ઈશ્વરને ત્યાં દેર કે અંધેર ? – મોહમ્મદ માંકડ

અંગ્રેજીમાં કહેવત છે કે, ઈશ્વરની ઘંટી ધીમું દળે છે, પણ બહુ ઝીણું દળે છે. આપણે ત્યાં પણ માણસો કહે છે કે ઈશ્વરને ત્યાં દેર છે, પણ અંધેર નથી, પરંતુ બંને વાત પૂર્ણ સત્ય નથી. કુદરતમાં ક્યાંય દેર પણ નથી અને અંધેર પણ નથી. ઈશ્વરને ત્યાં દેર છે પણ અંધેર નથી એ વાત તો માણસના ઉતાવળા, અધૂરા અનુભવમાંથી જન્મેલી વાત છે.

કોઈક માણસે કદાચ જોયું હશે કે એક વ્યાજખોર શેઠ અનેક ખેડૂતોનું શોષણ કરે છે, છતાં એની તિજોરી ભરાતી જ જાય છે. અનાજ પકવનાર ખેડૂતને અને તેના કુટુંબને પૂરો રોટલો મળતો નથી, જ્યારે શેઠને ત્યાં રેલમછેલ છે. ત્યારે એ માણસને થયું, કાં તો ઈશ્વર છે જ નહિ અને હોય તો એને ત્યાં અંધેર છે. પછી સમય વીતતો ગયો. શેઠને ત્યાં ધન એકઠું થતું રહ્યું. શેઠ વૃદ્ધ થયા. વૈભવ-વિલાસનો પાર નથી, પણ એક વાતની ખોટ રહી ગઈ છે. શેઠને સંતાન નથી, જેના હાથમાં જિંદગીની કમાણી મૂકીને નિરાંતે આંખ મીંચી શકાય એવું કોઈ નથી. જિંદગીની કમાણી છે, પણ એનો ઉપયોગ કરનાર પાછળ કોઈ નથી અથવા તો એકનો એક યુવાન પુત્ર શેઠની હયાતીમાં જ મૃત્યુ પામે છે અથવા તો એવો પુત્ર તદ્દન બેદરકાર, ઉડાઉ અને ઓટીવાળ નીકળે છે. શેઠની જિંદગીની આ છબી જોનારને થાય છે, ઈશ્વરને ત્યાં સાવ અંધેર નથી. દેર છે, પણ અંધેર નથી. મોડે મોડે દરેકને યોગ્ય અને સચોટ ન્યાય મળી રહે છે.

પોતાની અને બીજાની જિંદગીના આવા અવલોકનમાંથી દેર અને અંધેરની વાત માણસે તારવી છે. પરંતુ જિંદગીને સમગ્ર રૂપમાં જોવાની શક્તિ અને દષ્ટિ ક્યા માણસમાં હોય છે ? તે તો માત્ર તેના એક અંશનાય અંશને માંડ જોઈ શકે છે અને એ પણ પોતાની માન્યતાઓ અને પૂર્વગ્રહોનાં પડળો પાછળથી.
– વૃદ્ધ, ખખડી ગયેલ, જર્જરિત માણસ કશાય હેતુ વિના જીવ્યા કરે અને જુવાનજોધ માણસ અચાનક મૃત્યુ પામે.
– લાખો ગરીબો રોટલા વિના ટળવળે અને થોડાક ધનિકોને ત્યાં કૂતરાંઓ પણ રોટલા ન ખાય. દૂધ, ટોસ્ટ, બિસ્કિટનો આગ્રહ રાખે.
– જંગલમાં પુષ્કળ વરસાદ વરસે અને ખેતીલાયક જમીનમાં દુષ્કાળ પડે. આવું બધું થાય ત્યારે અકળાયેલો માણસ બરાડી ઊઠે છે – ઈશ્વરને ત્યાં અંધેર છે, ઘોર અંધેર છે. એ બગાવતનો, બળવાનો, ક્રાંતિનો અવાજ હોય છે.

