મારો શું વાંક ? – અંબારામ સંઘાણી

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોક્લવા માટે શ્રી અંબારામભાઈનો (સાઉદી અરેબિયા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે aksanghani@gmail.com સંપર્ક કરી શકો છો.]

અરજણની ઉંમર તો તેર જ વરસની પણ એનું ડહાપણ યુવાનીએ પહોંચ્યું હતું. માબાપની ગરીબાઈ છોગે ચડીને દેખાતી હતી પણ અરજણનાં મહેનતકશ સ્વભાવ અને હોંશિયારીમાં તેમને મોટું સાંત્વન મળતું. ગામની સાત ધોરણની શાળાનો વિદ્યાર્થી અરજણ હંમેશાં પહેલા નંબરે આવતો. એ બધાંનો પ્રિય વિદ્યાર્થી હતો. હંમેશાં ધીરગંભીર એવો એ મિત્રો સાથે પણ કામ પૂરતી જ વાત કરતો. તેની આસપાસની પ્રવૃત્તિઓને હંમેશાં ગંભીરતાથી નીરખી રહ્યો હોય તેવું લાગતું. દરેક વિદ્યાર્થીને માટે અરજણ વિશ્વાસપાત્ર દોસ્ત હતો; ભલે એ ગરીબ હતો.

કરમશીભાઈ અને સમજુબેનને બે દીકરી અને સૌથી નાનો અરજણ. કરમશીભાઈને અરજણને ભણાવવાની ખૂબ જ ઈચ્છા પણ ગરીબાઈ ખોરડે આંટો લઈને બેઠેલી. તાલુકા કે જીલ્લા મથકની હાઈસ્કૂલમાં અરજણને ભણવા મોકલવો એ તેમનાં ગજા બહારની વાત હતી. થાગડ-થીગડ કપડાં જેવી જ એમની આર્થિક જિંદગી હતી. રોટલા રળી શકાય પછી જ અરજણને ભણાવવાનું પરવડે. એકાદ ગાઉ દૂર આવેલાં પડોશનાં મોટા ગામની લોકશાળાનાં મકાનમાં ધોરણ આઠનો વર્ગ આ વર્ષે જ શરૂ થયો. નસીબજોગે અરજણ માટે આઠમા ધોરણનો અભ્યાસ કરવો આ રીતે શક્ય બન્યો હતો.

અરજણને પણ ભણવું હતું, પણ પોતાનાં માબાપ અને બહેનોને ખેતીમાં મદદરૂપ થયાં પછી જ. પિતાની ભાંગીતૂટી ખેતીમાં ખેતમજૂરી કરવાં એ હંમેશાં તૈયાર રહેતો. કોઈ કહે કે ન કહે, અરજણને એ સમજાઈ જ ગયું હતું. ઘરનાં બધાનું મહેનતકશ જીવન એ તેનો પહેલો વર્ગખંડ હતો. એટલે તો અરજણ શાળાનાં દિવસોએ પણ વહેલો ખેતરે પહોંચી જતો. પોતાનાથી બને તેટલું કામ પતાવી એ સમયસર શાળાએ હાજર થઈ જતો. સારાં કહી શકાય એવાં એક જોડી કપડાં એ તેનો સ્કૂલનો યુનિફોર્મ હતો; સફેદ ખમીસ અને ખાખી ચડ્ડી. નસીબજોગે તેમાં કોઈ થીગડાં નહોતાં. દૂરનાં એક સગાએ કરમશીભાઈને વર્ષો પહેલાં આપેલી એક જૂની સાઈકલ અરજણને ખેતરે અને શાળાએ જવા માટેનું મહત્વનું સાધન હતી.

