હાસ્યાસન – સંકલિત

‘છગન, તું સવારે કેટલા વાગ્યે ઊઠી જાય છે ?’
‘મિત્ર, હું તો છે ને સૂર્યનાં કિરણો બારીમાંથી મારી પથારી ઉપર પડે કે તરત જ ઊઠી જાઉં છું….’
‘ઓહો ! આ હિસાબે તો તું જબરો વહેલો ઊઠી જતો કહેવાય.’
‘ના… મારા બેડરૂમની બારી પશ્ચિમ દિશામાં પડે છે….’
*****

ડૉક્ટર (દર્દીને) : ‘જો તમે આ બીમારીમાંથી બચવા માંગતા હોય તો તમારે બહુ ભીડભાડને માણસોથી ઉભરાતી જગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.’
દર્દી : ‘એ શક્ય નથી સાહેબ.’
ડોક્ટર : ‘કેમ ? એમાં શું વાંધો છે ?’
દર્દી : ‘વાંધો ? અરે, સાહેબ, મારો ધંધો જ ખિસ્સાંકાતરુઓનો છે !!’
******

નવવધૂએ પોતાના પતિને પૂછ્યું : ‘પ્રિયે શાહજહાંએ એની બેગમ માટે તાજમહેલ બનાવ્યો હતો. તમે મારા માટે શું બનાવશો ?’
‘રેશન કાર્ડ’ પતિ ઉવાચ.
******

‘બેટા ગઈકાલે મેં તને ગણિતના દાખલાનું હૉમવર્ક કરવામાં મદદ કરી હતી. તેં સ્કૂલમાં ટીચરને એ કહી તો નથી દીધું ને ?’
‘પપ્પા, મેં સાચી વાત સરને જણાવી જ દીધી.’
‘એમ ? તું તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો અવતાર છે…. પછી તારા ટીચરે શું કહ્યું ?’
‘એમણે કહ્યું કે દાખલા બધા ખોટા જ ગણી લાવ્યો છે પણ બીજાએ કરેલી ભૂલની સજા હું તને નહીં આપું !!’
******

બસ કંડકટર : ‘અરે ભાઈ, બસમાં જગ્યા છે, તો પણ કેમ બેસતા નથી ?’
પેસેન્જર : ‘મને બેસવાનો સમય નથી, મારે તો જલ્દીથી છના શૉમાં પહોંચવું છે !!’
******

કમળા : ‘બહેન, રસોઈયણ કરતાં આપણા હાથની રસોઈથી ઘણો ફાયદો તેમજ કરકસર પણ થાય છે. ખરું ને ?’
રંજન : ‘હા… જો ને, મારા પતિ પહેલાં જેટલું ખાતા હતા તેના કરતાં અર્ધુ પણ હવે ખાતા નથી !’
*****

‘આ વેકેશનમાં વર્લ્ડ-ટુર ઉપર જવાનું વિચારું છું !’
‘અચ્છા ! કેટલો ખર્ચ થાય ?’
‘મફત !’
‘મફત તે કંઈ હોતું હશે !’
‘વિચારવામાં ખર્ચ શેનો !’
*****

સેલ્સમેન : ‘સર, આ કમ્પ્યુટર તમારું 50 ટકા કામ ઓછું કરી આપશે.’
ગ્રાહક : ‘તો તો મારે બે ખરીદવાં છે !’
*****

ફરિયાદી (પોલીસ સ્ટેશનમાં) : ‘સાહેબ, મારો કૂતરો ખોવાયો છે.’
પોલીસ : ‘તમે છાપામાં જાહેરાત આપો.’
ફરિયાદી : ‘સાહેબ, મારો કૂતરો વાંચી શકતો નથી.’
*****

એક મુરખના સરદારે મોબાઈલ પાણીમાં નાખ્યો અને બોલવા લાગ્યો, ‘આવ જલદી આવ.’
એક રાહદારી : ‘એમ કંઈ પાણીમાં નાખેલો મોબાઈલ પાછો આવતો હશે ?’
મૂરખનો સરદાર : ‘શું કામ ન આવે ? ડોલ્ફિન છે !’
*****

શિક્ષક : ‘ખુદકુશી કરલી’ ઔર ‘ખુદકુશી કરની પડી’ બેઉ વચ્ચેનો ભેદ બતાવો.’
રમેશ : પહેલાનો જવાબ બેરોજગારી ને બીજાનો શાદીશુદા….
*****