એ જ માણસ જ્યારે જિંદગીની બીજી બાજુ જુએ છે, ક્રાંતિને સફળ થતી જુએ છે, માણસ ક્યારેય જે ન કરી શકે એવું આકસ્મિક અને અણધાર્યું માણસની દષ્ટિએ સારું ગણાતું હોય એવું બનતું જુએ છે ત્યારે તેને લાગે છે કે મોડે મોડે પણ જિંદગીમાં બનવા જેવું બને છે ખરું. જગતમાં દેર છે, પણ અંધેર નથી. – આ કદાચ માણસે શોધેલું એક બુર્ઝવા સમાધાન છે. કુદરત સામેની તેની બગાવત પછી લીધેલું એક આશ્વાસન છે. પરંતુ જગન્નિયંતા ઈશ્વર, માણસના અવલોકનથી પર છે, કદાચ બેપરવા છે.

અબજો ગુણ્યા અબજો માણસો એક જ દિશામાં સળંગ અને સતત વિચાર કરતા રહે તો પણ જેનો ઉકેલ ન આવે એવી આ સૃષ્ટિની કરામત છે. કોઈ માણસના કુટુંબના પાંચ-સાત સભ્યો હોય તો પણ તેમને નિયમનમાં રાખી શકાતાં નથી, જ્યારે આ વિશાળ બ્રહ્માંડ સંપૂર્ણ નિયમથી ચાલે છે. થોડો પણ વિચાર કરનારને લાગે છે કે, ઈશ્વર હોય કે ન હોય, આ સૃષ્ટિમાં અમુક પ્રકારનો ઑર્ડર-નિયમબદ્ધતા જરૂર છે. આવી નિયમબદ્ધતા નાનામાં નાની વસ્તુથી માંડીને મોટી મોટી સૂર્યમાળાઓ અને નિહારિકાઓમાં જોવા મળે છે. વસ્તુ જીવંત હોય કે નિર્જીવ હોય, અમુક ચોક્કસ નિયમોમાં તે કામ કરે છે. અંધેર તો ક્યાંય જોવા મળતું જ નથી. અને સૃષ્ટિ આખીમાં જો અંધેર ન હોય તો માનવીની નાનકડી જિંદગીમાં અંધેર ક્યાંથી હોઈ શકે ?

પછી આવે છે દેરની વાત. આગળ જોયું તેમ કે અંગ્રેજીમાં એક વાક્ય છે કે, ઈશ્વરની ચક્કી ધીમું પીસે છે, પણ બરાબર ઝીણું પીસે છે. એમાંથી દેર-અંધેરની વાત આવી છે. મોડું થાય છે, પણ કામ બરાબર થાય છે – આ પણ આપણા પોતાના વિચારોનું જ પ્રતિબિંબ છે. ઈશ્વરને ત્યાં જો અંધેર ન હોત તો Justice delayed is justice denied – ન્યાય આપવામાં મોડું કરવું તે ન્યાય નહીં આપવા બરાબર છે – ઈશ્વરનો ન્યાય જો હોય તો ક્યારેય મોડો હોઈ શકતો નથી. પણ માણસ ઉતાવળો અને અધીરિયો છે. કોઈક અગત્યનો પત્ર ટપાલમાં નાખ્યા પછી બીજી જ ક્ષણથી તેના જવાબ માટે આતુર થઈ જાય છે. આ તેનો સ્વભાવ છે અને એ સ્વભાવને કારણે જ તેને ‘દેર’નો અનુભવ થાય છે. છોડ ઉપર તેના સમયે જ કળીઓ આવે છે અને તેના સમયે જ તે ફૂલોમાં ખીલે છે. દરરોજ તેની સામે જોઈ રહેવાથી તે વહેલી ખીલતી નથી. ફૂલમાંથી ફળનો જન્મ તેના સમયે જ થાય છે અને યોગ્ય સમય પસાર થાય ત્યારે જ તે પાકે છે. દરરોજ તેની તપાસ કરવાથી તે વહેલું પાકતું નથી. હા, દરરોજ તપાસ કરનારને બહુ મોડું થઈ રહ્યું હોય એવું લાગે છે ખરું. બાળકને તેની માતાના ઉદરમાં નવ મહિના રહેવું પડે છે. તેમાં દેર જેવું કશું છે જ નહીં.