જન્માષ્ટમીનાં દિવસો નજીક આવી રહ્યાં હતાં એટલે અરજણને તહેવારોનાં દિવસો પહેલાં ખેતરનું કામ પૂરું કરી લેવું હતું. ગામથી એકાદ ગાઉ દૂર આવેલાં ખેતરમાં છેલ્લું નિંદામણ કરવાનું હતું. બે-ત્રણ દિવસમાં ખેતર ચોખ્ખું થઈ જાય એ હિસાબે અરજણ અને તેની બહેનો વહેલાં ખેતર પહોંચી જતાં. હાઈસ્કૂલ જવાનો સમય થાય એ પહેલાં સાઈકલ લઈને ઘેર જતો, ઉતાવળે હાથપગ ધોઈ, થોડું ખાઈને હાઈસ્કૂલે પહોંચવાનો દસ વાગ્યાનો સમય માંડ માંડ જળવાતો. આવી દોડધામ જાણે એને કોઠે પડી ગઈ હતી.

આજે ખેતરમાં નિંદામણનો છેલ્લો દિવસ હતો. અરજણને હાઈસ્કૂલે જવાનું હતું એટલે બાકી રહેલું કામ બહેનો પૂરું કરીને જવાની હતી. ધાર્યા દિવસે કામ પૂરું થવાનો અને આવી રહેલાં તહેવારોનાં વિચારે અરજણ આનંદમાં હતો. સાઈકલની સવારીએ અરજણ ગામનાં રસ્તે ચઢ્યો. કામથી થાક્યો હતો પણ પગમાં અને મનમાં જોમ હતું. એનો આનંદ સીસોટીનાં સ્વરોમાં ગાઈ રહ્યો હતો. ત્યાં જ સાઈકલનાં એક ટાયરની હવા નીકળી ગઈ. પંકચર પડ્યાનું પાકું થતાં અરજણે સાયકલને હાથથી દોરીને દોડવા માંડ્યું. બીજો કોઈ ઉપાય જ નહોતો. પોતે કોઈ દિવસ હાઈસ્કૂલે મોડો પડ્યો નહોતો અને આજે પણ એને સમયસર જ પહોંચવાનું હતું. પહેલાં જ પિરિયડમાં પરમાર સાહેબ અંગ્રેજીની સાપ્તાહિક પરીક્ષા લેવાનાં હતાં. અરજણની સીસોટી બંધ થઈ ગઈ.

પરસેવે રેબઝેબ અરજણ ઘરે પહોંચ્યો અને યુનિફોર્મ પહેરીને સીધો હાઈસ્કૂલ જવા નીકળી પડ્યો. સમજુબેને થોડુંક ખાઈ લેવા માટે કહ્યું પણ અરજણ પાસે હવે સમય નહોતો. એક ગાઉ દૂર આવેલી હાઈસ્કૂલે પહોંચવા તેને દોડવાનું જ હતું. એ દોડી જ રહ્યો હતો. એને ખાત્રી થઈ ગઈ કે મોડું થશે જ. અરધેક રસ્તે એક રેતાળ વોંકળાને વટાવીને કાંઠા ઉપરનાં ઝાડી ઝાંખરા વચ્ચેથી પસાર થતી કેડી ઉપર એ દોડી રહ્યો હતો ત્યાં જ પગની આંટી આવી અને ધબાક દઈને પડ્યો. પથ્થરની પાટ પડે તેમ પડ્યો અને છાતી સરસો ઘસાયો. હાથમાંથી ચોપડીઓ છૂટી ગઈ. બેઉં ઢીંચણ અને હાથની હથેળીઓ છોલાઈને લોહીનાં ટસીયા ફૂટ્યાં. હાથપગ અને કપડાં ધૂળધૂળ થઈ ગયાં. ઊભો થઈ જેમ તેમ કપડાં ખંખેરીને ફરી દોડવા લાગ્યો. સાહેબ શું કહેશે, વર્ગમાં દાખલ થવા દેશે કે નહીં એ વિચારે જ એ દોડવાની ગતિ જાળવી રહ્યો હતો. હાઈસ્કૂલનાં પગથિયે પહોંચતાં સુધીમાં તો એનું નાનકડું શરીર મોટી ઘમણ બની ગયું હતું. પરસેવે રેબઝેબ તેનાં શરીરે ધૂળે રગદોળાયેલ કપડાંને પણ ભીંજવી દીધાં હતાં.