એક મચ્છરને દૂરથી આવતો જોઈને બીજા મચ્છરે તેની પાસે જઈને પૂછ્યું :
‘કેમ ? ક્યાં જઈ આવ્યો ?’
‘હમણાં જ આવ્યો.’
‘પણ ક્યાંથી ?’
‘ક્યાંય નહીં યાર, રાતે જરા વધારે પિવાઈ ગયેલું એટલે રક્તદાન કરી આવ્યો !’
*****

પ્રેમી (ભાવથી) : ‘તું જ મારી કવિતા ને તું જ મારી નવલિકા, તું જ મારી પ્રેરણા ને તું જ મારી રચના છે !’
પ્રેમિકા : ‘તું જ મારો રમેશ, ને તું જ મારો મુકેશ ! તું જ મારો હિતેશ, ને તું જ મારો મિતેશ છે !!’
*****

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાતમું પગલું – ગિરીશ ગણાત્રા
પ્રેરણાદાયી સત્યઘટનાઓ – સંકલિત Next »   

42 પ્રતિભાવો : હાસ્યાસન – સંકલિત

 1. nayan panchal says:

  ROFL…મજા આવી ગઈ.

  નયન

 2. Ranjitsinh Rathod says:

  મજા આવી

 3. અતુલ જાની (આગંતુક) says:

  સામાન્ય રીતે આસન સ્થિરતા માટૅ હોય છે પણ આ હાસ્યાસન ઉપર બેસીને તો ડોલી ઉઠ્યો.

 4. નિર્લેપ ભટ્ટ says:

  મજા આવી

 5. dipak says:

  સરસ,મજા આવી.

 6. pragnaju says:

  સુંદર રમુજો
  આ વેકેશનમાં વર્લ્ડ-ટુર ઉપર જવાનું વિચારું છું !’
  ‘અચ્છા ! કેટલો ખર્ચ થાય ?’
  ‘મફત !’
  ‘મફત તે કંઈ હોતું હશે !’
  ‘વિચારવામાં ખર્ચ શેનો !’
  વાહ્

 7. હા! હા! હા!

  ખૂબ મજા પડી, ખાસ કરીને “તું જ મારો રમેશ..”, “રક્તદાન”, અને “ડોલ્ફિન છે” વાળા જોક્સમાં.

 8. amit says:

  રમુજ સરસ મજાના ચ્હે
  મને ખુબ જ ગમ્યા

 9. amit says:

  હા…..હા…..હા……
  બહુ જ મજા આવી

 10. હા હા હા…..

  મજા આવી

 11. સવાર સવારમાં મજા પડી ગઈ…

 12. ભાવના શુક્લ says:

  સરસ રમુજો… સવાર મા હળવી પળો વાચીને મન ફ્રેશ થઈ ગયુ…

 13. rushi bhut says:

  good good

 14. Ashish Dave says:

  Good stuff…

  Ashish Dave
  Sunnyavale, California

 15. jalpa says:

  હાસ્યાસન વાચવા ની મજા આવી ગૈ.થેન્કસ અમને હસાવવા બદલ.

 16. dilip says:

  very nice

 17. Alpa Mistry says:

  મજઆ અવિ

 18. VIJAY says:

  very good

 19. VIJAY says:

  મજા આવી

 20. Ambaram K Sanghani says:

  બહુ જ રમુજી ટુચકાઓ, મજા આવી ગઈ.

 21. ash says:

  ખુબ જ મજા આવિ ગયિ ઓ અને લખવામા પલ મજા આવિ ગયિ…..

 22. kamlesh kotadiya says:

  nice very nice jokes on this site .
  i daily received many information …….

 23. chirag sharma says:

  JAI SHRI KRISHNA
  ખુબ મજા આવી.
  Thank u very much.
  Best of Luck.

 24. Bhumish says:

  સરસ

 25. Bhumish says:

  હા…હા….હા

 26. HARESH KAKADIYA 9426600298 says:

  જલ્સા બાપુ જોરદાર મજા આવિ

 27. asthasheth says:

  સરસ ખુબ સુન્દર.

 28. rahul says:

  પ્રેમી (ભાવથી) : ‘તું જ મારી કવિતા ને તું જ મારી નવલિકા, તું જ મારી પ્રેરણા ને તું જ મારી રચના છે !’
  પ્રેમિકા : ‘તું જ મારો રમેશ, ને તું જ મારો મુકેશ ! તું જ મારો હિતેશ, ને તું જ મારો મિતેશ છે !!’

  supperrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrbbbbbbbbbbb!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 29. PARTH BHATT says:

  આ ખુબ સરસ ચેી

 30. RUTVIJ says:

  BOGEMBO KHUSH HUA! HA HA HA HA……………………..

 31. raju yadav says:

  સરસ અને તાજા…

 32. HARSHAL BHATT says:

  HAHAHA IT WAS NICE

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.