આ સૃષ્ટિ કાંઈ માણસના તરંગો પર ચાલતી નથી. એને એના પોતાના ચોક્કસ નિયમો છે. પ્રાણીઓ હવાનો ઉપયોગ કરીને ઉચ્છવાસમાં જે કાર્બન ડાયોકસાઈડ કાઢે છે તેનો ઉપયોગ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટે કરે છે અને તેમાંથી જીવવા માટે ઉપયોગી એવા ઑક્સિજન વાયુને અલગ કરીને હવામાં પાછો આપે છે. હવા, પાણી, નિર્જીવ અને જીવંત વસ્તુઓ બધાંની એક એવી વ્યવસ્થા છે કે સૃષ્ટિ બરાબર ચાલ્યા કરે. મરી ગયેલ પ્રાણીઓમાં કોહવાઈ ગયેલ શરીરની વાસ આપણે સહન કરી શકતાં નથી, પરંતુ એ જ વાસથી આકર્ષાઈને કેટલાંક પ્રાણીઓ તેને ખાવા માટે ધસી આવે છે. મૃત શરીર કોહવાય અને તેની દુર્ગંધ આવે ત્યારે જાણે કુદરતમાં બહુ જ દેર થઈ રહી હોય એમ આપણને લાગે છે, પરંતુ ખરેખર તેમાં દેર જેવું કશું હોતું જ નથી. શબનું એ રીતે કોહવાઈ જવું તે એક ચોક્કસ અને નિયમિત ચક્રનો અગત્યનો ભાગ છે. શબનો ઉપયોગ કરનાર કાગડા, કૂતરાં, શિયાળ, ગીધ વગેરે માટે તે કોહવાય અને તેમાંથી દુર્ગંધ આવે તે અત્યંત જરૂરી હોય છે. તેમના માટે તે દુગંધ હોતી જ નથી. મધમાખી માટે ફૂલોની સુવાસ જેવું આકર્ષણ ધરાવે છે, એવું જ આકર્ષણ આ દુર્ગંધ શબનો ઉપયોગ કરનાર પ્રાણીઓ માટે ધરાવે છે.

જિંદગી અને સૃષ્ટિ ટુકડાઓમાં જોનાર આપણને ઘણી જગ્યાએ અંધેર અને દેર દેખાય તે સ્વાભાવિક છે, પરંતુ તેનું કારણ આપણી પોતાની દષ્ટિ છે, આપણું પોતાનું જ્ઞાન અને આપણી ક્ષમતા છે. આ સૃષ્ટિમાં અંધેર નથી અને દેર પણ નથી. માત્ર અટલ અને ચોક્કસ નિયમો છે અને તે આપણી ઈચ્છા પ્રમાણેના નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ત્યાગમૂર્તિ – રજનીકુમાર પંડ્યા
નિષ્ફળતાનો ડર – વનરાજ માલવી Next »   

29 પ્રતિભાવો : ઈશ્વરને ત્યાં દેર કે અંધેર ? – મોહમ્મદ માંકડ

 1. કલ્પેશ says:

  સરસ અવલોકન.
  સારુ છે કે માણસના હાથમા ઘણીખરી સત્તા નથી અને આપણે કુદરત પર આધીન છીએ.

 2. nayan panchal says:

  ઈશ્વર/કુદરતના નિયમોને સમજવાનુ માણસજાતનુ ગજૂ નથી. આપણે દરેક વસ્તુને આપણી સમજશક્તિથી તોલીએ છીએ ત્યારે ઉપરવાળો કદાચ મનમાં મલકાતો હશે.

  નયન

 3. Niraj says:

  The beauty is in the eyes of beholder! 🙂

 4. ashesh says:

  ઍક પર્ એક બે સરસ લેખ્ . જિવન જિવવા નિ ટેક્નિક શિખવાડી જાય એવા.

 5. Ranjitsinh Rathod says:

  ખુબ જ સરસ પ્ણ સમજવુ ઘણુ જ અઘરુ..

 6. Rashmita Lad says:

  GOD TUSSI GREAT HO………………….amj nathi kahyu.

 7. pragnaju says:

  જીવનની ગુઢવાતો -અટલ અને ચોક્કસ નિયમો છે અને તે આપણી ઈચ્છા પ્રમાણેના નથી.
  આપણે જાણીએ છીએ પણ મોહમ્મદ માંકડ જેવું ઘણા ઓછા સમજાવી શકે છે!
  આભાર્

 8. ભાવના શુક્લ says:

  વારંવાર અવલોકવા જેવુ અવલોકન.

 9. અતુલ જાની (આગંતુક) says:

  સરસ રજૂઆત – ઈશ્વરના ઘરે દેર પણ નથી અને અંધેર પણ નથી. પરીણામ મેળવવા માટેની આપણી ઉતાવળ જ એવો ભાસ કરાવે છે કે જાણે ઈશ્વર ખુબ જ ધીરા હોય.