વર્ગમાં દાખલ થયો ત્યારે પરમાર સાહેબ પાટીયા ઉપર પશ્નપત્ર લખી રહ્યાં હતાં. અરજણ છેલ્લી લાઈનમાં એક જગ્યાએ બેસવાં ગયો તો જાણે ફસડાઈ ગયો. ધબાક… જેવો અવાજ સાંભળી પરમાર સાહેબે પાછળ નજર કરી. બીજાં વિદ્યાર્થીઓ પણ અરજણ તરફ જોઈ રહ્યાં. અરજણ નોટબુક ખોલીને પ્રશ્નપત્ર ઉતારવાનું શરૂ કરે ત્યાં જ પરમાર સાહેબ તેની પાસે આવ્યાં. અરજણ ઊભો થયો અને માથું નમાવ્યું. અરજણનાં દીદાર, ધૂળ અને પરસેવાથી રગદોળાયેલાં અસ્તવ્યસ્ત કપડાં, હાથે પગે લોહીનાં ટસીયાં જોઈને પરમાર સાહેબ ખિન્નાયાં. આગળ કાંઈ પણ પૂછ્યાં વગર અરજણનાં ડાબા ગાલ ઉપર તમાચો ચોડી દીધો. ‘આ તમારાં બાપનું ખેતર છે ?…. ગેટ આઉટ ઓફ ધ કલાસ…’ અરજણ તો શ્વાસ લેવાનું ય ચૂકી ગયો. સૂકાઈ ગયેલાં મોઢામાં જીભ તો ન સળવળી શકી પણ સુકાઈ ગયેલ આંખો ભીની થઈને છલકાઈ ગઈ. પાંપણો નમાવીને ‘આઈ એમ સોરી, સર’ કહેતો હોય એમ ચોપડીઓ ઉઠાવીને વર્ગની બહાર નીકળ્યો.

પરશાળમાં એકલો પડ્યો ત્યાં જ ફસડાઈ પડ્યો. થાંભલીનાં ટેકે ઢીંચણભેર બેઠો અને રડી પડ્યો. તેર વરસનું એનું કૂમળું બાળ શરીર નીચોવાઈને ઢગલો થઈ ગયું. ઘરે પાછાં જવા માટે પગમાં શક્તિ નહોતી. તે એમ જ બેસી રહ્યો. થોડી વારે વર્ગ પૂરો થતાં વિદ્યાર્થીઓ બહાર નીકળ્યાં અને ટોળું વળીને જોઈ રહ્યાં. તેનો ભાઈબંધ પરભુ સીધો અરજણ પાસે આવ્યો અને હથેળીથી અરજણનાં ડાબા ગાલને સ્પર્શ કર્યો. અરજણે તેની સામે જોયું પણ કશું બોલ્યો નહીં. પરભુએ તેને ઊભો કર્યો અને બન્ને હાઈસ્કૂલની બહાર જવાં નીકળ્યાં. પરમાર સાહેબે મારેલાં તમાચાને તો એ જાણે ભૂલી રહ્યો હતો પણ એક નિર્દોષ પ્રશ્ન કે ‘મારો શું વાંક ?’ હજી તેની પાંપણોને છલકાવી રહ્યો હતો. પરિસ્થિતિની વિષમતાઓ વચ્ચેથી માર્ગ શોધવાનાં એનાં પ્રયત્નો ઉપર જાણે તમાચો પડ્યો હતો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મને પ્રેમ કર – રિષભ મહેતા
સાતમું પગલું – ગિરીશ ગણાત્રા Next »   

32 પ્રતિભાવો : મારો શું વાંક ? – અંબારામ સંઘાણી

 1. nayan panchal says:

  સારી dark વાર્તા છે. વાર્તાનો અંત અંત નથી, એ તો માત્ર મધ્યાંતર છે. કહાની અભી બાકી હૈ, મેરે દોસ્ત…

  કાળની થપાટ ભલભલાને નમાવી દે છે, મને વિશ્વાસ છે કે આવી પરિસ્થિતીમાં અરજણ હતાશ થયા વગર બમણા જોરથી પ્રયાસ કરશે.

