમદાવાદ-380 007.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રોટલા બાવા – રમણલાલ સોની
અમૂલી ભેટ – પદ્મજા તામ્હણકર Next »   

24 પ્રતિભાવો : માણેક મળે મલકતાં – નસીર ઈસમાઈલી

 1. nayan panchal says:

  મનોરંજન સાથે મનોમંથન પણ.

  સરસ.

  નયન

 2. Manoj Pandya says:

  The author has generously presented the real life quwstions and answers .Worth reading and understand the real life.

 3. aarohi says:

  nice one. i like this. well done.

 4. ઘણુંખરું જાણીતી વાર્તાઓ કે ટૂચકાઓમાંથી કેવી મજાની માર્મિક વાતો ઉજાગર કરી છે લેખકે !!

  સુંદર પુસ્તક …

 5. Sarika Patel says:

  Very nice jokes. Today my day will be nice going because Nasirbhai gave
  me laughing medicine.

  Thank you Nasirbhai

 6. Hardik says:

  Mrugeshbhai,

  A humble request to you.

  નસીર ઈસમાઈલી Sir ની વધુ ને વધુ કૃતિઓ પ્રગટ કરશો please? 🙂

  I love his touching stories and style of writing in Gujarat Samachar’s Wednesday supplement – Shatdal. It’s really aesthetic.

  Kudos!!

  -Hardik

 7. pragnaju says:

  ખૂબ ગમી જાણીતી વ્યંગ વાતોની સુંદર રજુઆત
  બિજી પણ પ્રગટ કરતાં રહેશો

 8. અતુલ જાની (આગંતુક) says:

  વાહ ભાઈ વાહ – આ તો હસતા હસતા ગમ્મત સાથે જ્ઞાન મળી ગયું.

 9. ભાવના શુક્લ says:

  કટાક્ષમા સમાયેલ બહુમુલ્ય સંદેશાઓ ખુબ ગમ્યા..
  …..
  પતિ પરત્વે ખુબ ગુસ્સો અને અણગમો દેખાડવા સીમાએ પુરપાટ વેગે ગાડી ચલાવવાની શરુ કરી અને બેફામ ગાડી ચલાવી. સમીર ચુપચાપ ઉત્તેજીત થયા વગર બેસી રહ્યો… સીમાએ હારી થાકી ને પુછ્યુ.. આટલી ખરાબ ગાડી ચલાવતી હતી છતા જીવનુ જોખમ ના લાગ્યુ તમને? આટલા નિર્લેપ! સંત થઈ ગયા છો કે શુ?
  સમીરે ઠંડા કલેજે જવાબ આપ્યો. તુ આહે પ્રથમ વાર ડ્રાઈવ કરતી હતી પરંતુ મને ખબર છે આ કાર મા પેસેન્જર સાઈડની એર બેગ છે, ડ્રાઈવર સાઈડની નથી.

  (વિવેક બુધ્ધિ વગરની વ્યગ્રતાથી અર્થ સરતો નથી અને ક્યારેક ખુદ માટે જ જોખમી સાબીત થાય છે)

 10. આ ફન-એન્ડ-જ્ઞાનના નમુના વાંચવાની મજા પડી.

  મનોરંજક અને માર્મિક.

 11. Ranjitsinh Rathod says:

  મજા આવી,

 12. નિર્લેપ ભટ્ટ says:

  સરસ વાતો…..એક નેટમિત્ર મુ. સુરેશભાઈ જાનીના લખાણ્ પર નસીરભાઈની છાટ વર્તાય છે…તેમના e-પુસ્તકો વાચવા જેવા છે.

 13. bhv says:

  વાહ મજા આવિ ગઈ i always read Nasir sir in Gujarat Samachar Shatdal purti. i still remember ine sentence from his story i read before few YEARS.

  જિન્દગિ ભ્રમનઓનિ ભ્રમન ગાથા ચ્હે જેમા સૌથિ મોતો ભ્રમ ચ્હે પ્રેમ જે વસ્તવ્મા તો સામસામિ અપેક્શાઓ અને અએનિ પુર્તિ ના Bargain થ્જિ વિશેશ કૈ જ નથિ

  વાહ વાહ

 14. Ashish Dave says:

  Read humor of Mullah Nassirudin after a long time. Reminded me of Osho…

  Height of philosophy…

  Ashish Dave
  Sunnyvale, California

 15. Av says:

  બહવ્સ્ર્ર્સ મઇજા આવિ

  આભાર્

 16. mohin says:

  more of nasirbhai

  thanks

 17. […] થોડા સમય અગાઉ આપણે શ્રી નસીરભાઈના ‘માણેક મળે મલકતાં’ પુસ્તક વિશે વાત કરી હતી. એ પ્રકારનું […]

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.