  અટપટી વાત સરળ અને સહજ રીતે સમજાવવાની મોહમ્મદભાઈની શૈલી દાદ માગી લે તેવી છે.

 10. Geetika parikh dasgupta says:

  ઈશ્વરની ઘંટી ધીમું દળે છે, પણ બહુ ઝીણું દળે છે.

  મોહમ્મદ માંકડ નો સરસ લેખ……

  Life is like an echo, what you yell, gets back to you. So, do good and have good.

 11. જવાહર says:

  છેલ્લી લીટી “આ સૃષ્ટિમાં અંધેર નથી અને દેર પણ નથી. માત્ર અટલ અને ચોક્કસ નિયમો છે અને તે આપણી ઈચ્છા પ્રમાણેના નથી.” એ આખા લેખનો નીચોડ.

  ‘તે આપણી ઈચ્છા પ્રમાણેના નથી’ તે ઈચ્છા અથવા જોવાની દૃષ્ટિ પર નિર્ભર છે અને નિયમો ઈચ્છવા કરતા સમજવામાં વધુ હિત છે. આના અનુસંધાનમાં અમેરિકન જર્નાલિસ્ટ વિલિયમ શાઈરરનું વિધાન ટાંકું છું. મહાત્મા ગાંધીએ તેમને – સ્વરાજ મળ્યાના ૧૮ વર્ષ પહેલા જ્યારે બ્રિટિશરોની હિન્દુસ્તાન પર સંપૂર્ણ પકડ હતી ત્યારે – કહ્યું હતું કે My dear Shirer, believe me I shall see India free before I die. When Shirer ridiculed him – What power you have? British have all guns and army. Gandhiji replied – if I were a betting person I would have taken a bet with you. Shirer said – which I will be most happy to lose.(Refer page 72 of his book GANDHI – A MEMOIR) એનો અર્થ એમ કે ગાંધીજી અટલ અને ચોક્કસ નિયમો સમજ્યા હતા.
  Jawahar, Jakarta, Indonesia

 12. Ashish Dave says:

  Surprised to see a Mohammad Mankad article on RG. I have almost all of his kaleidoscope books and many more in my small library.

  If you cannot change any thing then just change your attitude. Life will be easy…

  Ashish Dave
  Sunnyvale, California

 13. mukesh thakkr says:

  Very nicely described. very good article

 14. parikh upendra says:

  first time i read this article . i will read this article twice or thrice . as i am very fond of spiritual articles i like such articles . i am also fond of this author’s articles . in my olden days some 50 years back i used to read his novels from M.j. library ahmedabad during my college days . namaskar to aurhor & thanks to website management . upendra.

 15. Bhumish says:

  મોહમ્મદ નૉ ખૂબ જ સુંદર લેખ

 16. saeed says:

  I am awfully surprised to see this gujrati website.
  Very good article.Undoubtedly Mohammed Mankad is one of the best gujarati writers.Rajnikumar pandya rightly observed somewhere about him that “If this writer (Mohammed Mankad) was born in France…..He would have famous all over the world…..”
  He is forever my favourite Gujarati writer.I have been motivated from his inspirational articles for last 2 decades.
  I am still surprised that why “Gyanpith award ” is not given to him!!!!!!!!
  He deserve it……..somebody in Gyanpith award committee is reading this????

  Saeed
  Dubai.

 17. BHUPENDRASINH GOHIL says:

  I LIKE YOUR ARTICLE. I HOPE CONTACT TO YOU BY POST.MAIL. GIVE ME YOUR ADDRESS PLEASE. I AM FROM SURENDRANAGAR BHUPENDRASINH GOHIL.

 18. PAMAKA says:

  ધાૂ ધણી નૂ જ થાય્

 19. naresh badlani says:

  ખુબ સરસ લેખ very true…mohamad makad. i realy impress with this auther….

  the way of his explain ,its such a wonderful…

 20. Aapno shubchintak says:

  Ghano saro lekh chhe.. pan zyan sydhi aa badhi wato no manas khud amal ma na muke tyan shudhi badhu nakamu chhe,,,
  aaj lekhno saar chhe… manas je kare chhe enu fal to ene male j chhe..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.