  નયન

 2. અતુલ જાની (આગંતુક) says:

  હદ કરી છે આ માસ્તરોઍ, ભાઈ અરજણ તારો કાંઈ વાંક નથી. અને લોકો આજે શાળા – કોલેજોથી વિમુખ થઈ રહ્યાં છે તેમાં આ ગમાર માસ્તરોનો ફાળો કાંઈ નાનો સુનો નથી. જો “તારે ઝમી પર” માં ચિત્ર શિક્ષક ન મળ્યા હોત તો? મુરઝાએલું બાળક શું ફરી ખિલવાનું હતુ?

  ફરી પાછો શિશકોને કેળવણી આપવાનો અને તેને નુત્તન યુગ સાથે, નવા વિષયો સાથે વધારે ને વધારે સજ્જ કરવાનો સમય પાકી ગયો છે. આજના અધ્યાપકોને પોતાના વિષયોનું સંપુર્ણ જ્ઞાન તો જોઈશે જ સાથે તેની અંદર એક સહ્રદઈ માનવીનો ધબકાર પણ જોઈશે. માત્ર વિદ્યાર્થિઓને જ નહીં પરંતુ શિશકોને પણ ભુલ બદલ સજા કરવાના કાયદાઓ રચવાની તાતી જરુર છે.

 3. થોડા દિવસો અગાઉ આવેલી વાર્તા સુપર-વિઝન ~ દીવાન ઠાકોર [http://www.readgujarati.com/sahitya/?p=2324] થી ભલે વિપરીત લાગે આ વાર્તા પણ બંને એક બીજાની પૂરક કહી શકાય …

  પહેલી નજરે જોઈએ તો વાંક શિક્ષકો નો જ લાગે પણ મને લાગે છે ત્યાં સુધી વાંક સિસ્ટમનો દેખાય (ખુબ જ ઘસાઈ ગયેલું વાક્ય છે આ) … કાલે એક મૂવી જોઇ, “A Wednesday !” .. એમાં પણ એ જ વાત છે …

  શાળાઓમાં ઊભી થતી આવી પરીસ્થિતિ માટે seriously કાંઈક કરી શકાય પણ સાલો કોઇ પાસે સમય ક્યાં છે !!

 4. Ranjitsinh Rathod says:

  ખરેખર વાચતા વાચતા આન્ખ ભીની થઇ ગઇ.

 5. Sarika Patel says:

  I will no tell anything, just i say only one sentence. Because he is poor.
  Nice Story, thank you Ambarambhai.

 6. Dhaval B. Shah says:

  સુન્દર નિરુપણ.

 7. Geetika parikh dasgupta says:

  આમ તો શિક્ષકો વિધ્યા ની મુર્તી કેહવાય છે. પણ મારા વખત ના ( ૧૯૯૧-૧૯૯૯) અમુક શિક્ષકો આવા જ હતા……….

  સરસ વાર્તા……

 8. pragnaju says:

  સાંપ્રત શિક્ષણ પધ્ધતીની વિષમતાનૂં સરસ નિરુપણ

 9. mohit says:

  When I was a kid, i read somewhere abt why British were such a powerful community: The best of their people were engaged in education. Then the remaining were in engineering, politics, medicine and so on. No wonder, what society values is what the society gets!!

 10. umabhatt says:

  aa varta vanchata ankh bheenee thai gai.sundar pan adhoori.

