ફાગણ આવ્યો ફાંકડો – રાજેન્દ્ર શાહ

એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો.
એ જી આંબાની મ્હોરી મંજરી કોઈ ફાગણ લ્યો,
એવાં સરવર સોહે કંજ રે કોઈ ફાગણ લ્યો.
એ જી દરિયા દિલનો વાયરો કોઈ ફાગણ લ્યો,
એ તો અલમલ અડકી જાય રે કોઈ ફાગણ લ્યો.
એ જી જુગલ વાંસળી વાજતી કોઈ ફાગણ લ્યો,
એને નહીં મલાજો લાજ રે કોઈ ફાગણ લ્યો.
એ જી દિન કપરો કંઈ તાપનો કોઈ ફાગણ લ્યો,
એની રાત ઢળે રળિયાત રે કોઈ ફાગણ લ્યો.
એ જી ઊડે કસુંબો આંખમાં કોઈ ફાગણ લ્યો,
એને વન પોપટની પાંખ રે કોઈ ફાગણ લ્યો.
એ જી ગગન ગુલાબી વાદળાં કોઈ ફાગણ લ્યો,
જોબનિયું કરતું સાદ રે કોઈ ફાગણ લ્યો.
એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો કંઈ લાંક રે કોઈ ફાગણ લ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બુકાનીની અંદર સ્વજન – ડૉ. શરદ ઠાકર
બુરા મત માનો …..હોલી હૈ – ધૂળેટી રંગોત્સવ Next »   

4 પ્રતિભાવો : ફાગણ આવ્યો ફાંકડો – રાજેન્દ્ર શાહ

  1. Neela says:

    Kavya vachi ne em lagechhe ke khare khar fagan rum zum to avigayo

  2. સુંદર કાવ્ય.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.