 11. Hardik says:

  ‘મારો શું વાંક?’
  આ પ્રશ્ન ગરીબ લોકોના જીવનમાં ડગલે ને પગલે ઉપસ્થિત થાય છે.

  Sometimes I do think that whatever a person gets in life is not solely because of his hard work & ability. The circumstances and background always play a vital role in shaping anyone’s life.

  અરજણનો જન્મ એ ગરીબ કુટૂંબમા થયો એમા એનો શું વાંક? જો મારો જન્મ પણ કોઈ ભિખારીને ત્યાં થયો હોત તો હું પણ કદાચ કોઈ રસ્તા પર ભીખ જ માંગતો હોત…

  All I feel is we must accept life in whatever flavor it is and tries to remain happy by facing challenges and overcoming them. We must strive for a better tomorrow but at the same time, should also enjoy today. એક વાર કોઈ હવેલી મંદિરમાં સુવિચાર વાંચેલો કે – હંમેશા પ્રસન્ન રહેવુ એ સૌથી ઊત્તમ ઈશ્વરભક્તિ છે.

  Also one should be thankful to the God and parents that he/she is fortunate enough to get whatever he/she has but never look down with contempt at the people who are less privileged in the society and try to reciprocate whatever he/she has gained from the society.

  સાથે એક પંક્તિ યાદ આવે છે કદાચ સ્કૂલમાં ક્યારેક વાંચેલી –
  સુખીના સમજે દુઃખીની વાતો, જો સમજે તો દુઃખ આ દુનિયામાં ટકે?

 12. Pareshkumar Solanki says:

  People are always blaming the “system”. We must do our part, instead of blaming the teachers or the “system”. “We do not have time”, is such a lame excuse to get away from responsibilites. If we are living in a socity or so called “system”, its our job to make it better place to live.

 13. Aniket Sanghani says:

  A story which is written in very simple and touching language.
  I feel now a days education has become a burden on students as well as parents,because each and every parents want their child to become Dotor or Eng. But frankly telling that they have forgotten the burden on child by putting their wishes.
  Right now you see a small school going child carrying a school-bag heavier than himself.School institution are also equally responsible for it.No over all developement of child,no sports,no cultural activities,which play equal role as studies.
  I thank to god that in my acedemic life i haven’t found the teacher like that but ya friends like “PARBHU” are always there.
  An uncompleted story which has left many endings.Thank you very much papa.

 14. Maitri Jhaveri says:

  ખરેખર આન્ખ ભિનિ થઈ ગઈ વાચિને…

 15. RASIK says:

  ધન્યવાદ, અઁબારામભાઇ

 16. SURESH TRIVEDI says:

  If teacher knew about his poverty was he not aware of his studious nature?Has teacher took trouble to know the reason of him being late in the school?Such teachers should be taken to task and must be severely punished?This story may be true then the writer should have known the furthur consequences about Arjan”s parent particularly father”s reaction to this incident.Can writer enlight us if possible?

 17. Ambaram K Sanghani says:

  સુરેશભાઈ,
  પ્રસંગ સાચો છે અને મારા શબ્દોથી વ્યક્ત થયો એટલો જ કરી શક્યો છુ એ મારી ખામી. અરજણની ખુમારી તો એની ગમગીની જેટલી જ તિવ્ર હતી, જે લખવામાં હું કાચો પડ્યો છુ.

  આ ઘણા સમય પહેલાની વાત છે જ્યારે માબાપ શિક્ષકોને હંમેશા માનથી જ જોતા. શિક્ષકના વિદ્યાર્થી પ્રત્યેના વર્તન વિશે ભાગ્યે જ કોઈ માબાપ ફરિયાદ કરતા. અરજણ આજે તેની મહેનત, સાદાઈ અને પ્રામાણિકતાથી બડકમદાર જીવન જીવી રહ્યો છે અને ઘણાનો માર્ગદર્શક બની ગયો છે.

  આપના પ્રશ્ન બદલ આભાર.
  – અંબારામ સંઘાણી

 18. ભાવના શુક્લ says:

  શિક્ષકોને પોતાના માર્ગદ્રષ્ટા અને સર્વસ્વ સમજનારા કુમળા વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષકનુ આવુ વરવુ સ્વરુપ જુએ છે ત્યારે તેમના બાળ માનસ પર કેટલી ભેદી અસરો થાય છે તે ખરેખર સમજવા જેવુ છે. શિક્ષકની સામે હરફ ના ઉચ્ચારી શકનારા એ પોતાની જાત ને કેટલી પરાવલંબી અનુભવે અને એ અપમાનને ગળીને સ્વસ્થતા ટકાવી અને એવો ને એટલો જ આદર એ શિક્ષક માટે ટકાવવો એ યુધ્ધ મા વગર હથીયારે સામનો કરવાથી વિશેષ છે… એ તો એ લડાઈ જેમણે લડી હોય અને જીતીને નિકળ્યા હોય તે જ જાણે.. બાકી તો ક્યાય રસ્તા ફંટાઈ જતા હોય છે.

 19. SURESH TRIVEDI says:

  Thank you shree AMBARAMBHAI for clarification.I am sorry to write in english as I find it difficult to use alphabet in Gujarati.I am residing in Newzealand right now and am regularly reading most of newspapers of Gujarati,Hindi,Marathi and English Language.Thanks to Mr.Atul Jani for initiating me to read READGUJARATI.COM who is one of your “SHRESHTHA PRATIBHAVAK”.keep continue to cater good touchy stories.CONGRATULATION.

 20. Ashish Dave says:

  Never give up, even though you get into a tight place and everything goes against you, even though you think you can not hang on a minute longer, never give up. Hanging in there for one more minute can change things greatly.

  Thanks Ambarambhai for sharing such a touching story.

  Ashish Dave
  Sunnyvale, California

 21. Nilesh Shah says:

  Very good narration of events, just like that we are seeing picture.

  There is one class of small stories which ends abruptly like this but makes everyone to think.

  It seems author might have witness many events like this, it comes from bottom of heart .

  I request Mr. A.K.Sanghni to continue writing and contributing for read gujarati.com. readers.

  Your previous article was also v.good.

 22. prakash Thakar says:

  વાહ! સાહેબ વાહ.
  પ્રકાશ.

 23. GHANSHYAM T LAKHANI says:

  લેખ સારો છે.

 24. Rajni Gohil says:

  શ્રી અંબારામભાઈનો (સાઉદી અરેબિયા) ની વાર્તા વિચારોના વમળમાં ખેંચી જાય છે. ઘણી જ સુન્દર વાર્તા આપણી Educational System ને લપડાક મારી જાય છે.

  સરસ્વતી દેવીની ક્રુપાથી હું ગમડાની હઇસ્કુલમાં પહેલો નંબર લાવતો. ક્લાસમાં અને હોમવર્કમાં ખુબ નિયમિત. ઉપરાંતમાં મારા પિતાજી ગામમાં મેડીકલ ઓફિસર હતા. વિનયપૂર્વકના વર્તનને લીધે કોઇને complain કરવાનો અવકાશ જ નહોતો રહેતો. મારા બાની તબિયત સારી નહોતી રહેતી તેથી રસોઇમા મદદ પણ કરતો. આને લીધે એક વખત Geography Homework નહોતો લખી ગયો. ટીચર નવાજ આવેલા હતા. ધાક જમાવવા તેમ્ણે મને ટાપલી મારવા હાથ ઉગામ્યો, મેં તેમનો હાથ પકડી લીધો. Headmaster knew me well. I told them ask me any question from this chapter I will answer orally. I have answers in my brain but I could not put it on paper. Thank God I was not punished. This happened in 1961-62. Today also I do not have any kind of fear (not even death) ofcourse with the grace of God.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.